android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahemdabad : મધ્યપ્રદેશથી આવતું રૂ. 4.50 કરોડનું MD ડ્રગ્સ ઝડપાયું, 3 શખ્સની ધરપકડ
calendar_today September 12, 2026

Ahemdabad : મધ્યપ્રદેશથી આવતું રૂ. 4.50 કરોડનું MD ડ્રગ્સ ઝડપાયું, 3 શખ્સની ધરપકડ

હંસપુરા ચાર રસ્તા પાસે શુક્રવારે રાત્રે ક્રાઇમ બ્રાન્ચે મધ્યપ્રદેશથી આવતો 4.50 કરોડ રૂપિયાનો એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડયો હતો. ડ્રગ્સની ડિલિવરી કરવા આવનાર 3 શખ્સોને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા છે. ત્રણેય આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચે કોર્ટમાં રજૂ કરીને 10 દિવસના રિમાન્ડ મેળવીને વધુ તપાસ હાથધરી છે. મધ્યપ્રદેશના મંદસૌરથી અમદાવાદમાં મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો આવી રહ્યો હોવાની બાતમી ક્રાઇમ બ્રાન્ચને મળતા એન્ટ્રી પોઇન્ટો પર નાકાબંધી કરીને વાહનચેકિંગ હાથ ધર્યુ હતું ત્યારે હંસપુરા ચાર રસ્તા પાસે એક હોન્ડા સીટી કારને રોકી તપાસ કરતા ડ્રાઇવર સહિત 3 શખ્સો બેઠેલા હતા. કારમાં તપાસ કરતા ડ્રાઇવર સાઇડના ડેશબોર્ડ નીચેના ખાનામાંથી કાળા સેલો ટેપથી વીંટાળેલા ત્રણ પાર્સલમાં એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. 3 પાર્સલમાં કુલ 4.50 કરોડ રૂપિયાનું 939.81 ગ્રામ એમડીનો જથ્થો ઝડપાયો હતો. જેના પગલે ક્રાઇમ બ્રાન્ચે મંદસૌરના કારચાલક અસલમ પિંજારા, ઈમરાન મનસુરી અને શેજાદ મનસુરીની ધરપકડ કરી હતી. આ યુવકો અગાઉ પણ અમદાવાદમાં ડ્રગની ડિલિવરી કરી ચૂક્યા હોવાની શક્યતા છે. ત્રણેય આરોપીઓ પાસેથી 3 મોબાઇલ, રોકડ રૂપિયા, કાર સહિતનો મુદ્દામાલ ક્રાઇમ બ્રાન્ચે જપ્ત કરીને ડ્રગ્સ મોકલનાર અને ડ્રગ્સ મંગાવનાર શખ્સોને શોધવા ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahemdabad : નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ્ ઈન્ડિયા લિમિટેડનો IPO17 સપ્ટેમ્બર 2026ના રોજ ખૂલશે
calendar_today September 12, 2026

Ahemdabad : નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ્ ઈન્ડિયા લિમિટેડનો IPO17 સપ્ટેમ્બર 2026ના રોજ ખૂલશે

અમદાવાદ, 12 સપ્ટેમ્બર, 2026: નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ્ ઈન્ડિયા લિમિટેડે તેના પ્રારંભિક જાહેર ભરણું માટે રૂ. 1ની ફેસ વેલ્યુ ધરાવતા દરેક ઇક્વિટી શેર દીઠ રૂ. 1,700 થી રૂ. 1,785ની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. કંપનીનો પ્રારંભિક જાહેર ભરણુંસબ્સ્ક્રિપ્શન માટે 17 સપ્ટેમ્બર 2026ના રોજ ખુલશે અને 21 સપ્ટેમ્બર 2026ના રોજ બંધ થશે. રોકાણકારો ન્યૂનતમ 8 ઇક્વિટી શેર માટે અને ત્યારબાદ 8 ઇક્વિટી શેરના ગુણાંકમાં બિડ કરી શકે છે. હાલમાં રૂ. 1 ની મૂળ કિંમત ધરાવતા 2,475,000,000 ઇક્વિટી શૅર અસ્તિત્વમાં છે રૂ. 1 ની ફેસ વેલ્યુ ધરાવતો આIPOએ કોર્પોરેટ વેચાણકર્તા શેરધારકો દ્વારા 126,436,650 સુધીના ઇક્વિટી શૅરના વેચાણની ઓફર (ઓફર-ફોર-સેલ) છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Porbandar : વિશ્વબંધુત્વના સંદેશ સાથે સાઇકલ યાત્રાએ નીકળેલા યુવાનનું પોરબંદરમાં થયું સ્વાગત
calendar_today September 12, 2026

Porbandar : વિશ્વબંધુત્વના સંદેશ સાથે સાઇકલ યાત્રાએ નીકળેલા યુવાનનું પોરબંદરમાં થયું સ્વાગત

વિશ્વ બંધુત્વની ભાવના સાથે હરિયાણા થી સમગ્ર દેશ ની સાયકલ યાત્રાએ નીકળેલા યુવાન નું પોરબંદરમાં સ્વાગત થયું હતું.હરિયાણાથી સમગ્ર ભારતમાં સાયકલ યાત્રા કરી રહેલા મહેશ પ્રજાપતિનું પોરબંદર જિલ્લામાં આગમન થયું હતું જેમાં પ્રથમ તેણે પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા ની મુલાકાત લીધી હતી. તેમજ ડૉ. વી. આર. ગોઢાણીયા બી.એડ. કોલેજની ખાસ મુલાકાત કરી ભાવિ શિક્ષકો સાથે પ્રેરણાદાયી વાર્તાલાપ કર્યો હતો. આ પ્રસંગે કમલાબાગ પોલીસ અધીકારી રામ આહીર પણ વિષેશ ઉપસ્થિત રહ્યા હતા.સાયકલ દ્વારા દેશભરમાં પ્રવાસ કરી રહેલા મહેશ પ્રજાપતિનો મુખ્ય ઉદ્દેશ્ય વર્તમાન સમયના યુવાનો અને ભારતના નાગરિકોમાં માનસિક સ્વાસ્થ્ય, શારીરિક તંદુરસ્તી, નિયમિત કસરત, તંદુરસ્ત જીવનશૈલી, યોગ અને સાયકલિંગ અંગે જાગૃતિ ફેલાવવાનો છે. તેની આ અનોખી અને પ્રેરણાદાયી સફર દરમિયાન તેઓ વિવિધ મહાનગરો, શૈક્ષણિક સંકુલો એવમ વિવિધ સામાજિક સંસ્થાઓની મુલાકાત લઈ લોકો સાથે સંવાદ કરી રહ્યા છે. બી.એડ. કોલેજ ખાતે મહેશ પ્રજાપતિનું કોલેજ પરિવાર દ્વારા સાલ અર્પણ કરીને પરંપરાગત સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમણે બી.એડ.ના તાલીમાર્થીઓ સાથે સંવાદ કરતાં જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય ઘડતર માટે વર્તમાન સમયમાં સ્વસ્થ શરીર માટે સ્વસ્થ મન હોવું અત્યંત જરૂરી છે. યુવાનો એ રાષ્ટ્રનો મજબૂત આધારસ્તંભ છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward