android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Banaskantha: શિહોરી મહામંડલેશ્વર મહાદેવ મંદિરે લોકમેળો
calendar_today September 12, 2026

Banaskantha: શિહોરી મહામંડલેશ્વર મહાદેવ મંદિરે લોકમેળો

બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના શિહોરી ખાતે બનાસ નદીના તટે આવેલા પ્રાચીન શ્રી મહામંડલેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ વદ અમાસ નિમિત્તે પરંપરાગત મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.પૌરાણિક કથા અનુસાર પાંડવોના વનવાસકાળ દરમિયાન સ્થાપિત થયેલું આ પ્રાચીન શિવાલય બનાસ નદીના કિનારે આવેલું હોવાથી તેનું અનેરું મહત્વ છે. દર વર્ષે શ્રાવણ વદ અમાસના દિવસે અહીં મોટો મેળો ભરાય છે, જેમાં આ વર્ષે પણ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓએ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.મંદિર ટ્રસ્ટ અને સેવાભાવી કાર્યકરો દ્વારા ભાવિકો માટે ચા-પાણી અને ભોજન પ્રસાદની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. શિહોરીની આગવી પરંપરા મુજબ મેળાના દિવસે ગામના તમામ સમાજના લોકો એકત્ર થઈને સહિયારા બ્રહ્મભોજનનું આયોજન કરે છે, જેમાં સૌ કોઈ યથાશક્તિ દાન આપીને સહભાગી બને છે. મેળા દરમિયાન મંદિર પરિસરમાં ખાણી-પીણી, રમકડાં અને ઘરવખરીની દુકાનોની લાંબી કતારો લાગી હતી, જ્યાં લોકોએ ખરીદી કરી મેળાનો આનંદ માણ્યો હતો. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે શિહોરી પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, હાલમાં ભક્તોના સહયોગથી લાખો રૂપિયાના ખર્ચે નવા શિવ મંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે, જે પૂર્ણ થતાં ભાવિકોને વધુ સુવિધાઓ પ્રાપ્ત થશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Palanpur: ખો-ખો માં મડાણા ટીમ કબડ્ડીમાં વાલીયા ગૃપ ફાઈનલ મેચ જીત્યું
calendar_today September 12, 2026

Palanpur: ખો-ખો માં મડાણા ટીમ કબડ્ડીમાં વાલીયા ગૃપ ફાઈનલ મેચ જીત્યું

રાજય અનામત પોલીસ દળ જૂથ-03 મડાણા ખાતે આયોજિત વાર્ષિક આર્મ્ડ યુનિટ આંતરજૂથ ખો-ખો અને કબડ્ડી સ્પર્ધા-ર0ર6નો સમાપન સમારોહ યોજાયો હતો. કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે તેમજ બનાસકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ વસંતભાઈ પુરોહિતની વિશેષ ઉપસ્થિતમાં કાર્યક્રમ યોજાયો હતો. આ સ્પર્ધામાં આશરે રર આર્મ્ડ યુનિટની ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સમગ્ર સ્પર્ધા દરમ્યાન શિસ્તબદ્ધ અને ખેલદિલીભર્યો માહોલ જોવા મળ્યો હતો. ખો-ખો ટુર્નામેન્ટમાં યજમાન ટીમ મડાણા-વિજેતા બની હતી જ્યારે કબડ્ડી ટુર્નામેન્ટમાં ટીમ વાલીયા અને ટીમ મહેસાણા વચ્ચે રોમાંચક ફાઈનલ મુકાબલો યોજાયો હતો. જેમાં કબડ્ડીમાં ટીમ વાલીયા ગૃપ ફાઈનલ વિજેતા બની હતી. વિજેતા ટીમોને મહાનુભાવોને હસ્તે ટ્રોફી એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સેનાપતિ આર.એલ.ડાંખરાએ આયોજન સમિતિના સભ્યોની કામગીરીને બિરદાવી પ્રશંસાપત્રો અને મોમેન્ટો આપી પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમ દરમ્યાન પોલીસ બેન્ડની સુમધુર સુરાવલી વચ્ચે વિજેતા ટીમોના સન્માન સમારોહ સાથે ક્લોઝિંગ ફ્લેગ માર્ચ પાસ્ટ યોજાયો હતો. જેના કારણે સમાપન સમારોહને વિશેષ ભવ્યતા પ્રાપ્ત થઈ હતી.સેનાપતિ આર.એલ.ડાંખરા, એસ.આર.પી.જૂથ-03, મડાણા તથા સમગ્ર મેનેજમેન્ટ કમિટીના સુવ્યવસ્થિત આયોજન અને અથાગ પ્રયત્નોથી આર્મ્ડ યુનિટ આંતરજૂથ ખો-ખો અને કબડ્ડી સ્પર્ધા-ર0ર6 સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Tharad: ભાભર જૂના પે. કે.શાળાના બાળકો માટે ભારત કો જાનો પરીક્ષાનું આયોજન કરાયું
calendar_today September 12, 2026

Tharad: ભાભર જૂના પે. કે.શાળાના બાળકો માટે ભારત કો જાનો પરીક્ષાનું આયોજન કરાયું

ભાભર : ભાભર જૂના પે. કે. શાળામાં તા.- 12/9/26 ના રોજ ભારત વિકાસ પરિષદ ભાભર શાખા દ્વારા ભારત કો જાનો લેખિત પરીક્ષા લેવામાં આવી હતી. ભારત વિકાસ પરિષદના પ્રતિનિધિ એવા નિલેશ નાગજીભાઇ ઠાકોરની ઉપસ્થિતિમાં ભાભર જૂના પે .કે. શાળા ના 65 અને રેલ્વે સ્ટેશન પ્રા. શાળાના 10 એમ કુલ મળીને 75 બાળકોએ આ પરીક્ષા આપી હતી. ભારત દેશની સંસ્કૃતિ અને વિરાસતની જાણકારી આપી બાળકોમાં રાષ્ટ્રપ્રેમ જાગૃત કરતી આ પરીક્ષા આપવાથી બાળકોનું જનરલ નોલેજ પણ ખૂબ વધે છે જે આગળ અભ્યાસમાં બાળકોને ઉપયોગી થાય છે. તેવું શાળાના આચાર્ય પ્રભુ કે.રામી જણાવ્યું હતું અને સ્ટાફ્ગણ બાળકોને સારા ગુણ મેળવી પ્રાંત કક્ષાની હરીફાઈમાં નોમિનેશન કરે તેવી શુભ કામના પાઠવી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward