Palanpur: ખો-ખો માં મડાણા ટીમ કબડ્ડીમાં વાલીયા ગૃપ ફાઈનલ મેચ જીત્યું
રાજય અનામત પોલીસ દળ જૂથ-03 મડાણા ખાતે આયોજિત વાર્ષિક આર્મ્ડ યુનિટ આંતરજૂથ ખો-ખો અને કબડ્ડી સ્પર્ધા-ર0ર6નો સમાપન સમારોહ યોજાયો હતો. કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે તેમજ બનાસકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ વસંતભાઈ પુરોહિતની વિશેષ ઉપસ્થિતમાં કાર્યક્રમ યોજાયો હતો. આ સ્પર્ધામાં આશરે રર આર્મ્ડ યુનિટની ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સમગ્ર સ્પર્ધા દરમ્યાન શિસ્તબદ્ધ અને ખેલદિલીભર્યો માહોલ જોવા મળ્યો હતો. ખો-ખો ટુર્નામેન્ટમાં યજમાન ટીમ મડાણા-વિજેતા બની હતી જ્યારે કબડ્ડી ટુર્નામેન્ટમાં ટીમ વાલીયા અને ટીમ મહેસાણા વચ્ચે રોમાંચક ફાઈનલ મુકાબલો યોજાયો હતો. જેમાં કબડ્ડીમાં ટીમ વાલીયા ગૃપ ફાઈનલ વિજેતા બની હતી. વિજેતા ટીમોને મહાનુભાવોને હસ્તે ટ્રોફી એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સેનાપતિ આર.એલ.ડાંખરાએ આયોજન સમિતિના સભ્યોની કામગીરીને બિરદાવી પ્રશંસાપત્રો અને મોમેન્ટો આપી પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમ દરમ્યાન પોલીસ બેન્ડની સુમધુર સુરાવલી વચ્ચે વિજેતા ટીમોના સન્માન સમારોહ સાથે ક્લોઝિંગ ફ્લેગ માર્ચ પાસ્ટ યોજાયો હતો. જેના કારણે સમાપન સમારોહને વિશેષ ભવ્યતા પ્રાપ્ત થઈ હતી.સેનાપતિ આર.એલ.ડાંખરા, એસ.આર.પી.જૂથ-03, મડાણા તથા સમગ્ર મેનેજમેન્ટ કમિટીના સુવ્યવસ્થિત આયોજન અને અથાગ પ્રયત્નોથી આર્મ્ડ યુનિટ આંતરજૂથ ખો-ખો અને કબડ્ડી સ્પર્ધા-ર0ર6 સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward