android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Dabhoi: ડભોઇમાં લાંબા અંતરાલ બાદ ગાજવીજ સાથે વરસાદ
calendar_today September 12, 2026

Dabhoi: ડભોઇમાં લાંબા અંતરાલ બાદ ગાજવીજ સાથે વરસાદ

ડભોઇ શહેર તેમજ સમગ્ર તાલુકા પંથકમાં લાંબા સમયના વિરામ બાદ આખરે મેઘરાજાએ ધમાકેદાર પુનરાગમન કર્યું છે. સમગ્ર શ્રાવણ માસ દરમિયાન વરસાદ ખેંચાતાં ખેડૂતો સહિત સામાન્ય નાગરિકો ભારે ચિંતામાં મુકાયા હતા. જોકે, ભાદરવા મહિનાની શરૂઆત થતાં જ વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો.આકાશ કાળાડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું. બપોર બાદ અચાનક ભારે પવનના સુસવાટા અને કાન ફાડી નાખે તેવા વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડયો હતો. ભારે પવન અને વરસાદને કારણે સમગ્ર પંથકમાં ધોળે દિવસે અંધારપટ છવાયો હતો. ધોળે દિવસે અંધારપટ છવાતા વિઝિબિલિટીમાં ભારે ઘટાડો નોંધાયો હતો. જેને પગલે મુખ્ય માર્ગો પરથી પસાર થતાં વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. અકસ્માત ટાળવા માટે ચાલકોને ધોળે દિવસે વાહનોની હેડલાઈટો ચાલુ રાખીને અત્યંત ધીમી ગતિએ વાહનો હંકારવાની ફરજ પડી હતી. ગણેશ આયોજકોમાં દોડધામ મચી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Chhota Udepur: નસવાડીમાં રાષ્ટ્રીય પોષણ માસના પ્રારંભે પોષણ જાગૃતિ રેલી યોજાઇ
calendar_today September 12, 2026

Chhota Udepur: નસવાડીમાં રાષ્ટ્રીય પોષણ માસના પ્રારંભે પોષણ જાગૃતિ રેલી યોજાઇ

નસવાડી : રાષ્ટ્રીય પોષણ માસના શુભારંભ નિમિત્તે નસવાડી ICDS વિભાગ દ્વારા વિશાળ પોષણ જાગૃતિ રેલી યોજાઇ હતી. જેમાં આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા પોષણલક્ષી સૂત્રોચ્ચાર અને પ્લેકાર્ડ્સ સાથે જનજાગૃતિ ફેલાવાઇ હતી. તાલુકાના અંતરિયાળ વિસ્તારો સુધી યોગ્ય આહાર, માતા-બાળ આરોગ્ય અને એનિમીયા મુક્ત સમાજનો સંદેશ પહોંચાડવા માટે જાગૃતિ રેલી યોજાઇ હતી. સહી પોષણ, દેશ રોશનના નારા સાથે સૌએ પોષણ પ્રત્યે સજાગ રહેવાના અને અન્યોને જાગૃતકરવાના શપથ લીધા હતા. આ પ્રસંગે તાલુકાના બાળ વિકાસ યોજના અધિકારી વિનિતા એ. વળવી, મુખ્ય સેવિકા ચંદ્રિકા ભીલ, રમીલા ભીલ, હીના પટેલ, ઊર્મિલા વણકર સહિતનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Banaskantha: શિહોરી મહામંડલેશ્વર મહાદેવ મંદિરે લોકમેળો
calendar_today September 12, 2026

Banaskantha: શિહોરી મહામંડલેશ્વર મહાદેવ મંદિરે લોકમેળો

બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના શિહોરી ખાતે બનાસ નદીના તટે આવેલા પ્રાચીન શ્રી મહામંડલેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ વદ અમાસ નિમિત્તે પરંપરાગત મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.પૌરાણિક કથા અનુસાર પાંડવોના વનવાસકાળ દરમિયાન સ્થાપિત થયેલું આ પ્રાચીન શિવાલય બનાસ નદીના કિનારે આવેલું હોવાથી તેનું અનેરું મહત્વ છે. દર વર્ષે શ્રાવણ વદ અમાસના દિવસે અહીં મોટો મેળો ભરાય છે, જેમાં આ વર્ષે પણ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓએ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.મંદિર ટ્રસ્ટ અને સેવાભાવી કાર્યકરો દ્વારા ભાવિકો માટે ચા-પાણી અને ભોજન પ્રસાદની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. શિહોરીની આગવી પરંપરા મુજબ મેળાના દિવસે ગામના તમામ સમાજના લોકો એકત્ર થઈને સહિયારા બ્રહ્મભોજનનું આયોજન કરે છે, જેમાં સૌ કોઈ યથાશક્તિ દાન આપીને સહભાગી બને છે. મેળા દરમિયાન મંદિર પરિસરમાં ખાણી-પીણી, રમકડાં અને ઘરવખરીની દુકાનોની લાંબી કતારો લાગી હતી, જ્યાં લોકોએ ખરીદી કરી મેળાનો આનંદ માણ્યો હતો. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે શિહોરી પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, હાલમાં ભક્તોના સહયોગથી લાખો રૂપિયાના ખર્ચે નવા શિવ મંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે, જે પૂર્ણ થતાં ભાવિકોને વધુ સુવિધાઓ પ્રાપ્ત થશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward