android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Palanpur: ધ સ્કુલ ઓફ સાયન્સમાં રપ1 થી વધુ છાત્રોનું સન્માન કરાયું
calendar_today September 12, 2026

Palanpur: ધ સ્કુલ ઓફ સાયન્સમાં રપ1 થી વધુ છાત્રોનું સન્માન કરાયું

બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં આવેલી ધ સ્કુલ ઓફ સાયન્સના વિદ્યાર્થીઓએ વિજ્ઞાન પ્રવાહમાં આ વર્ષે ભારે સફળતા પ્રાપ્ત કરી છે. નીટ ગુજરાતી માધ્યમમાં ઉત્તર ગુજરાતના પ્રથમ ત્રણ નંબર ધ સ્કુલ ઓફ સાયન્સ, પાલનપુર તથા રીનીટ ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમમાં પ્રથમ 10 નંબર સ્કુલ ઓફ સાયન્સે મેળવેલ છે. આ વર્ષે વિજ્ઞાન પ્રવાહના રપ1 જેટલા વિદ્યાર્થીઓએ મેરીટ એમબીબીએસમાં પ્રવેશ માટે લાયક થયા છે અને તે પૈકીના 209 વિદ્યાર્થીઓએ અત્યાર સુધીમાં પ્રવેશ મેળવી લીધો છે. આમ સ્કુલ ઓફ સાયન્સની સફળતા પાછળ શાળાના આચાર્ય, શિક્ષકો તેમજ માર્ગદર્શક જે.બી.પ્રજાપતિ અને કે.પી.જોષી અને તેમની ટીમને અભિનંદન આપવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમ્યાન પ્રવીણભાઈ માળીએ જણાવ્યું હતું કે શિક્ષણએ વ્યક્તિને મંઝીલ સુધી પહોંચાડવાનું માત્ર પ્લેટફોર્મ પુરું પાડે છે પરંતુ સાચું ઘડતર વિદ્યાર્થીઓની આંતરિક પ્રકૃતિ અને સમર્પણથી થાય છે. સમય સાથે બદલાતી ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના આ યુગમાં માત્ર ડિગ્રી મેળવવા પુરુતું ન સીમિત ન રહેતા, વિદ્યાર્થીઓએ ભવિષ્યની જરૂરીયાતો અનુસાર કૌશલ્યો વિકસાવવા પડશે. તેમણે સચિન તેન્ડુલકર અને અન્ય પ્રેરણાદાયી ઉદાહરણો આપીને વિદ્યાર્થીઓને કોઈપણ ક્ષેત્રમાં સફળ થવા માટે 100 ટકા સમર્પણ અને સખત મહેનત કરવા પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ વસંતભાઈ પુરોહિતે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓની આ સફળતા પાછળ તેમની પોતાની મહેનત ઉપરાંત ગુરુજનોનું માર્ગદર્શન અને માતા-પિતાનો મોટો ત્યાગ રહેલો છે. પુસ્તકીય જ્ઞાનની સાથે સાથે દર્દીઓ અને સમાજ પ્રત્યે સંવેદના હોવી એ એક સારા ડોક્ટર અને આદર્શ નાગરીક માટે અત્યંત આવશ્યક છે જેથી યુવાનોએ હંમેશા માનવીય મુલ્યોને જાળવી રાખવા જોઈએ. આ પ્રસંગે પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરે જણાવ્યું હતું કે સ્કુલ ઓફ સાયન્સ દ્વારા આપવામાં આવતું ગુણવત્તાસભર શિક્ષણ વિદ્યાર્થીઓમાં ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરી રહ્યું છે. શ્રદ્ધા અને આત્મવિશ્વાસના દીવા હૈયે પ્રગટાવીને વિદ્યાર્થીઓ પોતાના નિર્ધારીત માર્ગ પર આગળ વધશે તો મંઝીલ ચોક્કસ મળશે અને આ જ યુવાનો દેશના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ ભુમિકા ભજવશે. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને શિલ્ડ, સન્માનપત્ર અને જે.બી.પ્રજાપતિ લિખિત કેળવણી પુસ્તકથી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પાલનપુર નગરપાલિકાના પ્રમુખ સુનીતાબેન પટેલ સહિત વિવિધ મહાનુભાવો, ઉપસ્થિત રહ્યા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Dhanera: સ્વચ્છતા પખવાડિયા નિમિત્તે જોરાપુરા પ્રાથમિક શાળા દ્વારા જાગૃતિ રેલી
calendar_today September 12, 2026

Dhanera: સ્વચ્છતા પખવાડિયા નિમિત્તે જોરાપુરા પ્રાથમિક શાળા દ્વારા જાગૃતિ રેલી

ધાનેરા : ધાનેરા તાલુકાની જોરાપુરા પ્રાથમિક શાળા દ્વારા સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત ભવ્ય જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળા પરિસરમાંથી નીકળેલી આ રેલીમાં વિદ્યાર્થીઓ સ્વચ્છતાના સૂત્રો લખેલાં બેનરો અને પ્લેકાર્ડ્સ સાથે જોડાયા હતા અને નારા પોકારી ગ્રામજનોને સ્વચ્છતા જાળવવા પ્રેરિત કર્યા હતા. આ કાર્યક્રમમાં ગામના સરપંચ, તાલુકા ડેલિગેટ,SMC સભ્યો અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ઉપસ્થિત આગેવાનોએ ગામને સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત બનાવવાની અપીલ કરી હતી. કાર્યક્રમને સફ્ળ બનાવવા આચાર્યએ તથા શિક્ષકગણે જહેમત ઉઠાવી હતી. ગ્રામજનોએ શાળાના આ ઉત્કૃષ્ટ પ્રયાસને બિરદાવ્યો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Tharad: ઢીમાથી ફંગડી વચ્ચેના 7 કિમીના બિસ્માર માર્ગને નવો બનાવો
calendar_today September 12, 2026

Tharad: ઢીમાથી ફંગડી વચ્ચેના 7 કિમીના બિસ્માર માર્ગને નવો બનાવો

નવરચિત વાવ થરાદ જિલ્લાના ધરણીધર તાલુકાના પ્રસિદ્ધ યાત્રાધામ ઢીમા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતો તેમજ યાત્રાળુઓની વર્ષો જૂની માર્ગ સુવિધાની સમસ્યાને લઈને ઢીમા અને ફંગડી ગ્રામ પંચાયત દ્વારા મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરી નવો ડામર રોડ મંજૂર કરવાની માંગ કરવામાં આવી છે. ઢીમા પવિત્ર યાત્રાધામથી ફંગડી ગામને જોડતો આશરે 7 કિલોમીટરનો માર્ગ લાંબા સમયથી અત્યંત જર્જરીત અને ધૂળિયો બની ગયો છે.ઢીમા ખાતે વર્ષ દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ, સંતો અને પદયાત્રીઓ દર્શનાર્થે આવે છે. આ ઉપરાંત માવસરી, ટોભા, આકોલી અને પાનેસડા સહિતના આસપાસના વિસ્તારોમાંથી ધરણીધર ધામે દર્શનાર્થે આવતા પદયાત્રીઓ તેમજ સ્થાનિક ખેડૂતો આ રસ્તાનો સતત ઉપયોગ કરે છે. યોગ્ય ડામર રોડના અભાવે ચોમાસાની ઋતુમાં રસ્તો બિસ્માર બની જતાં વાહનવ્યવહાર લગભગ ઠપ્પ થઈ જાય છે જેના કારણે ગ્રામજનો અને યાત્રાળુઓને ભારે હાલાકી ભોગવવી પડે છે. ઢીમા ગ્રામ પંચાયત અને ફંગડી ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ ઓ તથા સ્થાનિક ગ્રામજનો અને ખેડૂતોએ સંયુક્ત રજૂઆત કરતાં જણાવ્યું છે કે નવા બનેલા વાવ-થરાદ જિલ્લાના સર્વાંગી વિકાસ માટે આ કનેક્ટિવિટી અત્યંત મહત્વપૂર્ણ છે. આ 7 કિમીના માર્ગ પર તાત્કાલિક પાકો ડામર રોડ મંજૂર કરવામાં આવે તો યાત્રાળુઓની સુરક્ષા વધશે અને ખેડૂતોને પોતાના માલસામાનની હેરફેર માટે મોટી રાહત મળશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward