android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Godhra: શહેરના બામરોલી રોડ સ્થિત સોસાયટીઓના રસ્તાઓનું ખાતમુહૂર્ત
calendar_today September 12, 2026

Godhra: શહેરના બામરોલી રોડ સ્થિત સોસાયટીઓના રસ્તાઓનું ખાતમુહૂર્ત

ગોધરા શહેરના બામરોલી રોડ ઉપર આવેલી સોસાયટીઓમાં આંતરિક રસ્તાઓના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતાં.ગોધરા શહેરના બામરોલી રોડ ઉપર આવેલી અનેક સોસાયટીઓના આંતરિક રસ્તાઓ ખખડધજ હાલતમાં જોવા મળી રહ્યા છે. જેના કારણે ઉનાળા અને શિયાળામાં રહીશો જેમ તેમ કરી આ ખખડધજ માર્ગોમાંથી આવન જાવન કરતા હતા. પરંતુ છેલ્લા કેટલાય વર્ષોથી ચોમાસામાં આ બિસમાર અને કાદવ કીચડવાળા માર્ગો ઉપરથી આવન જાવન કરતા સ્થાનિક રહીશો યુદ્ધ જીતીને આવ્યા હોય તેવી અનુભૂતિ કરતા હતા. ત્યારે સોસાયટીઓના આંતરિક રસ્તાઓનું નવીનીકરણ કરવામાં આવે તેવી માંગ વર્ષોથી જ્યારે અહીંની સોસાયટીઓ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ થતી હતી. ત્યારથી સબંધિત વિભાગ અને સ્થાનિક પંચાયતના સદસ્યોને કરાતી હતી. પરંતુ કોઈક કારણોસર તે રજુઆત માત્ર કાગળો ઉપર જ રહી ગઈ. ત્યારે આ સોસાયટીઓ હવે નગર પાલિકામાં સમાવિષ્ટ થતા અને આંતરિક રસ્તાઓનું નવીનીકરણ કરવા માંગ કરવામાં આવી હતી. જેના અનુસંધાનમાં ગોધરા APMCના ચેરમેન માલવદીપસિંહ રાઉલજી તથા વોર્ડ સદસ્યો કે.ટી.પરીખ, રમેશભાઈ તલાટી, શ્વેતાબા પુવાર, કેશમબેન ડામોર દ્વારા સબંધિત વિભાગને રજૂઆત કરી બામરોલી રોડ સ્થિત કોમર્સ કોલેજ અને ગાયત્રીનગરના આંતરિક રસ્તાઓના નવીનીકરણના ખાતમુહૂર્ત આજે શનિવારે કરાયું હતું.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Mahisagar: રામ પટેલના મુવાડા ખાતે લુણાવાડા તાલુકા પોલીસ સ્ટેશનનું લોકાર્પણ
calendar_today September 12, 2026

Mahisagar: રામ પટેલના મુવાડા ખાતે લુણાવાડા તાલુકા પોલીસ સ્ટેશનનું લોકાર્પણ

મહીસાગર જિલ્લામાં લુણાવાડા તાલુકાના રામ પટેલના મુવાડા ખાતે નવા બનેસા લુણાવાડા તાલુકા પોલીસ સ્ટેશન ભવનનું જિલ્લા પોલીસ વડા સાફ્નિ હસનના હસ્તે ભવ્ય લોકાર્પણ કરાયું હતું.આ નવનિર્મિત ભવન આધુનિક સુવિધાઓથી સજ્જ છે, જે પોલીસ કામગીરીને વધુ ક્ષમતાવાન બનાવશે અને સ્થાનિક નાગરિકો માટે પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવાનો અનુભવ સુગમ બનાવશે. નવીન ભવનમાં પોલીસ સ્ટેશને આવતા અરજદારો અને નાગરિકો માટે બેસવાની યોગ્ય વ્યવસ્થા, પીવાના પાણી અને સ્વચ્છ પર્યાવરણ સહિતની ઉત્તમ પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે. આધુનિક ટેકનોલોજી અને પૂરતી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓને કારણે પોલીસ માટે વહીવટી કામગીરી, ગુના નિવારણ અને તપાસ સંબંધિત કામો વધુ ઝડપી તેમજ સુચારુ બનશે. પોલીસ કર્મચારીઓ માટે ઉત્સાહપૂર્વક અને તનાવમુક્ત વાતાવરણમાં ફરજ બજાવી શકાય તે હેતુથી સ્ટાફ્ રૂમ અને સુસજ્જ કાર્યાલયો તૈયાર કરાયા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Panchmahal: પંચમહાલમાં ગ્રામસેવકોનું કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શન
calendar_today September 12, 2026

Panchmahal: પંચમહાલમાં ગ્રામસેવકોનું કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શન

પંચમહાલમાં ગ્રામસેવકોના પગાર કપાત અને અન્યાય સામે લેખિત રજૂઆત કરાઈ છે. ગ્રામ સેવકો દ્વારા વિવિધ માંગણીઓ મુદ્દે તબક્કાવાર કાળી પટ્ટી ધારણ કરી આંદોલન બાદ અચોક્કસ મુદતની હડતાળ તૈયારી દર્શાવી છે, જેની સીધી અસર ખેડૂતલક્ષી કામગીરીને વર્તાશે.પંચમહાલ જિલ્લા ગ્રામસેવક મંડળ દ્વારા કરાયેલી રજૂઆતમાં જણાવાયું છે કે, ગ્રામસેવકો પર થતી અન્યાયકારક કપાતની હકીકત રજૂ કરાઈ છે. જિલ્લાની કુલ આશરે 17,400 પંચાયતોમાંથી માત્ર 78 ગ્રામસેવકો જ કાર્યરત છે, મંડળે વિવિધ માંગણીઓ અંગે લેખિત હકીકતપત્ર પણ રજૂ કર્યું છે, ગ્રામસેવક મંડળની મુખ્ય માંગણીઓમાં અન્ય અધિકારીઓના હોદ્દાની કોઈપણ જવાબદારી ગ્રામસેવકો પર લાગુ ન પડે. દરેક ગ્રામ પંચાયત દીઠ એક ગ્રામસેવકની જગ્યા મંજૂર કરાય, ઓનલાઈન કામગીરી માટે ભથ્થું, સ્માર્ટફોન,કોમ્પ્યુટર, ઈન્ટરનેટ જેવી જરૂરી સુવિધાઓ આપવામાં આવે, ગ્રામસેવકોની બઢતી અંગેની અન્યાયયુક્ત વ્યવસ્થા દૂર કરી નવી વ્યવસ્થા મંજૂર કરાય, જૂની માંગણીઓ મુજબ ગ્રામ વિકાસ અને પંચાયતી રાજમાં ખેતી સંબંધિત મુખ્ય માંગણીઓ મંજૂર કરાય અને નવી અન્યાયપૂર્ણ જોગવાઈઓ ન લાગુ કરાય, ગ્રામ સેવકોને ઉચ્ચતર પગાર ગ્રેડ રૂા.4200 યોગ્ય લાભ આપવામાં આવે, તે સહિતના મુદ્દાઓની માંગણીઓ સાથે ગ્રામસેવક મંડળે કાર્યવાહી કરવાની અપીલ કરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward