android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Junagdh:મેંદરડામાં ગ્રા.પં.ની ડ્રાઇવઃ ત્રિકોણીયા બગીચાની દુકાનો સીલ, કરોડોની સરકારી જમીન દબાણમુક્ત
calendar_today September 12, 2026

Junagdh:મેંદરડામાં ગ્રા.પં.ની ડ્રાઇવઃ ત્રિકોણીયા બગીચાની દુકાનો સીલ, કરોડોની સરકારી જમીન દબાણમુક્ત

મેંદરડા ગ્રામ પંચાયતે સરકારી મિલકતો પર ગેરકાયદે કબજો જમાવી બેઠેલા દબાણકારો સામે લાલ આંખ કરી છે. ગામના જાણીતા ક્કત્રિકોણીયા બગીચાક્ર વિસ્તારમાં આવેલી કરોડો રૂપિયાની કિંમતી જમીન પર ઊભી કરાયેલી ગેરકાયદે દુકાનોને સીલ મારીને પંચાયતે તેનો પ્રત્યક્ષ કબજો મેળવી લીધો છે.આ મિલકત પચાવી પાડવા માટે દબાણકારો દ્વારા જિલ્લા કલેક્ટર, મહેસૂલ વિભાગ અને સિવિલ કોર્ટમાં અનેક દાવાઓ કરવામાં આવ્યા હતા. પરંતુ, રેગ્યુલર દીવાની કેસ (નં. 11/2011 અને 56/2013) તેમજ અપીલ (નં. 20/2025) માં માંગવામાં આવેલા તમામ વચગાળાના મનાઈ હુકમો (સ્ટે) અદાલતે ફ્ગાવી દીધા હતા. વર્તમાનમાં આ જગ્યા પર કોઈ જ સ્ટેટસ-ક્વો અસ્તિત્વમાં ન હોવાથી પંચાયતે આખરી કાર્યવાહી કરી હતી.દસ્તાવેજી પુરાવા, સનદ (નં. 1233 થી 1238) અને પ્રોપર્ટી કાર્ડ મુજબ આ જમીન સંપૂર્ણપણે મેંદરડા ગ્રામ પંચાયતની માલિકીની છે. ગુજરાત પંચાયત અધિનિયમ અંતર્ગત દબાણકારોને ગત તા. 18/08/2026ના રોજ જગ્યા ખાલી કરવા લીગલ નોટિસ અપાઈ હતી. મુદત વીતવા છતાં જગ્યા ખાલી ન થતાં પંચાયતના વહીવટી તંત્રે સ્થળ પર જઈને દુકાનો સીલ કરી દીધી છે.સરપંચ અને તલાટી કમ મંત્રી દ્વારા કડક જાહેર ચેતવણી આપવામાં આવી છે કે આ મિલકત હવે સીધી પંચાયતના તાબામાં છે. કોઈપણ વ્યક્તિએ સત્તાવાર મંજૂરી વિના અહીંપ્રવેશ કરવો નહીં, અન્યથા કડક કાનૂની પગલાં લેવામાં આવશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
porbandar : પોરબંદર જિલ્લા ન્યાયાલય ખાતે લોક અદાલતને સફ્ળતા, એક જ દિવસમાં 5,932 કેસોનો નિકાલ
calendar_today September 12, 2026

porbandar : પોરબંદર જિલ્લા ન્યાયાલય ખાતે લોક અદાલતને સફ્ળતા, એક જ દિવસમાં 5,932 કેસોનો નિકાલ

પોરબંદર જિલ્લા ન્યાયાલય ખાતે લોક અદાલત યોજાઈ હતી જેમાં 5,932 કેસોનો નિકાલ થતા રૂ 1.93 કરોડ થી વધુ ની રકમ ના વિવાદો નો સુખદ અંત આવ્યો હતોગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના માર્ગદર્શન અને અનુશ્રા હેઠળ પોરબંદર જિલ્લા ન્યાયાલય ખાતે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા આજે તા. 12 ના રોજ રાષ્ટ્રીય 'લોક અદાલત' નું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોક અદાલતમાં પક્ષકારોએ ભારે ઉત્સાહ દાખવીને વર્ષો જૂના અને કોર્ટમાં દાખલ થતા પહેલાના હજારો કેસોનો પરસ્પર સમજૂતી અને સમાધાનથી સુખદ અંત આણ્યો હતો. લોક અદાલતમાં અલગ-અલગ કેટેગરીના કુલ 5,932 કેસોનો સફ્ળતાપૂર્વક નિકાલ કરવામાં આવ્યો છે. કાનૂની સેવા સત્તા મંડળની સઘન કામગીરીના પરિણામે કોર્ટમાં કેસ દાખલ થતા પહેલાના (પ્રી-લિટિગેશન) જ કુલ 4,983 કેસોનો નિકાલ થયો હતો. આ ઉપરાંત, સ્ટેટ પ્લાન ઓફ્ એક્શન મુજબના 91 કેસો અને સ્પેશિયલ સીટિંગના કુલ 858 કેસો મળીને એક જ દિવસમાં 5,932 કેસોનો કાયમી ઉકેલ લાવવામાં આવ્યો હતો.લોક અદાલતના માધ્યમથી પક્ષકારો વચ્ચે થયેલા સુખદ સમાધાનને પરિણામે કુલ 1,93,33,373/- જેટલી મોટી રકમના નાણાકીય વિવાદોનો પણ સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો.લોક અદાલતમાં કેસોનો નિકાલ થવાથી પક્ષકારો વચ્ચે કાયમી મનમેળ જળવાઈ રહે છે અને તેમના કિંમતી સમય તેમજ નાણાં બંનેની મોટી બચત થાય છે. આ આયોજનને સફ્ળ બનાવવા બદલ ન્યાયાધીશો , વકીલો અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Porbndar : પોરબંદરના વીજ પ્રશ્નોને લઇને કેબીનેટ મંત્રીની PGVCLના અિધકારીઓ સાથે બેઠક
calendar_today September 12, 2026

Porbndar : પોરબંદરના વીજ પ્રશ્નોને લઇને કેબીનેટ મંત્રીની PGVCLના અિધકારીઓ સાથે બેઠક

પોરબંદર ના વીજ પ્રશ્નો ને લઇ ને કેબીનેટ મંત્રી દ્વારા પીજીવીસીએલનાં અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતીપોરબંદર ના ધારાસભ્ય અને વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના અધ્યક્ષસ્થાને વિલા સર્કિટ હાઉસ ખાતે પીજીવીસીએલનાં પોરબંદર વર્તુળના અધિકારીઓ અને ઈજનેરો સાથે બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન મંત્રીએ અધિકારીઓ અને ઈજનેરોને વધુમાં વધુ ફ્લ્ડિ વિઝિટ કરી વીજ વ્યવસ્થાની સ્થળ પર સમીક્ષા કરવા તેમજ સ્થાનિક વીજ સમસ્યાઓનો શક્ય તેટલો સ્થળ પર જ નિકાલ થાય તે માટે કામગીરી કરવા તાકીદ કરી હતી. સર્વિસ વાયર, વિવિધ ફ્ડિરની સ્થળ ચકાસણી, વીજ ફોલ્ટનું સમયસર નિરાકરણ અને વીજ વ્યવસ્થાની નિયમિત ચકાસણી અંગે પણ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.અંડરગ્રાઉન્ડ સ્કીમ હેઠળ વીજ વાયરને ભૂગર્ભમાં નાખવાની કામગીરી માટે મનપા સાથે સંકલન કરી જરૂરી કાર્યવાહી કરવા મંત્રીએ જણાવ્યું હતું. તેમજ સ્થાનિક જનપ્રતિનિધિઓ, પીજીવીસીએલનાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો વચ્ચે યોગ્ય સંકલન જળવાઈ રહે અને વીજળી સંબંધિત લોકસમસ્યાઓનું ત્વરિત નિરાકરણ આવે તે માટે સંકલિત રીતે કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી.વીજચોરી સામે નિયમોનુસાર કડક કાર્યવાહી કરવામાં આવે, પરંતુ કાર્યવાહી દરમિયાન કોઈ નિર્દોષ ગ્રાહકને દંડ ન થાય તેની ખાસ તકેદારી રાખવા મંત્રીએ અધિકારીઓને તાકીદ કરી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward