android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Weather News: છેલ્લા 24 કલાકમાં આ તાલુકામાં 11 ઈંચ વરસાદ ખાબક્યો, આજે આ વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર
calendar_today September 13, 2026

Gujarat Weather News: છેલ્લા 24 કલાકમાં આ તાલુકામાં 11 ઈંચ વરસાદ ખાબક્યો, આજે આ વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર

રાજ્યમાં એકસાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે આજથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને ધ્યાનમાં રાખીને માછીમારોને દરિયો ન ખેડવા સ્પષ્ટ સૂચના અપાઈ છે. લો પ્રેશરના કારણે સર્જાયેલી આ સિસ્ટમના પ્રભાવ હેઠળ પવનની ગતિ કલાકના 60 થી 70 કિલોમીટર સુધી રહેવાની સંભાવના છે. હવામાન વિભાગની ચેતવણી અનુસાર, નવસારી, દમણ અને વલસાડમાં રેડ એલર્ટ સાથે અતિભારે વરસાદની આગાહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સહિતની ચાર સિસ્ટમ સક્રિય થતાં આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહી છે.મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદનું એલર્ટજ્યારે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે અને મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે.તંત્ર દ્વારા આગામી દિવસોની સ્થિતિને ધ્યાનમાં રાખીને વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ તથા રાજકોટ, બોટાદ, પોરબંદર, જૂનાગઢ, સોમનાથ, જામનગર, દ્વારકા, અમરેલી, મોરબી અને સુરેન્દ્રનગર જેવા જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરાયું છે.છેલ્લા 24 કલાકમાં 193 તાલુકામાં વરસાદરાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 193 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. તાપીના ઉકાઈમાં સૌથી વધુ 11.81 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે સુરતના ઉમરપાડામાં 8.35 ઇંચ અને સુબીરમાં 5.71 ઇંચ વરસાદ વરસી ગયો છે. આ ઉપરાંત ડાંગના વઘઈમાં 5.67 ઇંચ, સોનગઢમાં 5.51 ઇંચ, સુરતના ચોર્યાસીમાં 4.41 ઇંચ, ડાંગમાં 4.37 ઇંચ અને નર્મદાના ડેડિયાપાડામાં 4.25 ઇંચ જેટલો ભારે વરસાદ નોંધાયો છે. આ ભારે વરસાદના પગલે ઉછાલમાં 3.98 ઇંચ, ચિકડામાં 3.46 ઇંચ, અંકલેશ્વરમાં 3.35 ઇંચ, ઘોઘામાં 3.25 ઇંચ, તિલકવાડામાં 3.19 ઇંચ, ભરૂચમાં 2.87 ઇંચ તેમજ ઓલપાડ અને વાંસદા બંને જગ્યાએ 2.8 ઇંચ જેટલો વરસાદ પડવાથી જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે અને નદી-નાળાઓમાં નવા નીર આવ્યા છે.ખેતીમાં વરસાદથી પાકને જીવનદાન મળશેઆ વખતે વરસી રહેલો વરસાદ રાજ્યમાં ખરીફ વાવેતરને ચોક્કસ ફાયદો કરાવશે તેવો પણ દાવો કરાયો છે. ધાન્ય પાકનું વાવેતર 99.64 ટકા એટલે કે 1375377 હેક્ટરમાં થયું છે. કઠોળનું વાવેતર 108.75 ટકા વિસ્તારમાં એટલે કે 452793 હેક્ટરમાં થયું છે. તેલીબીયાનું વાવેતર 101.05 ટકા એટલે કે 2762332 હેક્ટરમાં થયું છે. અન્ય પાકનું વાવેતર 88.17 ટકા થયું છે. ઝોન મુજબના અહેવાલ જણાવે છે, કચ્છ જોનમાં 452600 હેક્ટર,ઉત્તર ગુજરાતમાં 1744200 હેક્ટર, મધ્ય ગુજરાતમાં 1505000 હેક્ટર,સૌરાષ્ટ્રમાં 3739300 હેક્ટર અને દક્ષિણ ગુજરાતમાં 672100 હેક્ટરમાં વાવેતર થયું છે. દરમિયાનમાં બદલાયેલા આ વાતાવરણનાં કારણે ચાર દિવસમાં વીજળીની માગમાં 1713 મેગા વોટનો ઘટાડો નોંધાયો છે.આ પણ વાંચોઃ Gir somanth : સુત્રાપાડામાં આશ્રમનાં કુંડમાં ડૂબી જતા હોસ્ટેલમાં રહેતા ધો. 9ના વિદ્યાર્થીનું મોત

Read Full Story arrow_forward
Ahmedabad News : શહેરના મોટાભાગના તળાવોમાં ગંદકી વધી, 5 વર્ષમાં સફાઈ પાછળ 70 કરોડનો ખર્ચ
calendar_today September 13, 2026

Ahmedabad News : શહેરના મોટાભાગના તળાવોમાં ગંદકી વધી, 5 વર્ષમાં સફાઈ પાછળ 70 કરોડનો ખર્ચ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા તળાવોમાંથી ગંદકી દૂર કરી સફાઈ કરવા અને હવે તળાવના પાણીમાં ઓક્સિજન લેવલ વધારવા ચાર કરોડના ખર્ચેથી 97 પૈકી 29 તળાવમાં 68 જેટ એરેટર્સ લગાવ્યા છે. જે તળાવોમાં જેટ એરેટર લગાવ્યા છે, તે પૈકી એક માત્ર કાંકરિયા તળાવમાં પાણી છે. આ સિવાયના મોટાભાગના તળાવોમાં વરસાદના અભાવના કારણે પાણી તળિયે પહોંચી ગયા છે તેમજ અસહ્ય ગંદકી જોવા મળી રહી છે. જે ચંડોળા તળાવના વોટરબોડી વિસ્તારમાંથી મોટાપાયે કોર્પોરેશને ગત વર્ષે મેગા ડિમોલિશન કર્યું હતું તેની સફાઈ કરવા વર્ષ-2025માં કોર્પોરેશનની હેલ્થ કમિટીએ રૂપિયા 24 લાખનો ખર્ચ મંજૂર કર્યો હતો. 37 તળાવોની સફાઈ કરવા માટે કોન્ટ્રાક્ટ અપાયો હતોકોર્પોરેશન દ્વારા દર વર્ષે તળાવોમાંથી લીલ, પ્લાસ્ટિક, કચરો, જંગલી વનસ્પતિ અને મચ્છરોના ઉપદ્રવને અટકાવવા માટે રૂપિયા 7થી 8 કરોડનો ખર્ચ કરાય છે. પાંચ વર્ષમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા 35થી 40 કરોડનો ખર્ચ તળાવોની સફાઈ પાછળ કરાયા છતાં પરિણામ દેખાતું નથી. વર્ષ-2026માં શહેરના 97 તળાવોની સફાઈ કરવા માટે રૂપિયા 9.13 કરોડનું ટેન્ડર કોર્પોરેશનની હેલ્થ કમિટીમાં મંજૂર કરવામાં આવેલું છે. પાંચ વર્ષ પહેલાં એએમસીની હેલ્થ કમિટી દ્વારા શહેરના 37 તળાવોની સફાઈ કરવા માટે કોન્ટ્રાક્ટ અપાયો હતો. ત્રણ એજન્સીઓને કોન્ટ્રાક્ટ આપ્યો હતોકોર્પોરેશનના અધિકારીઓએ 37 તળાવની સફાઈ કરાવવા માટે રૂપિયા 3.60 કરોડનો અંદાજ એ સમયે મૂક્યો હતો. જેમાં એ સમયના હેલ્થ કમિટીના ચેરમેન અને સભ્યોએ રૂપિયા 70 લાખનો વધારો કરી રૂપિયા 4.40 કરોડના ખર્ચેથી 37 તળાવની સફાઈ કરવા માટે કુમાર એજ્યુકેશન સોસાયટી, મીનાક્ષી સખી મંડળ અને દેવ રેસિડેન્ટ વેલ્ફેર એસોસિએશન એમ ત્રણ એજન્સીઓને કોન્ટ્રાક્ટ આપ્યો હતો. પાંચ વર્ષમાં તળાવ સફાઈ પાછળ કોર્પોરેશન તરફથી કરવામાં આવતો ખર્ચ રૂપિયા 10 કરોડ સુધી પહોંચી ગયો છે.ગંદકી વચ્ચે દૂષિત પાણી ઠલવાતું નજરે પડે છેશહેરનાં જળાશયોને સ્વચ્છ રાખવા પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે.તળાવના એક છેડે કચરો અને ગંદકી વચ્ચે દૂષિત પાણી ઠલવાતું નજરે પડે છે. જ્યારે બીજી તરફ બોટ દ્વારા પાણીની સપાટી સાફ કરવાની કામગીરી ચાલી રહી છે. પ્રદૂષણના મૂળ સ્ત્રોતને અટકાવ્યા વિના થતી આવી સફાઈ કેટલી અસરકારક બની શકે તે મોટો પ્રશ્ન છે. આવી જ સ્થિતિ સાબરમતી નદીની પણ છે. સાબરમતીના શુદ્ધિકરણ માટે અમદાવાદ મ્યુનિસિપલ તંત્ર દ્વારા સમયાંતરે મોટા ખર્ચ કરવામાં આવે છે, છતાં નદીમાં ગંદુ અને કેમિકલયુક્ત પાણી છોડાતું હોવાની સમસ્યા યથાવત્ રહે છે. એટલે હવે શહેરની નદીની સાથે તળાવો પણ પ્રદૂષણનો ભોગ બની રહ્યા છે. આ પણ વાંચોઃ Gujarat Weather News: છેલ્લા 24 કલાકમાં આ તાલુકામાં 11 ઈંચ વરસાદ ખાબક્યો, આજે આ વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર

Read Full Story arrow_forward
Ahmedabad News : શહેરમાં ગણેશજીની મૂર્તિના વિસર્જન માટે આ 38 સ્થળોએ આર્ટિફિશિયલ તળાવ તૈયાર કરાયા
calendar_today September 13, 2026

Ahmedabad News : શહેરમાં ગણેશજીની મૂર્તિના વિસર્જન માટે આ 38 સ્થળોએ આર્ટિફિશિયલ તળાવ તૈયાર કરાયા

અમદાવાદ શહેરમાં 14 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલા ગણેશોત્સવને લઈને તંત્ર દ્વારા તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. આ પર્વ દરમિયાન શહેરમાં બાપ્પાની આરાધના માટે વ્યાપક ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નાગરિકો દ્વારા પોતપોતાના ઘરોમાં તેમજ સોસાયટીઓમાં સુંદર પંડાલો અને મંડપસજાવીને સામૂહિક રીતે ભગવાન ગણેશજીની પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવશે. દબાણ કે ભીડભાડ વગર પર્યાવરણની જાળવણી સાથે મૂર્તિ વિસર્જન સંપન્ન થાય તે માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિશેષ આયોજનો હાથ ધરવામાં આવ્યાં છે.કુંડ તૈયાર કરવા માટે કરોડો રૂપિયાનું આંધણશહેરના જળાશયોને પ્રદૂષિત થતા અટકાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં કુલ 38 જેટલા સ્થળો પર આર્ટિફિશિયલ ગણેશ મૂર્તિ વિસર્જન કુંડ તૈયાર કરવામાં આવ્યા છે. આ સમગ્ર વ્યવસ્થા પાછળ મ્યુનિસિપલ તંત્ર દ્વારા રૂપિયા 8 કરોડથી વધુનો જંગી ખર્ચ કરવામાં આવ્યો છે. જેના અંતર્ગત શહેરમાં કુલ 47 જેટલા કૃત્રિમ વિસર્જન કુંડનું નિર્માણ કરાયું છે. દર વર્ષે ગણેશોત્સવના સમયÜ શહેરમાં ઉત્સવના માહોલ વચ્ચે મૂર્તિઓના શાસ્ત્રોક્ત અને સુરક્ષિત વિસર્જન માટે આ પ્રકારના કામચલાઉ કુંડ બનાવવા પડે છે, જેથી લાખો શ્રદ્ધાળુઓ સુગમતાપૂર્વક વિસર્જન વિધિ કરી શકે.મ્યુનિસિપલ તંત્ર તરફથી દર વર્ષે શહેરના સાત અલગ-અલગ ઝોનમાં આ પ્રકારે કૃત્રિમ ગણેશમૂર્તિ વિસર્જન કુંડ તૈયાર કરવા માટે કરોડો રૂપિયાનું આંધણ કરવામાં આવે છે. કાયમી કુંડ બનાવવાના આયોજનને ઠેબે ચઢાવી દેવાયુંઆ પુનરાવર્તિત ખર્ચમાં મોટો ઘટાડો થાય અને કાયમી ધોરણે પ્રશ્નનો ઉકેલ આવે તે હેતુસર, વર્ષ 2022માં યોજાયેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શહેરમાં કાયમી કુંડ બનાવવાનું મહત્વપૂર્ણ આયોજન વિચારણા હેઠળ લેવામાં આવ્યું હતું. આ અંગે સત્તાવાર ચર્ચાઓ પણ થઈ હતી કે જો કાયમી માળખું ઊભું કરવામાં આવે તો દર વર્ષે થતા લાખો-કરોડો રૂપિયાના ખર્ચમાંથી છુટકારો મળી શકે છે. પરંતુ આશ્ચર્યજનક બાબત એ છે કે, સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ગંભીર ચર્ચા થયા બાદ પણ તે દિશામાં આગળની કોઈ નક્કર કાર્યવાહી થઈ શકી નથી. કોઈ અગમ્ય અને રહસ્યમય કારણોસર તંત્ર દ્વારા કાયમી કુંડ બનાવવાના આયોજનને ઠેબે ચઢાવી દેવામાં આવ્યું છે, જેના પરિણામે દર વર્ષે ઉત્સવ ટાણે જ અસ્થાઈ ધોરણે કરોડો રૂપિયા ખર્ચીને કુંડ બનાવવાની કામગીરી કરવાની ફરજ પડે છે. આ પણ વાંચોઃ Gujarat Weather News: છેલ્લા 24 કલાકમાં આ તાલુકામાં 11 ઈંચ વરસાદ ખાબક્યો, આજે આ વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર

Read Full Story arrow_forward