BRICS Summit 2026 Live: બ્રિક્સ સમિટનો આજે બીજો દિવસ, PM મોદી કરશે મહત્વની દ્વિપક્ષીય બેઠકો, જાણો શેડ્યુઅલ
નવી દિલ્હીના ભવ્ય ભારત મંડપમ ખાતે યોજાઈ રહેલી 18 મી બ્રિક્સ સમિટનો આજે બીજો અને ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે. વિશ્વના અગ્રણી નેતાઓ આજે વૈશ્વિક મુદ્દાઓ પર મંથન કરવા માટે એકત્રિત થયા છે, જે ભારતની મજબૂત કૂટનીતિ અને વૈશ્વિક નેતૃત્વનું પ્રતીક છે.આજનો કાર્યક્રમ અને મુખ્ય થીમઆજના દિવસની શરૂઆત સવારે 9:55 વાગ્યે નેતાઓ અને મંત્રીઓના આગમન સાથે થશે. સવારે 10:35 વાગ્યે: તમામ અગ્રણી નેતાઓનો સંયુક્ત 'કૌટુંબિક ફોટો' લેવામાં આવશે. સવારે 10:50 વાગ્યે: સમિટનું ખુલ્લું સત્ર શરૂ થશે. આ વર્ષના સત્રની થીમ "સ્થિતિસ્થાપકતા, નવીનતા, સહકાર અને ટકાઉ વિકાસ દ્વારા સમાવિષ્ટ વૈશ્વિક વિકાસનું ભવિષ્ય" રાખવામાં આવી છે.PM મોદીની વ્યસ્ત દ્વિપક્ષીય બેઠકોબપોરે 2:30 વાગ્યે: કઝાકિસ્તાનના રાષ્ટ્રપતિ કાસિમ-જોમાર્ટ ટોકાયેવ સાથે મુલાકાત.બપોરે 3:00 વાગ્યે: ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ ફર્ડિનાન્ડ આર. માર્કોસ જુનિયર સાથે મુલાકાતબપોરે 3:30 વાગ્યે: ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ-સીસી સાથે મુલાકાત.બપોરે 4:10 વાગ્યે: દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા સાથે દ્વિપક્ષીય મુલાકાત.બપોરે 4:40 વાગ્યે: બુરુન્ડીના રાષ્ટ્રપતિ એવરિસ્ટ નદાયિશિમિયે સાથે મુલાકાત.સાંજે 5:10 વાગ્યે: નાઇજીરીયાના ઉપરાષ્ટ્રપતિ સેનેટર કાશીમ શેટ્ટીમા સાથે મુલાકાત.સાંજે 5:40 વાગ્યે: યુગાન્ડાના ઉપરાષ્ટ્રપતિ જેસિકા અલુપો સાથે મુલાકાત. આ બેઠકોમાં વેપાર, રોકાણ, વ્યૂહાત્મક સહયોગ અને પ્રાદેશિક શાંતિ પર મુખ્ય ભાર મૂકવામાં આવશે.પ્રથમ દિવસની મુખ્ય સિદ્ધિઓસમિટના પ્રથમ દિવસે ભારતની કૂટનીતિના ઘણાં શાનદાર પાસાં જોવા મળ્યા. વડાપ્રધાન મોદીએ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે સરહદી મુદ્દાઓ પર અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વ્યૂહાત્મક ભાગીદારી પર અર્થપૂર્ણ ચર્ચા કરી. રાત્રિભોજન દરમિયાન મલેશિયાના વડાપ્રધાન અનવર ઇબ્રાહિમે કિશોર કુમારનું ગીત ગાઈને અનોખું અને યાદગાર વાતાવરણ સર્જ્યું હતું. નવી દિલ્હી ઘોષણાપત્ર પર સર્વસંમતિ સધાઈ, જેમાં આતંકવાદ, વૈશ્વિક સંઘર્ષ અને આર્થિક સહયોગ જેવા મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ સામેલ છે.આજે ભારત મંડપમ પર સમગ્ર વિશ્વની નજર ટકેલી છે, કારણ કે આ બેઠકો આગામી સમયમાં વૈશ્વિક વિકાસ અને સહયોગનો નવો રાહ ચીંધશે.આ પણ વાંચોઃ BRICS Summit 2026: આજે આખો દિવસ શું થયું?, જાણો સમિટના મોટા ઘટનાક્રમ
Read Full Story arrow_forward