android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live: ગુજરાતમાં આજથી ભારે વરસાદની આગાહી,  70 કિ.મીની ઝડપે પવન ફૂંકાશે
calendar_today September 13, 2026

Gujarat Latest News Live: ગુજરાતમાં આજથી ભારે વરસાદની આગાહી, 70 કિ.મીની ઝડપે પવન ફૂંકાશે

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 13 સપ્ટેમ્બર ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો

Read Full Story arrow_forward
Gir somanth : સુત્રાપાડામાં આશ્રમનાં કુંડમાં ડૂબી જતા હોસ્ટેલમાં રહેતા ધો. 9ના વિદ્યાર્થીનું મોત
calendar_today September 12, 2026

Gir somanth : સુત્રાપાડામાં આશ્રમનાં કુંડમાં ડૂબી જતા હોસ્ટેલમાં રહેતા ધો. 9ના વિદ્યાર્થીનું મોત

સુત્રાપાડા શહેરમાં આવેલી બક્ષીપંચ આશ્રમ શાળાની હોસ્ટેલમાં રહીને ધોરણ-9 માં અભ્યાસ કરતો અને મૂળ કોડીનાર તાલુકાના પ્રણાદર ગામનો 15 વર્ષીય વિદ્યાર્થી આજે સવારે સુત્રાપાડા બસ સ્ટેન્ડ નજીક આવેલા સ્તવનઋષિ આશ્રમના કુંડમાં ડૂબી ગયો હતો. પાણીમાં ગરકાવ થઈ જવાથી આ આશાસ્પદ બાળકનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને મૃતદેહને બહાર કાઢયો હતો. આ બનાવને પગલે પરિવારજનો સહિત સમગ્ર પંથકમાં ભારે શોકની લાગણી પ્રસરી ગઈ છે.બનાવની જાણ થતાં પરિવારજનો અને પોલીસ કાફ્લો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. મૃતક બાળકના પરિવારે માંગ કરી છે કે હોસ્ટેલના જવાબદાર સંચાલકો વિરુદ્ધFIRનોંધવામાં આવે અને સમગ્ર ઘટનાની હકીકત સ્પષ્ટ થાય ત્યારબાદ જ મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવા દેવામાં આવશે. આ બાળક કુંડ સુધી કેવી રીતે પહોંચ્યો, કયા સંજોગોમાં ડૂબ્યો અને તે સમયે તેની સાથે કોણ હતુ. તે તમામ દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ ઘટનાનું સચોટ કારણ બહાર આવશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahemdabad : તથ્ય પટેલેઅકસાન કર્યો હતો તે જગ્યાનાપંચનામામાં હાજર વ્યક્તિની જુબાની પૂર્ણ
calendar_today September 12, 2026

Ahemdabad : તથ્ય પટેલેઅકસાન કર્યો હતો તે જગ્યાનાપંચનામામાં હાજર વ્યક્તિની જુબાની પૂર્ણ

ગુજરાતભરમાં ભારે ખળભળાટ મચાવનાર તથ્ય પટેલના ઇસ્કોન બ્રિજ પર 141.27 કિલોમીટરની સ્પીડે ગાડી હંકારી નવ લોકોને કચડી નાખી મોતને ઘાટ ઉતારવાના ચકચારભર્યા કેસમાં અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ઘટના સ્થળનું પંચનામામાં હાજર રહેનારની જુબાની અને ઉલટ તપાસ હાથ ધરાઈ હતી. ત્યારબાદ કોર્ટે આગામી મુદતે વધુ એક સાક્ષીની જુબાની માટે મુદત રાખી છે. અત્યાર સુધી કુલ 33 જેટલા સાક્ષીઓની જુબાની અને ઉલટ તપાસ પૂર્ણ થઈ છે. અત્યાર સુધીમાં નજરે જોનાર સાક્ષીઓ, તથ્ય પટેલ સાથે કારમાં હાજર લોકો સહિત મહત્વના સાક્ષીઓની જુબાની પૂરી થઈ છે. જોકે, તથ્ય પટેલે અકસ્માત કર્યો ત્યારે તેની સાથે હાજર ચાર જણા સ્પીડ લિમિટ મામલે હોસ્ટાઇલ થઈ ગયા છે. ઈજાગ્રસ્તોની સારવાર કરનાર ડોક્ટરોની જુબાની અને ઉલટ તપાસ પૂરી થયા બાદ ઘટના સ્થળનું પંચનામાની જુબાનીઓ હાથ ધરવામાં આવી છે. ઇસ્કોન બ્રિજ પર ગત 20મી જુલાઈ 2023ની રાત્રે 141.27 કિલોમીટરથી વધુની સ્પીડે બેફામ રીતે જેગુઆર ગાડી તથ્ય પ્રજ્ઞેશ પટેલે હંકારીને નવ નિર્દોષોને કચડી નાખીને મોતને ઘાટ ઉતાર્યા હતા. આ અકસ્માતમાં 13થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ટ્રાફ્કિ પોલીસે આરોપી તથ્ય પટેલ અને પ્રજ્ઞેશ પટેલ વિરુદ્ધ આઈપીસીની વિવિધ કલમો અને મોટર વ્હીકલ એક્ટની કલમો હેઠળ 1,684 પાનાની ચાર્જશીટ દાખલ કરી દીધી હતી. જેમાં કુલ 191 સાક્ષીઓ દર્શાવવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ સામે 18મી નવેમ્બરના રોજ તહોમતનામું ઘડવામાં આવ્યું હતું. ત્યારબાદ અત્યાર સુધી કુલ 33 જેટલાસાક્ષીઓની જુબાની અને ઉલટ તપાસ પૂર્ણ થઈ છે.ઉલ્લેખનીય છે કે, તથ્ય પટેલ દ્વારા સાપરાધ મનુષ્યવધની કલમ દૂર કરીને ચાર્જફ્રેમ કરવા માટે નીચલી કોર્ટમાં અરજી કરી હતી, જેમાં સુપ્રીમ કોર્ટે અરજી ફ્ગાવીને ચાર્જફ્રેમ કરવા હુકમ કર્યો હતો. સુપ્રીમ કોર્ટની ખંડપીઠે તથ્ય પટેલના જામીન મંજૂર કરતી વખતે નોંધ્યું હતું કે, આરોપી છેલ્લા આશરે 2 વર્ષ અને 10 મહિનાથી જેલવાસ ભોગવી રહ્યો હતો. આ કેસમાં ટ્રાયલ કોર્ટ સમક્ષ હજુ કુલ 138 સાક્ષીઓની તપાસ કરવાની બાકી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward