android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodara Heavy Rain : મધ્ય ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ, કરજણમાં ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસ્યાં
calendar_today September 14, 2026

Vadodara Heavy Rain : મધ્ય ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ, કરજણમાં ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસ્યાં

મધ્ય ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. ખેડાના મહેમદાવાદ, વડોદરા શહેર, કરજણ અને ડેસર તાલુકામાં ભારે વરસાદ વરસતાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે. કરજણમાં વરસાદી પાણી ઘરો અને દુકાનોમાં ઘૂસી જતાં સ્થાનિકોને મોટું નુકસાન થયું છે.કરજણમાં ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસ્યાંકરજણમાં ધોધમાર વરસાદને પગલે જાહેર માર્ગો જળબંબાકાર બન્યા હતા. સહજાનંદ સોસાયટીના 15થી વધુ ઘરોમાં પાણી ઘૂસી જતાં રહેવાસીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. વાલાવાવ ચોકડીની દુકાનોમાં પણ પાણી ઘૂસી જતાં વેપારીઓને નુકસાન થયું છે.કરજણમાં 4 કલાકમાં 75 મી.મી. વરસાદકરજણ નગરમાં સવારે 6થી 10 વાગ્યા દરમિયાન 75 મી.મી. વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદને પગલે નગરના જાહેર માર્ગો પાણીમાં ગરકાવ બન્યા હતા. ગીતાંજલિ રોડ, મિયાગામ ચોકડી રોડ, સોનાનગર રોડ અને રણછોડ પાર્ક સોસાયટી રોડ પર વરસાદી પાણી ભરાઈ જતાં વાહનચાલકો અને સ્થાનિકોને મુશ્કેલી પડી હતી.પાણીના નિકાલની વ્યવસ્થા સામે સવાલો વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા સામે સવાલો ઊભા થયા છે. સ્થાનિકોમાં પાલિકાની કામગીરી પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે. સામાન્ય વરસાદમાં જ જો રહેણાંક વિસ્તારો અને દુકાનોમાં પાણી ઘૂસી જાય, તો ભારે વરસાદ દરમિયાન સ્થિતિ કેટલી વિકટ બની શકે તે અંગે ચિંતા વ્યક્ત થઈ રહી છે.વડોદરાના અકોટા સહિતના વિસ્તારોમાં પાણી ભરાયાવડોદરા શહેરના અકોટા સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાઈ જતાં જનજીવન પ્રભાવિત થયું હતું. વાહનચાલકો અને સ્થાનિક રહેવાસીઓને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ડેસર તાલુકામાં પણ વરસાદી માહોલ સર્જાયો હતો.પાણી ભરાવાની સમસ્યા યથાવત વડોદરાના અટલાદરા વિસ્તારમાં ભારે વરસાદને પગલે પાણી ભરાઈ ગયાં હતાં. અટલાદરા-બિલ-વડસર રોડ પર પણ વરસાદી પાણી ફરી વળ્યાં હતાં. અલકાપુરી પોલીસ ચોકી પાસે પાણી ભરાતાં અવરજવરમાં મુશ્કેલી સર્જાઈ હતી, જ્યારે દિનેશ મિલ ગરનાળું પાણીમાં ગરકાવ બન્યું હતું. ભારે વરસાદને પગલે પાણીના નિકાલ માટે પાલિકાના મશીનો પણ અસરકારક સાબિત ન થતાં તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. સામાન્ય સમયની તૈયારીઓ છતાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા યથાવત રહેતાં નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.ખેડૂતોને વરસાદથી મોટી રાહતબીજી તરફ, એક મહિનાના લાંબા વિરામ બાદ પડેલા વરસાદથી ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે. સુકાઈ રહેલા ડાંગર અને શાકભાજીના પાકને વરસાદથી નવું જીવન મળ્યું છે. વરસાદ ખેતી માટે રાહતરૂપ બન્યો છે, જોકે શહેરી વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાએ તંત્રની તૈયારીઓ પર સવાલો ઊભા કર્યા છે.  આ પણ વાંચો  :   Surat : પતિએ પત્નીને જ ‘વાઈફ સ્વેપિંગ’ માટે ધકેલી, દેરાણી બોલી- ‘આ તો આજકાલ કોમન છે’

Read Full Story arrow_forward
Gujarat Rain : ગુજરાત ભીંજાયું, સાંજે 4 વાગ્યા સુધી 240 તાલુકામાં વરસાદ, બોરસદમાં 5.43 ઇંચ, અમદાવાદ શહેરમાં 3.39 ઈંચ વરસાદ, Video
calendar_today September 14, 2026

Gujarat Rain : ગુજરાત ભીંજાયું, સાંજે 4 વાગ્યા સુધી 240 તાલુકામાં વરસાદ, બોરસદમાં 5.43 ઇંચ, અમદાવાદ શહેરમાં 3.39 ઈંચ વરસાદ, Video

રાજ્યમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતાં સાંજે 4 વાગ્યા સુધીમાં 240 તાલુકામાં વરસાદ નોંધાયો છે. અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતાં જનજીવન પ્રભાવિત થયું છે. આણંદના બોરસદમાં સૌથી વધુ 5.43 ઇંચ વરસાદ નોંધાયો છે.ક્યાં કેટલો વરસાદ?આણંદના બોરસદમાં 5.43 ઇંચ, ભાવનગરના વલભીપુરમાં 4.53 ઇંચ, મહેસાણાના કડીમાં 4.13 ઇંચ અને અમદાવાદના ધોળકામાં 4.13 ઇંચ વરસાદ નોંધાયો છે. વડોદરાના કરજણમાં 4.09 ઇંચ વરસાદ ખાબક્યો છે.ભરૂચમાં 3.78 ઇંચ, આણંદના તારાપુરમાં 3.70 ઇંચભરૂચમાં 3.78 ઇંચ, આણંદના તારાપુરમાં 3.70 ઇંચ, રાજકોટના જામકંડોરણામાં 3.46 ઇંચ અને ખેડાના નડિયાદમાં 3.46 ઇંચ વરસાદ નોંધાયો છે. અમદાવાદ શહેર અને પંચમહાલના ગોધરામાં 3.39 ઇંચ વરસાદ થયો છે.  અન્ય તાલુકાઓમાં પણ મેઘમહેરખેડાના માતરમાં 3.23 ઇંચ, મહેસાણાના વીજાપુરમાં 3.11 ઇંચ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં 14 તાલુકામાં 3 ઇંચથી વધુ, 43 તાલુકામાં 2 ઇંચથી વધુ અને 95 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.ખેડૂતો અને નાગરિકો પર અસરલાંબા વિરામ બાદ વરસેલા વરસાદથી ખેડૂતોમાં રાહત અને આનંદની લાગણી જોવા મળી રહી છે. બીજી તરફ, અનેક શહેરો અને ગામોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાતાં વાહનચાલકો તથા સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.  આ પણ વાંચો :   Surat : પતિએ પત્નીને જ ‘વાઈફ સ્વેપિંગ’ માટે ધકેલી, દેરાણી બોલી- ‘આ તો આજકાલ કોમન છે’

Read Full Story arrow_forward
Banaskantha : બનાસકાંઠા કોંગ્રેસમાં ઉકળતો ચરુ!, જિલ્લા પ્રમુખે જાહેર કરેલી ટીમ પ્રદેશ કોંગ્રેસે રદ કરતા ખળભળાટ
calendar_today September 14, 2026

Banaskantha : બનાસકાંઠા કોંગ્રેસમાં ઉકળતો ચરુ!, જિલ્લા પ્રમુખે જાહેર કરેલી ટીમ પ્રદેશ કોંગ્રેસે રદ કરતા ખળભળાટ

બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસમાં આંતરિક ખેંચતાણ સપાટી પર આવી છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે જાહેર કરેલી નવી ટીમને પ્રદેશ કોંગ્રેસે રદ્દ કરી દેતાં સંગઠનમાં ખળભળાટ મચ્યો છે. આ ઘટનાને પગલે પ્રદેશ કોંગ્રેસ અને બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ વચ્ચે મતભેદો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.બે દિવસમાં જ ટીમ જાહેર અને રદ્દબે દિવસ પહેલાં ગુલાબસિંહ રાજપૂતે સોશિયલ મીડિયા મારફતે પોતાની ટીમની જાહેરાત કરી હતી. જોકે આજે પ્રદેશ કોંગ્રેસ દ્વારા આ યાદીને સત્તાવાર રીતે રદ્દ કરવામાં આવી છે. પ્રદેશ કોંગ્રેસે સ્પષ્ટતા કરી છે કે મંજૂરી વિના ટીમ જાહેર કરવામાં આવી હોવાથી સોશિયલ મીડિયા પર જાહેર કરાયેલી યાદી રદ્દ ગણવામાં આવે છે.મંજૂરી વિના જાહેરાતથી વિવાદપ્રદેશ કોંગ્રેસના નિર્ણય બાદ બનાસકાંઠા કોંગ્રેસના નેતાઓમાં અસંતોષની લાગણી જોવા મળી રહી છે. સંગઠનની નવી ટીમની જાહેરાત પહેલાં પ્રદેશની મંજૂરી લેવી જરૂરી હોવા છતાં આ પ્રક્રિયા અનુસરાઈ નહીં હોવાનો પ્રદેશ કોંગ્રેસનો દાવો છે. આ મુદ્દે જિલ્લા સંગઠનમાં નેતાઓ વચ્ચે ચર્ચા અને બેઠકોનો દોર શરૂ થયો છે.હવે આગળ શું?પ્રદેશ કોંગ્રેસના આ નિર્ણય બાદ ગુલાબસિંહ રાજપૂતની આગેવાની હેઠળની જિલ્લા ટીમનું શું થશે અને નવી ટીમ ક્યારે જાહેર થશે તે અંગે સવાલો ઊભા થયા છે. આંતરિક વિખવાદ વચ્ચે કોંગ્રેસ સંગઠન આ મુદ્દાનો ઉકેલ કેવી રીતે લાવે છે તેના પર સૌની નજર છે.  આ પણ વાંચો :    Surat : પતિએ પત્નીને જ ‘વાઈફ સ્વેપિંગ’ માટે ધકેલી, દેરાણી બોલી- ‘આ તો આજકાલ કોમન છે’

Read Full Story arrow_forward