android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
BRICS દેશોએ પહલગામ હુમલાની કરી નિંદા, વિદેશ મંત્રી એસ. જયશંકરે શું કહ્યું?
calendar_today September 14, 2026

BRICS દેશોએ પહલગામ હુમલાની કરી નિંદા, વિદેશ મંત્રી એસ. જયશંકરે શું કહ્યું?

નવી દિલ્હીમાં યોજાયેલી બ્રિક્સ (BRICS) સમિટમાં ભારતે આતંકવાદના મુદ્દે પોતાનું વલણ સ્પષ્ટપણે રજૂ કર્યું. સોમવારે એક ટ્વિટમાં વિદેશ મંત્રી એસ. જયશંકરે જણાવ્યું હતું કે સમિટ દરમિયાન આતંકવાદ વિરુદ્ધ સ્પષ્ટ અને વ્યાપક સર્વસંમતિ સધાઈ હતી. તેમણે જણાવ્યું હતું કે બ્રિક્સ દેશોએ આતંકવાદના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓની નિંદા કરી હતી અને 22 એપ્રિલ, 2025ના પહલગામ આતંકવાદી હુમલાને અસ્વીકાર્ય ગણાવ્યો હતો.વિદેશ મંત્રી એસ. જયશંકરે જણાવ્યું હતું કે બ્રિક્સે આતંકવાદ પ્રત્યે 'ઝીરો ટોલરન્સ' (શૂન્ય સહનશીલતા)ની નીતિ પર ભાર મૂક્યો હતો. વધુમાં, આ જૂથે આતંકવાદનો સામનો કરવામાં કોઈપણ પ્રકારના બેવડા ધોરણોનો અસ્વીકાર કર્યો હતો. તેમણે ખાસ કરીને સરહદ પારના આતંકવાદના મુદ્દા પર ભાર મૂક્યો હતો.આતંકવાદ પર બ્રિક્સની સર્વસંમતિવિદેશ મંત્રી એસ. જયશંકરના જણાવ્યા અનુસાર, આતંકવાદ અંગે બ્રિક્સનું વલણ સ્પષ્ટ હતું: કોઈપણ પ્રકારની આતંકવાદની ઘટનાને ગુનાહિત માનવામાં આવી હતી અને તેના તમામ સ્વરૂપો તથા અભિવ્યક્તિઓની નિંદા કરવામાં આવી હતી. જયશંકરે જણાવ્યું હતું કે જૂથે આતંકવાદ વિરુદ્ધ ઝીરો-ટોલરન્સ નીતિ પર ભાર મૂક્યો હતો અને પુષ્ટિ કરી હતી કે આતંકવાદનો સામનો કરવામાં બેવડા ધોરણો સ્વીકારવામાં આવશે નહીં.પોતાના ટ્વિટમાં વિદેશ મંત્રી એસ. જયશંકરે 22 એપ્રિલ, 2025ના પહલગામ આતંકવાદી હુમલાનો ઉલ્લેખ કર્યો હતો. ભારત માટે આ બાબત મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે પહલગામ હુમલા બાદથી જ મોદી સરકાર આતંકવાદ વિરુદ્ધ કડક આંતરરાષ્ટ્રીય વલણ અપનાવવાની માગ કરી રહ્યા છે. આ પણ વાંચો: દક્ષિણ આફ્રિકામાં ભયંકર અકસ્માત, રોડ દુર્ઘટનામાં 21 લોકોના મોત

Read Full Story arrow_forward
રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર, જાણો ક્યાં કેટલો ખાબક્યો વરસાદ,આજના દિવસના તમામ મોટા સમાચાર એક નજરે
calendar_today September 14, 2026

રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર, જાણો ક્યાં કેટલો ખાબક્યો વરસાદ,આજના દિવસના તમામ મોટા સમાચાર એક નજરે

સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર   1.Gujarat Rain : ગુજરાત ભીંજાયું, સાંજે 4 વાગ્યા સુધી 240 તાલુકામાં વરસાદ, બોરસદમાં 5.43 ઇંચ, અમદાવાદ શહેરમાં 3.39 ઈંચ વરસાદ, Video2.Vadodara Heavy Rain : મધ્ય ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ, કરજણમાં ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસ્યાં3.Bhavnagar જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ: વલ્લભીપુર, પાલીતાણા અને તળાજામાં ધોધમાર વરસાદ4.Rajkot: પોપટપરા નાળું અને રેલનગર અંડરબ્રિજ બંધ, લાંબા વિરામ બાદ મેઘમહેર થતા ખેડૂતોમાં ખુશીની લહેર5.ટ્રોફી વિવાદની મોટી અસર?: મોહસિન નકવીની ACC ચેરમેન તરીકેની ખુરશી જોખમમાં!6.દક્ષિણ આફ્રિકામાં ભયંકર અકસ્માત, રોડ દુર્ઘટનામાં 21 લોકોના મોત7.Surat :ખટોદરામાં હેવાનિયતની હદ વટાવી, 7 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ, આરોપી પોલીસની પકડમાં8.Pakistanમાં લશ્કર એ તૈયબાને મોટો ઝટકો, કરાચીમાં હાફિઝ સઈદની નજીક ગણાતો આતંકી ઠાર9.પાકિસ્તાનની ટીમ ભારત આવશે! એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં જામશે ભારત-પાક જંગ10.Ahmedabad: મુમતપુરા VIP રોડ પર ભરાયેલા પાણીમાં ફસાઈ સ્કૂલ બસ! ફાયર બ્રિગેડની ટીમ ક્રેન સાથે ઘટનાસ્થળે દોડી આવી

Read Full Story arrow_forward
Inflation : મોંઘવારીનો ફરી ડબલ ઝટકો, ઓગસ્ટમાં રિટેલ ઇન્ફ્લેશન વધીને 4.82%, ડુંગળી-ખાંડના ભાવે વધારી ચિંતા
calendar_today September 14, 2026

Inflation : મોંઘવારીનો ફરી ડબલ ઝટકો, ઓગસ્ટમાં રિટેલ ઇન્ફ્લેશન વધીને 4.82%, ડુંગળી-ખાંડના ભાવે વધારી ચિંતા

સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, ઓગસ્ટમાં ભારતની રિટેલ મોંઘવારી દર જુલાઈના 4.45%થી વધીને 4.82% થઈ છે. ખાદ્ય ચીજવસ્તુઓના વધતા ભાવ અને કન્ઝ્યુમર બાસ્કેટના અન્ય મહત્વના ઘટકોના દબાણને કારણે મોંઘવારીમાં વધારો થયો છે.રિટેલ મોંઘવારી 4.80% રહેવાની ધારણા હતીઅર્થશાસ્ત્રીઓના અનુમાનમાં ઓગસ્ટની રિટેલ મોંઘવારી 4.80% રહેવાની ધારણા વ્યક્ત કરવામાં આવી હતી. આંકડા દર્શાવે છે કે વર્ષના પ્રથમ છ મહિનામાં મોંઘવારી નિયંત્રણમાં રહ્યા બાદ હવે ફરી ભાવવધારાનું દબાણ વધવા લાગ્યું છે.ડુંગળી અને લસણના ભાવમાં મોટો ઉછાળોઓગસ્ટમાં ખાદ્ય મોંઘવારી દર જુલાઈના 5.52%થી વધીને 5.95% થયો છે. ગ્રામ્ય વિસ્તારોમાં ખાદ્ય મોંઘવારી 5.64%, જ્યારે શહેરી વિસ્તારોમાં 6.13% નોંધાઈ છે. ડુંગળીની મોંઘવારી જુલાઈના 22.54%થી વધીને ઓગસ્ટમાં 48.27% થઈ છે. લસણની મોંઘવારી પણ 35.36%થી વધીને 43.60% થઈ છે. બીજી તરફ, આદુની મોંઘવારીમાં થોડો ઘટાડો થયો છે, જે 83.57%થી ઘટીને 73.82% રહી છે.ટામેટા અને બટાકાના ભાવમાં રાહતકેટલીક શાકભાજીના ભાવમાં ઘટાડો થતાં ખાદ્ય મોંઘવારીના વધેલા દબાણમાં થોડો ઘટાડો થયો છે. ઓગસ્ટમાં ટામેટાના ભાવમાં 31.09% ઘટાડો થયો છે, જ્યારે જુલાઈમાં ઘટાડો 4.60% હતો. બટાકાની મોંઘવારી -13.14% રહી છે, જે જુલાઈના -16.56% કરતાં ઓછી છે.મોંઘવારી પર ચોમાસા અને ક્રૂડ ઓઇલની અસરઆગામી સમયમાં મોંઘવારીનો ટ્રેન્ડ દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની પ્રગતિ, કૃષિ ઉત્પાદન અને વૈશ્વિક ક્રૂડ ઓઇલના ભાવ પર આધારિત રહેશે. સામાન્ય ચોમાસાથી પાકનું ઉત્પાદન વધે તો ખાદ્ય ભાવ નિયંત્રણમાં રહી શકે છે. જોકે અસમાન વરસાદ અથવા હવામાનમાં ગડબડથી કૃષિ પેદાશોના ભાવ વધી શકે છે. ભારત આયાતી ક્રૂડ ઓઇલ પર નિર્ભર હોવાથી વૈશ્વિક તેલના ભાવમાં વધારો થાય તો ઇંધણ અને પરિવહન ખર્ચ વધવાની સાથે રૂપિયો અને આયાતી મોંઘવારી પર પણ દબાણ આવી શકે છે.RBIએ FY27 માટે મોંઘવારીનું અનુમાન 5% રાખ્યુંRBIએ નાણાકીય વર્ષ 2027 માટે હેડલાઇન રિટેલ મોંઘવારીનું અનુમાન 5.1%થી ઘટાડીને 5% કર્યું છે. પ્રથમ ત્રિમાસિક ગાળાનું અનુમાન 4.2%થી ઘટાડીને 4.1% અને બીજા ત્રિમાસિક ગાળાનું અનુમાન 5.1%થી ઘટાડીને 4.7% કરવામાં આવ્યું છે.ત્રીજા ત્રિમાસિક ગાળાનું અનુમાન 5.9% પર યથાવતત્રીજા ત્રિમાસિક ગાળાનું અનુમાન 5.9% પર યથાવત રાખવામાં આવ્યું છે, જ્યારે ચોથા ત્રિમાસિક ગાળાનું અનુમાન 5.4%થી વધારીને 5.5% કરાયું છે. RBIના મતે નજીકના ભવિષ્યમાં મોંઘવારી વધીને ત્રીજા ત્રિમાસિક ગાળામાં ટોચે પહોંચી શકે છે અને ત્યારબાદ તેમાં ઘટાડો થઈ શકે છે.   આ પણ વાંચો  :    Surat : પતિએ પત્નીને જ ‘વાઈફ સ્વેપિંગ’ માટે ધકેલી, દેરાણી બોલી- ‘આ તો આજકાલ કોમન છે’

Read Full Story arrow_forward