android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gir Somnath Rain Update: ગીરના જંગલમાં મુસળધાર વરસાદ, આંબાકોઈ નદીમાં ચોમાસાનું પ્રથમ પૂર આવ્યું
calendar_today September 14, 2026

Gir Somnath Rain Update: ગીરના જંગલમાં મુસળધાર વરસાદ, આંબાકોઈ નદીમાં ચોમાસાનું પ્રથમ પૂર આવ્યું

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા પંથક તેમજ વિશ્વપ્રસિદ્ધ સાસણ અને ગીર જંગલ વિસ્તારમાં મેઘરાજાએ રૌદ્ર અને રળિયામણું રૂપ ધારણ કર્યું છે. આજે તાલાલા શહેર સહિત આસપાસના ગીરના જંગલ વિસ્તારમાં ધોધમાર મુસળધાર વરસાદ વરસી પડ્યો હતો. લાંબા સમય બાદ શરૂ થયેલી આ મેઘમહેરના કારણે સમગ્ર ગીર વિસ્તારનું વાતાવરણ આહલાદક અને મનોરમ બની ગયું છે.આંબાકોઈ નદીમાં આવ્યું સિઝનનું પ્રથમ પૂરઉપરવાસમાં તેમ જ ગીરના જંગલોમાં પડેલા ભારે વરસાદના પરિણામે સ્થાનિક નદી-નાળાં અને વોકળાંઓ બે કાંઠે છલકાઈ ઊઠ્યાં છે. તાલાલા તાલુકાના ધણેજ-બાકુલા ગામ પાસેથી પસાર થતી આંબાકોઈ નદીમાં ચોમાસાની આ સિઝનનું પ્રથમ પૂર આવ્યું છે. નદીમાં નવા નીરનું વિપુલ પ્રમાણમાં આગમન થતાં જ ગ્રામજનો અને ખેડૂતોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.તાલાલા અને ગીર પંથકમાં વરસાદ યથાવતઅહેવાલો મુજબ હજુ પણ તાલાલા શહેર, સાસણ અને ગીરના અંતરિયાળ વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે અને ધીમીથી તીવ્ર ધારે વરસાદ વરસવાનું ચાલુ જ છે. તાલાલા પંથકમાં થયેલા આ ઉત્તમ વરસાદના કારણે સુકાઈ રહેલા કૃષિ પાકોને નવું સંજીવની સમાન જીવનદાન મળ્યું છે. જમીનમાં ભેજનું પ્રમાણ વધતાં ખાસ કરીને બાગાયતી પાકો અને ઘાસચારાને મોટો ફાયદો થતાં જગતનો તાત ઘણો ખુશખુશાલ નજરે પડી રહ્યો છે.આ પણ વાંચો: Gir Somnath News: સુત્રાપાડામાં ગેરકાયદે લાકડાંની હેરાફેરી ઝડપાઈ, બોલેરો સીઝ

Read Full Story arrow_forward
Porbandar News: કુતિયાણામાં આકાશી આફત, કાસાબડ ગામે વીજળી પડતાં પશુપાલક અને ભેંસનું મોત
calendar_today September 14, 2026

Porbandar News: કુતિયાણામાં આકાશી આફત, કાસાબડ ગામે વીજળી પડતાં પશુપાલક અને ભેંસનું મોત

પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના કાસાબડ ગામેથી એક અત્યંત દુઃખદ અને કરૂણ ઘટના સામે આવી છે. વિસ્તારમાં વરસી રહેલા વરસાદ વચ્ચે અચાનક વીજળી ત્રાટકતાં એક પશુપાલક અને તેમની ભેંસનું ઘટનાસ્થળે જ અકાળે મોત નીપજ્યું છે. આ આકાશી આફતના પગલે નાના એવા કાસાબડ ગામમાં ભારે અરેરાટી અને શોકનું મોજું ફરી વળ્યું છે.ભેંસ લઈને ઘરે પરત ફરતી વખતે કાળ ત્રાટક્યોમળતી માહિતી મુજબ, કાસાબડ ગામના રહીશ વિનુજી ઓડેદરા નામના પશુપાલક પોતાની ભેંસને લઈને સીમમાંથી ઘરે પરત ફરી રહ્યા હતા. તે જ સમયે અચાનક ભારે ગરજના સાથે તેમની પર વીજળી પડી હતી. વીજળીનો આંચકો એટલો તીવ્ર હતો કે, વિનુજી ઓડેદરા અને તેમની ભેંસ બંનેનું સ્થળ પર જ મોત થઈ ગયું હતું.મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડાયોઘટનાની જાણ થતાં જ ગ્રામજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યારબાદ ઘટના અંગે સ્થાનિક તંત્ર અને પોલીસને જાણ કરવામાં આવી હતી. મૃતક પશુપાલક વિનુજી ઓડેદરાના મૃતદેહને પંચનામું કર્યા બાદ પોસ્ટ મોર્ટમ અર્થે કુતિયાણાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. પશુપાલકના અચાનક અવસાનથી તેમના પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.આ પણ વાંચો: Porbandar Rain Update: જિલ્લામાં ભારે વરસાદનું રેડ એલર્ટ, માધવપુરમાં એક કલાકમાં એક ઈંચ વરસાદ

Read Full Story arrow_forward
Gandhinagar: કલોલ કોર્ટનો ઐતિહાસિક દાખલો, ચાર્જશીટ બાદ 48 કલાકમાં પોક્સો કેસનો ચુકાદો
calendar_today September 14, 2026

Gandhinagar: કલોલ કોર્ટનો ઐતિહાસિક દાખલો, ચાર્જશીટ બાદ 48 કલાકમાં પોક્સો કેસનો ચુકાદો

ગાંધીનગર જિલ્લાની કલોલ કોર્ટે દેશની ન્યાયપ્રણાલીમાં એક નવો શિરપાવ ઉમેરતો રેકોર્ડબ્રેક અને ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો છે. ગંભીર પોક્સો (POCSO) કેસમાં અદાલતે ચાર્જશીટ રજૂ થયાના ગણતરીના કલાકોમાં જ સઘન સુનાવણી પૂરી કરીને આરોપી ગુલશન મોજાહિદ પઠાણને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે.કલોલ કોર્ટનો ઐતિહાસિક અને રેકોર્ડબ્રેક ચુકાદોપોલીસ દ્વારા કલોલ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરાયા બાદ અદાલતે કેસની ગંભીરતાને ધ્યાને રાખી દૈનિક ધોરણે હાથ ધરેલી કાર્યવાહીમાં માત્ર 48 કલાકના સમયગાળામાં અને કોર્ટના કામકાજના આશરે ૧૬ કલાકમાં જ સમગ્ર કેસનો નિકાલ કરીને આખરી ચુકાદો જાહેર કરી દીધો હતો. પોક્સો કેસમાં આરોપી ગુલશન પઠાણને 20 વર્ષની સખત કેદઅદાલતે આરોપી ગુલશન પઠાણને 20 વર્ષની કડક કેદ ઉપરાંત બે લાખનો ભારે દંડ પણ ફટકાર્યો છે. જો આરોપી આ દંડની રકમ ભરવામાં નિષ્ફળ જશે તો તેને વધુ ૩ માસની સાદી કેદ ભોગવવી પડશે. આ ઉપરાંત, કોર્ટે માનવતા દાખવી ભોગ બનનાર માસૂમ બાળકને રૂ. ૨ લાખનું આર્થિક વળતર આપવાનો સત્તાવાર હુકમ કર્યો છે.ચાર્જશીટ બાદ માત્ર 48 કલાક અને કોર્ટના 16 કલાકમાં કેસનો નિકાલઆ સમગ્ર સુનાવણી દરમિયાન કલોલ કોર્ટના સરકારી વકીલ જિજ્ઞેશ એ. જોશી દ્વારા રજૂ કરવામાં આવેલી તબીબી સાક્ષીઓ, મજબૂત પુરાવાઓ અને કાયદાકીય દલીલોને અદાલતે ગ્રાહ્ય રાખી હતી. આ ઝડપી અને સચોટ ન્યાયિક કાર્યવાહીથી ગુનેગારોમાં ભય અને પીડિત પરિવારમાં ન્યાયનો વિશ્વાસ પુનઃસ્થાપિત થયો છે.આ પણ વાંચો: Rajkot: પોપટપરા નાળું અને રેલનગર અંડરબ્રિજ બંધ, લાંબા વિરામ બાદ મેઘમહેર થતા ખેડૂતોમાં ખુશીની લહેર

Read Full Story arrow_forward