android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodara: અઢી ઈંચ વરસાદથી માર્ગોની હાલત કથળી, ઠેરઠેર ખાડાથી તંત્ર દોડતું થયું
calendar_today September 14, 2026

Vadodara: અઢી ઈંચ વરસાદથી માર્ગોની હાલત કથળી, ઠેરઠેર ખાડાથી તંત્ર દોડતું થયું

શહેરમાં આજે સોમવારથી ગણેશોત્સવનો પ્રારંભ થઈ ગયો છે, ત્યારે સવારે પડેલા ધોધમાર વરસાદને પગલે અનેકસ્થળોએ રસ્તાઓ પર પડેલા ખાડાઓ હવે ગણેશભક્તો માટે પડકાર બની રહ્યાં છે. ગણેશ વિસર્જન પહેલા તકેદારી રાખી રસ્તાઓનું પેચવર્ક અને ખાડા પૂરવાની કામગીરી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.શહેરના વિવિધ વિસ્તારોમાં ગણપતિની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી છે. ગણેશ વિસર્જન દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો તથા ગણેશ મંડળોના વાહનો શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થવાના છે. આવી સ્થિતિમાં રસ્તા પરના ખાડાઓ જોખમ વધારી શકે છે. ખાસ કરીને જે માર્ગો પરથી ગણેશજીની વિસર્જન યાત્રાઓ પસાર થવાની છે, તે માર્ગોનું તાત્કાલિકનિરીક્ષણ કરી ખાડાઓ પૂરવામાં આવે તેવી માંગ ઊઠી છે. વરસાદને કારણે ખાડામાં પાણી ભરાઈ જતાં તેમની ઊંડાઈનો અંદાજ આવતો નથી, જેના કારણે ટુ-વ્હીલરચાલકો માટે જોખમ વધી જાય છે.આ સિવાય ગણેશોત્સવ દરમિયાન રાત્રિના સમયે પણ મોટી સંખ્યામાં લોકો શ્રીજીના દર્શન કરવા નીકળતાં હોય છે, ત્યારે વરસાદી પાણીથી ભરાયેલા ખાડા અને રસ્તાની ખરાબ સ્થિતિના કારણે અકસ્માતની શક્યતાઓ વધી જાય છે. ખાસ કરીને સવારે અઢી ઈંચ જેટલો વરસાદ પડતાં અનેકસ્થળોએ રસ્તાઓની હાલત વધુ ખરાબ થઈ હતી અને અગાઉથી પડેલા ખાડાઓ પણ વધુ ઉઘાડા પડી ગયા હતા. તંત્રએ ખાડા પુરાણની કામગીરી હાથ ધરી હતી, પરંતુ દિવસ દરમિયાન થોડા સમયના અંતરે ઝરમર વરસાદ ચાલુ રહેતાં જોઈએ તેવી થઈ શકી ન હતી.ગણેશ મંડળના આયોજકે જણાવ્યું હતું કે, શહેરમાં ગણેશોત્સવનો માહોલ શરૂ થઈ ગયો છે, ત્યારે વિઘ્નહર્તાની વિસર્જન યાત્રા દરમિયાન રસ્તાના ખાડા કોઈ વિઘ્ન ન બને, તે માટે તંત્રએ હવે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવી જરૂરી બની છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Vadodara: 8 કૅન્ટિનને શીડયુલ-4ની નોટિસ અપાઇ, 4 યુનિટ બંધ કરાવાયા
calendar_today September 14, 2026

Vadodara: 8 કૅન્ટિનને શીડયુલ-4ની નોટિસ અપાઇ, 4 યુનિટ બંધ કરાવાયા

તાજેતરમાં સુરતની એકહોસ્ટેલમાં ફૂડ પોઈઝનિંગ થતા 100 જેટલા વિદ્યાર્થીઓને અસર થઈ હતી, આ ઘટનાને લઈને રાજ્યના આરોગ્ય મંત્રી દ્વારા રાજ્યની દરેકસરકારી, અર્ધસરકારી કે ખાનગી હોસ્ટેલમાં આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ શરૂ કરાયું છે. જે અંતર્ગત વડોદરા મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરની 17 સરકારી, અર્ધસરકારી અને પ્રાઈવેટ હોસ્ટેલની કેન્ટિન યુનિટ પર ઈન્સ્પેક્શનની કામગીરી કરાઈ હતી, જેમાં 8 યુનિટને શિડયૂલ-4ની નોટીસ, 04 યુનિટ બંધ કારાયા અને 25 કિલો અખાદ્યપદાર્થોનો જથ્થો મળી આવતા સ્થળ પર જ નાશ કરાયો હતો.શહેરના તરસાલી વિસ્તારમાં આવેલ રવીશંકર મહારાજ ઉમા છાત્રાલય કેન્ટીન યુનિટ પર ચેકીંગ દરમિયાન યુનિટ પર લાયસન્સ /2 જીસ્ટ્રેશન ન હોવાથી યુનિટને બંધ કરાયું હતું, પ્રતાપગંજ વિસ્તારમાં આવેલ એમ.એસ.યુનિવર્સીટી ગર્લ્સ હોસ્ટેલમાં આવેલ 04-કેન્ટીનમાં ઇન્સપેક્શનની કામગીરી દરમિયાન અનહાઇજેનીકકંડીશન જણાઈ આવતા 04-કેન્ટીન યુનિટ પર શીડયુલ-4 ની નોટીસ આપી હતી. તથા નુડલ્સ, ભાત, ખરાબ બટાકા, બાંધેલો લોટ મળી કુલ 25 કિલો અખાદ્ય પદાર્થોનો જથ્થો મળી આવતા સ્થળ પરજ નાશ કર્યો હતો. પંડયાબ્રિજ ખાતે આવેલ *સમરસ ગર્લ્સ હોસ્ટેલની કેન્ટીન યુનિટ 52 ચેકીંગ દરમિયાન અનહાઇજેનીકકંડીશન જણાઈ આવતા શીડયુલ-4 ની નોટીસ આપી હતી.દરજીપુરા વિસ્તારમાં આવેલ આદર્શ નીવાસી વીકસીત જાતી કન્યા છાત્રાલય અને આદર્શ નીવાસી (એસ.ટી) કન્યા શાળા 2-કેન્ટીન યુનિટ પર ચેકીંગ દરમિયાન લાયસન્સ / રજીસ્ટ્રેન ન હોવાથી તથા યુનિટ પર અનહાઇજેનીકકંડીશન જણાઈ આવતા યુનિટ બંધ કરાયું હતું. ઓલ્ડ પાદરા રોડ પર આવેલ નર્સિંગ કોલેજ(પટેલ ભોજનાલય) કેન્ટીન યુનિટ પર ઇન્સપેક્શન દરમિયાન અનહાઇજેનીકકંડીશન જણાઈ આવતા શીડયુલ-4 ની નોટીસ આપી હતી.ગોત્રી રોડ પર આવેલ GMERS ગર્લ્સ હોસ્ટેલ (ગાયત્રી કેટરર્સ) અને GMERS બોય્સ હોસ્ટેલ (ગાત્રી કેટરર્સ)ની એમ કુલ 02-કેન્ટીન યુનિટ પર ચેકીંગ દરમિયાન 02-કેન્ટીન યુનિટ પર અનહાઇજેનીકકંડીશન જણાઈ આવતા 02-કેન્ટીન યુનિટ પર શીડયુલ-4 ની નોટીસ આપી હતી તેમજ ગોત્રી રોડ પર આવેલ GMERS ઇન્ટર્ન હોસ્ટેલ(વૈષ્ણવી કેટરર્સ) કેન્ટીન યુનિટ પર લાયસન્સ / રજીસ્ટ્રેશન ન હોવાથી યુનિટ બંધ કરાયું હતું.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Vadodara: શહેરમાં શ્રીજીની મૂર્તિના વિસર્જન માટેના તળાવો 12માંથી ઘટી 11 થયાં
calendar_today September 14, 2026

Vadodara: શહેરમાં શ્રીજીની મૂર્તિના વિસર્જન માટેના તળાવો 12માંથી ઘટી 11 થયાં

શહેરમાં સોમવારે ચતૂર્થીએ ભગવાન શ્રીગણેશજીની મૂર્તિની સ્થાપના સાથે ગણશોત્સવનો પ્રારંભ થયો છે. આ વખતે 11 દિવસ આતિથ્ય માણ્યાં બાદ શ્રીજીની મૂર્તિનું વિવિધ તળાવોમાં વિસર્જન થવાનું છે, ત્યારે તંત્રએ કામગીરી શરૂ કરી દીધી છે. જોકે, આ વખતે 12 તળાવમાંથી 11 થઈ ગયા છે. જેથી ખાસ કરીને પૂર્વ વિસ્તારના ગણેશ મંડળોને તકલીફ પડે, તેવી શક્યતાઓ છે.મળતી માહિતી મુજબ, શહેરમાં શ્રીજીની મૂર્તિના વિસર્જન માટેના કુલ 12 તળાવો હતા.જેમાં પૂર્વ ઝોનમાં ખોડિયારનગરથી પાંજરાપોળ તરફ જવાના રોડ પર ડિમાર્ટ પાસેના કૃત્રિમ તળાવનો પણ સમાવેશ થતો હતો. આ તળાવની જગ્યા થોડા વર્ષ પહેલાં ફાયર સ્ટેશન બનાવવા ફાળવી દેવાઈ હતી. હવે, વિસ્તારનો વ્યાપ થતાં તળાવની જગ્યાએ ફાયર સ્ટેશનનું કામ શરૂ કરાયું છે. જેથી પૂર્વ ઝોનમાં જે ત્રણ તળાવો હતા, તેમાંથી હવે બે થઈ ગયા છે.એટલે, ખાસ કરીને ખોડિયારનગર અને તેની આસપાસના વિસ્તારના રહીશોને શ્રીજીની મૂર્તિનું વિસર્જન કરવા સરદાર એસ્ટેટ પાસે લેપ્રેસી ગ્રાઉન્ડ અને કિશનવાડી UPHC વાળા પ્લોટમાં બનાવાયેલા કૃત્રિમ તળાવ સુધી લાંબા થવું પડશે. આ બે તળાવો ઓછા પડશે, તેવું લાગતાં તંત્રએ હરણી ભીડભંજન હનુમાનજી મંદિર સામે આવેલા તળાવનો શ્રીજીની મૂર્તિના વિસર્જન માટે ઉપયોગ કરવાનું નક્કી કર્યું છે.આ તળાવમાં છેલ્લાં કેટલાકવર્ષથી માત્ર દશામાતાની મૂર્તિનું જ વિસર્જન થાય છે. આ માટે તળાવમાં દિવાલ ઊભી કરી અલાદયું નાનું તળાવ બનાવાયું છે. જેમાં પંપ મારફતે તળાવનું પાણી ભરવામાં આવે છે. આ તળાવમાં 10 ફૂટ સુધીની શ્રીજીની મૂર્તિનું વિસર્જન થાય, તેવી વ્યવસ્થા કરાશે.આ સિવાય અન્ય કોઈ તળાવોમાં ફેરફાર કરાયા નથી. તંત્ર પાસે ગણીને 14 દિવસ બાકી રહ્યાં છે, કૃત્રિમ તળાવોની કામગીરી હાથ ધરી પાણી ભરવાનું શરૂ કરી દીધું છે. તેમજ વિસર્જન સવારીઓને લઈને આવતાં ગણેશ મંડળોને તકલીફ ન પડે તે માટે તળાવોની આસપાસ રોડ પર પેચવર્ક અને જરૂર જણાય છે, ત્યાં પેવર બ્લૉકલગાવાયા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward