Vyara: ઉચ્છલ પથકમાં આદિવાસીઓના હક પડતર પ્રશ્નો ઉકેલવા સંઘની માંગણી
વ્યારા : 13મી સપ્ટેમ્બર વિશ્વ આદિવાસી અધિકાર દિવસની ઉજવણીના ભાગરૂપે ઉચ્છલમાં આજે આદિવાસીઓના જુદાજુદા પ્રશ્નો તથા હક્કો અંગે રજૂઆત કરતું આવેદનપત્ર આદિવાસી સર્વાંગી વિકાસ સંઘે મામલતદારને આપ્યું હતું.ઉચ્છલ મામલતદારને આપેલા આવેદનપત્રમાં મુખ્યત્વે ગુજરાતના આદિવાસી વિસ્તારો માટે વર્ષ 2017માં બનેલા પેસા કાયદાના નિયમોનો અત્યાર સુધી યોગ્ય અમલ ન થયો હોવાની બાબત પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. આદિવાસીઓના અધિકારોના રક્ષણ માટે પેસા કાયદાનું અસરકારક રીતે અમલીકરણ કરવાની માંગણી કરવામાં આવી છે. આ ઉપરાંત જણાવ્યું છે કે, ઉચ્છલ તાલુકાની મોટી ગ્રૂપ ગ્રામપંચાયતોનું વિભાજન કરી સ્વતંત્ર ગ્રામપંચાયતનો દરજ્જો આપવામાં આવે, ગૌચર અને પડતર જમીનમાં ઘરથાળાનો પ્લોટ ફાળવણી કરવામાં આવે. ઉચ્છલની સરકારી હોસ્પિટલમાં તમામ વિભાગના ડોક્ટરોની કાયમી નિમણૂક સાથે સોનોગ્રાફી સહિતની સુવિધા પૂરી પાડવામાં આવે, ગામમાં વન બનાવવા તાલીમ આપી ગ્રાન્ટની ફાળવણી કરવા, વૃદ્ધ અને વિધવા સહાયમાં મળતી રકમમાં વધારો કરવા, દારૂબંધીનો કડક અમલ કરવા, ગુજરાતના બોર્ડરના ગામોમાં જાતિના દાખલામાં પડતી મુશ્કેલીઓ દૂર કરવામાં આવે, ધો.1થી 8ની શાળાના આચાર્યોને વહીવટી કામોમાંથી મુક્તિ આપી કલાર્કની નિમણૂક કરવામાં આવે સહિત જુદીજુદી માંગણીઓ રજૂ કરી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward