android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat: ઓલપાડમાં નવરાત્રિ દરમિયાન કિરણ મેડિકલ કોલેજના ગરબામાં વિધર્મીઓની હાજરી મુદ્દે VHP-બજરંગ દળનો હોબાળો
calendar_today October 17, 2026

Surat: ઓલપાડમાં નવરાત્રિ દરમિયાન કિરણ મેડિકલ કોલેજના ગરબામાં વિધર્મીઓની હાજરી મુદ્દે VHP-બજરંગ દળનો હોબાળો

રાજ્યભરમાં નવરાત્રી મહોત્સવ દરમિયાન ગરબા પંડાલોમાં ગેરહિન્દુઓની ઘૂસણખોરી સામે હિન્દુ સંગઠનો કડક નજર રાખી રહ્યા છે, ત્યારે સુરત જિલ્લાના ઓલપાડ પંથકમાંથી નવરાત્રીમાં વિધર્મીઓની હાજરીનો મોટો વિવાદ સપાટી પર આવ્યો છે. ઓલપાડ તાલુકાના વડોદ ગામ નજીક આવેલી જાણીતી કિરણ મેડિકલ કોલેજના કેમ્પસમાં યોજાયેલા નવરાત્રી ગરબામાં વિધર્મી યુવકો સામેલ થયા હોવાની વિગતો અને વીડિયો વાયરલ થતાં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને બજરંગ દળના કાર્યકરો તાબડતોબ કેમ્પસમાં પહોંચી ગયા હતા. હિન્દુ સંગઠનો અને કોલેજના આયોજકો વચ્ચે કેમ્પસમાં જ ઉગ્ર બોલાચાલી અને ઘર્ષણ સર્જાતાં માહોલ ભારે તંગ બની ગયો હતો.વીડિયો વાયરલ થતાં જ VHP અને બજરંગ દળ એક્શન મોડમાંબનાવની ગંભીરતા દર્શાવતી વિગતો અનુસાર વડોદ ગામ સ્થિત કિરણ મેડિકલ કોલેજ પરિસરમાં વિદ્યાર્થીઓ અને સ્ટાફ માટે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. રાત્રિના સમયે માતાજીની આરાધનાના પવિત્ર પર્વ ગરબામાં કેટલાક વિધર્મી યુવકો પણ ગરબે ઘૂમી રહ્યા હોવાના વીડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વહેતા થયા હતા.વીડિયો સામે આવતાં જ સુરત જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને બજરંગ દળના સ્થાનિક આગેવાનો તેમજ કાર્યકરોનો મોટો કાફલો મોડી રાત્રે જ સીધો મેડિકલ કોલેજ કેમ્પસમાં ધસી ગયો હતો.‘અમારો સ્ટાફ છે એટલે રમશે’ આયોજકના ખુલાસાથી મામલો વધુ ગરમાયોહિન્દુ સંગઠનોના પ્રતિનિધિઓએ કેમ્પસમાં પહોંચીને વિધર્મીઓની હાજરી સામે સખત વિરોધ નોંધાવ્યો હતો. કાર્યકરોએ સ્પષ્ટ સવાલ કર્યો હતો કે હિન્દુઓના ધાર્મિક આસ્થાના પર્વમાં વિધર્મી લોકોને પ્રવેશ કેમ આપવામાં આવ્યો?આ મુદ્દે આયોજક અને કોલેજ સંચાલકો સાથે વાતચીત દરમિયાન આયોજકે એવો બચાવ કર્યો હતો કે, “આ લોકો અમારી સંસ્થાનો સ્ટાફ છે અને હોસ્પિટલ/કોલેજ સ્ટાફ હોવાના નાતે તેઓ અહીં ગરબા રમી રહ્યા છે.”આયોજકના આવા ઉડાઉ અને બચાવલક્ષી જવાબથી બજરંગ દળ અને VHP ના કાર્યકરો લાલઘૂમ થઈ ગયા હતા અને બંને પક્ષો વચ્ચે સામસામે ઉગ્ર તૂતૂ-મેંમેં અને બોલાચાલી થઈ હતી.કેમ્પસમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિઆ સમગ્ર વિવાદ અને ઘર્ષણની ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર વાયુવેગે વાયરલ થઈ રહ્યા છે.હિન્દુ સંગઠનોએ ચીમકી ઉચ્ચારી છે કે નવરાત્રી એ કોઈ માત્ર મનોરંજનનો કાર્યક્રમ નથી પરંતુ હિન્દુ ધર્મની આસ્થાનું કેન્દ્ર છે, જેથી કોઈપણ સંસ્થા કે કોલેજ આવા પવિત્ર પર્વમાં વિધર્મીઓને પ્રોત્સાહન આપી શકે નહીં.ઘટનાને પગલે વાતાવરણ તંગ બની જતાં અન્ય સુરક્ષાકર્મીઓ અને સંસ્થાના વરિષ્ઠ હોદ્દેદારો વચ્ચે પડી મામલો શાંત પાડવા દોડી આવ્યા હતા.જિલ્લામાં આ ઘટનાને લઈને ભારે ચર્ચા જાગી છે અને હિન્દુ સંગઠનો દ્વારા આગામી દિવસોમાં આવી ઘટનાઓ સામે વધુ આક્રમક વલણ અપનાવવાની તૈયારીઓ દર્શાવવામાં આવી છે.આ પણ વાંચો: Surat: કાળમુખા ડમ્પરે બે સગી બહેનોને કચડી; વેસુ VIP રોડ પર ટ્યુશન જતી 22 વર્ષીય નેહા પ્રસાદનું દર્દનાક મોત

Read Full Story arrow_forward
સુરતમાં ગરબામાં બજરંગ દળનો હોબાળો, દિલ્હીમાં FIR અને કોટામાં દર્દનાક અકસ્માત
calendar_today October 17, 2026

સુરતમાં ગરબામાં બજરંગ દળનો હોબાળો, દિલ્હીમાં FIR અને કોટામાં દર્દનાક અકસ્માત

સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર1.IND vs WI 5th T20I : વૈભવ અને ભુવનેશ્વરની એન્ટ્રી પાક્કી? નિર્ણાયક મેચમાં બદલાશે ટીમ ઈન્ડિયા!2.Delhi: કનોટ પ્લેસમાં ચેતવણી બાદ એકઠા થયેલા લોકોની ખેર નથી, પોલીસે નોંધી હવે FIR3.Surat: કાળમુખા ડમ્પરે બે સગી બહેનોને કચડી; વેસુ VIP રોડ પર ટ્યુશન જતી 22 વર્ષીય નેહા પ્રસાદનું દર્દનાક મોત4.Surat: ઓલપાડમાં નવરાત્રિ દરમિયાન કિરણ મેડિકલ કોલેજના ગરબામાં વિધર્મીઓની હાજરી મુદ્દે VHP-બજરંગ દળનો હોબાળો5.Kota: ભોપાલથી ખાટુશ્યામ જતા નડ્યો અકસ્માત, 8 લોકોના મોત અને 23ની હાલત ગંભીર6.Jammu Kashmir: શીત લહેર પહેલાં આતંકીઓનું ઘૂસણખોરીનું પ્લાનિંગ ! કુપવાડામાં સેનાનું મોટું ઓપરેશન7.Bharuch: વાગરામાં સેનઝીલ ફાર્માના પ્રચંડ બ્લાસ્ટની ભયાનકતા; 1000 મીટર દૂર ટ્રેક્ટરનું ટાયર ફાડી નાખ્યું, NK પિગમેન્ટ્સની લેબ તહેસનહેસ8.CJP: અભિજીત દીપકેને કોર્ટમાં કરાશે રજૂ.. AISA અધ્યક્ષ નેહા બોરાને કરાયા મુક્ત9.Rajkot: દીવાલ 4 ફૂટ ઊંચી અને બાળકી 3 ફૂટની હોવાથી ખૂલ્યો માતાનો ભાંડો, બીજા લગ્નમાં નડતરરૂપ લાગતાં દીકરીને 5મા માળેથી નીચે ફેંકી દીધી10.Shubman Gillનો મોટો દાવ! ટેસ્ટ સીરિઝ જીતવા પોતાના ખર્ચે નેટ બોલર્સની ફોજ ઉતારશે

Read Full Story arrow_forward
Delhi: કનોટ પ્લેસમાં ચેતવણી બાદ એકઠા થયેલા લોકોની ખેર નથી, પોલીસે નોંધી હવે FIR
calendar_today October 17, 2026

Delhi: કનોટ પ્લેસમાં ચેતવણી બાદ એકઠા થયેલા લોકોની ખેર નથી, પોલીસે નોંધી હવે FIR

દિલ્હીમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા છે. આ વિરોધ મુખ્યત્વે મતદાર યાદીની 'સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન' (SIR) પ્રક્રિયા દરમિયાન કથિત અનિયમિતતાઓને લઈને થઈ રહ્યો છે. શુક્રવારે (૧૬ ઓક્ટોબર) રાજધાનીમાં ચૂંટણી પંચ વિરુદ્ધ યોજાયેલી 'તિરંગા રેલી' અને દેખાવો બાદ પોલીસે કડક વલણ અપનાવ્યું છે. પ્રતિબંધાત્મક આદેશોના ઉલ્લંઘન બદલ અનેક પ્રાથમિક માહિતી અહેવાલો (FIR) નોંધવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું હતું કે, જાહેર સૂચનાઓ છતાં કનોટ પ્લેસની આસપાસ લોકોના ટોળાં એકઠા થયા હતા.પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, શુક્રવારે થયેલા વિરોધ પ્રદર્શનો દરમિયાન કનોટ પ્લેસ અને શહેરના અન્ય વિસ્તારોમાં લાગુ પ્રતિબંધાત્મક આદેશોના ઉલ્લંઘન બદલ દિલ્હી પોલીસે અનેક FIR નોંધી છે. લોકોને એકઠા ન થવા માટે વારંવાર અપીલ કરવામાં આવી હોવા છતાં, કનોટ પ્લેસની આસપાસ ભીડ જમા થઈ હતી. અધિકારીઓએ કહ્યું કે, 'ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા' (BNSS)ની કલમ 163 હેઠળ પ્રતિબંધાત્મક આદેશોના ઉલ્લંઘન બદલ FIR નોંધવામાં આવી રહી છે અને જેઓ વારંવાર આ નિયમો તોડશે તેમની સામે વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે.વારંવાર નિયમો તોડનારાઓ સામે કાર્યવાહી થશેદિલ્હી પોલીસે BNSSની કલમ 163ના ઉલ્લંઘન અંગે અત્યાર સુધીમાં બેથી વધુ FIR નોંધી છે અને હજુ વધુ FIR નોંધાય તેવી શક્યતા છે. પોલીસ મંડી હાઉસ, કનોટ પ્લેસ અને બારાખંબા જેવા વિસ્તારો જ્યાં લોકોના ટોળાં એકઠા થયા હતા. ત્યાં વીડિયો ફૂટેજ અને CCTV દ્વારા દેખરેખ રાખવામાં આવી રહી છે અને વધુ FIR નોંધી શકે છે. પોલીસે જણાવ્યું છે કે, પ્રતિબંધો અંગેની જાહેરાતો છતાં વિરોધ પ્રદર્શનો ચાલુ રહ્યા હતા. અધિકારીઓએ ચેતવણી આપી છે કે જેઓ વારંવાર આ આદેશોનું ઉલ્લંઘન કરશે, તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. =સેન્ટ્રલ પાર્ક બહાર 'તિરંગા રેલી' યોજાઈઆ પોલીસ કાર્યવાહી શુક્રવારે કનોટ પ્લેસમાં આવેલા સેન્ટ્રલ પાર્ક બહાર પ્રદર્શનકારીઓ દ્વારા યોજાયેલી 'તિરંગા રેલી' બાદ કરવામાં આવી છે. આ રેલી ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે યોજાઈ હતી. ચૂંટણી પ્રક્રિયામાં કથિત અનિયમિતતાઓને લઈને ચૂંટણી પંચ વિરુદ્ધ વિરોધ કરવા માટે આમ આદમી પાર્ટી (AAP)ના કાર્યકરો અને સમર્થકો પણ એકઠા થયા હતા અને આ 'તિરંગા રેલી'માં સામેલ થયા હતા. ‘લેહરા દો તિરંગા’ (ત્રિરંગો લહેરાવો) રેલી માટે આહ્વાન‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP) ના સ્થાપક અભિજીત દિપકેએ ‘લેહરા દો તિરંગા’ રેલીના ભાગરૂપે 16 ઓક્ટોબરે સેન્ટ્રલ પાર્ક ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે લોકોને એકત્ર થવાની અપીલ કરી હતી.અભિજીત દિપકેની અટકાયતઅધિકારીઓએ જણાવ્યું હતું કે, દિલ્હી પોલીસે સેન્ટ્રલ દિલ્હીમાં પ્રદર્શન દરમિયાન લગભગ 150 વિરોધ પ્રદર્શનકારીઓની અટકાયત કરી હતી. અટકાયત કરાયેલા લોકોમાં અભિજીત દિપકેનો પણ સમાવેશ થાય છે; પ્રસ્તાવિત રેલી પહેલાં, જ્યારે તેઓ NCP-SCPના પ્રવક્તા અનીશ ગવાંડેના નિવાસસ્થાનેથી નીકળી રહ્યા હતા ત્યારે તેમને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. પોલીસ અધિકારીએ દિપકેને જાણ કરી કે તેમને ‘પ્રિવેન્ટિવ ડિટેન્શન’ (અટકાયતી પગલાં) હેઠળ રાખવામાં આવી રહ્યા છે, કારણ કે કનોટ પ્લેસ વિસ્તારમાં પ્રતિબંધાત્મક આદેશો લાગુ છે.દિપકેને બે નોટિસ આપવામાં આવીસત્તાવાળાઓએ દિપકેને બે અલગ-અલગ નોટિસ પણ જારી કરી હતી. પ્રથમ નોટિસ નવી દિલ્હી જિલ્લા દ્વારા BNSSની કલમ ૧૬૩ હેઠળ આપવામાં આવી હતી, જેમાં જાહેર મેળાવડા પરના પ્રતિબંધોને ધ્યાનમાં રાખીને તેમને સેન્ટ્રલ પાર્કમાં પ્રવેશવા પર રોક લગાવવામાં આવી હતી. બીજી નોટિસ દક્ષિણ-પશ્ચિમ દિલ્હી જિલ્લા દ્વારા આપવામાં આવી હતી, જે ‘બોન્ડના ઉલ્લંઘન’ (bond violation) અંગેની હતી; આ નોટિસ અગાઉ દિપકે, આશુતોષ રાંકા અને સૌરભ દાસ વિરુદ્ધ લેવામાં આવેલા પગલાં સાથે સંબંધિત હતી.AISAના રાષ્ટ્રીય અધ્યક્ષ નેહા બોરાના આક્ષેપોદરમિયાન, દિલ્હી પોલીસે ‘ઓલ ઈન્ડિયા સ્ટુડન્ટ્સ એસોસિએશન’ (AISA) અને વિવિધ ડાબેરી પક્ષોના કાર્યકરોની પણ અટકાયત કરી હતી. આ કાર્યકરો મંડી હાઉસ નજીક વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા અને મુખ્ય ચૂંટણી કમિશનર કુમારના રાજીનામાની માંગ કરી રહ્યા હતા.આ પણ વાંચો: Kota: ભોપાલથી ખાટુશ્યામ જતા નડ્યો અકસ્માત, 8 લોકોના મોત અને 23ની હાલત ગંભીર

Read Full Story arrow_forward