android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Jamnagar News : તહેવારો ટાણે ફૂડ વિભાગનો સપાટો, 152 સ્થળોએ તપાસ, 353 કિલો વાસી ખોરાકનો કરાયો નાશ...
calendar_today September 1, 2026

Jamnagar News : તહેવારો ટાણે ફૂડ વિભાગનો સપાટો, 152 સ્થળોએ તપાસ, 353 કિલો વાસી ખોરાકનો કરાયો નાશ...

આગામી તહેવારોની ઉજવણીને ધ્યાનમાં રાખીને જામનગર મહાનગરપાલિકાનું આરોગ્ય અને ફૂડ વિભાગ સંપૂર્ણ રીતે સતર્ક થઈ ગયું છે. તહેવારો દરમિયાન લોકોના સ્વાસ્થ્ય સાથે કોઈ ખીલવાડ ન થાય તે હેતુથી ફૂડ વિભાગ દ્વારા શહેરના જુદા-જુદા વિસ્તારોમાં વ્યાપક તપાસ હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશ અંતર્ગત શહેરની હોટલ, રેસ્ટોરન્ટ, ફરસાણની દુકાનો તેમજ લારી-ગલ્લા સહિત કુલ 152 જેટલી ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતી પેઢીઓમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.353 કિલો વાસી ખોરાક અને 147 કિલો પસ્તીનો સ્થળ પર નાશ કરાયોફૂડ વિભાગની ટીમ દ્વારા કરવામાં આવેલી સઘન તપાસ દરમિયાન અનેક જગ્યાએથી ભારે બેદરકારી સામે આવી હતી. ચેકિંગ દરમિયાન અલગ-અલગ પેઢીઓમાંથી કુલ 353 કિલો જેટલો વાસી તથા અખાદ્ય ખોરાક અને નાસ્તો મળી આવ્યો હતો. આ ઉપરાંત, સ્વાસ્થ્ય માટે હાનિકારક એવી 147 કિલો પ્રિન્ટેડ પસ્તી (છાપાનો કાગળ) પણ જપ્ત કરવામાં આવી હતી. નાગરિકોના આરોગ્યને નુકસાન ન પહોંચે તે માટે ફૂડ વિભાગે આ તમામ અખાદ્ય ચીજવસ્તુઓ અને પસ્તીનો સ્થળ પર જ નાશ કરી દીધો હતો.14 વેપારીઓને રૂ.22,500નો દંડનિયમોનું ઉલ્લંઘન કરનારી અને ગંદકી કે અસ્વચ્છતા રાખનારી 14 જેટલી પેઢીઓ સામે કડક પગલાં ભરીને કુલ રૂ. 22,500નો રોકડ દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. તહેવારોના દિવસોમાં જ ફૂડ વિભાગ દ્વારા આ પ્રકારે આક્રમક અને સઘન કાર્યવાહી કરવામાં આવતાં ભેળસેળિયા અને અસ્વચ્છતા રાખતા વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. તંત્ર દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે તહેવારો દરમિયાન ચેકિંગની આ કામગીરી સતત ચાલુ રહેશે.આ પણ વાંચો : Kheda News : મહુધામાં હિન્દુ યુવક પર હુમલા બાદ તંત્ર લાલઘૂમ, 48 દબાણો પર ફરી વળ્યું ‘દાદાનું બુલડોઝર’

Read Full Story arrow_forward
Ahmedabadમાં ચોમાસામાં રોગચાળાનો વિસ્ફોટ, સોલા સિવિલમાં માત્ર 7 જ દિવસમાં 15,000થી વધુ દર્દીઓ ઉમટ્યા!
calendar_today September 1, 2026

Ahmedabadમાં ચોમાસામાં રોગચાળાનો વિસ્ફોટ, સોલા સિવિલમાં માત્ર 7 જ દિવસમાં 15,000થી વધુ દર્દીઓ ઉમટ્યા!

અમદાવાદ શહેરમાં ચોમાસાની ઋતુ જામતાની સાથે જ રોગચાળો ભારે વકર્યો છે. ભેજવાળા વાતાવરણ અને પાણીના ભરાવાને કારણે શહેરમાં વાયરલ, મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોના દર્દીઓની સંખ્યામાં કુદકે ને ભૂસકે વધારો થઈ રહ્યો છે. અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં ઓપીડી (OPD) કેસોમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. હોસ્પિટલના આંકડા અનુસાર, માત્ર 17 ઓગસ્ટથી 23 ઓગસ્ટ સુધીના 7 દિવસના ટૂંકા ગાળામાં જ 15,439 દર્દીઓએ સારવાર અર્થે સોલા સિવિલની મુલાકાત લીધી હતી, જેના કારણે હોસ્પિટલ પરિસર દર્દીઓથી ઊભરાઈ ગયું છે.મચ્છરજન્ય અને વાયરલ રોગોનો આતંકસોલા સિવિલ હોસ્પિટલમાં નોંધાયેલા કેસોમાં સૌથી વધુ પ્રમાણ મચ્છરજન્ય રોગોનું જોવા મળી રહ્યું છે. છેલ્લા એક સપ્તાહમાં જ સોલા સિવિલમાં ડેન્ગ્યુના આશ્ચર્યજનક રીતે 140 કેસો નોંધાયા છે, જ્યારે મેલેરિયાના 14 દર્દીઓ સામે આવ્યા છે. આ ઉપરાંત વાયરલ ઇન્ફેક્શનમાં સ્વાઈન ફ્લૂના કેસોમાં પણ ચિંતાજનક વધારો નોંધાયો છે. હોસ્પિટલમાં માત્ર એક જ અઠવાડિયા દરમિયાન સ્વાઈન ફ્લૂના 9 નવા કેસ પ્રકાશમાં આવ્યા છે, જેથી તબીબો અને આરોગ્ય તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે.પાણીજન્ય રોગોમાં પણ ઉછાળોમચ્છરજન્ય અને વાયરલ રોગોની સાથોસાથ દૂષિત પાણી અને ખોરાકને કારણે થતા પાણીજન્ય રોગોના દર્દીઓ પણ મોટી સંખ્યામાં હોસ્પિટલ પહોંચી રહ્યા છે. સાત દિવસના આંકડા મુજબ ઝાડા-ઉલટીના 52 કેસ, ટાઈફોઈડના 4 કેસ તેમજ કમળાના લક્ષણો ધરાવતા હેપેટાઈટિસ A ના 2 અને હેપેટાઈટિસ E નો 1 કેસ નોંધાયો છે. રોગચાળાના વધતા વ્યાપને ધ્યાનમાં રાખીને સોલા સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા દર્દીઓની સારવાર માટે વિશેષ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે અને લોકોને ઉકાળેલું પાણી પીવા તથા મચ્છરોથી બચાવ કરવા અપીલ કરવામાં આવી છે.આ પણ વાંચો : Jamnagar News : તહેવારો ટાણે ફૂડ વિભાગનો સપાટો, 152 સ્થળોએ તપાસ, 353 કિલો વાસી ખોરાકનો કરાયો નાશ...

Read Full Story arrow_forward
IndiGo: ગોવાથી દિલ્હી આવતી IndiGoની ફ્લાઇટનું એન્જિન ફેલ, કરાયુ ઇમરજન્સી લેન્ડિંગ
calendar_today September 1, 2026

IndiGo: ગોવાથી દિલ્હી આવતી IndiGoની ફ્લાઇટનું એન્જિન ફેલ, કરાયુ ઇમરજન્સી લેન્ડિંગ

ગોવાથી દિલ્હી જતી ઇન્ડિગોની ફ્લાઇટમાં એન્જિનમાં ખામીના અહેવાલો બાદ ગોવા પરત ફરવું પડ્યું. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઇન્ડિગોની ફ્લાઇટ 6E 2102 મંગળવારે સવારે ગોવાથી દિલ્હી માટે ઉડાન ભરી હતી, પરંતુ તેના થોડા સમય પછી વિમાનના એક એન્જિનમાં ખામી સર્જાઈ હતી. પરિણામે, વિમાનનું ગોવાના મોપા એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું.ઇન્ડિગોની ફ્લાઇટ 6E 2102 માં એન્જિનમાં ખામી ટેકઓફના થોડા સમય પછી, ગોવાથી દિલ્હી જતી ઇન્ડિગોની ફ્લાઇટ 6E 2102 માં એન્જિનમાં ખામી સર્જાઈ, જેના કારણે વિમાનને મોપા એરપોર્ટ પર કટોકટી ઉતરાણ કરવાની ફરજ પડી.  અહેવાલો અનુસાર, ફ્લાઇટ 6E 2102 એ ગોવાથી દિલ્હી માટે સવારે લગભગ 9:16 વાગ્યે ઉડાન ભરી હતી. ટેકઓફ કર્યાના થોડી મિનિટો પછી, વિમાનના એક એન્જિનમાં ખામી સર્જાઈ હોવાની જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ, એર ટ્રાફિક કંટ્રોલ (ATC) એ સવારે લગભગ 9:30 વાગ્યે સંપૂર્ણ કટોકટી જાહેર કરી હતી.સવારે 9.16 કલાકે દિલ્હી જતી હતી ફ્લાઇટ એવું જાણવા મળ્યું છે કે ઇન્ડિગો ફ્લાઇટ 6E 2102 (GOX-DEL) મંગળવારે સવારે 9:16 વાગ્યે દિલ્હી માટે રવાના થઈ હતી. એન્જિનમાં ખામી સર્જાયાના અહેવાલો બાદ, એર ટ્રાફિક કંટ્રોલ (ATC) એ લગભગ 9:30 વાગ્યે સંપૂર્ણ કટોકટી જાહેર કરી હતી. ત્યારબાદ, વિમાનને ગોવાના મોપા એરપોર્ટ પર પાછું વાળવામાં આવ્યું. ફ્લાઇટ સવારે 9:51 વાગ્યે રનવે 28 પર સુરક્ષિત રીતે ઉતરાણ કર્યું. બાદમાં વિમાનને સ્ટેન્ડ નંબર 6 પર સંપૂર્ણપણે પાર્ક કરવામાં આવ્યું.તમામ મુસાફરો સુરક્ષિત વિમાન સુરક્ષિત રીતે પાર્ક થયા પછી, ATC એ સવારે 10:03 વાગ્યે સંપૂર્ણ કટોકટી રદ કરી. સદનસીબે, વિમાનમાં રહેલા બધા મુસાફરો સુરક્ષિત છે. ઉતરાણ પછી, બધા મુસાફરોને સુરક્ષિત રીતે ઉતારી દેવામાં આવ્યા અને એરપોર્ટના બોર્ડિંગ વિસ્તારમાં રાખવામાં આવ્યા. દિલ્હી જતી ફ્લાઇટ માટે સુધારેલ પ્રસ્થાન સમય હવે બપોરે 3:30 વાગ્યે નક્કી કરવામાં આવ્યો છે. જો કે, આ સમય વિમાનને જરૂરી મંજૂરીઓ અને સંચાલન આવશ્યકતાઓ પ્રાપ્ત થવાને આધીન છે.સૂત્રોના જણાવ્યા અનુસાર, એન્જિનમાં ખામીના અહેવાલ પછી વિમાનને ગોવા તરફ પાછું ફેરવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. વિમાનને સુરક્ષિત ઉતરાણ માટે મોપા એરપોર્ટ પર પાછું લાવવામાં આવ્યું હતું. વિમાનમાં મુસાફરોની ચોક્કસ સંખ્યા અને એન્જિનમાં ટેકનિકલ ખામીના પ્રકાર અંગે વિગતવાર માહિતી હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. આ ઘટના અંગે ઇન્ડિગો તરફથી વિગતવાર સત્તાવાર નિવેદનની પણ રાહ જોવાઈ રહી છે.આ પણ વાંચો-  Petrol Diesel Price Today: 1 સપ્ટેમ્બરે વધ્યા LPG, CNG અને PNGના ભાવ.. તો શું પેટ્રોલ ડીઝલના ભાવમાં પણ થયો ફેરફાર ? 

Read Full Story arrow_forward