android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad: ડિજિટલ ઈન્ડિયાના યુગમાં પતરાંના છાપરે શ્વાસ લેતી પોસ્ટ ઓફિસઃ તંત્રની ઘોર ઉદાસીનતા
calendar_today January 1, 2026

Ahmedabad: ડિજિટલ ઈન્ડિયાના યુગમાં પતરાંના છાપરે શ્વાસ લેતી પોસ્ટ ઓફિસઃ તંત્રની ઘોર ઉદાસીનતા

આ તસવીર કોઈ અંતરિયાળ ગામડાની નહીં, પરંતુ એક ધમધમતા વિસ્તારની સરકારી મિલકતની વરવી વાસ્તવિકતા રજૂ કરે છે. ઈમેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે એક તરફ્ દેશ 'ડિજિટલ ઈન્ડિયા' અને આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરની વાતો કરી રહ્યો છે.ત્યારે બીજી તરફ્ સામાન્ય જનતાની સેવાનું કેન્દ્ર ગણાતી આ પોસ્ટ ઓફ્સિ પતરાના શેડ નીચે અને જર્જરિત હાલતમાં પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા મથામણ કરી રહી છે. વરસાદમાં ટપકતા પતરા અને ઉનાળાની અસહ્ય ગરમી વચ્ચે અહીં કર્મચારીઓ જીવના જોખમે ફ્રજ બજાવે છે. કિંમતી દસ્તાવેજો, ટપાલ અને લોકોની બચત થાપણોની સુરક્ષા સામે અહીં મોટા સવાલો ઊભા થાય છે. ઓફ્સિની બહાર અસ્તવ્યસ્ત પડેલા વાહનો અને ગંદકીના ગંજ તંત્રની નિષ્ક્રિયતાની સાક્ષી પૂરે છે. શું વહીવટી તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? પોસ્ટ ઓફ્સિ એ માત્ર એક ઈમારત નથી, પણ લોકોના ભરોસાનું પ્રતીક છે. તંત્રને નમ્ર અપીલ છે કે આ 'પતરાવાળી' ઓફ્સિના સ્થાને સુવિધાયુક્ત પાકું મકાન બનાવવામાં આવે, જેથી નાગરિકો અને કર્મચારીઓ માનભેર પોતાની સેવાઓ મેળવી અને આપી શકે. આ દ્રશ્ય સત્તાધીશો માટે લાલબત્તી સમાન છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Godhra:કરાર આધારિત કૉમ્પ્યૂટર ઓપરેટર રૂા.2 હજારની લાંચ લેતાં ઝડપાયો
calendar_today January 1, 2026

Godhra:કરાર આધારિત કૉમ્પ્યૂટર ઓપરેટર રૂા.2 હજારની લાંચ લેતાં ઝડપાયો

ઘોઘંબા તાલુકા પંચાયતમાં આવાસ યોજનાનો કરાર આધારિત કોમ્પ્યુટર ઓપરેટર લાભાર્થી પાસેથી આવાસના બીજા હપ્તાની કામગીરી માટે વ્યવહારના રૂા. બે હજારની લાંચ લેતાં તાલુકા પંચાયત કચેરીની અગાશીમાં જ પંચમહાલ એસીબીના છટકામાં રંગેહાથ ઝડપાઈ ગયો હતો. ઘોઘંબા તાલુકાના પ્રધાનમંત્રી આવાસ યોજનાના એક લાભાર્થીનું આવાસ યોજના હેઠળ વર્ષ 2024-25 દરમિયાન આવાસ મંજુર થયું હતું. આ આવાસનું લિન્ટલ લેવલ સુધીનુ કામ થયું હતું.જેનો પ્રથમ હપ્તો રૂા.30 હજાર તેમને ચૂકવાયો હતો. ત્યારબાદ બીજો હપ્તો મંજુર થવાનો બાકી હતો. જેથી લાભાર્થીએ ડેટાબુક મુજબનું ફોટા સાથેનુ જરૂરી ફૉર્મ ભરી તલાટી અને ગ્રામ સેવકના સહી સિક્કા કરાવી ઘોઘંબા તાલુકા પંચાયત કચેરીમાં કરાર આધારીત કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતાં કર્મચારી સોબાન સિરાજ મજીદ બાગવાલાને આપ્યું હતું. જેણે લાભાર્થીને ડેટાબુક જોઇ ઓફ્સિના કોમ્પ્યુટરમાં ચકાસણી કરી સાહેબને વ્યવહાર પેટે રૂા.બે હજાર આપવા પડશે, તેમ કહી લાંચની માંગણી કરી હતી. જે લાંચના નાણાં ફરીયાદી આપવા માંગતા નહીં હોવાથી તેમણે એસીબી ટોલ ફ્રી નંબર પર ફરિયાદ આપી હતી. જેના આધારે ગોધરા એસીબી ટીમે ઘોઘંબા તાલુકા પંચાયત કચેરી ખાતે જ લાંચનું છટકું ગોઠવ્યું હતું. જે દરમિયાન આરોપી સોબાને કચેરીની અગાશી પર ફરીયાદીને બોલાવી ત્યાં તેમની સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂા.બે હજાર સ્વીકારતાં એસીબીની ટીમે તેને રંગેહાથ ઝડપી લેતાં કચેરીમાં સોંપો પડી ગયો હતો. એસીબીએ સોબાન સિરાજ મજીદ બાગવાલાની ધરપકડ કરી તેની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabad: કાલુપુર સ્વામિનારાયણ મંદિરે 'સમૈયો' ઉત્સવ પૂર્વે વિશેષ હેરિટેજ ચિત્ર સ્પર્ધાનું આયોજન કરાયું
calendar_today January 1, 2026

Ahmedabad: કાલુપુર સ્વામિનારાયણ મંદિરે 'સમૈયો' ઉત્સવ પૂર્વે વિશેષ હેરિટેજ ચિત્ર સ્પર્ધાનું આયોજન કરાયું

કલા અને સંસ્કૃતિથી ભારત દેશ વિશ્વભરમાં ઓળખાય છે. પ્રાચીન ભારતીય કલા-સંસ્કૃતિને જીવંત રાખવા અનેક સંસ્થાઓ કાર્યરત છે.જેમાં સ્વામિનારાયણ સંપ્રદાયનું મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. શિક્ષણ, લોકસેવા અને સંસ્કૃતિના ઉત્થાન માટે હંમેશા અગ્રેસર રહેલા સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા અમદાવાદના કાલુપુર સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિરે 'સમૈયો' ઉત્સવની ઉજવણી અંતર્ગત વિશેષ હેરિટેજ ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન શ્રી સ્વામિનારાયણ દ્વારા આશરે 200 વર્ષ પહેલાં લખાયેલા પવિત્ર શિક્ષાપત્રીના લેખનને 200 વર્ષ પૂર્ણ થવાના અવસર પર આ ભવ્ય 'સમૈયો' ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ શ્રી નરનારાયણ દેવ દેશગાદીના સાતમા આચાર્ય શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજની આજ્ઞાથી અને ભાવિ આચાર્યશ્રી વ્રજેન્દ્ર પ્રસાદજી મહારાજની અધ્યક્ષતામાં, કાલુપુર શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે આગામી 23 જાન્યુઆરીથી 27 જાન્યુઆરી 2026 દરમિયાન આ ઉત્સવ ભવ્ય રીતે ઊજવાશે. દેશ-વિદેશથી હજારો હરિભક્તો અને સંતો આ ઉત્સવમાં હાજરી આપશે. આ 'સમૈયો' ઉત્સવના ઉપક્રમે તાજેતરમાં કાલુપુર શ્રી સ્વામિનારાયણ મંદિર દ્વારા ચિત્રકલાના વિદ્યાર્થીઓ તથા કલાકારો માટે હેરિટેજ ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાની જવાબદારી જાણીતા ચિત્રકાર વિનય પંડયા અને પ્રફુલ ખરસાનીને સોંપવામાં આવી હતી. વિજેતા કલાકારોને 'સમૈયો' ઉત્સવ દરમિયાન સન્માન સાથે નવાજવામાં આવશે અમદાવાદને હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યો હોવાથી સ્પર્ધાનો વિષય 'અમદાવાદ હેરિટેજમાં કાલુપુર મંદિર'રાખવામાં આવ્યો હતો. આ સ્પર્ધામાં આશરે 200 જેટલા કલાકારોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કલાકારોએ પોતાની અનોખી કલાત્મક શૈલી દ્વારા મંદિરના હેરિટેજ સૌંદર્યને કેન્વાસ પર ઉતાર્યું હતું. મંદિરની સુંદર કોતરણી, ઝરૂખા, કલાત્મક પિલ્લરો, પિલ્લરોને જોડતી કમાન, આકર્ષક પ્રવેશદ્વાર તથા ભવ્ય આર્કિટેક્ચરલ ડિઝાઇન ચિત્રોમાં જીવંત રીતે ઉપસી આવી હતી. વર્ષો પહેલાં નિર્માણ થયેલા આ ઐતિહાસિક મંદિરની વિશિષ્ટ સ્થાપત્ય કળા આજે પણ દર્શકોના હૃદયને સ્પર્શે છે, જે વાત કલાકારોએ પોતાના ચિત્રોમાં અસરકારક રીતે રજૂ કરી હતી. આ અંગે વાત કરતા વિનય પંડયાએ કહ્યું કે, સ્પર્ધામાં ભાગ લેનાર તમામ કલાકારોને પ્રોત્સાહન રૂપે 'શ્રી સ્વામિનારાયણ ચિત્ર કલા' અને 'શ્રી સ્વામિનારાયણ શિલ્પ સ્થાપત્ય' નામના બે મૂલ્યવાન ગ્રંથો ભેટ આપવામાં આવ્યા હતા. જ્યારે વિજેતા કલાકારોને 'સમૈયો' ઉત્સવ દરમિયાન સન્માન સાથે યોગ્ય ઇનામોથી નવાજવામાં આવશે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward