android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad: પૂર્વ વિસ્તારમાં ગંદકી અને પ્લાસ્ટિક સામે તંત્રની લાલ આંખ, 12 એકમો સીલ કરાયાં
calendar_today January 1, 2026

Ahmedabad: પૂર્વ વિસ્તારમાં ગંદકી અને પ્લાસ્ટિક સામે તંત્રની લાલ આંખ, 12 એકમો સીલ કરાયાં

શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવાના અભિયાન હેઠળ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને પૂર્વ ઝોનમાં જાહેર માર્ગો પર ગંદકી કરતા અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા એકમો સામે મ્યુનિસિપલ ટીમોએ સપાટો બોલાવ્યો છેપૂર્વ ઝોન સહિત શહેરના તમામ 48 વોર્ડમાં દૈનિક ધોરણે સફાઈ અને કચરાના નિકાલની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.આજ રોજ સવારથી જ સફાઈ કામદારો દ્વારા મુખ્ય રસ્તાઓની સફાઈ કરવામાં આવી હતી બપોર બાદ ખાસ કરીને ફૂટપાથ અને ઇલેક્ટ્રિક ડી.પી. જેવી જગ્યાઓ પાછળ જમા થયેલા કચરાને દૂર કરવાની કામગીરી પણ કરવામાં આવી છે.પૂર્વ વિસ્તારના રહેણાક અને વાણિજ્યક એકમોમાંથી ડોર-ટુ-ડોર વાહનો દ્વારા કચરો એકત્રિત કરવામાં આવ્યો હતો. સ્વચ્છતા સ્ક્વોડ દ્વારા પૂર્વ ઝોનમાં કુલ 190 એકમોની તપાસ કરવામાં આવી હતી. જેમાં ગંદકી અને ન્યૂસન્સ બદલ 40 એકમોને નોટિસ આપી 54,300 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો. આ ઉપરાંત, 120 માઈક્રોનથી ઓછી જાડાઈના પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરવા બદલ 20 એકમોને નોટિસ ફ્ટકારી 10,000 રૂપિયાનો દંડ વસૂલાયો અને 3.2 કિલો પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતું. નિયમોના ભંગ બદલ પૂર્વ ઝોનમાં કુલ 12 જેટલા એકમોને સીલ મારી દેવામાં આવ્યા છે. ખાસ કરીને જશોદાનગર, ભાઈપુરા, ઓઢવ અને વટવા જેવા વિસ્તારોમાં કરવામાં આવેલ સીલિંગની કાર્યવાહીથી અન્ય બેદરકાર વેપારીઓમાં ફ્ફ્ડાટ વ્યાપી ગયો છે. તંત્ર દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે આગામી દિવસોમાં પણ આ સર્પ્રાઈઝ ચેકિંગ ચાલુ રહેશે. જો કોઈ પણ એકમ ન્યુસન્સ ફેલાવતા અથવા પ્રતિબંધિત પ્લાસ્ટિક રાખતા ઝડપાશે, તો તેની સામે કાયદેસરની દંડનીય કાર્યવાહી અને યુનિટ સીલ કરવાની પ્રક્રિયા સઘન બનાવવામાં આવશે. મ્યુનિસિપલ કોર્પોરેશનની આ કડક ઝૂંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય જાહેર આરોગ્યની જાળવણી અને શહેરને 'પ્લાસ્ટિક મુક્ત' બનાવવાનો છે. પૂર્વ ઝોનમાં કરવામાં આવેલી તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે અનેક વેપારી એકમો હજુ પણ 120 માઈક્રોનથી ઓછી જાડાઈ ધરાવતા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો છૂટથી ઉપયોગ કરી રહ્યા છે. આ બાબતને ગંભીરતાથી લઈ તંત્ર દ્વારા માત્ર દંડ જ નહીં, પરંતુ એકમોને સીલ કરવાની સખત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Godhra:જેઠાભાઈ આહિર વિકસિત ભારત નિર્માણ રત્નથી સન્માનિત કરાયા
calendar_today January 1, 2026

Godhra:જેઠાભાઈ આહિર વિકસિત ભારત નિર્માણ રત્નથી સન્માનિત કરાયા

પંચમહાલ ડિસ્ટ્રિકટ બેંકના ચેરમેન જેઠાભાઈ આહિરને ઓલ ઈન્ડીઆ બિઝનેશ ડેવલપમેન્ટ એસોસિએશન ન્યુ દિલ્હી દ્વારા વિકસીત ભારત નિર્માણ રત્ન એવોર્ડથી સન્માનિત કરાયા છે. જેને લઈ પંચમહાલ, મહિસાગર અને દાહોદ ત્રણેય જિલ્લાના લોકોએ આનંદ અને ગૌરવની લાગણી વ્યક્ત કરી છે.ઓલ ઈન્ડીઆ બિઝનેશ ડેવલપમેન્ટ એસોસિયેશન, ન્યુ દિલ્હી દ્વારા વિકસીત ભારતના નિર્માણ માટે સમગ્ર ભારતનાં ગ્રામીણ વિસ્તારમાં વસવાટ કરતાં નાગરિકોના મુખ્ય વ્યવસાય ખેતી, પશુપાલન અને અન્ય તમામ વેપાર ધંધાઓની નાણાંકીય જરૂરીયાતો પુરી પાડી અને ગ્રામીણ વિસ્તારના રહીશોની આવક વધારી તેઓનું જીવન ધોરણ ઉંચુ લાવવા માટે બેકીંગ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરતી બેંકોનો સર્વે કરાયો હતો. જેમાં પંચમહાલ, મહીસાગર તથા દાહોદ જિલ્લાનાં ખેડૂતો, પશુપાલકો અને વેપાર ધંધા કરતા લોકોને વિવિધ ખેતી અને બીન ખેતી ધિરાણો, કે.સી.સી પાક ધિરાણ, કે.સી.સી એનિમલ હસબન્ડરી, પશુઓ ખરીદવા, પશુઓનો તબેલો બનાવવા, નાના વેપાર ધંધા કરતા વ્યકિતઓને માઈક્રો ફાયનાન્સ, ટુ વ્હીલર, ફોર વ્હીલર વાહન ખરીદવા, ગ્રામ્ય વિસ્તારમાં રહેઠાણનું મકાન બનાવવા, સિંચાઈ અને ખેતીમાં આધુનિકરણ લાવવા માટેનાં સંશાધનો ખરીદવા વિગેરે માટે સસ્તા અને વ્યાજબી વ્યાજનાં દરે પંચમહાલ ડીસ્ટ્રીકટ કો.ઓ.બેંક ની 60 શાખાઓની 300 ખેતી વિષયક સેવા સહકારી મંડળીઓ મારફ્તે અંદાજે 1.50 લાખ ખેડૂતો, પશુપાલકો તથા અન્ય ગ્રામ્ય વિસ્તારના વેપારીઓ, વ્યવસાયીકો અને નોકરીયાતોને ધિરાણો પુરા પાડી વિકસીત ભારતના નિર્માણમાં મહત્વનું યોગદાન આપવા બદલ પંચમહાલ ડિસ્ટ્રિકટ બેંકના ચેરમેન જેઠાભાઈ આહિરને વિકસીત ભારત નિર્માણ રત્ન એવોર્ડ એનાયત કરાયો છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Dahod:જિલ્લામાં 92થી વધુ દારૂ પીધેલા ઝડપાયા
calendar_today January 1, 2026

Dahod:જિલ્લામાં 92થી વધુ દારૂ પીધેલા ઝડપાયા

31 ડિસેમ્બરને લઇને દાહોદ પોલીસ એક્શન મોડમાં જોવા મળી હતી. પોલીસે 31 ડિસેમ્બરની રાતે નશાકારક દ્રવ્યોનું સેવન કરીને નીકળેલા લોકો સામે સખ્ત કાર્યવાહી કરી હતી. પોલીસે એક જ રાતમાં 92 જેટલા પીધેલાઓને બ્રેથ એનેલાઈઝરની મદદથી ઝડપી પાડતા દારુડિયાઓમા ફ્ફ્ડાટ ફેલાઈ ગયો હતો.આ ઉપરાંત પોલીસે જિલ્લા ભરમાં તેમજ ચેકપોસ્ટો પર નાકાબંધી કરી વાહનોની સખ્ત તલાસી પણ હાથ ધરવામાં આવી હતી.2025 ને અલવિદા કરવા અને 2026 ને આવકારવા માટે યુવાધન સહિત શહેરીજનો થનગની રહ્યા હતા. ત્યારે દારૂની પાર્ટીઓ ના યોજાય અને કોઈ અનિચ્છનિય બનાવ ના બને તે માટે દાહોદ પોલીસ પણ સતર્ક બની હતી. પોલીસે દાહોદ શહેર, અને શહેરના મુખ્ય માર્ગો પર તેમજ શહેરમાં પ્રવેશ કરતા મુખ્ય માર્ગો અને ચોકડીઓ પર તેમજ જિલ્લાની આંતર રાજ્ય બોર્ડરો ઉપર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી તમામ ગતિવિધિઓ પર બાજ નજર રાખી હતી તેમજ આવતા જતા વાહનોનુ સઘન ચેકીંગ હાથ ધર્યુ હતુ, તેમજ આલ્કોહોલ જેવા નશીલા પદાર્થોનું સેવન કરી વાહન હંકારતા લોકોને પકડવા માટે બ્રેથ એનેલાઈઝરનો ઉપયોગ કરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે એક જ રાતમાં 92 જેટલા પીધેલાઓની અટકાયત કરી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward