android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live: પેપર લીક રોકવા સરકાર એક્શનમાં, NEETની પરીક્ષા પદ્ધતિમાં ફેરફારની તૈયારી
calendar_today September 15, 2026

Gujarat Latest News Live: પેપર લીક રોકવા સરકાર એક્શનમાં, NEETની પરીક્ષા પદ્ધતિમાં ફેરફારની તૈયારી

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 15 સપ્ટેમ્બર ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો

Read Full Story arrow_forward
Ahmedabad News: એક ફૂટ પાણીમાં AMCની ઈલેક્ટ્રીક બસો દોડતી નથી તો ખરીદવાની ક્યાં જરૂર છે: ધારાસભ્યનો સવાલ
calendar_today September 15, 2026

Ahmedabad News: એક ફૂટ પાણીમાં AMCની ઈલેક્ટ્રીક બસો દોડતી નથી તો ખરીદવાની ક્યાં જરૂર છે: ધારાસભ્યનો સવાલ

છેલ્લા બે દિવસથી રાજ્યમાં ભારે વરસાદ ખાબક્યો છે. ગઈકાલે રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘ મહેર થઈ હતી. બીજી તરફ સ્માર્ટ સિટી કહેવાતા અમદાવાદમાં શાસકો અને અધિકારીઓની મોટી બેદરકારી સામે આવી હતી. જુલાઈમાં થયેલા વરસાદથી બોધ પાઠ નહીં લેતા ગઈકાલના વરસાદમાં પણ શહેર પાણીમાં ડૂબ્યું હતું. સવારથી જ વરસાદ શરૂ થતાં સ્કૂલ બસો પણ વરસાદી પાણીમાં ફસાઈ હતી. આ ઉપરાંત એએમટીએસની બસો પણ રસ્તા પર ભરાઈ ગયેલા પાણીમાં બંધ પડી ગઈ હતી. બસના ડ્રાઈવરોએ બંધ પડેલી બસ પાણીમાં જ ઉભી કરી દેતા મુસાફરો રોષે ભરાયા હતાં. પેસેન્જરોને રઝળતા મૂકવાનો વિવાદ વકર્યોઅમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસની બસો એક ફૂટ પાણીમાં બંધ કરીને મૂકી દઈ પેસેન્જરોને રઝળતા મૂકવાનો વિવાદ વકર્યો છે.વાસણામાં અંદાજે ચાર બસો પાણીમાં બંધ કરીને મૂકી દેવા સામે એલિસબ્રિજના સત્તાપક્ષના ધારાસભ્ય અને પૂર્વ મેયરે પ્રશ્ન ઉઠાવતાં મ્યુનિ.તંત્ર ફસાઈ ગયું હતું.ધારાસભ્યએ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે, એક ફૂટ પાણીમાં ઇલેક્ટ્રિક બસ ચાલી શકતી નથી તો ખરીદવાની ક્યાં જરૂર છે ? જેના જવાબમાં AMTS વિભાગ ગોળ ગોળ જવાબ આપી છટકી ગયું હતું.બીજી તરફ સ્કૂલ બસની બે ઘટના બની હતી, જેમાં શેલામાં બસ પાણીમાં ફસાતાં બાળકોનું રેસ્કયુ કરાયું હતું, જ્યારે મકરબામાં બસ ખાડામાં ઊતરી ગઈ હતી.વાસણામાં ઇલેક્ટ્રિક AMTSની બસો બંધ કરીને મૂકી દેવાઇબસો ઓપરેટરોના લાભાર્થે ચાલતી હોય તેવા વિપક્ષ દ્વારા આક્ષેપ પણ કરાયા છે.વાસણામાં ઇલેક્ટ્રિક AMTSની બસો બંધ કરીને મૂકી દેવાઇ હતી. શરૂઆતમાં લાગ્યું કે, ઇલેક્ટ્રિક બસમાં ટેકનિકલ સમસ્યા લાગે છે.પરંતુ એલિસબ્રિજના ધારાસભ્ય અને પૂર્વ મેયરે તપાસ કરતાં બસ ચાલકે કહ્યું કે, પાણી ભરાઈ ગયાં છે એટલે ઉપરથી ઇલેક્ટ્રિક બસ બંધ રાખીને ઊભી રાખવાનો આદેશ છે.પૂર્વ મેયરે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે, એક કે બે ફૂટ પાણીમાં ઇલેક્ટ્રિક બસો બંધ થઈ જતી હોય તો ખરીદવાની ક્યાં જરૂર છે ? અન્ય એક કિસ્સામાં શેલામાં સ્કૂલ બસ પાણીમાં ભરાઈ જતાં અન્ય બસ લાવીને બાળકોને હેમખેમ શિફ્ટ કરાયાં હતાં. જ્યારે મકરબામાં બસ પાણીમાં ફસાઈ ગઈ હતી. ફાયર ટીમ પહોંચે તે પહેલાં જ બાળકોને બચાવી લેવાયાં હતાં.AMTS-BRTSની 1350 બસોમાંથી 380થી વધુ EV બસો મ્યુનિ.ટ્રાન્સપોર્ટ અને જનમાર્ગ વિભાગ દ્વારા વરસાદી પાણી ભરાય એટલે ઇલેક્ટ્રિક બસો બંધ કરીને મૂકી દઈ કોન્ટ્રાક્ટરોને લાભ કરી અપાતો હોવાનું પુરવાર થયું છે.હાલ અંદાજે AMTSની 1000માંથી 136 ઇલેક્ટ્રિક બસ અને BRTSની 350માંથી 250 ઇલેક્ટ્રિક બસો છે.આમ અંદાજે 1350 બસોમાંથી 380થી વધુ ઇલેક્ટ્રિક બસો છે.વિભાગના સૂત્રોએ કહ્યું કે,બસ પાણીના લીધે બંધ કરાતી નથી પણ કોર્પોરેશનના ખરાબ રસ્તાના લીધે બસોને નુકસાન થાય નહીં એટલે બંધ રખાય છે.આ પણ વાંચોઃ Tapi: વાલોડના દાદરીયામાં ફરી દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોને રાહત

Read Full Story arrow_forward
Gujarat Weather News: રાજ્યમાં આજે પણ આ વિસ્તારોમાં ધોધમાર વરસાદની આગાહી, જાણો ક્યારે મેઘરાજા વિરામ લેશે?
calendar_today September 15, 2026

Gujarat Weather News: રાજ્યમાં આજે પણ આ વિસ્તારોમાં ધોધમાર વરસાદની આગાહી, જાણો ક્યારે મેઘરાજા વિરામ લેશે?

ગુજરાતભરમાં છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે.જેના કારણે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 259 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે.ધોધમાર વરસાદના કારણે ઠેર-ઠેર પાણી ભરાયા છે અને નદી-નાળા છલકાઈ ગયા છે. ત્યારે હવામાન વિભાગે આગામી સમયમાં વરસાદનું જોર ઘટવાની સંભાવના પણ વ્યક્ત કરી છે. આ ઉપરાંત આજે પણ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ અપાયું છે.કચ્છ અને સૌરાષ્ટ્રમાં મેઘ તાંડવછેલ્લા 24 કલાકના આંકડાઓ પર નજર કરીએ તો કચ્છ પંથકમાં મેઘરાજાએ સૌથી વધુ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે.કચ્છના અંજાર તાલુકામાં સૌથી વધુ 7.24 ઇંચ વરસાદ ખાબક્યો છે.આ ઉપરાંત ગાંધીધામમાં 4.61 ઇંચ અને ભચાઉમાં 4.41 ઇંચ વરસાદ નોંધાયો છે.સૌરાષ્ટ્રમાં પણ મેઘરાજાએ હેત વરસાવ્યું છે જેમાં ભાવનગરના વલ્લભીપુરમાં 6.1 ઇંચ, જામનગર શહેરમાં 5.59 ઇંચ અને રાજકોટના કોટડા સાંગાણીમાં 5.2 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે. મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. આણંદના બોરસદમાં 5.51 ઇંચ, મહેસાણાના કડીમાં 4.29 ઇંચ, વડોદરાના કરજણમાં 4.29 ઇંચ, સુરત શહેરમાં 4.17 ઇંચ, અમદાવાદના ધોળકામાં 4.13 ઇંચ, ખેડાના નડિયાદમાં 4.06 ઇંચ અને અમદાવાદ શહેરમાં 3.43 ઇંચ જેટલો ભારે વરસાદ નોંધાયો છે. કચ્છ સૌરાષ્ટ્રમાં હજુ પણ વરસાદનું એલર્ટહવામાન વિભાગની આગાહી મુજબ આજે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદી માહોલ યથાવત રહેશે.આજે ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રના મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને રાજકોટ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય અમદાવાદમાં હળવા વરસાદની આગાહી છે, જ્યારે ઉત્તર ગુજરાતમાં સામાન્ય અને દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.આવતીકાલથી રાજ્યમાં વરસાદનું જોર ઘટવાની શરુઆત થશે.જોકે,છેલ્લા 24 કલાકમાં પડેલા અતિભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાયા છે અને જળાશયોમાં નવા નીર આવવાથી ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.આ પણ વાંચોઃ Ahmedabad News: એક ફૂટ પાણીમાં AMCની ઈલેક્ટ્રીક બસો દોડતી નથી તો ખરીદવાની ક્યાં જરૂર છે: ધારાસભ્યનો સવાલ

Read Full Story arrow_forward