થેપ્પાકાડુ હાથી કેમ્પ ખાતે વિનાયક ચતુર્થીની ભવ્ય ઉજવણી
આ હાથી કેમ્પ મુદુમલાઈ ટાઈગર રિઝર્વમાં આવેલો છે. ગણેશ ચતુર્થી નિમિત્તે કેમ્પમાં ભક્તિ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો.
Read Full Story arrow_forwardStay informed with the latest happenings, achievements, and announcements from our community.
આ હાથી કેમ્પ મુદુમલાઈ ટાઈગર રિઝર્વમાં આવેલો છે. ગણેશ ચતુર્થી નિમિત્તે કેમ્પમાં ભક્તિ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો.
Read Full Story arrow_forward
પશ્ચિમ બંગાળના ખડગપુરના એડિશનલ સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (ASP) અને 2021 બેચના IPS અધિકારી બુશરા બાનોની સોમવારે (14 સપ્ટેમ્બર) બદલી કરવામાં આવી હતી. તેમને સ્ટેટ આર્મ્ડ પોલીસમાં ડેપ્યુટી કમાન્ડન્ટ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમના સ્થાને પાર્થ ઘોષને જવાબદારી સોંપવામાં આવી છે. બુશરા બાનો જયહિંદ કે વંદે માતરમ ન બોલ્યા બુશરા બાનોની બદલી એવા સમયે થઈ છે જ્યારે તેમણે UPSCના ઉમેદવારોને પ્રોત્સાહિત કરતો એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેના કારણે સોશિયલ મીડિયા પર તેમની ટીકા થઈ હતી. આ વિવાદ બુશરા બાનો દ્વારા ઓનલાઈન પોસ્ટ કરવામાં આવેલા એક વીડિયોને કારણે સર્જાયો હતો. આ વીડિયોમાં તેમણે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (AMU), ખાસ કરીને તેની રેસિડેન્શિયલ કોચિંગ એકેડેમી અને ઉચ્ચ શિક્ષણ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં તેની ભૂમિકા વિશે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે કેવી રીતે આ કોચિંગ એકેડેમીએ તેમને UPSC પરીક્ષાની તૈયારીમાં મદદ કરી હતી.અસલામ-ઉલે-અલૈકુમ અને ઇન્શાઅલ્લાહના ઉપયોગ અંગે વિવાદયુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થી હોવાને નાતે બુશરા બાનોએ ત્યાં મળેલા સહયોગનો સ્વીકાર કર્યો હતો. તેમણે વીડિયોની શરૂઆત અસલામ-ઉલે-અલૈકુમ અભિવાદન સાથે કરી હતી અને તેનો અંત ઇન્શાઅલ્લાહ અને જાઝાકલ્લાહ જેવા શબ્દપ્રયોગો સાથે કર્યો હતો. આનાથી વિવાદ સર્જાયો અને પ્રશ્નો ઉભા થયા.સોશિયલ મીડિયા પર ઉઠાવવામાં આવેલા પ્રશ્નોવીડિયો સામે આવ્યા બાદ, સોશિયલ મીડિયા પર કેટલાક લોકોએ તેમની ભાષાની પસંદગી પર સવાલ ઉઠાવ્યા હતા. યુઝર્સે આક્ષેપ કર્યો હતો કે તેમણે અસલામ-ઉલે-અલૈકુમથી શરૂઆત કરી, વચ્ચે ઇન્શાઅલ્લાહનો ઉપયોગ કર્યો અને અંતમાં જાઝાકલ્લાહ કહ્યું, પરંતુ જય હિંદ કે વંદે માતરમ જેવા રાષ્ટ્રીય અભિવાદનનો ઉપયોગ કર્યો ન હતો.ગૃહ સચિવને કરી હતી ફરિયાદહિન્દુ લીગલ ફંડ નામની વેબસાઈટે બંગાળના ગૃહ સચિવને આ વીડિયો અંગે ફરિયાદ કરી હતી. ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે IPS અધિકારી બુશરા બાનોએ અસલામ-ઉલે-અલૈકુમથી શરૂઆત કરી, ઇન્શાઅલ્લાહનો ઉપયોગ કર્યો અને જાઝાકલ્લાહ સાથે સમાપન કર્યું, પરંતુ વંદે માતરમ કે જય હિંદનો ઉપયોગ કર્યો ન હતો. ફરિયાદમાં જણાવાયું હતું કે, ભારતીય રાજ્યનું પ્રતિનિધિત્વ કરતા ફરજ પરના અધિકારીએ તટસ્થતા જાળવી રાખવી જોઈએ અને જાહેર સંવાદમાં રાષ્ટ્રીય અભિવ્યક્તિઓનો ઉપયોગ કરવો જોઈએ. ફરિયાદમાં યોગ્ય સમીક્ષા અને કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી.પાર્થ ઘોષને જવાબદારી સોંપાઈત્યારબાદ, સરકારે બુશરા બાનોની બદલી કરી અને તેમને સ્ટેટ આર્મ્ડ પોલીસમાં ડેપ્યુટી કમાન્ડન્ટ તરીકે નિયુક્ત કર્યા. સરકારે પાર્થ ઘોષની ખડગપુરના વધારાના પોલીસ અધિક્ષક (Additional SP) તરીકે અને સુભેન્દુ મંડલની ચંદનનગર પોલીસ કમિશનરેટમાં વધારાના ડીસી (Additional DC) તરીકે નિમણૂક કરી.
Read Full Story arrow_forward
અમદાવાદ શહેરમાં બેફામ વાહનચાલકોની ઓવરસ્પીડ અને ટ્રાફિક નિયમોના લીરેલીરે ઉડી રહ્યા છે. જેને કારણે અકસ્માતોની વણઝાર અટકવાનું નામ નથી રહી. રફતારના રાક્ષસ તથ્ય પટેલ દ્વારા નિર્દોષ લોકોને આ બ્રિજ પર કચડી નાંખ્યા હતાં. ત્યાર બાદ ફરી એકવાર બેફામ રફતારનો કહેર જોવા મળ્યો છે.જ્યાં ઓવરસ્પીડમાં આવી રહેલી એક કાર ડાયવર્ઝન બોર્ડ સાથે ધડાકાભેર અથડાવાની ગંભીર ઘટના સામે આવી છે.આ અકસ્માતે એકવાર ફરીથી બ્રિજ પરની સુરક્ષા વ્યવસ્થા અને તંત્રની પોકળ દાવાઓની પોલ ખોલી નાખી છે.આજે વહેલી સવારથી આ બ્રિજ પર એક જ જગ્યાએ બે અકસ્માત સર્જાયા છે.કર્ણાવતી બ્રિજની કામગીરી અને ઈસ્કોન બ્રિજનું જોખમી ડાયવર્ઝનહાલમાં કર્ણાવતી બ્રિજ પર ચાલી રહેલી મરામત અને નિર્માણ કામગીરીના કારણે વાહનવ્યવહાર માટે ઈસ્કોન બ્રિજ પર વિશેષ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે.આ ડાયવર્ઝન પર પૂરતી સાવચેતી કે યોગ્ય બેરિકેડિંગના અભાવે તે વાહનચાલકો માટે અત્યંત જોખમી સાબિત થઈ રહ્યું છે.આ બ્રિજ પર ફૂલ સ્પીડમાં આવી રહેલી કારનાચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર સીધી ડાયવર્ઝન બોર્ડ સાથે અથડાઈ હતી જેના કારણે મોટો અકસ્માત સર્જાતા અટક્યો હતો અને કારચાલકનો આબાદ બચાવ થયો હતો.ટ્રક ચાલકે બેરિકેટ્સ તોડ્યામાત્ર કાર જ નહીં પરંતુ ઈસ્કોન બ્રિજ પર ભારે વાહનોની બેફામ ગતિ પણ જોખમરૂપ બની છે.20 વર્ષીય સુનિલ પરીખ નામના ચાલકે પૂરપાટ ઝડપે હંકારી રહેલી ટ્રક દ્વારા ડાયવર્ઝનના બેરિકેટ્સ તોડી નાખ્યા હોવાનો બનાવ બન્યો હતો.ઈસ્કોન બ્રિજ પર અગાઉ બનેલી દર્દનાક તથ્ય પટેલ કાર અકસ્માતની યાદો હજુ લોકોના માનસપટ પર તાજી છે છતાં પણ તંત્ર દ્વારા બ્રિજ પર સ્પીડ કંટ્રોલ કરવા કે સુરક્ષા વધારવા માટે કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી.અકસ્માતો બાદ તંત્ર દ્વારા સીસીટીવી કેમેરા લગાવવાના અને સ્પીડ બ્રેકર મૂકવાના મોટા દાવા કરવામાં આવે છે. પરંતુ હકીકત જોતાં આ તમામ દાવાઓ માત્ર પોકળ સાબિત થઈ રહ્યા છે.નાગરિકોમાં રોષ અને તંત્રની બેદરકારી સામે સવાલોઈસ્કોન બ્રિજ પર વારંવાર સર્જાતા અકસ્માતોને કારણે સ્થાનિક રહેવાસીઓ અને રાહદારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.ડાયવર્ઝન વાળા આ પટ્ટા પર પૂરતી લાઈટિંગ, રિફ્લેક્ટર બોર્ડ અને સ્પીડ બ્રેકર ન હોવાના કારણે રાત્રિના સમયે અકસ્માતનું જોખમ અનેકગણું વધી જાય છે.જો વહેલી તકે ટ્રાફિક પોલીસ અને મ્યુનિસિપલ તંત્ર દ્વારા અહીં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં નહીં આવે તો કોઈ મોટી માનવ તારાજી સર્જાઈ શકે છે.તંત્રની આ પ્રકારની ઘોર બેદરકારી ક્યારે અટકશે અને બેફામ ચાલકો સામે ક્યારે દાખલારૂપ કાર્યવાહી થશે તેવા અનેક ગંભીર સવાલો આજે જાગૃત નાગરિકો દ્વારા પૂછવામાં આવી રહ્યા છે.આ પણ વાંચોઃ Gandhinagar News : ગુજરાતમાં વૈજ્ઞાનિકો સૂર્યનું રહસ્ય ઉકેલવા લાગ્યા, કૃત્રિમ સૂરજ બનાવવા માટે સંશોધન શરૂ
Read Full Story arrow_forward