Mahisagarના કડાણામાં સર્જાયો ગમખ્વાર અકસ્માત; 2 મહિલાઓના મોત, 1 ગંભીર ઇજાગ્રસ્ત
મહિસાગર જિલ્લાના કડાણા તાલુકામાં એક અત્યંત કરૂણ અને ગમખ્વાર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. કડાણા તાલુકાના કેળામુળ ગામ પાસે પૂરપાટ ઝડપે આવી રહેલી એક ફોર વ્હીલર કારના ચાલકે બાઇક સવાર લોકોને જોરદાર ટક્કર મારી હતી. આ કાળજું કંપાવી દે તેવી ટક્કરમાં બાઇક પર જઈ રહેલા ત્રણ લોકો પૈકી બે મહિલાઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે.રીંગળીયા ગામના બાઇક સવારો બન્યા અકસ્માતનો ભોગમળતી વિગતો અનુસાર, કડાણા તાલુકાના રીંગળીયા ગામના બાઇક સવારો પોતાના કામ અર્થે નીકળ્યા હતા ત્યારે કેળામુળ ગામ નજીક આ કાળમુખી કાર તેમની સામે આવી ગઈ હતી. અચાનક બનેલી આ ઘટનામાં કારની જોરદાર ટક્કર વાગતા જ બાઇક પર સવાર ત્રણેય લોકો રસ્તા પર પટકાયા હતા. જેમાં ગંભીર ઈજાઓ પહોંચવાના કારણે બે મહિલાઓએ સ્થળ પર જ દમ તોડી દીધો હતો, જ્યારે બાઇક ચાલકને પણ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.108 મારફતે ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયોઅકસ્માત સર્જાતા જ આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને ઘટના અંગે 108 એમ્બ્યુલન્સ સેવાને જાણ કરી હતી. બનાવની માહિતી મળતા જ 108 ની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ટીમ દ્વારા ઇજાગ્રસ્ત વ્યક્તિને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ બનાવથી રીંગળીયા ગામ સહિત સમગ્ર કડાણા પંથકમાં અરેરાટી સાથે શોકની કાળી ડિબંગ છાયા ફરી વળી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward