android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Major Rishabh Singh Sambyal: મેજર ઋષભ સિંહ સંબ્યાલને કેટલુ મળશે પેન્શન ? 30ની ઉંમરે લીધુ રિટાર્યમેન્ટ
calendar_today September 15, 2026

Major Rishabh Singh Sambyal: મેજર ઋષભ સિંહ સંબ્યાલને કેટલુ મળશે પેન્શન ? 30ની ઉંમરે લીધુ રિટાર્યમેન્ટ

મેજર રિષભ સિંહ સંબ્યાલ કે જેઓ અગાઉ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના ADC (એઇડ-ડી-કેમ્પ) હતા અને સોશિયલ મીડિયા પર નેશનલ ક્રશ બન્યા હતા. તેમણે માત્ર 30 વર્ષની વયે ભારતીય સેનામાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી છે. મેજર રિષભને કેટલુ મળે પેન્શન ? મેજર રિષભ સિંહ સંબ્યાલ તેમની લગભગ 12 વર્ષની સેવા દરમિયાન, તેઓ લદ્દાખ જેવા પડકારજનક વિસ્તારોમાં તૈનાત હતા, 4 પેરા સ્પેશિયલ ફોર્સીસ સાથે સેવા આપી હતી અને અંતે રાષ્ટ્રપતિ ભવનમાં ADC તરીકેની પ્રતિષ્ઠિત ભૂમિકા ભજવી હતી. તેમનો નિર્ણય ઘણાને આશ્ચર્યચકિત કરનારો હતો, પરંતુ હવે પ્રશ્નો ઉઠી રહ્યા છે કે માત્ર 12 વર્ષના ટૂંકા કાર્યકાળ પછી તેમને કયા પેન્શન લાભો મળી શકે છે.આર્મી પેન્શન માટે લઘુત્તમ સેવા કેટલી જરૂરી છે?આર્મી પેન્શનના નિયમો અનુસાર નિવૃત્તિ પેન્શન માટે પાત્ર બનવા માટે અધિકારીએ ઓછામાં ઓછા ૨૦ વર્ષની લાયક સેવા પૂર્ણ કરવી આવશ્યક છે. જો કે, જો કોઈ અધિકારી ૨૦ વર્ષ પૂર્ણ કરતા પહેલા નિર્ધારિત વય મર્યાદા સુધી પહોંચવાને કારણે ફરજિયાત નિવૃત્તિ લે છે—પરંતુ તેમણે ઓછામાં ઓછા ૧૫ વર્ષની સેવા પૂર્ણ કરી હોય—તો તેમને "મોડા જોડાયેલા" (late entrant) ગણીને પાંચ વર્ષની છૂટછાટ સાથે પેન્શન માટે પાત્ર માનવામાં આવે છે. ટૂંકમાં, સામાન્ય સંજોગોમાં, પેન્શન મેળવવા માટે ૧૫ થી ૨૦ વર્ષની સેવા પૂર્ણ કરવી એ ફરજિયાત શરત છે.મેજર રિષભની સેવા આ શ્રેણીમાં આવતી નથીમેજર રિષભ સિંહ સંબ્યાલે સેનામાં લગભગ 12 વર્ષ સેવા આપી હતી, જે પેન્શન માટે જરૂરી લઘુત્તમ 15 થી 20 વર્ષની મર્યાદા કરતાં ઘણી ઓછી છે. પરિણામે, નિયમો મુજબ, તેઓ નિયમિત માસિક પેન્શન માટે પાત્ર નથી. જો કે, આનો અર્થ એ નથી કે નિવૃત્તિ પર તેમને કંઈ જ નહીં મળે.  જે અધિકારીઓ પ્રમાણભૂત સેવા કાર્યકાળ પૂર્ણ કરતા પહેલા નિવૃત્ત થાય છે તેમના માટે ચોક્કસ લાભો અને હકોની જોગવાઈ છે.પેન્શનને બદલે મળતા લાભોટૂંકા કાર્યકાળ પછી નિવૃત્ત થતા અધિકારીઓને સામાન્ય રીતે એકવાર મળતા લાભોજેમ કે નિવૃત્તિ અથવા સેવા ગ્રેચ્યુઇટીમળે છે, જે માસિક પેન્શનથી અલગ હોય છે. આ ઉપરાંત, તેઓ તેમની સેવા દરમિયાન જમા થયેલ પ્રોવિડન્ટ ફંડની રકમ, ન વપરાયેલી રજાના બદલામાં ચૂકવણી અને અન્ય નિવૃત્તિ-સંબંધિત લાભો મેળવી શકે છે. જો કે, નિયમિત માસિક પેન્શનની તુલનામાં, આ તમામ લાભો એકમુક રકમ (lump sum) તરીકે આપવામાં આવે છે અને તે મર્યાદિત સ્વરૂપના હોય છે.સમય પહેલાં નિવૃત્તિ અંગેના નિયમોઆર્મી અધિકારીઓ માટે, સમય પહેલાં નિવૃત્તિની જોગવાઈ 'આર્મી રૂલ્સ, 1954' હેઠળ આવે છે અને તેના માટે કેન્દ્ર સરકારની મંજૂરી જરૂરી છે. આ નિયમ અધિકારીઓને વ્યક્તિગત અથવા પારિવારિક કારણોસર તેમનો નિર્ધારિત કાર્યકાળ પૂર્ણ કર્યા પહેલાં જ સેના છોડવાની મંજૂરી આપે છે; જોકે, આમાં એક વિશિષ્ટ પ્રક્રિયા અને શરતોનો સમાવેશ થાય છે જે સામાન્ય નિવૃત્તિને લાગુ પડતી પ્રક્રિયા અને શરતો કરતાં અલગ હોય છે.

Read Full Story arrow_forward
Gujarat Latest News Live: કચ્છ અને સૌરાષ્ટ્રમાં આજે વરસાદનું જોર વધશે, રાજ્યના આ વિસ્તારોમાં પણ યલો એલર્ટ
calendar_today September 15, 2026

Gujarat Latest News Live: કચ્છ અને સૌરાષ્ટ્રમાં આજે વરસાદનું જોર વધશે, રાજ્યના આ વિસ્તારોમાં પણ યલો એલર્ટ

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 15 સપ્ટેમ્બર ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો

Read Full Story arrow_forward
Banaskantha News :  ગુલાબસિંહે કહ્યું કેટલાક લોકો ભાજપ સાથે મળીને સોદા કરે છે હું ખુલાસા કરીશ, જાણો ભાજપે શું કહ્યું?
calendar_today September 15, 2026

Banaskantha News : ગુલાબસિંહે કહ્યું કેટલાક લોકો ભાજપ સાથે મળીને સોદા કરે છે હું ખુલાસા કરીશ, જાણો ભાજપે શું કહ્યું?

બનાસકાંઠા કોંગ્રેસ અને પ્રદેશ કોંગ્રેસ વચ્ચેનો કકળાટ હવે ફરી સપાટી પર આવ્યો છે.જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે સોશિયલ મીડિયા પર સૂચક પોસ્ટ કરીને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.ગુલાબસિંહે પોસ્ટમાં લખ્યું કે, તમારી લડાઈ અમારી સાથે નહીં પરંતુ લોકોના પ્રશ્નો અને જનહિતના મુદ્દાઓને લઈને ભાજપની સરકાર સામે હોવી જોઈએ.ગુલાબસિંહ રાજપૂતે પક્ષમાં જ કેટલાક લોકો દ્વારા ભાજપ સાથે મળીને સોદાબાજી કરવામાં આવતી હોવાનો અને ગેનીબેન ઠાકોર સાંસદ તરીકે ચૂંટાઈને આવ્યા હોવાથી તેમને નુકસાન પહોંચાડવા માટે આંતરિક ષડયંત્ર રચાઈ રહ્યા હોવાનો ગંભીર ધડાકો કરતા આગામી સમયમાં પક્ષને નુકસાન પહોંચાડનારા તત્વોના નામ સાથેના મોટા ખુલાસા કરવાની ચીમકી ઉચ્ચારી છે.કોંગ્રેસના કકળાટમાં ભાજપની પ્રતિક્રિયાકોંગ્રેસમાં આંતરિક કકળાટ અને રાજકીય ઘમસાણ મુદ્દે પ્રતિક્રિયા આપતા મંત્રી પ્રવીણ માળીએ જણાવ્યું હતું કે આ વિવાદ માત્ર બનાસકાંઠા પૂરતો મર્યાદિત નથી, પરંતુ આખા રાજ્યમાં કોંગ્રેસની આવી જ સ્થિતિ ચાલી રહી છે.કોંગ્રેસ પાસે ન તો કોઈ મજબૂત નેતા છે કે ન તો યોગ્ય નેતૃત્વ છે.જે પક્ષ પોતાના પરિવારને પણ સાચવી શકતો નથી તે આખા રાજ્યને સાચવવાની મોટી મોટી વાતો કરે છે. કોંગ્રેસ પાસે હવે જનતા વચ્ચે જવા માટે કોઈ મુદ્દો જ બચ્યો નથી જેના કારણે પક્ષમાં આ પ્રકારના વિવાદો ચાલી રહ્યા છે.ભાજપના પ્રવક્તા ડૉ.અનિલ પટેલે જણાવ્યું છે કે કોંગ્રેસમાં સ્થાપનાકાળથી જ અંદરોઅંદર ખેંચતાણ ચાલી રહી છે અને તે પરિવાર આધારિત પાર્ટી હોવાથી આવા બનાવો સાવ સ્વાભાવિક છે.પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તાનું નિવેદનબનાસકાંઠા કોંગ્રેસ વિવાદ અંગે ભાજપ દ્વારા કરવામાં આવેલા પ્રહારો સામેલ પલટવાર કરતા કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું છે કે સંગઠનમાં વાતચીતના અભાવે પ્રશ્નો ઊભા થયા છે અને પ્રદેશ સમિતિ કાર્યકરોને સ્થાન આપવાનો પ્રયાસ કરતી હોય છે, જ્યારે ભાજપ લાજવાને બદલે ગાજી રહ્યો છે કારણ કે ભરૂચમાં ખુદ તેમના સાંસદ જ પાર્ટી સામે સવાલો ઉભા કરે છે અને રાજકોટમાં જયેશ રાદડિયા તથા પૂર્વ મંત્રી વચ્ચેની ખેંચાણ જગજાહેર છે. ભાજપે કોંગ્રેસને સલાહ આપવાના બદલે પોતાના અંદર પહેલા નજર કરવી જોઈએ,કારણ કે ભાજપમાં નવા-જૂના વચ્ચે હરિફાઈ ચાલે છે અને જનતા બધું જ જોઈ રહી છે કે કોને કેવી રીતે આશીર્વાદ આપવા તે આખરે જનતા જ નક્કી કરશે.ગુલાબસિંહ અને ગેનીબેન સામે આક્ષેપબનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના પૂર્વ ઉપપ્રમુખ મુકેશ ચૌહાણે જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત તેમજ સાંસદ ગેનીબેન ઠાકોર સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે.મુકેશ ચૌહાણે આક્ષેપ કર્યો છે કે ગુલાબસિંહ રાજપૂતને જિલ્લા પ્રમુખ બન્યાને એક વર્ષ થયું હોવા છતાં સંગઠન વિના જ તાલુકા-જિલ્લા પંચાયતની ચૂંટણીઓ યોજાઈ હતી જેમાં પાર્ટીને નુકસાન થયું હતું અને સિનિયર આગેવાનોને ટાળીને માત્ર રબર સ્ટેમ્પ તથા વ્હાલા દવાલાની નીતિ અપનાવીને નિયુક્તિઓ કરાઈ હોવાને કારણે જિલ્લામાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે.લોકસભાની ચૂંટણીમાં સમગ્ર બનાસકાંઠા અને વાવ-થરાદની જનતાએ ગેનીબેનને જીતાડ્યા છે, પરંતુ જો તેઓ પોતાના કહ્યાગરા લોકોને જ લઈને ચાલશે તો પાર્ટી કેવી રીતે આગળ વધશે?ગેનીબેન આ મામલે પોતાની જવાબદારીમાંથી છટકી શકે નહીં અને આ રાજીનામાં અપાવીને પાર્ટી પર પ્રેશર બનાવવાનો ખેલ ચાલી રહ્યો છે.આ પણ વાંચોઃ Gujarat Weather News: રાજ્યમાં આજે પણ આ વિસ્તારોમાં ધોધમાર વરસાદની આગાહી, જાણો ક્યારે મેઘરાજા વિરામ લેશે?

Read Full Story arrow_forward