android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
West Bengal Politics: TMCના 17 સાંસદો ભાજપમાં જોડાશે?, ભાજપે કરી સ્પષ્ટતા
calendar_today September 15, 2026

West Bengal Politics: TMCના 17 સાંસદો ભાજપમાં જોડાશે?, ભાજપે કરી સ્પષ્ટતા

West Bengal Politics: પશ્ચિમ બંગાળમાં 17 સાંસદોના ભાજપ પ્રવેશના દાવાથી રાજકીય ગરમાવો વધ્યો છે. બળવાખોર સાંસદે દાવો કર્યો કે મમતા બેનર્જીની TMCના 17 સાંસદો પાર્ટી છોડીને NCPIમાં વિલય કરવાની તૈયારીમાં છે. જોકે, ભાજપે આ દાવાને ફગાવતા હાલ કોઈ નવા નેતા કે સાંસદને પાર્ટીમાં લેવાની યોજના ન હોવાનું જણાવ્યું છે.ભાજપે 17 સાંસદોના દાવાને ફગાવ્યોપશ્ચિમ બંગાળ ભાજપના અધ્યક્ષ શમિક ભટ્ટાચાર્યએ આ અટકળો પર સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું કે માત્ર કોઈ વ્યક્તિ ભાજપમાં જોડાવાની ઇચ્છા વ્યક્ત કરે એટલે પાર્ટી તેને સામેલ કરી લે તેવું નથી. બાસુનિયાના દાવા પર કટાક્ષ કરતાં તેમણે પૂછ્યું કે તેઓ જે ભાજપની વાત કરી રહ્યા છે, શું તે ‘મંગળ ગ્રહવાળી ભાજપ’ છે?TMC અને NCPIમાંથી કોઈ ભાજપમાં નહીં આવેતેમણે કહ્યું, “મારી જાણકારી પ્રમાણે તૃણમૂલ અથવા NCPIમાંથી કોઈ પણ ભાજપમાં સામેલ થઈ રહ્યું નથી. રાજ્યના લોકો એ ભૂલ્યા નથી કે તૃણમૂલના શાસન દરમિયાન આ નેતાઓ અને સાંસદોએ કેવા પ્રકારના અત્યાચાર કર્યા હતા.”શું સ્થાનિક ચૂંટણી છે કારણ?આ સમગ્ર ઘટનાક્રમ એવા સમયે સામે આવ્યો છે, જ્યારે પશ્ચિમ બંગાળમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવાની છે. સપ્ટેમ્બરની શરૂઆતમાં શમિક ભટ્ટાચાર્યએ NCPI અંગે કહ્યું હતું કે, આ તાજેતરમાં રચાયેલી નવી પાર્ટી છે. NCPIએ તૃણમૂલ કોંગ્રેસના ચૂંટણી ચિહ્ન પર ચૂંટણી લડી હતી અને જીત મેળવી હતી. ત્યારબાદ તે NDAમાં સામેલ થઈ છે અને તેનું સ્વાગત કરવામાં આવ્યું છે. જોકે, ભટ્ટાચાર્યએ કહ્યું હતું કે આ સમગ્ર પ્રક્રિયા દિલ્હીમાં થઈ છે, જે કોલકાતાથી લગભગ 1,500 કિલોમીટર દૂર છે, તેથી તેની અસર કોલકાતા સુધી પહોંચવામાં સમય લાગશે.ભાજપે પોતાના દમ પર ચૂંટણી લડીશમિક ભટ્ટાચાર્યએ કહ્યું, “ભાજપે પશ્ચિમ બંગાળમાં પોતાના દમ પર ચૂંટણી લડી અને સત્તા સુધી પહોંચી છે. ન તો કોઈની કૃપાથી, ન કોઈના આશીર્વાદથી અને ન પોતાની વિચારધારા સાથે સમાધાન કરીને.” સોમવારે ભાજપના પ્રવક્તા દેવજીત સરકારે કહ્યું, “NCPI સાંસદના નિવેદન માટે ભાજપને જવાબદાર ઠેરવી શકાય નહીં.” હકીકતમાં, સાંસદ જગદીશચંદ્ર બાસુનિયાએ દાવો કર્યો હતો કે દુર્ગા પૂજા પહેલાં અથવા પછી 17 સાંસદ ભાજપમાં જોડાઈ શકે છે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે સાંસદોએ પક્ષપલટા બદલ અયોગ્ય ઠરાવવાની કાર્યવાહીથી બચવા માટે આ નિર્ણય લીધો છે.બળવાખોર સાંસદો તક માંગી રહ્યા છેબળવાખોર નેતાઓએ સાથે મળીને ચૂંટણી લડવાની માંગ કરી છે. સાથે જ ગઠબંધન થવાનો દાવો પણ કર્યો છે. બળવાખોર સાંસદોમાં સામેલ વરિષ્ઠ નેતા કાકોલી ઘોષ દસ્તીદારે કહ્યું હતું, “અમે NDAમાં સામેલ સૌથી મોટા પક્ષ છીએ. તેથી ચૂંટણી દરમિયાન અમે NDAના સભ્યો તરીકે ચૂંટણી લડીશું. આવી સ્થિતિમાં અમારે ભાજપ સાથે ગઠબંધન કરવું પડશે. ચૂંટણી નજીક આવશે ત્યારે આ અંગે નિર્ણય લેવામાં આવશે, પરંતુ ગઠબંધન થવાની સંપૂર્ણ શક્યતા છે.”20 બળવાખોર સાંસદોઆ બળવાખોર સાંસદોમાં કોકોલી ઘોષ દસ્તીદાર, સુદીપ બંદોપાધ્યાય, સાયોની ઘોષ, યુસુફ પઠાણ, શતાબ્દી રોય, અબુ તાહેર સહિત 20 નામ સામેલ છે. ખાસ વાત એ છે કે ત્રણ મુસ્લિમ સાંસદો પહેલેથી જ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે તેઓ ભાજપમાં નહીં જાય અને NDAને સમર્થન આપી રહ્યા છે. તાહેરે દાવો કર્યો છે કે તેઓ, યુસુફ પઠાણ અને ખલીલુર રહેમાન ભાજપમાં સામેલ નહીં થાય.આ પણ વાંચો: અભિષેક બેનર્જીની મુશ્કેલી વધી, મંગળવારે હાજર થવા આદેશ

Read Full Story arrow_forward
Disha Salian Case: FIR બાદ ભડક્યા Sanjay Raut, CBI તપાસને લઈને ઉઠાવ્યા સવાલ
calendar_today September 15, 2026

Disha Salian Case: FIR બાદ ભડક્યા Sanjay Raut, CBI તપાસને લઈને ઉઠાવ્યા સવાલ

દિશા સાલિયાન કેસમાં CBIની FIRને લઈને શિવસેના UBTના નેતા સંજય રાઉતની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે હાઈકોર્ટનો સીધો આદેશ છે કે જ્યાં સુધી કોઈ વ્યક્તિ સામે સીધો આરોપ સાબિત ન થાય ત્યાં સુધી તેને આરોપી માનવામાં આવતો નથી અને FIRમાં તેનું નામ પણ આવતું નથી. તેમણે કહ્યું કે આ FIR અજાણ્યા લોકો સામે નોંધવામાં આવી છે.'સૌથી લોકપ્રિય રાજકીય પરિવારને બદનામ કરવાનું ષડયંત્ર'આગળ તેમણે કહ્યું, "2 દિવસ પહેલાં દેશના ગૃહમંત્રી મહારાષ્ટ્ર આવ્યા હતા. તેમની સાથે અન્ય એક નેતા 1 કલાક સુધી બેઠા હતા. બંને એક જ કારમાં ગયા હતા. ત્યારબાદ FIRમાં નામ ઉમેરવામાં આવ્યા છે. આ એક રાજકીય ષડયંત્ર છે. મહારાષ્ટ્રના સૌથી લોકપ્રિય રાજકીય પરિવારને બદનામ કરવાનો પ્રયાસ છે. અમે લડીશું અને અમારી લડાઈ ચાલુ રહેશે. અમે બતાવીશું કે મહારાષ્ટ્ર અને અમારી વિરુદ્ધ કેવા પ્રકારનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે."'કેન્દ્રીય એજન્સીઓનો ખોટો ઉપયોગ થઈ રહ્યો છે'આ મામલે રાજકારણ થઈ રહ્યું છે કે કેમ, એવા સવાલના જવાબમાં સંજય રાઉતે કહ્યું, "ચોક્કસ રાજકારણ થઈ રહ્યું છે. આ દબાણ છે અને અનૈતિક દબાણ છે. કેન્દ્રીય એજન્સીઓનો ખોટો ઉપયોગ થઈ રહ્યો છે."'CBI તપાસનો ઉપયોગ આદિત્ય ઠાકરેને નિશાન બનાવવા માટે થઈ રહ્યો છે'સંજય રાઉતે કહ્યું, "જે રીતે આ મામલો કોર્ટમાં લઈ જવામાં આવ્યો અને કોર્ટે કેસ CBIને સોંપવાનો આદેશ આપ્યો, તે આખું એક ષડયંત્ર છે. કોર્ટે સ્પષ્ટપણે CBI તપાસ કરાવવાનું કહ્યું છે, પરંતુ કોઈનું નામ ન લેવાનો નિર્દેશ આપ્યો છે. તેમ છતાં મીડિયામાં નામ લેવામાં આવી રહ્યાં છે."તેમણે દાવો કર્યો કે CBI તપાસનો ઉપયોગ આદિત્ય ઠાકરેને નિશાન બનાવવા માટે કરવામાં આવી રહ્યો છે. આદિત્ય ઠાકરે વિવિધ જનમુદ્દાઓને લઈને દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વવાળી મહારાષ્ટ્ર સરકાર પર સતત સવાલ ઉઠાવી રહ્યા છે.આ સાથે જ તેમણે આરોપ લગાવ્યો કે તેનો હેતુ મરાઠા અનામત માટે આંદોલન કરી રહેલા કાર્યકર મનોજ જરાંગેના આંદોલન પરથી લોકોનું ધ્યાન હટાવવાનો અથવા સંસદમાં સીમાંકન બિલના સમર્થન માટે શિવસેના UBT પર દબાણ બનાવવાનો પણ હોઈ શકે છે.

Read Full Story arrow_forward
Ghaziabad : મધરાતે ઘરની બહાર મરચાંનો ધુમાડો કરી પરિવારને બાનમાં લીધું, આતંક મચાવી લૂંટારાઓએ આચરી સનસનીખેજ લૂંટ
calendar_today September 15, 2026

Ghaziabad : મધરાતે ઘરની બહાર મરચાંનો ધુમાડો કરી પરિવારને બાનમાં લીધું, આતંક મચાવી લૂંટારાઓએ આચરી સનસનીખેજ લૂંટ

ગાઝિયાબાદના ભોજપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કલછીના ગામમાં મધરાતે 5થી 6 લૂંટારાઓએ એક પરિવારને લગભગ 2 કલાક સુધી બંધક બનાવી લૂંટ ચલાવી હોવાની સનસનીખેજ ઘટના સામે આવી છે. પરિવારના જણાવ્યા મુજબ, લૂંટારાઓએ પહેલાં ઘરની બહાર કપડામાં મરચાં બાંધી આગ લગાવી હતી, જેના કારણે ધુમાડો ઘરમાં ફેલાયો હતો.મરચાંના ધુમાડાથી પરિવાર પરેશાનમરચાંનો ધુમાડો ઘરમાં ફેલાતા પરિવારના સભ્યોની આંખોમાં ભારે બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી. બાળકો ઘરમાં આગ લાગી હોવાનું કહેતા મહિલાએ દરવાજો ખોલ્યો હતો. આ તકનો લાભ લઈ બહાર ઊભેલા લૂંટારાઓ જબરદસ્તી ઘરમાં ઘૂસી ગયા હતા.પરિવારને ઘેરી મારપીટ કરીકલછીનામાં રહેતા સદ્દામ પોતાની પત્ની અફરોજી અને 6 બાળકો સાથે ઘરમાં સૂતા હતા. આરોપ છે કે લૂંટારાઓએ સદ્દામના હાથ બાંધી પરિવારને ઘેરી લીધો હતો અને મારપીટ કરી હતી. મહિલાના જણાવ્યા મુજબ, બદમાશોએ ધારદાર હથિયારથી હુમલો કર્યો હતો, જેમાં બચાવ કરતી વખતે તેના હાથમાં ઈજા થઈ હતી.10 કિલો ચાંદી અને રૂ.5 લાખની માંગલૂંટારાઓએ ઘરમાં રૂ.5 લાખ રોકડા અને 10 કિલો ચાંદી હોવાની માહિતી મળ્યાનું કહી પૂછપરછ કરી હતી. પરિવારે આવી કોઈ રકમ કે ચાંદી હોવાનો ઇનકાર કર્યો હતો, છતાં તેમણે આખું ઘર ખંગાળ્યું હતું.પરિવારના આક્ષેપ મુજબ, બદમાશો મહિલાના કાનના કુંડળ, વીંટી, હાથના કડા, પુત્રીના લગ્ન માટે રાખેલા દાગીના, રોકડ અને અન્ય સામાન લૂંટી ફરાર થઈ ગયા હતા.પોલીસ દ્વારા CCTV તપાસ શરૂઘટનાની જાણ થતાં ભોજપુર પોલીસ સ્થળ પર પહોંચી હતી અને પરિવાર પાસેથી માહિતી મેળવી ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું હતું. પોલીસ આસપાસના CCTV કેમેરાની ફૂટેજ તપાસી રહી છે અને તસ્કરોની ઓળખ માટે પ્રયાસ કરી રહી છે. પોલીસના જણાવ્યા મુજબ, ટૂંક સમયમાં સમગ્ર ઘટનાનો ખુલાસો કરવામાં આવશે.  આ પણ વાંચો  :    Surat : પતિએ પત્નીને જ ‘વાઈફ સ્વેપિંગ’ માટે ધકેલી, દેરાણી બોલી- ‘આ તો આજકાલ કોમન છે’

Read Full Story arrow_forward