Ahmedabad : રામોલમાં મિલકતના ઝઘડામાં ધડાધડ ફાયરિંગ, BSFના ASIએ બે રાઉન્ડ ગોળીબાર કર્યો, ભાઈ સાથે ધરપકડ
અમદાવાદના રામોલ વિસ્તારમાં વારસાઈ મિલકતના વિવાદમાં પરિવારજનો વચ્ચે સમાધાન કરાવવા મળેલી બેઠક દરમિયાન ફાયરિંગની ઘટના સામે આવી છે. તક્ષશીલા સ્કૂલ બહાર જાહેર રોડ પર થયેલા ગોળીબારમાં રાજેશ પ્રજાપતિ નામના વ્યક્તિને ડાબી સાથળમાં ગોળી વાગી હતી. સમગ્ર મામલે રામોલ પોલીસે BSFમાં ASI તરીકે ફરજ બજાવતા પ્રમોદ પ્રજાપતિ અને તેના ભાઈ પવન પ્રજાપતિની ધરપકડ કરી છે.બે વર્ષથી ચાલી રહ્યો હતો વારસાઈ મિલકતનો વિવાદફરિયાદ મુજબ, આશિષ પ્રજાપતિ અને તેના સગા ભાઈઓ પ્રમોદ તથા પવન પ્રજાપતિ વચ્ચે પિતાની વારસાઈમાં આવેલી બે ટેનામેન્ટ જેવી મિલકતના દસ્તાવેજોને લઈને છેલ્લા આશરે બે વર્ષથી વિવાદ ચાલી રહ્યો હતો. આ મામલે સમાધાન કરાવવા માટે પરિવાર અને સમાજના લોકો તક્ષશીલા સ્કૂલ પાસે ભેગા થયા હતા.સમાધાનની બેઠકમાં મારામારીસમાધાન માટે પહોંચેલા આશિષ પ્રજાપતિ સાથે તેની પત્ની ચાંદની, સાસુ સુનિતાબેન, મામા સસરા ભજનલાલ અને અન્ય પરિવારજનો હાજર હતા. આ દરમિયાન પ્રમોદ, પવન અને એક અજાણ્યો વ્યક્તિ વાંદળી રંગની કારમાં ત્યાં પહોંચ્યા હતા. ફરિયાદ મુજબ, પવન પ્રજાપતિએ આશિષને કારમાંથી નીચે ઉતારી તેની સાથે મારામારી શરૂ કરી હતી.ભજનલાલ તરફ બંદૂક તાકીઆશિષની પત્ની ચાંદની અને સાસુ સુનિતાબેન વચ્ચે પડતાં તેમની સાથે પણ મારામારી કરવામાં આવી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. ઝઘડો છોડાવવા ભજનલાલ વચ્ચે પડ્યા ત્યારે પ્રમોદ પ્રજાપતિ બારબોર બંદૂક લઈને કારમાંથી નીચે આવ્યો હતો અને ભજનલાલ તરફ બંદૂક તાકી હતી.બંદૂક જોઈને પકડવાનો પ્રયાસ, પછી બે રાઉન્ડ ફાયરિંગબંદૂક જોઈને રાજેશ પ્રજાપતિ અને ભજનલાલે પ્રમોદને પકડી લેવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આ દરમિયાન પ્રમોદે બારબોર બંદૂકમાંથી બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. એક ગોળી રાજેશ પ્રજાપતિના ડાબા પગની સાથળમાં વાગીને આરપાર નીકળી ગઈ હતી, જ્યારે બીજી ગોળી કોઈને વાગી નહોતી.આસપાસના લોકો ભેગા થઈ ગયા ફાયરિંગ થતાં આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને પ્રમોદ પાસેથી બંદૂક લઈ લેવામાં આવી હતી. ત્યારબાદ પોલીસ અને 108ને જાણ કરવામાં આવતા રાજેશ સહિત અન્ય ઇજાગ્રસ્તોને સારવાર માટે એલ.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.BSFના બે ભાઈઓની ધરપકડરાજેશ પ્રજાપતિની ફરિયાદના આધારે રામોલ પોલીસે પ્રમોદ રામપ્રસાદ પ્રજાપતિ અને પવન રામપ્રસાદ પ્રજાપતિ વિરુદ્ધ ગુનો નોંધી બંનેની ધરપકડ કરી છે. પોલીસે ફાયરિંગમાં વપરાયેલી બારબોર બંદૂક પણ કબજે કરી છે.બંને ભાઈઓ પશ્ચિમ બંગાળમાં BSFમાં છેમહત્વનું છે કે પ્રમોદ પ્રજાપતિ BSFમાં ASI તરીકે અને પવન પ્રજાપતિ BSFમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. બંને ભાઈઓ પશ્ચિમ બંગાળમાં BSFમાં નોકરી કરતા હોવાનું સામે આવ્યું છે. હાલ રામોલ પોલીસ મિલકતના દસ્તાવેજો, જૂના વિવાદ, ફાયરિંગની સમગ્ર ઘટના અને અન્ય સંડોવાયેલા લોકોની ભૂમિકા અંગે વધુ તપાસ કરી રહી છે. આ પણ વાંચો : Surat : પતિએ પત્નીને જ ‘વાઈફ સ્વેપિંગ’ માટે ધકેલી, દેરાણી બોલી- ‘આ તો આજકાલ કોમન છે’
Read Full Story arrow_forward