android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
AAPના ધારાસભ્ય મેહરાજ મલિકની મુશ્કેલી વધી, પોલીસે કસ્ટડીમાં લીધા
calendar_today September 15, 2026

AAPના ધારાસભ્ય મેહરાજ મલિકની મુશ્કેલી વધી, પોલીસે કસ્ટડીમાં લીધા

Jammu and Kashmir Politics: જમ્મુ-કાશ્મીરના ડોડાથી આમ આદમી પાર્ટી (AAP)ના એકમાત્ર ધારાસભ્ય મેહરાજ મલિકની મુશ્કેલીઓ વધી છે. ડોડા જિલ્લા કોર્ટે એક જૂના કેસમાં સુનાવણી દરમિયાન હાજર ન રહેવા બદલ તેમના વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ (NBW) જારી કર્યું હતું. કોર્ટના આદેશ બાદ પોલીસે મંગળવારે મેહરાજ મલિકને કસ્ટડીમાં લીધા અને ડોડા જિલ્લા કોર્ટમાં રજૂ કર્યા.જૂના કેસમાં આરોપ નક્કીડોડાની મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ (CGM) કોર્ટે AAP નેતા મેહરાજ મલિક વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું. કેસની સુનાવણી દરમિયાન કોર્ટે જૂના કેસમાં મેહરાજ મલિક વિરુદ્ધ આરોપ નક્કી કર્યા છે. હવે આ કેસમાં આગળની કાયદાકીય કાર્યવાહી ચાલુ રહેશે. મેહરાજ મલિકે 2024ની જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં ડોડા બેઠક પરથી જીત મેળવી હતી.કોર્ટના આદેશ બાદ પોલીસે કસ્ટડીમાં લીધાડોડાના AAP ધારાસભ્ય મેહરાજ મલિકને પોલીસે પોતાની તરફથી કોઈ નવા કેસમાં કાર્યવાહી કરીને કસ્ટડીમાં લીધા નથી. તેમને કોર્ટ દ્વારા જારી કરવામાં આવેલા બિનજામીનપાત્ર વોરંટના આધારે કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.એપ્રિલમાં PSA કેસમાં મળી હતી રાહતઆ પહેલા એપ્રિલ 2026માં જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ હાઈકોર્ટે AAP નેતા મેહરાજ મલિકને મોટી રાહત આપી હતી. કોર્ટે તેમના વિરુદ્ધ લગાવવામાં આવેલા પબ્લિક સેફ્ટી એક્ટ (PSA)ને રદ કર્યો હતો. કોર્ટે તેમની અટકાયતને ગેરકાયદેસર ગણાવીને તેને રદ કરી હતી. AAP નેતા અને ડોડાના ધારાસભ્ય તરીકે આ મામલો તે સમયે પણ ચર્ચામાં રહ્યો હતો.BJP ઉમેદવારને 4,538 મતથી હરાવ્યામેહરાજ મલિકનો તેમના વિધાનસભા વિસ્તારમાં સારો પ્રભાવ છે અને તેઓ ડોડામાં ખાસા લોકપ્રિય પણ છે. આ જ કારણસર તેમણે 2024ની જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં ડોડા બેઠક પરથી મોટી જીત મેળવી હતી. મેહરાજ મલિકે ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ગજય સિંહ રાણાને લગભગ 4,538 મતના અંતરથી હરાવ્યા હતા. મેહરાજ મલિકને 23,228 મત મળ્યા હતા, જ્યારે ભાજપના ઉમેદવારને 18,690 મત મળ્યા હતા.AAPનું જમ્મુ-કાશ્મીરમાં ખુલ્યું ખાતુંજમ્મુ-કાશ્મીરની સત્તારૂઢ પાર્ટી નેશનલ કોન્ફરન્સ ચૂંટણીમાં ત્રીજા સ્થાને રહી હતી. મેહરાજ મલિકની જીત સાથે જ કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં આમ આદમી પાર્ટીનું ખાતું ખુલ્યું હતું. જોકે, હવે જૂના કેસમાં બિનજામીનપાત્ર વોરંટ બાદ AAP ધારાસભ્ય ફરી એકવાર મુશ્કેલીમાં ફસાયેલા જોવા મળી રહ્યા છે.આ પણ વાંચો: TMCના 17 સાંસદો ભાજપમાં જોડાશે?, ભાજપે કરી સ્પષ્ટતા

Read Full Story arrow_forward
Delhi : 24 કલાકથી વધુ ફ્લાઇટ મોડી પડતાં મુસાફરોનો રોષ ભભૂક્યો, IGI એરપોર્ટ પર SpiceJet વિરુદ્ધ જોરદાર વિરોધ
calendar_today September 15, 2026

Delhi : 24 કલાકથી વધુ ફ્લાઇટ મોડી પડતાં મુસાફરોનો રોષ ભભૂક્યો, IGI એરપોર્ટ પર SpiceJet વિરુદ્ધ જોરદાર વિરોધ

દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર SpiceJetની બે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં 24 કલાકથી વધુનો વિલંબ થતાં મુસાફરોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો. દિલ્હીથી દુબઈ જતી ફ્લાઇટ SG 5111 અને SG 5105ના મુસાફરોએ એરપોર્ટ પર જોરદાર નારેબાજી કરી એરલાઇન્સ સામે વિરોધ નોંધાવ્યો હતો.બે ફ્લાઇટના શેડ્યૂલમાં મોટો ફેરફારફ્લાઇટ SG 5111ને 14 સપ્ટેમ્બરની સવારે 7:45 વાગ્યે ટેકઓફ કરવાનું હતું. જોકે, તેને રી-શેડ્યૂલ કરીને 15 સપ્ટેમ્બરની સવારે 9 વાગ્યે કરવામાં આવી હતી. તે જ રીતે, 14 સપ્ટેમ્બરની સાંજે 6:45 વાગ્યે ઉપડનારી ફ્લાઇટ SG 5105ને 15 સપ્ટેમ્બરની બપોરે 12:30 વાગ્યે રવાના કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આટલા લાંબા વિલંબને કારણે મુસાફરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.એરપોર્ટ પર જ ફસાયા મુસાફરોમળતી માહિતી મુજબ, બંને ફ્લાઇટના મુસાફરો 14 સપ્ટેમ્બરથી જ IGI એરપોર્ટના ટર્મિનલ પર અટવાયેલા હતા. 15 સપ્ટેમ્બરે પણ મુસાફરોનો વિરોધ ચાલુ રહ્યો હતો.કોઈ સ્ટાફ સ્થળ પર હાજર નહોતોમુસાફરોનો આક્ષેપ હતો કે પરિસ્થિતિ સંભાળવા માટે SpiceJetનો કોઈ સ્ટાફ સ્થળ પર હાજર નહોતો. મુસાફરોએ રહેવાની વ્યવસ્થા, યોગ્ય માહિતી અને સમયસર મદદની માંગ કરી હતી.DIAL અને એરપોર્ટ સ્ટાફે કરી મદદમુસાફરોની મુશ્કેલી જોતા IGI એરપોર્ટ અને DIALના કર્મચારીઓએ આગળ આવી ખાવા-પીવાની વસ્તુઓ, પાણી અને આરામ કરવાની જગ્યા જેવી વ્યવસ્થા કરી હતી. સામે આવેલા વીડિયોમાં મુસાફરો એરપોર્ટ પર તેમના રોકાણની યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ કરતા જોવા મળ્યા હતા.SpiceJetએ આપી ટેક્નિકલ ખામીની સફાઈવિવાદ વધતા SpiceJetએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે દિલ્હીથી દુબઈ જતી બંને ફ્લાઇટ એક વિમાનમાં ટેક્નિકલ ખામી સર્જાતા ગ્રાઉન્ડેડ હોવાને કારણે મોડી પડી હતી. એરલાઇન્સે અસરગ્રસ્ત મુસાફરો માટે વૈકલ્પિક ફ્લાઇટની વ્યવસ્થા કરવાની ખાતરી આપી છે. સાથે જ મુસાફરોને થયેલી અસુવિધા ઘટાડવા માટે શક્ય તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવાનો દાવો કર્યો છે.   આ પણ વાંચો    :    Surat : પતિએ પત્નીને જ ‘વાઈફ સ્વેપિંગ’ માટે ધકેલી, દેરાણી બોલી- ‘આ તો આજકાલ કોમન છે’

Read Full Story arrow_forward
Ahmedabad News: કોને પૂછીને બસ વરસાદી પાણીમાં ઉભી રાખી તેનો ખુલાસો માંગીશું : AMTSના ચેરમેનનું નિવેદન
calendar_today September 15, 2026

Ahmedabad News: કોને પૂછીને બસ વરસાદી પાણીમાં ઉભી રાખી તેનો ખુલાસો માંગીશું : AMTSના ચેરમેનનું નિવેદન

છેલ્લા બે દિવસથી રાજ્યમાં ભારે વરસાદ ખાબક્યો છે. ગઈકાલે રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘ મહેર થઈ હતી. બીજી તરફ સ્માર્ટ સિટી કહેવાતા અમદાવાદમાં શાસકો અને અધિકારીઓની મોટી બેદરકારી સામે આવી હતી. જુલાઈમાં થયેલા વરસાદથી બોધ પાઠ નહીં લેતા ગઈકાલના વરસાદમાં પણ શહેર પાણીમાં ડૂબ્યું હતું.સવારથી જ વરસાદ શરૂ થતાં સ્કૂલ બસો પણ વરસાદી પાણીમાં ફસાઈ હતી.આ ઉપરાંત એએમટીએસની બસો પણ રસ્તા પર ભરાઈ ગયેલા પાણીમાં બંધ પડી ગઈ હતી. બસના ડ્રાઈવરોએ બંધ પડેલી બસ પાણીમાં જ ઉભી કરી દેતા મુસાફરો રોષે ભરાયા હતાં.ધારાસભ્યએ આ બાબતે સવાલ ઉઠાવતાં જ પદાધિકારીએ ખુલાસો કર્યો હતો. AMTS ચેરમેન દ્વારા નિવેદન આપવામાં આવ્યુંઅમદાવાદ શહેરમાં ભારે વરસાદને કારણે ભરાયેલા પાણીમાં AMTSની ઇલેક્ટ્રિક બસ થંભી જવાના મામલે પદાધિકારીઓ દ્વારા સ્પષ્ટતાઓ કરવામાં આવી છે.સ્થાનિક ધારાસભ્ય અમિત શાહ દ્વારા સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરીને AMC અને તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા.જેના પગલે AMTS ચેરમેન દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે.ચેરમેને જણાવ્યું હતું કે મુસાફરોની સલામતીના ભાગરૂપે જ બસને થોભાવવામાં આવી હતી કારણ કે આગળ જતા પાણીનું સ્તર વધવાની શક્યતા હોઈ શકે તેમ હતી.આ મામલે કોઈપણ પ્રકારના પૂર્વ સંકલન વિના અચાનક બસ ઉભી રાખવા બદલ સંબંધિત બસ ઓપરેટર કંપનીને નોટિસ ફટકારવામાં આવશે અને સ્પષ્ટતા માગવામાં આવશે તેવું પણ જણાવ્યું છે. ધારાસભ્યએ સવાલો કરતાં તંત્ર ફસાયુશહેરના વાસણા વિસ્તારમાં AMTSની અંદાજે ચાર બસો પાણીમાં બંધ કરીને મૂકી દેવા સામે એલિસબ્રિજના સત્તાપક્ષના ધારાસભ્ય અને પૂર્વ મેયરે પ્રશ્ન ઉઠાવતાં મ્યુનિ.તંત્ર ફસાઈ ગયું હતું.વાસણામાં ઇલેક્ટ્રિક AMTSની બસો બંધ કરીને મૂકી દેવાઇ હતી. શરૂઆતમાં લાગ્યું કે, ઇલેક્ટ્રિક બસમાં ટેકનિકલ સમસ્યા લાગે છે.પરંતુ એલિસબ્રિજના ધારાસભ્ય અને પૂર્વ મેયરે તપાસ કરતાં બસ ચાલકે કહ્યું કે, પાણી ભરાઈ ગયાં છે એટલે ઉપરથી ઇલેક્ટ્રિક બસ બંધ રાખીને ઊભી રાખવાનો આદેશ છે.ધારાસભ્યએ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે, એક ફૂટ પાણીમાં ઇલેક્ટ્રિક બસ ચાલી શકતી નથી તો ખરીદવાની ક્યાં જરૂર છે ? જેના જવાબમાં AMTS વિભાગ ગોળ ગોળ જવાબ આપી છટકી ગયું હતું.બીજી તરફ સ્કૂલ બસની બે ઘટના બની હતી, જેમાં શેલામાં બસ પાણીમાં ફસાતાં બાળકોનું રેસ્કયુ કરાયું હતું,જ્યારે મકરબામાં બસ ખાડામાં ઊતરી ગઈ હતી.આ પણ વાંચોઃ Ahmedabad News: એક ફૂટ પાણીમાં AMCની ઈલેક્ટ્રીક બસો દોડતી નથી તો ખરીદવાની ક્યાં જરૂર છે: ધારાસભ્યનો સવાલ

Read Full Story arrow_forward