android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Suratના વરાછામાં મહાદેવ મંદિરમાં ગટરના પાણી ફરી વળ્યાં: શિવલિંગ સુધી ગંદકી પહોંચતાં દર્શન બંધ
calendar_today September 15, 2026

Suratના વરાછામાં મહાદેવ મંદિરમાં ગટરના પાણી ફરી વળ્યાં: શિવલિંગ સુધી ગંદકી પહોંચતાં દર્શન બંધ

સુરતના વરાછા વિસ્તારમાંથી એક અત્યંત શરમજનક અને સ્થાનિક તંત્રની બેદરકારી છતી કરતી ઘટના સામે આવી છે. વરાછા ખાતે આવેલા પ્રસિદ્ધ જગદીશ્વર મહાદેવ મંદિર પરિસરમાં અચાનક ડ્રેનેજ લાઇન ઓવરફ્લો થતાં ગટરના દુર્ગંધયુક્ત ગંદા પાણી ભરાઈ ગયા છે. આ ગંદુ પાણી છેક મહાદેવના ગર્ભમાં આવેલા શિવલિંગ સુધી પહોંચી જતાં મંદિરના પૂજારી અને ટ્રસ્ટીઓ દ્વારા શ્રદ્ધાળુઓ માટે દર્શન સંપૂર્ણપણે બંધ કરવાની ફરજ પડી છે.તંત્ર અને સ્થાનિક કોર્પોરેટરની ઘોર ઉપેક્ષાઆ પવિત્ર સ્થળે સર્જાયેલી દયનીય સ્થિતિ અંગે સ્થાનિક રહિશો અને મંદિર સત્તાવાળાઓ દ્વારા વરાછા વિસ્તારના કોર્પોરેટર તેમજ સુરત મહાનગરપાલિકા (SMC) ના ઉચ્ચ અધિકારીઓને તાત્કાલિક ધોરણે રજૂઆતો કરવામાં આવી હતી. આમ છતાં, પાલિકાના બેદરકાર તંત્રના કાને જૂ પણ સરકી નથી અને પરિસ્થિતિ જસની તસ રહી છે. તંત્ર દ્વારા તાત્કાલિક કોઈ સકારાત્મક પગલાં ન લેવાતાં પાલિકાની કામગીરી સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.આસ્થા સાથે રમતથી શ્રદ્ધાળુઓમાં ભયંકર આક્રોશબારમાસી ઉત્સવો અને પવિત્ર દિવસોમાં શિવભક્તોની આસ્થા સાથે થઈ રહેલી આ ખુલ્લી મજાકથી સમગ્ર વરાછા વિસ્તારના લોકોમાં ભારે ગુસ્સો અને આક્રોશ વ્યાપી ગયો છે. વારંવારની રજૂઆતો છતાં નિરાકરણ ન આવતાં ભક્તોએ SMC સામે ભારે વિરોધ નોંધાવ્યો છે અને વહેલી તકે મંદિર પરિસરની સફાઈ કરી ગટરની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે ઉગ્ર માંગ કરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gandhinagar: સેક્ટર-૩ડીમાં રહેતી મહિલા પોલીસ કર્મીએ ઘરમાં પંખે દુપટ્ટો બાંધીને ગળેફાંસો ખાધો,આપઘાતનું કારણ હાલ અકબંધ
calendar_today September 15, 2026

Gandhinagar: સેક્ટર-૩ડીમાં રહેતી મહિલા પોલીસ કર્મીએ ઘરમાં પંખે દુપટ્ટો બાંધીને ગળેફાંસો ખાધો,આપઘાતનું કારણ હાલ અકબંધ

ગાંધીનગરના સેક્ટર-૩ડી વિસ્તારમાંથી એક અત્યંત ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. અહીં ભાડાના મકાનમાં એકલી રહેતી અમદાવાદ પોલીસની મહિલા કોન્સ્ટેબલે પોતાના ઘરમાં પંખે દુપટ્ટો બાંધીને ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. મકાનમાંથી તીવ્ર દુર્ગંધ આવવા લાગતાં આસપાસના સ્થાનિક રહીશોએ શંકાના આધારે તપાસ કરી હતી અને પોલીસને જાણ કરી હતી.સેક્ટર-૩ડીમાં મહિલા પોલીસ કર્મીનો આપઘાતબનાવની જાણ થતાં જ ગાંધીનગર સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મકાનનો દરવાજો ખોલી તપાસ કરતા મહિલા પોલીસ કર્મીનો મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યો હતો.પ્રાથમિક માહિતી અનુસાર, આપઘાત કરનાર યુવતી ડિવોર્સી હતા અને તેઓ અમદાવાદના શાહીબાગ પોલીસ હેડ ક્વાર્ટર્સ ખાતે પોલીસ કોન્સ્ટેબલ તરીકે પોતાની ફરજ બજાવતા હતા. તેઓ ગાંધીનગર સેક્ટર-૩ડી ખાતે ભાડાનું મકાન રાખીને રહેતા હતા.ઘરમાંથી મૃતદેહ મળતા તપાસ શરૂયુવતીએ કયા માનસિક તણાવ કે કારણોસર આ અંતિમ પગલું ભર્યું તે અંગેનું કારણ હાલ અકબંધ છે. પોલીસે ઘટનાસ્થળેથી જરૂરી પુરાવા એકઠા કરીને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે. સમગ્ર મામલે ગાંધીનગર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.આ પણ વાંચો: Rajkot: શહેરમાં 16 થી 21 સપ્ટેમ્બર સુધી 6 દિવસ પાણીકાપ; નર્મદા પાઇપલાઇનમાં મેન્ટેનન્સની કામગીરી

Read Full Story arrow_forward
Rajpal Yadav Cheque Bounce Case: રાજપાલ યાદવને વધુ એક ચાન્સ, ચેક બાઉન્સ કેસમાં SCએ લીધો મહત્વ નિર્ણય
calendar_today September 15, 2026

Rajpal Yadav Cheque Bounce Case: રાજપાલ યાદવને વધુ એક ચાન્સ, ચેક બાઉન્સ કેસમાં SCએ લીધો મહત્વ નિર્ણય

સુપ્રીમ કોર્ટે ચેક-બાઉન્સના કેસમાં બોલિવૂડ અભિનેતા રાજપાલ યાદવને અંતિમ તક આપી છે. જસ્ટિસ સૂર્યકાંતના નેતૃત્વ હેઠળની બેન્ચે યાદવને બે અઠવાડિયાની અંદર સુપ્રીમ કોર્ટની રજિસ્ટ્રીમાં ઓછામાં ઓછા ₹2 કરોડ જમા કરાવવાનો નિર્દેશ આપ્યો છે.રાજપાલ યાદવને છે 5 કરોડનું દેવુ   'મુરલી પ્રોડક્શન્સ'ના માલિક સાથેના વિવાદમાં યાદવે કુલ ₹5 કરોડ ચૂકવવાના બાકી છે. કોર્ટે ટિપ્પણી કરી હતી કે યાદવનું ભૂતકાળનું વર્તન વિશ્વાસપાત્ર રહ્યું નથી. તેમના વકીલે કોર્ટને ખાતરી આપી હતી કે ₹2 કરોડ જમા કરાવવામાં આવશે અને બાકીની રકમ માટે સુરક્ષા (સિક્યોરિટી) પૂરી પાડવામાં આવશે. બોલિવુડની જેમ કોર્ટમાં અભિનય જ કરે છે- જજ ન્યાયાધીશે અવલોકન કર્યું, કે તેમના ભૂતકાળના વર્તનને જોતા કોઈ તેમના પર કેવી રીતે વિશ્વાસ કરી શકે? તેઓ બોલિવૂડમાં ડ્રામા અને અભિનય કરવામાં નિષ્ણાત છે અને કોર્ટમાં પણ તેઓ એવું જ કરી રહ્યા છે.  કોર્ટે 5 ઓક્ટોબરે યોજાનારી આગામી સુનાવણી સુધી ધરપકડ સામેનું રક્ષણ લંબાવ્યું હતું, પરંતુ તેમને પોતાનો પાસપોર્ટ જમા કરાવવાનો આદેશ આપ્યો હતો. આ મામલાની આગામી સુનાવણી 5 ઓક્ટોબર, 2026ના રોજ નિર્ધારિત કરવામાં આવી છે.આ કેસ શું છે?આ કેસ વર્ષ 2010નો છે. મુરલી પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડે 'અતા પતા લાપતા' (Ata Pata Laapata) ફિલ્મ બનાવવા માટે રાજપાલ યાદવ, તેમની પત્ની અને તેમની પ્રોડક્શન કંપનીને અંદાજે ₹5 કરોડની લોન આપી હતી. ફિલ્મ રિલીઝ કરવામાં વિલંબ થયા બાદ, નાણાંની ચુકવણી અંગે એક સમજૂતી થઈ હતી; જોકે, કંપનીને આપવામાં આવેલા સાત ચેક બાઉન્સ થયા હતા.ત્યારબાદ, મુરલી પ્રોજેક્ટ્સે 'નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ' હેઠળ કેસ દાખલ કર્યો હતો. ટ્રાયલ કોર્ટે એપ્રિલ 2018માં રાજપાલ યાદવને દોષિત ઠેરવ્યા હતા અને સેશન્સ કોર્ટે 2024માં આ સજાને યથાવત રાખી હતી. 10 જુલાઈ, 2026ના રોજ દિલ્હી હાઈકોર્ટે પણ દરેક કેસ માટે ત્રણ મહિનાની જેલની સજા અને ₹1.35 કરોડના દંડના આદેશને યથાવત રાખ્યો હતો. રાજપાલ યાદવે સુપ્રીમ કોર્ટમાં આ ચુકાદાને પડકાર્યો છે. દિલ્હી હાઈકોર્ટે તેમને આ મામલામાં ત્રણ મહિનાની જેલની સજા સંભળાવી હતી જોકે, સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલી વચગાળાની રાહતને કારણે, હાલ પૂરતું તેમને જેલમાં જવું પડશે નહીં.

Read Full Story arrow_forward