android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Rajkot : શહેરના યંગસ્ટર્સ જીમ છોડી ઘોડે સવારી તરફ વળ્યા
calendar_today September 15, 2026

Rajkot : શહેરના યંગસ્ટર્સ જીમ છોડી ઘોડે સવારી તરફ વળ્યા

સવાર પડતાં જ મોટાભાગના ફ્ટિનેસ પ્રેમીઓ જીમ કે ગાર્ડનની વાટ પકડતા હોય છે, પરંતુ રાજકોટમાં ફ્ટિનેસ ક્ષેત્રે એક અનોખો અને રોમાંચક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. શહેરના અનેક નાગરિકો માટે સૂર્યોદય હવે 'ઘોડા'ની પીઠ પર થઈ રહ્યો છે. રાજકોટના પોપટપરા વિસ્તારમાં આવેલા સ્વ. આર.ડી. ઝાલા હોર્સ રાઈડિંગ ક્લબ (રાજકોટ ગ્રામ્ય પોલીસ હોર્સ રાઈડિંગ સ્કૂલ) ખાતે સૂર્ય ઊગે તે પહેલાં જ અશ્વસવારી શીખવા માટે યુવાનો અને ફ્ટિનેસ પ્રેમીઓનો જમાવડો જોવા મળે છે. રાજકોટ રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાય, જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર માર્ગદર્શન હેઠળ કાર્યરત આ ક્લબ હવે જિમ સંસ્કૃતિની વચ્ચે એક નવો ક્રેઝ બનીને ઉભરી આવી છે.અશ્વ તાલીમ શાળાના પોલીસ ઈન્સ્પેક્ટર યુવરાજસિંહ સરવૈયાના જણાવ્યા મુજબ, નાગરિકો માટે અહીં ત્રણ-ત્રણ માસના બેઝિક અને એડવાન્સ એમ બે કોર્સ ચલાવવામાં આવે છે. બેઝિક કોર્સમાં ઘોડાની નજીક જવાથી લઈને પ્રાથમિક સવારી શીખવવામાં આવે છે, જ્યારે એડવાન્સ કોર્સમાં વોકિંગ, ટ્રોટિંગ અને કેન્ટરિંગ જેવી સઘન સવારીની તાલીમ આપવામાં આવે છે. આ તાલીમ માટે 14 વર્ષથી વધુ વયની કોઈપણ સ્વસ્થ વ્યક્તિ જોડાવા માટે પાત્ર છે. વિદ્યાર્થીઓ માટે રૂ. 3,000 અને અન્ય નાગરિકો માટે રૂ. 6,000 ફી રાખવામાં આવી છે. દરેક બેચમાં સરેરાશ 30થી 40 તાલીમાર્થીઓ હોય છે, જેમાં 50 ટકા જેટલી સંખ્યા યુવાનોની રહે છે. હાલમાં વેકેશન અને બદલાતા ફ્ટિનેસ ટ્રેન્ડના કારણે જુલાઈથી શરૂ થયેલી બેચ બાદ પણ 125થી વધુ લોકોનું વેઈટિંગ લિસ્ટ બોલી રહ્યું છે, જેમાં ડોક્ટર્સથી લઈને ઉદ્યોગપતિઓનો સમાવેશ થાય છે. અશ્વસવારી માત્ર એક રમત કે સ્ટેટ્સ સિમ્બોલ નથી, પરંતુ શરીર માટે એક અત્યંત શક્તિશાળી 'ફુલ-બોડી વર્કઆઉટ' છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ 30 મિનિટની સવારીમાં સરેરાશ 150થી 300થી વધુ કેલેરી બર્ન થાય છે. ટેક્સાસ એ એન્ડ એમ યુનિવર્સિટીના અભ્યાસ મુજબ ઘોડેસવારી એ 30 મિનિટની મધ્યમ દોડ કે સાઈકલિંગ જેટલી જ ઉત્તમ કાર્ડિયોવાસ્ક્યુલર કસરત પૂરી પાડે છે. ઘોડાની ગતિ સાથે સંતુલન જાળવવાથી કોર મસલ્સ, લોઅર બેક અને સાથળના સ્નાયુઓ ટોન થાય છે તેમજ લીન મસલ માસ વધતાં શરીરનો મેટાબોલિક રેટ પણ ઊંચો જાય છે. આ ઉપરાંત પ્રકૃતિના સાનિધ્યમાં અશ્વ સાથેનો તાલમેલ મગજમાં એન્ડોર્ફ્નિ હોર્મોન મુક્ત કરે છે, જે માનસિક તણાવ મુક્ત કરીને આત્મવિશ્વાસ વધારવામાં મદદરૂપ બને છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabad : ટેક્સ પૂરો ભરીએ છીએ તો સુવિધા કેમ નહીં?' : સ્માર્ટ સિટીના નામે અબજોનો વેરો ઉઘરાવતું તંત્ર વરસાદી પાણી ઉલેચવામાં પણ નિષ્ફ્ળ
calendar_today September 15, 2026

Ahmedabad : ટેક્સ પૂરો ભરીએ છીએ તો સુવિધા કેમ નહીં?' : સ્માર્ટ સિટીના નામે અબજોનો વેરો ઉઘરાવતું તંત્ર વરસાદી પાણી ઉલેચવામાં પણ નિષ્ફ્ળ

સ્માર્ટસિટી અમદાવાદ માત્ર પાંચ-છ ઈંચ વરસાદમાં ગુજરાતના છેવાડાના એક ગામડા જેવી સ્થિતિમાં ફેરવાઈ જાય છે. વરસાદની સામે મ્યુનિસિપલ તંત્રની તમામ મશીનરી દમ તોડી દે છે. દર વર્ષે અબજો રૂપિયાનો વેરો ઉઘરાવી લેતું મ્યુનિસિપલ તંત્ર શહેરીજનોને વરસાદ સામે રક્ષણ પણ પૂરું પાડી શકતું નથી! ચોમાસામાં શહેરના અનેક વિસ્તારોનો પોશ વિસ્તાર હોવાનો ભ્રમ તૂટી જાય છે. મોંઘીદાટ ગાડીઓ પાણીમાં ડૂબે છે. આલીશાન ફ્લેટ્સના બેઝમેન્ટ તળાવમાં ફેરવાઈ જાય છે. રહીશો દિવસો સુધી બાનમાં મુકાઈ જાય છે. રોડ, બ્રિજ, ફૂટપાથ બધા જ રસ્તાઓ સટાસટ તૂટવા લાગે છે. ગટરો બેક મારવા લાગે છે. પીવાનું પાણી દૂષિત આવે છે. કાદવ-કીચડ અને ગંદકી વચ્ચે રહીશોએ દિવસો પસાર કરવા પડે છે. અમદાવાદ શહેરના દરેક વિસ્તારની આ ચોમાસાના દિવસોની ગ્રાઉન્ડ રિયાલિટી છે. શહેરીજનો પૂછે છે કે આમ ક્યાં સુધી ચાલશે શું દર વર્ષે વરસાદમાં હાલાકી ભોગવતા રહેવાનું, નુકસાન વેઠતા રહેવાનું? તો પછી મ્યુનિસિપલ તંત્ર શું કરે છે ફ્ક્ત વેરા ઉઘરાવી તિજોરીઓ જ છલકાવે છે!ગત સોમવારે સમગ્ર શહેરમાં ભારે વરસાદ પડયો, અનેક વિસ્તારો પાણીમાં ડૂબ્યા, લોકો આમતેમ ફંફં મારતા રહ્યા, કોર્પોરેશનના કંટ્રોલ રૂમમાં ફોનની ઘંટડીઓ રણકતી રહી પરંતુ દરેક ઠેકાણે, દરેક સમસ્યામાં તંત્ર કામે ન આવ્યું હોવાનો ભારોભાર રોષ શહેરીજનો વ્યક્ત કરી રહ્યા છે. શેલામાં સુરભી વાટિકા, વિરાજ ગાર્ડન સોસાયટી, આવિષ્કાર ફ્લેટ, શાલિગ્રામ સાઇટ સહિતના રહેણાંક વિસ્તારના રહીશોએ પારાવાર હાલાકીઓ ભોગવી; બોપલમાં રાજવી બંગલોઝ, અરિહંત બંગલોઝ, ચિત્તવન બંગલોઝ, આનંદ સાગર સોસાયટી, જલદીપ બંગલોઝ વિભાગ-2, શ્યામવિલા, પેરેડાઇઝ પ્લાઝા, સ્ટલિંગ સિટીના અનેક વિભાગોના રહીશોએ વરસાદી પાણી ભરાઈ જવાથી ભારે પરેશાની ભોગવવી પડી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabad : શહેરના જૈન સંઘોમાં ભાવપૂર્વક સંવત્સરી પ્રતિક્રમણ સાથે ક્ષમાપના પર્વ ઊજવાયું
calendar_today September 15, 2026

Ahmedabad : શહેરના જૈન સંઘોમાં ભાવપૂર્વક સંવત્સરી પ્રતિક્રમણ સાથે ક્ષમાપના પર્વ ઊજવાયું

પર્યુષણ પર્વ દરમિયાન શનિવારે સંવત્સરી પર્વ ઊજવાયું હતું, જેમાં જૈનોએ ભાવપૂર્વક સંવત્સરી પ્રતિક્રમણ કર્યું હતું. આ પ્રસંગે જાણતાં-અજાણતાં કોઈનું મન દુભાવ્યું હોય કે ભૂલ થઈ ગઈ હોય, તેમજ દોષ, મતભેદ, મનભેદ, ક્રોધ, ઈર્ષ્યા કે અહંકાર થયાં હોય તે બદલ ક્ષમા યાચના કરવામાં આવી હતી. તેથી જ આ પર્વને ક્ષમાપના પર્વ પણ કહેવામાં આવે છે. જો કોઈ વ્યક્તિથી જાણીજોઈને ભૂલ થઈ ગઈ હોય તો તેમણે આ પ્રસંગે પ્રતિક્રમણ કરતાં પહેલાં અને પછી પણ માફી માગવાની સાથે 'મિચ્છામિ દુક્કડમ્' પાઠવી ક્ષમા માગી હતી અને સામેની વ્યક્તિએ ક્ષમા માગનારને હૃદયપૂર્વક ક્ષમા પણ આપી હતી.વધુમાં, આ પર્વ નિમિત્તે તપશ્ચર્યા કરનાર તપસ્વીઓનાં 16 સપ્ટેમ્બરે પારણાં થશે. પર્યુષણ પર્વ દરમિયાન મોટી સંખ્યામાં શ્રાવક-શ્રાવિકાઓએ 8 ઉપવાસ (અઠ્ઠાઈ), 16 ઉપવાસ, 30 ઉપવાસ (માસક્ષમણ) તેમજ સિદ્ધિતપ જેવા વિશિષ્ટ તપ કર્યા છે. આ તપ કરનાર અનેક તપસ્વીઓનાં જે તે સંઘમાં સામૂહિક પારણાં થશે, જ્યારે ઘણા તપસ્વીઓ વ્યક્તિગત રીતે ઘરે પણ પારણોત્સવ યોજશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward