android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Junagadh : કાળવા નદીમાં વહી જતું વરસાદનું પાણી રોકી તળાવ તરફ્ ડાયવર્ટ કરવામાં આવ્યું
calendar_today September 15, 2026

Junagadh : કાળવા નદીમાં વહી જતું વરસાદનું પાણી રોકી તળાવ તરફ્ ડાયવર્ટ કરવામાં આવ્યું

જૂનાગઢ શહેર અને જિલ્લામાં સતત બે દિવસથી અવિરત અને ભારે વરસાદ વરસી રહ્યો છે. આ ભારે વરસાદને પગલે કાળવા નદી સહિતના જળસ્ત્ર્રોતોમાં મોટા પ્રમાણમાં પાણીની આવક થઈ છે. જોકે, આ કિંમતી વરસાદી પાણી નદી મારફ્તે એમ જ વહી જતું હોવાથી સ્થાનિક સોશિયલ મીડિયા ગ્રુપોમાં પાણી બચાવવા અને તેને યોગ્ય દિશામાં વાળવા અંગે બૂમરાણ ઉઠી હતી. જાગૃત નાગરિકોની આ રજૂઆતને પગલે મહાનગરપાલિકાના પદાધિકારીઓ તાત્કાલિક હરકતમાં આવ્યા હતા અને તેઓએ કાળવા નદીમાંથી વહી જતું પાણી અટકાવીને તેને નજીકના તળાવ તરફ્ ડાયવર્ટ કરવા માટે કામગીરી શરૂ કરાવી હતી. ઉલ્લેખનીય છે કે આ તળાવ છેલ્લા ઘણા સમયથી સાવ સૂકું હતું અને જાણે ક્રિકેટનું મેદાન હોય તેવી સ્થિતિમાં ફેરવાઈ ગયું હતું. હવે નદીનું પાણી આ તળાવમાં વાળવામાં આવતા, જો તળાવ મહદઅંશે ભરાઈ જશે તો આસપાસના વિસ્તારોમાં પાણીના તળ નોંધપાત્ર રીતે ઊંચા આવશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Junagadh : જૂનાગઢનો આણંદપુર ડેમ ઓવરફ્લો મચ્છુ-ર, 3 ડેમમાં નવા પાણીની આવક
calendar_today September 15, 2026

Junagadh : જૂનાગઢનો આણંદપુર ડેમ ઓવરફ્લો મચ્છુ-ર, 3 ડેમમાં નવા પાણીની આવક

મેઘ મહેરના કારણે જુનાગઢનો આણંદપુર ડેમ ઓવરફ્લો થયો છે. જ્યારે મોરબી જિલ્લાના બે ડેમમાં નવા પાણીની આવક થતા ડેમની સપાટીમાં વધારો થયો છે. રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાના 28 ડેમ સાઈટ ઉપર અઢી ઈંચ સુધીનો વરસાદ ખાબક્યો છે. જૂનાગઢ નજીક આવેલો આણંદપુર ડેમ ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને પગલે ઓવરફ્લો થયો છે. સોમવારે ડેમમાં 184 ક્યુસેક પાણીની ભારે આવક થતાં ડેમની સપાટી છલકાઈ ગઈ છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા નદીના પ્રવાહ વિસ્તારમાં આવતા આણંદપુર, રાયપુર, સુખપુર અને નાગલપુર એમ ચાર ગામના લોકોને સાવચેત રહેવા એલર્ટ કરવામાં આવ્યા છે. સ્થાનિક નાગરિકોને નદીના પટમાં અવરજવર ન કરવા અને સુરક્ષિત સ્થળે રહેવા સૂચના આપવામાં આવી છે. વધારામાં ગિરનાર જંગલ વિસ્તારના હસનાપુર ડેમમાં પણ નવા નીરની આવક શરૂ થઈ છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Rajkot : શહેરના યંગસ્ટર્સ જીમ છોડી ઘોડે સવારી તરફ વળ્યા
calendar_today September 15, 2026

Rajkot : શહેરના યંગસ્ટર્સ જીમ છોડી ઘોડે સવારી તરફ વળ્યા

સવાર પડતાં જ મોટાભાગના ફ્ટિનેસ પ્રેમીઓ જીમ કે ગાર્ડનની વાટ પકડતા હોય છે, પરંતુ રાજકોટમાં ફ્ટિનેસ ક્ષેત્રે એક અનોખો અને રોમાંચક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. શહેરના અનેક નાગરિકો માટે સૂર્યોદય હવે 'ઘોડા'ની પીઠ પર થઈ રહ્યો છે. રાજકોટના પોપટપરા વિસ્તારમાં આવેલા સ્વ. આર.ડી. ઝાલા હોર્સ રાઈડિંગ ક્લબ (રાજકોટ ગ્રામ્ય પોલીસ હોર્સ રાઈડિંગ સ્કૂલ) ખાતે સૂર્ય ઊગે તે પહેલાં જ અશ્વસવારી શીખવા માટે યુવાનો અને ફ્ટિનેસ પ્રેમીઓનો જમાવડો જોવા મળે છે. રાજકોટ રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાય, જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર માર્ગદર્શન હેઠળ કાર્યરત આ ક્લબ હવે જિમ સંસ્કૃતિની વચ્ચે એક નવો ક્રેઝ બનીને ઉભરી આવી છે.અશ્વ તાલીમ શાળાના પોલીસ ઈન્સ્પેક્ટર યુવરાજસિંહ સરવૈયાના જણાવ્યા મુજબ, નાગરિકો માટે અહીં ત્રણ-ત્રણ માસના બેઝિક અને એડવાન્સ એમ બે કોર્સ ચલાવવામાં આવે છે. બેઝિક કોર્સમાં ઘોડાની નજીક જવાથી લઈને પ્રાથમિક સવારી શીખવવામાં આવે છે, જ્યારે એડવાન્સ કોર્સમાં વોકિંગ, ટ્રોટિંગ અને કેન્ટરિંગ જેવી સઘન સવારીની તાલીમ આપવામાં આવે છે. આ તાલીમ માટે 14 વર્ષથી વધુ વયની કોઈપણ સ્વસ્થ વ્યક્તિ જોડાવા માટે પાત્ર છે. વિદ્યાર્થીઓ માટે રૂ. 3,000 અને અન્ય નાગરિકો માટે રૂ. 6,000 ફી રાખવામાં આવી છે. દરેક બેચમાં સરેરાશ 30થી 40 તાલીમાર્થીઓ હોય છે, જેમાં 50 ટકા જેટલી સંખ્યા યુવાનોની રહે છે. હાલમાં વેકેશન અને બદલાતા ફ્ટિનેસ ટ્રેન્ડના કારણે જુલાઈથી શરૂ થયેલી બેચ બાદ પણ 125થી વધુ લોકોનું વેઈટિંગ લિસ્ટ બોલી રહ્યું છે, જેમાં ડોક્ટર્સથી લઈને ઉદ્યોગપતિઓનો સમાવેશ થાય છે. અશ્વસવારી માત્ર એક રમત કે સ્ટેટ્સ સિમ્બોલ નથી, પરંતુ શરીર માટે એક અત્યંત શક્તિશાળી 'ફુલ-બોડી વર્કઆઉટ' છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ 30 મિનિટની સવારીમાં સરેરાશ 150થી 300થી વધુ કેલેરી બર્ન થાય છે. ટેક્સાસ એ એન્ડ એમ યુનિવર્સિટીના અભ્યાસ મુજબ ઘોડેસવારી એ 30 મિનિટની મધ્યમ દોડ કે સાઈકલિંગ જેટલી જ ઉત્તમ કાર્ડિયોવાસ્ક્યુલર કસરત પૂરી પાડે છે. ઘોડાની ગતિ સાથે સંતુલન જાળવવાથી કોર મસલ્સ, લોઅર બેક અને સાથળના સ્નાયુઓ ટોન થાય છે તેમજ લીન મસલ માસ વધતાં શરીરનો મેટાબોલિક રેટ પણ ઊંચો જાય છે. આ ઉપરાંત પ્રકૃતિના સાનિધ્યમાં અશ્વ સાથેનો તાલમેલ મગજમાં એન્ડોર્ફ્નિ હોર્મોન મુક્ત કરે છે, જે માનસિક તણાવ મુક્ત કરીને આત્મવિશ્વાસ વધારવામાં મદદરૂપ બને છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward