Botad: ગણેશ ચતુર્થીના પાવન પર્વ ટાણે બોટાદના સાળંગપુરધામમાં દાદાનો 'ગણેશમય' શણગાર
સાળંગપુર : બોટાદ જિલ્લાના સુપ્રસિધ્ધ સાળંગપુરધામમાં ગણપતિ મહોત્સવ નિમિત્તે ગણેશ ચતુર્થીના પાવન દિવસે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને શ્રી ગણેશજીની થીમ પર ભવ્ય અને અનોખો શણગાર કરવામાં આવ્યો હતો. શાસ્ત્ર્રી સ્વામી હરિપ્રકાશદાસજીની પ્રેરણા તથા કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ આયોજિત ઉત્સવમાં દાદાને લાલ વસ્ત્ર્રો તથા ગુલાબ-સેવંતીના રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યા હતા. ગર્ભગૃહમાં શુભ-લાભ, સ્વસ્તિક અને હાથીની પ્રતિકૃતિઓથી દિવ્ય સજાવટ કરાઈહતી. મંદિર પરિસરમાં મારુતિ યજ્ઞ બાદ શ્રીહરિ મંદિરમાં ગણપતિદાદાનું પૂજન-અર્ચન અને આરતી કરવામાં આવી હતી. આ પ્રસંગે મોટીસંખ્યામાં ભક્તોએ આ અલૌકિક દર્શનનો ભાવપૂર્વક લાભ લીધો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward