android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News : નકલી પાસપોર્ટના આધારે વિદેશ પ્રવાસ કરનાર આરોપીની ધરપકડ
calendar_today September 16, 2026

Ahmedabad News : નકલી પાસપોર્ટના આધારે વિદેશ પ્રવાસ કરનાર આરોપીની ધરપકડ

અમદાવાદ શહેરમાં બનાવટી દસ્તાવેજો બનાવીને કાયદાની આંખમાં ધૂળ નાખવાના વધુ એક ગંભીર કેસમાં ગુજરાત એટીએસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. મની લોન્ડરિંગના ગંભીર ગુનામાં સંડોવાયેલા હરિકેશ પ્રણવ પટેલ નામના આરોપીએ પોતાનો અસલી પાસપોર્ટ જમા હોવા છતાં બનાવટી પાસપોર્ટ તૈયાર કરાવ્યો હતો અને તેના આધારે વિદેશ પ્રવાસ ખેડ્યો હોવાનું બહાર આવ્યું છે. આ મામલે ગુજરાત એટીએસે સઘન તપાસ હાથ ધરી આરોપીને ઝડપી પાડ્યો છે.કોર્ટમાં આરોપી સામે કાનૂની ટ્રાયલ પણ ચાલુ છે.પ્રાપ્ત વિગતો અનુસાર, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરોએ વર્ષ 2022-23 દરમિયાન આરોપી હરિકેશ પ્રણવ પટેલ વિરુદ્ધ મની લોન્ડ્રિંગ એક્ટ હેઠળ એક ગુનો દાખલ કર્યો હતો. આ કૌભાંડ અને ગુના સંબંધિત તપાસ હજુ ચાલી રહી છે અને કોર્ટમાં આરોપી સામે કાનૂની ટ્રાયલ પણ ચાલુ છે. સામાન્ય રીતે કાયદાકીય પ્રક્રિયા હેઠળ જ્યારે કોઈ આરોપી સામે ગંભીર ગુનો નોંધાય અને તપાસ ચાલુ હોય, ત્યારે તેનો અસલી પાસપોર્ટ જમા કરાવી લેવામાં આવતો હોય છે જેથી તે દેશ છોડીને ભાગી ન શકે. આ કેસમાં પણ આરોપી હરિકેશ પટેલનો પાસપોર્ટ અગાઉથી જ જમા હોવાની વિગતો સામે આવી હતી.પાસપોર્ટમાં તેણે પોતાનું સરનામું પણ બદલી નાખ્યુંઆરોપીએ માત્ર પાસપોર્ટ બનાવવો જ નહીં, પરંતુ તે બનાવટી પાસપોર્ટમાં તેણે પોતાનું સરનામું પણ બદલી નાખ્યું હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આ નકલી સરનામા તથા બનાવટી પાસપોર્ટના સહારે આરોપીએ કોઈપણ અડચણ વગર વિદેશ પ્રવાસ પણ કરી લીધો હતો. જ્યારે આ બાબતની ગુપ્ત માહિતી ગુજરાત એટીએસની ટીમને મળી, ત્યારે આ મામલે ઊંડાણપૂર્વક ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન એ સ્પષ્ટ થઈ ગયું કે જે સમયે આરોપી સામે દેશમાં મની લોન્ડ્રિંગનો ગુનો નોંધાયેલો હતો અને કોર્ટમાં ટ્રાયલ ચાલી રહી હતી, તે જ અરસામાં તેણે બનાવટી પાસપોર્ટનો ઉપયોગ કરીને વિદેશ મુસાફરી કરી હતી. ગુજરાત એટીએસ દ્વારા આ ગંભીર ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ત્વરિત પગલાં લેવામાં આવ્યા છે અને નકલી પાસપોર્ટના આધારે વિદેશ પ્રવાસ કરનાર આરોપી હરિકેશ પ્રણવ પટેલની ધરપકડ કરી લેવામાં આવી છે. આ પણ વાંચોઃ Surat News : રસોડાના કર્મચારીઓ પાસે જ નહોતા મેડિકલ સર્ટિફિકેટ! મનપાએ પીપી સવાણી સ્કૂલ સામે કરી મોટી કાર્યવાહી

Read Full Story arrow_forward
Suratમાં વધુ એક કરુણાંતિકા: વરીયાવ બ્રિજ પાસે તાપી નદી કિનારે પરિણીત પ્રેમીયુગલે કર્યો આપઘાત
calendar_today September 16, 2026

Suratમાં વધુ એક કરુણાંતિકા: વરીયાવ બ્રિજ પાસે તાપી નદી કિનારે પરિણીત પ્રેમીયુગલે કર્યો આપઘાત

સુરત શહેરમાં વધુ એક સામૂહિક આપઘાતની હૃદયકંપાવનારી ઘટના સામે આવી છે. શહેરના વરીયાવ બ્રિજ નીચે તાપી નદીના પાળે એક પરિણીત પ્રેમીયુગલે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. આ ઘટનાની જાણ થતાં જ બંનેને ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન પહેલાં પ્રેમી અને બાદમાં પ્રેમિકાનું પણ કરુણ મોત નીપજતાં પરિવારજનોમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.બંને પરિણીત અને સંતાનવાળા હતામૃતકોની ઓળખ ઉત્રાણ ખાતે રહેતા પરેશ ચૌહાણ અને વરાછા વિસ્તારની 29 વર્ષીય પરિણીતા તરીકે થઈ છે. પ્રાથમિક વિગતો મુજબ, બંને એક જ જગ્યાએ સાથે કામ કરતાં હોવાના કારણે તેમની વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. બંને પરિણીત હતા અને તેમને સંતાનો પણ છે. ઘટનાના દિવસે મહિલા મોડી રાત સુધી ઘરે ન પહોંચતાં પતિએ તેના ફોન પર સંપર્ક કર્યો હતો. ત્યારે કોઈ અજાણ્યા શખ્સે ફોન ઉપાડીને બંને વરીયાવ બ્રિજ પાસે બેભાન હાલતમાં પડ્યા હોવાની વિગતો આપી હતી.મનદુઃખના કારણે પગલું ભર્યાની આશંકાઆ ઘટના અંગે જાણ થતાં જ સિંગણપોર પોલીસ મથકની ટુકડી ઘટનાસ્થળે અને હોસ્પિટલ પહોંચી હતી. પ્રાથમિક આશંકા મુજબ, પ્રેમીયુગલ વચ્ચે કોઈ બાબતે મનદુઃખ અથવા અણબનાવ થતાં તેમણે આ આકરું અંતિમ પગલું ભરી લીધું હતું. સિંગણપોર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.આ પણ વાંચો : Khedaમાં દર્દનાક માર્ગ અકસ્માત, નડિયાદ-ઉત્તરસંડા રોડ પર ST બસ નીચે બાઈક આવી જતાં યુવકનું કરૂણ મોત

Read Full Story arrow_forward
Khedaમાં દર્દનાક માર્ગ અકસ્માત, નડિયાદ-ઉત્તરસંડા રોડ પર ST બસ નીચે બાઈક આવી જતાં યુવકનું કરૂણ મોત
calendar_today September 16, 2026

Khedaમાં દર્દનાક માર્ગ અકસ્માત, નડિયાદ-ઉત્તરસંડા રોડ પર ST બસ નીચે બાઈક આવી જતાં યુવકનું કરૂણ મોત

ખેડા જિલ્લાના નડિયાદ-ઉત્તરસંડા રોડ પર આવેલા કોંકરણ મંદિર પાસે એક હૃદયકંપાવનારો માર્ગ અકસ્માત સર્જાયો છે. નડિયાદથી ચકલાસી થઈ વિદ્યાનગર તરફ જઈ રહેલી એક ST બસની અડફેટે બાઈક આવી જતાં બાઈક સવાર યુવકનું ઘટનાસ્થળે જ અત્યંત કરૂણ મોત નીપજ્યું હતું. માથાના ભાગે ગંભીર અને ભયાનક ઈજાઓ પહોંચવાને કારણે યુવકે સ્થળ પર જ દમ તોડી દીધો હતો.નોકરી પર જતાં મારૂતિ સુઝુકીના કર્મચારીનું કરૂણ મોતઅકસ્માતનો ભોગ બનેલા યુવકની ઓળખ નડિયાદના રહેવાસી હેમીલ પંડ્યા તરીકે થઈ છે. હેમીલ પંડ્યા નડિયાદમાં આવેલા મારૂતિ સુઝુકીના સર્વિસ સેન્ટરમાં બોડી શોપ એડવાઈઝર તરીકે ફરજ બજાવતા હતા. રોજિંદા ક્રમ મુજબ તેઓ પોતાના બાઈક પર સવાર થઈને નોકરી પર જઈ રહ્યા હતા તે દરમિયાન જ આ કાળમુખી ઘટના ઘટી હતી. ઘટનાને પગલે ઘટનાસ્થળે લોકોના મોટા ટોળાં એકત્ર થઈ ગયા હતા.અકસ્માત સર્જી ડ્રાઈવર-કંડક્ટર ફરારઅકસ્માત સર્જાયા બાદ તુરંત જ ST બસના ડ્રાઈવર અને કંડક્ટર સ્થળ પર જ બસ મૂકીને ફરાર થઈ ગયા હતા. બનાવની જાણ થતાં જ સ્થાનિક પોલીસની ટુકડી તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને મૃતકના મૃતદેહને પંચનામું કરી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાને પગલે મૃતક યુવકના પરિવારમાં અરેરાટી સાથે ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.આ પણ વાંચો : Narmada ડેમ છલકાવાની તૈયારીમાં! 95%થી વધુ ભરાયો, મહત્તમ સપાટીથી માત્ર 1.20 મીટર દૂર

Read Full Story arrow_forward