android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
PM મોદીના બાળપણના મિત્રને જમીન વિવાદમાં રાહત, ભાજપ ધારાસભ્યએ કબજો છોડવાની કરી જાહેરાત
calendar_today September 16, 2026

PM મોદીના બાળપણના મિત્રને જમીન વિવાદમાં રાહત, ભાજપ ધારાસભ્યએ કબજો છોડવાની કરી જાહેરાત

મુંબઈના ભાયંદર વિસ્તારમાં લાંબા સમયથી ચાલી રહેલા જમીન વિવાદમાં 81 વર્ષીય અસગર અલી વોરાને તાજેતરમાં રાહત મળી છે. વોરા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડનગર સ્થિત બી.એન. સ્કૂલના પૂર્વ સહપાઠી છે. 8 સપ્ટેમ્બર, 2026ના રોજ તેમણે મુંબઈમાં વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરીને ભાયંદર ઈસ્ટના નવઘર વિસ્તારમાં આવેલી પોતાની જમીન અંગેની ફરિયાદ રજૂ કરી હતી. ત્યારબાદ વિવાદિત જમીન અંગે સ્થાનિક સ્તરે ફરીથી કાર્યવાહી શરૂ થઈ હતી.વોરાએ 1989માં લગભગ 2,810 ચોરસ મીટર જમીન રજિસ્ટર્ડ કરાર મારફતે ખરીદી હતીરિપોર્ટ અનુસાર, વોરાએ 1989માં લગભગ 2,810 ચોરસ મીટર જમીન રજિસ્ટર્ડ કરાર મારફતે ખરીદી હતી. તેમના જણાવ્યા મુજબ, તેમણે આ જમીન ક્યારેય વેચી કે અન્ય કોઈના નામે ટ્રાન્સફર કરી નહોતી. જોકે, વોરાનો આરોપ છે કે 2011માં જમીન પર અતિક્રમણ કરવામાં આવ્યું અને મિલકત સંબંધિત દસ્તાવેજોમાં કથિત રીતે ગેરરીતિ કરવામાં આવી. આ વિવાદમાં બે બાંધકામ કંપનીઓના નામ સામે આવ્યા હતા. તેમાંથી એક કંપનીને ભાજપના ધારાસભ્ય નરેન્દ્ર મહેતા સાથે જોડાયેલી હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.2015માં કથિત દસ્તાવેજી ગેરરીતિ અંગે પોલીસ ફરિયાદ પણ નોંધાઈવોરાએ વર્ષો દરમિયાન સ્થાનિક પોલીસ, મહેસૂલ વિભાગ અને મહાનગરપાલિકા સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો હોવાનો દાવો કર્યો હતો. 2015માં કથિત દસ્તાવેજી ગેરરીતિ અંગે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી. જોકે, લાંબા સમય સુધી વિવાદનું નિરાકરણ ન આવતાં તેમણે વડાપ્રધાન સમક્ષ આ મામલે હસ્તક્ષેપ કરવાની અને સમગ્ર કેસની કેન્દ્રીય તપાસ કરાવવાની માંગ કરી હતી.વોરાની વડાપ્રધાન સાથેની મુલાકાત બાદ મામલાએ નવો વળાંક લીધો. 16 સપ્ટેમ્બરના રિપોર્ટ મુજબ, નરેન્દ્ર મહેતા સાથે જોડાયેલી સેવન ઈલેવન કન્સ્ટ્રક્શન્સે વિવાદિત પ્લોટનો કબજો છોડવાની અને આ જમીન માટે મળેલી બાંધકામ મંજૂરી મહાનગરપાલિકાને પરત કરવાની વાત કરી છે. સાથે જ વોરા વિરુદ્ધ અગાઉ કરવામાં આવેલી પોલીસ ફરિયાદ પાછી ખેંચવાની પણ માહિતી સામે આવી છે. બંને પક્ષો વચ્ચે સમજૂતી થયાનો દાવો પણ કરવામાં આવ્યો છે.અહીં નોંધવું જરૂરી છે કે જમીન પર કબજો અને દસ્તાવેજોમાં ગેરરીતિ અંગેના મૂળ આરોપો અસગર અલી વોરા તરફથી કરવામાં આવ્યા હતા અને આ આરોપો અંગેના તમામ કાનૂની પાસાંને અલગથી જોવાના રહેશે. અગાઉ આ મામલે સંબંધિત સત્તાધિકારીઓ સમક્ષ કાર્યવાહી ચાલી રહી હતી.આ સમગ્ર ઘટનામાં સૌથી મહત્વની બાબત એ છે કે વર્ષોથી ચાલી રહેલા જમીન વિવાદમાં હવે બંને પક્ષો વચ્ચે સમજૂતી તરફ પગલું ભરાયું છે. નરેન્દ્ર મહેતાએ કબજો છોડવા અને બાંધકામ મંજૂરી પરત કરવાની જાહેરાત કર્યા બાદ વોરાને તેમની જમીન અંગે રાહત મળવાની સ્થિતિ ઊભી થઈ છે. જોકે, જમીનના માલિકી હક અને સંબંધિત દસ્તાવેજો અંગેની અંતિમ કાનૂની સ્થિતિ સત્તાવાર પ્રક્રિયા અને દસ્તાવેજોના આધારે જ સ્પષ્ટ થશે.આ પણ વાંચો: UPI MDRના નવા નિયમો: શેરબજાર અને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરનારાઓ માટે શું બદલાશે?

Read Full Story arrow_forward
Ganesh Mahotsav 2026 : ‘બાપ્પાની ભક્તિ અને સજાવટની ઝલક હવે પહોંચશે કરોડો વાચકો સુધી!’ સંદેશ ડિજિટલ લઈને આવ્યું છે ભક્તો માટે ગોલ્ડન ચાન્સ
calendar_today September 16, 2026

Ganesh Mahotsav 2026 : ‘બાપ્પાની ભક્તિ અને સજાવટની ઝલક હવે પહોંચશે કરોડો વાચકો સુધી!’ સંદેશ ડિજિટલ લઈને આવ્યું છે ભક્તો માટે ગોલ્ડન ચાન્સ

ગણેશ મહોત્સવ 2026ની ઉજવણીને વધુ ખાસ અને યાદગાર બનાવવા માટે સંદેશ ડિજિટલ લઈને આવ્યું છે એક સુંદર તક. હવે તમારા ઘેર કે સોસાયટીમાં પધારેલા ગણપતિ બાપ્પાની સુંદર તસવીરો અને વીડિયો માત્ર તમારા પરિવાર કે સોસાયટી પૂરતા સીમિત નહીં રહે, પરંતુ તેને દુનિયા સુધી પહોંચાડવાની તક મળશે. આ પાવન પર્વે તમારા ગણપતિ દાદાની સુંદર તસવીરો અને વીડિયો સંદેશ ડિજિટલ દ્વારા પ્રકાશિત કરવામાં આવશે. તમારા શ્રીજીની તસવીરો સંદેશ ડિજિટલની વેબસાઇટ sandesh.com તેમજ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ચમકશે. તમારા ઘેર, ફ્લેટમાં કે સોસાયટીમાં પધારેલા શ્રીજીની સુંદર તસવીરો અને વીડિયો અમને મોકલો. સાથે તમારું નામ અને સ્થળ જરૂરથી લખશો, જેથી તમારી તસવીરો યોગ્ય ઓળખ સાથે પ્રકાશિત કરી શકાય. તો આ ગણેશ મહોત્સવમાં તમારા બાપ્પાની ભક્તિ, શ્રદ્ધા અને સુંદર સજાવટની ઝલક દુનિયા સુધી પહોંચાડો. આજે જ તમારા શ્રીજીની તસવીરો અને વીડિયો મોકલો આ નંબર પર---- 9316724216 મકરબા,અમદાવાદસદગુરુ સાનિધ્ય ફ્લેટ, ન્યુ મણિનગર, અમદાવાદગેલેક્સી 88, હંસપુરાજૈનિશ પીઠડિયા શ્રેયસ સોસાયટી,બેરેજ રોડ,વાસણા, અમદાવાદદ્રષ્ટિચા બાપ્પા, સાગર કનૈયાલાલ નાયી,બોપલ અમદાવાદમિષ્ટી પ્રતીક કેડિયા, અમદાવાદલીમડાચા રાજા રત્નમણિ કોમ્પ્લેક્સ,ઘીકાંટારઘુવીર ગ્રુપ,અમરોલી,સુરતશિવધરા, મોટા વરાછાસીતારામ એપાર્ટમેન્ટ ઉત્તમ નગર, મણિનગરસુરેલીયા રોડ, વસ્ત્રાલ

Read Full Story arrow_forward
Surat News : રસોડાના કર્મચારીઓ પાસે જ નહોતા મેડિકલ સર્ટિફિકેટ! મનપાએ પીપી સવાણી સ્કૂલ સામે કરી મોટી કાર્યવાહી
calendar_today September 16, 2026

Surat News : રસોડાના કર્મચારીઓ પાસે જ નહોતા મેડિકલ સર્ટિફિકેટ! મનપાએ પીપી સવાણી સ્કૂલ સામે કરી મોટી કાર્યવાહી

સુરતની જાણીતી પીપી સવાણી સ્કૂલની હોસ્ટેલમાં ભોજન લીધા બાદ અંદાજે 100 જેટલા વિદ્યાર્થીઓને ખોરાકી ઝેર (ફૂડ પોઈઝનિંગ) ની અસર થતાં ભારે હડકંપ મચી ગયો છે. ઘટનાની ગંભીરતા હોવા છતાં શાળા સંચાલકો દ્વારા સુરત મહાનગરપાલિકા (SMC) ને સમયસર જાણ કરવામાં આવી નહોતી. તંત્રને મોડી માહિતી આપવાની આ ગંભીર અણઘડતા અને બેદરકારી બદલ મનપાએ લાલ આંખ કરીને સ્કૂલ સંચાલકોને રૂ. 1 લાખનો દંડ ફટકાર્યો છે.રસોઈયાઓના મેડિકલ સર્ટિફિકેટ ગાયબમનપાના ફૂડ વિભાગ દ્વારા હોસ્ટેલના રસોડા (કિચન) માં તપાસ હાથ ધરવામાં આવતાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી. રસોડામાં ખોરાક બનાવતા અને પીરસતા કેટલાક ફૂડહેન્ડલર્સ પાસે જરૂરી મેડિકલ સર્ટિફિકેટ પણ નહોતા. વિદ્યાર્થીઓ માટે અપાતા ભોજનની ગુણવત્તા અને રસોડામાં અસ્વચ્છતા અંગે ગંભીર ખામીઓ ખુલ્લી પડતાં વાલીઓ અને સ્થાનિકોમાં સ્કૂલ પ્રશાસન સામે ભારે રોષ વ્યાપી ગયો છે.તમામ સ્કૂલ કેન્ટીનોની તપાસ માટે DEO ને લખાશે પત્રઆ ઘટના બાદ સુરત મનપા તંત્ર કડક એક્શન મોડમાં આવ્યું છે. ભવિષ્યમાં કોઈ શાળામાં વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે આવા ખેલ ન થાય તે માટે મનપા દ્વારા હવે જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) ને સત્તાવાર પત્ર લખવાનો નિર્ણય લેવાયો છે. પત્ર દ્વારા સુરત શહેરની تمام શાળા-કોલેજોની કેન્ટીનો અને રસોડામાં પીરસાતા ખોરાકની ગુણવત્તા ચકાસવા તેમજ મેડિકલ ફિટનેસનું સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવા માટે રજૂઆત કરવામાં આવશે.આ પણ વાંચો : Ahmedabad News : ડબલ અકસ્માત બાદ પણ ઘોર બેદરકારી, ઇસ્કોન બ્રિજ પર અધૂરા સ્પીડ બ્રેકર બન્યા વાહનચાલકો માટે કાળ

Read Full Story arrow_forward