android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat News : રસોડાના કર્મચારીઓ પાસે જ નહોતા મેડિકલ સર્ટિફિકેટ! મનપાએ પીપી સવાણી સ્કૂલ સામે કરી મોટી કાર્યવાહી
calendar_today September 16, 2026

Surat News : રસોડાના કર્મચારીઓ પાસે જ નહોતા મેડિકલ સર્ટિફિકેટ! મનપાએ પીપી સવાણી સ્કૂલ સામે કરી મોટી કાર્યવાહી

સુરતની જાણીતી પીપી સવાણી સ્કૂલની હોસ્ટેલમાં ભોજન લીધા બાદ અંદાજે 100 જેટલા વિદ્યાર્થીઓને ખોરાકી ઝેર (ફૂડ પોઈઝનિંગ) ની અસર થતાં ભારે હડકંપ મચી ગયો છે. ઘટનાની ગંભીરતા હોવા છતાં શાળા સંચાલકો દ્વારા સુરત મહાનગરપાલિકા (SMC) ને સમયસર જાણ કરવામાં આવી નહોતી. તંત્રને મોડી માહિતી આપવાની આ ગંભીર અણઘડતા અને બેદરકારી બદલ મનપાએ લાલ આંખ કરીને સ્કૂલ સંચાલકોને રૂ. 1 લાખનો દંડ ફટકાર્યો છે.રસોઈયાઓના મેડિકલ સર્ટિફિકેટ ગાયબમનપાના ફૂડ વિભાગ દ્વારા હોસ્ટેલના રસોડા (કિચન) માં તપાસ હાથ ધરવામાં આવતાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી. રસોડામાં ખોરાક બનાવતા અને પીરસતા કેટલાક ફૂડહેન્ડલર્સ પાસે જરૂરી મેડિકલ સર્ટિફિકેટ પણ નહોતા. વિદ્યાર્થીઓ માટે અપાતા ભોજનની ગુણવત્તા અને રસોડામાં અસ્વચ્છતા અંગે ગંભીર ખામીઓ ખુલ્લી પડતાં વાલીઓ અને સ્થાનિકોમાં સ્કૂલ પ્રશાસન સામે ભારે રોષ વ્યાપી ગયો છે.તમામ સ્કૂલ કેન્ટીનોની તપાસ માટે DEO ને લખાશે પત્રઆ ઘટના બાદ સુરત મનપા તંત્ર કડક એક્શન મોડમાં આવ્યું છે. ભવિષ્યમાં કોઈ શાળામાં વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે આવા ખેલ ન થાય તે માટે મનપા દ્વારા હવે જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) ને સત્તાવાર પત્ર લખવાનો નિર્ણય લેવાયો છે. પત્ર દ્વારા સુરત શહેરની تمام શાળા-કોલેજોની કેન્ટીનો અને રસોડામાં પીરસાતા ખોરાકની ગુણવત્તા ચકાસવા તેમજ મેડિકલ ફિટનેસનું સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવા માટે રજૂઆત કરવામાં આવશે.આ પણ વાંચો : Ahmedabad News : ડબલ અકસ્માત બાદ પણ ઘોર બેદરકારી, ઇસ્કોન બ્રિજ પર અધૂરા સ્પીડ બ્રેકર બન્યા વાહનચાલકો માટે કાળ

Read Full Story arrow_forward
Surat News: નર્મદાના પોલીસ કોન્સ્ટેબલ વિજ્ઞેશ વસાવા વિરુદ્ધ કાપોદ્રામાં બળાત્કારનો ગુનો દાખલ
calendar_today September 16, 2026

Surat News: નર્મદાના પોલીસ કોન્સ્ટેબલ વિજ્ઞેશ વસાવા વિરુદ્ધ કાપોદ્રામાં બળાત્કારનો ગુનો દાખલ

નર્મદા જિલ્લામાં આર્મ્સ પોલીસ કોન્સ્ટેબલ વિજ્ઞેશ વસાવાએ સુરતના કાપોદ્રા વિસ્તારની ખાનગી હોસ્પિટલની નર્સ પર દુષ્કર્મ કર્યાની ફરિયાદ નોંધાવી હતી. સુરત ગ્રામ્ય વિસ્તારની વતની અને હાલ કાપોદ્રાની ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતી આ યુવતીએ નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના અલમાવાડી ગામના વતની અને નર્મદામાં આર્મ્સ પોલીસ કોન્સ્ટેબલ તરીકે નોકરી કરતા વિજ્ઞેશ રાવજી વસાવા વિરુદ્ધ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, તેની સંબંધી આ યુવકના વતનમાં પરણી હોઈ ત્યાં જતી આવતી હોઈ આ સંબંધીએ જ વિજ્ઞેશ સાથે પરિચય કરાવ્યો હતો. સામાજિક રીતે આઠ લાખનું વળતર લઈ છૂટા પડ્યાબંનેની જ્ઞાતિ એક જ હોઈ બંને વચ્ચે પરિચય વધુ ગાઢ બન્યો હતો અને તે દૈહિક આકર્ષણમાં પરિણમ્યો હતો. સગાઈ અને લગ્નનું વચન આપી આ કોન્સ્ટેબલે તેની સાથે સંબંધો વધાર્યા હતા, પરંતુ થોડાક સમયથી બંને વચ્ચે તણાવ સર્જાયો હતો.બંને વચ્ચે સંબંધોમાં તણાવ ઊભો થતાં લગ્ન શક્ય બન્યા ન હતા. જેને લઈ મામલો સમાજના આગેવાનો પાસે પહોંચ્યો હતો. સમાજની બેઠકમાં આ કોન્સ્ટેબલ વળતર તરીકે આઠ લાખ ચૂકવે તેવું નક્કી થયું હતું. પહેલાં પાંચ લાખ રોકડા અને બાકીની રકમ દર મહિને હપ્તા પેટે બાંહેધરી આપવામાં આવી હતી. સમાજના લેવાયેલા નિર્ણય પ્રમાણે આ કોન્સ્ટેબલે નાણાં આપવાનું ઠેરવ્યું હતું અને ફરી ક્યારેય સંપર્ક નહિ કરવાનો પણ આદેશ કરાયો હતો.સુરતમાં બંદોબસ્તમાં આવ્યો ત્યારે ધમકાવી બળાત્કારસુરતમાં બંદોબસ્તમાં આવ્યો ત્યારે ધમકાવી બળાત્કારસામાજિક રીતે નિર્ણય લઈ છૂટા થયા બાદ પણ ગત મે મહિનામાં આ કોન્સ્ટેબલ સુરત શહેરમાં બંદોબસ્ત માટે આવ્યો હતો. તે વખતે આ યુવતીને હોસ્પિટલમાં આવી તોફાન કરવાની ધમકી આપી લાલ દરવાજા સ્થિત આલકાર ગેસ્ટ હાઉસમાં બોલાવી હતી. અહીં જૂના સંબંધો વેળા લેવાયેલી તસવીરો વાયરલ કરવાની ધમકી આપી બળાત્કાર કર્યાના આક્ષેપ સાથે યુવતીએ કાપોદ્રા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ઇન્સ્પેક્ટર એમ.આર. સોલંકી વધુ તપાસ કરી રહ્યા છે.આ પણ વાંચોઃ Gujarat Rain Report: રાજ્યમાં સિઝનનો 84 ટકા વરસાદ ખાબક્યો, આ વિસ્તારોમાં હજી 95 ટકા સુધીની ઘટ

Read Full Story arrow_forward
Narmada ડેમ છલકાવાની તૈયારીમાં! 95%થી વધુ ભરાયો, મહત્તમ સપાટીથી માત્ર 1.20 મીટર દૂર
calendar_today September 16, 2026

Narmada ડેમ છલકાવાની તૈયારીમાં! 95%થી વધુ ભરાયો, મહત્તમ સપાટીથી માત્ર 1.20 મીટર દૂર

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં જળરાશિનો વિપુલ જથ્થો જમા થતાં ડેમ 95 ટકાથી વધુ ભરાઈ ગયો છે. ડેમની મહત્તમ જળ ક્ષમતા 138.68 મીટર છે, જેની સામે હાલની જળ સપાટી 137.48 મીટરે પહોંચી ચૂકી છે. ડેમમાં હાલ 5,379.80 MCM (મિલિયન ક્યુબિક મીટર) જેટલો જીવંત જળજથ્થો (લાઈવ સ્ટોરેજ) ઉપલબ્ધ થતાં સમગ્ર ગુજરાત માટે પીવાના પાણી અને સિંચાઈની સુરક્ષા મજબૂત બની છે.ઉપરવાસમાંથી 54,952 ક્યુસેક પાણીની આવક, પાવરહાઉસ કાર્યાન્વિતઉપરવાસમાં થઈ રહેલી આવકના કારણે નર્મદા ડેમમાં સતત 54,952 ક્યુસેક પાણી આવી રહ્યું છે. પાણીની આ ભારે આવકને પગલે જળ સપાટી નિયંત્રિત રાખવા માટે રિવર બેડ પાવરહાઉસ મારફતે નર્મદા નદીમાં 40,947 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. પાવરહાઉસ મારફતે પાણી વહાવવામાં આવતાં જળ વિદ્યુતનું પણ મોટા પાયે ઉત્પાદન થઈ રહ્યું છે.કેનાલમાં 13,500 ક્યુસેક જાવક, કુલ જાવક 54,447 ક્યુસેક નોંધાઈનદી ઉપરાંત રાજ્યના વિવિધ વિસ્તારોમાં સિંચાઈ અને પીવાના પાણીની જરૂરિયાતો પૂરી કરવા માટે મુખ્ય કેનાલ મારફતે 13,500 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આમ, નદી અને કેનાલ મળીને ડેમમાંથી કુલ 54,447 ક્યુસેક પાણીની જાવક નોંધાઈ છે. ડેમ 95% થી વધુ ભરાઈ જતાં નર્મદા નિગમના અધિકારીઓ દ્વારા જળ સપાટી પર ચોવીસે કલાક કડક મોનિટરિંગ રાખવામાં આવી રહ્યું છે.આ પણ વાંચો : Surat News : રસોડાના કર્મચારીઓ પાસે જ નહોતા મેડિકલ સર્ટિફિકેટ! મનપાએ પીપી સવાણી સ્કૂલ સામે કરી મોટી કાર્યવાહી

Read Full Story arrow_forward