લાલબાગચા રાજાના ચરણોમાં આશીર્વાદ લેવા ઉમટી ભક્તોની ભીડ
ગણેશોત્સવ દરમિયાન અહીં દેશભરમાંથી શ્રદ્ધાળુઓ દર્શન માટે પહોંચે છે.
Read Full Story arrow_forwardStay informed with the latest happenings, achievements, and announcements from our community.
ગણેશોત્સવ દરમિયાન અહીં દેશભરમાંથી શ્રદ્ધાળુઓ દર્શન માટે પહોંચે છે.
Read Full Story arrow_forward
મુંબઈના ભાયંદર વિસ્તારમાં લાંબા સમયથી ચાલી રહેલા જમીન વિવાદમાં 81 વર્ષીય અસગર અલી વોરાને તાજેતરમાં રાહત મળી છે. વોરા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડનગર સ્થિત બી.એન. સ્કૂલના પૂર્વ સહપાઠી છે. 8 સપ્ટેમ્બર, 2026ના રોજ તેમણે મુંબઈમાં વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરીને ભાયંદર ઈસ્ટના નવઘર વિસ્તારમાં આવેલી પોતાની જમીન અંગેની ફરિયાદ રજૂ કરી હતી. ત્યારબાદ વિવાદિત જમીન અંગે સ્થાનિક સ્તરે ફરીથી કાર્યવાહી શરૂ થઈ હતી.વોરાએ 1989માં લગભગ 2,810 ચોરસ મીટર જમીન રજિસ્ટર્ડ કરાર મારફતે ખરીદી હતીરિપોર્ટ અનુસાર, વોરાએ 1989માં લગભગ 2,810 ચોરસ મીટર જમીન રજિસ્ટર્ડ કરાર મારફતે ખરીદી હતી. તેમના જણાવ્યા મુજબ, તેમણે આ જમીન ક્યારેય વેચી કે અન્ય કોઈના નામે ટ્રાન્સફર કરી નહોતી. જોકે, વોરાનો આરોપ છે કે 2011માં જમીન પર અતિક્રમણ કરવામાં આવ્યું અને મિલકત સંબંધિત દસ્તાવેજોમાં કથિત રીતે ગેરરીતિ કરવામાં આવી. આ વિવાદમાં બે બાંધકામ કંપનીઓના નામ સામે આવ્યા હતા. તેમાંથી એક કંપનીને ભાજપના ધારાસભ્ય નરેન્દ્ર મહેતા સાથે જોડાયેલી હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.2015માં કથિત દસ્તાવેજી ગેરરીતિ અંગે પોલીસ ફરિયાદ પણ નોંધાઈવોરાએ વર્ષો દરમિયાન સ્થાનિક પોલીસ, મહેસૂલ વિભાગ અને મહાનગરપાલિકા સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો હોવાનો દાવો કર્યો હતો. 2015માં કથિત દસ્તાવેજી ગેરરીતિ અંગે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી. જોકે, લાંબા સમય સુધી વિવાદનું નિરાકરણ ન આવતાં તેમણે વડાપ્રધાન સમક્ષ આ મામલે હસ્તક્ષેપ કરવાની અને સમગ્ર કેસની કેન્દ્રીય તપાસ કરાવવાની માંગ કરી હતી.વોરાની વડાપ્રધાન સાથેની મુલાકાત બાદ મામલાએ નવો વળાંક લીધો. 16 સપ્ટેમ્બરના રિપોર્ટ મુજબ, નરેન્દ્ર મહેતા સાથે જોડાયેલી સેવન ઈલેવન કન્સ્ટ્રક્શન્સે વિવાદિત પ્લોટનો કબજો છોડવાની અને આ જમીન માટે મળેલી બાંધકામ મંજૂરી મહાનગરપાલિકાને પરત કરવાની વાત કરી છે. સાથે જ વોરા વિરુદ્ધ અગાઉ કરવામાં આવેલી પોલીસ ફરિયાદ પાછી ખેંચવાની પણ માહિતી સામે આવી છે. બંને પક્ષો વચ્ચે સમજૂતી થયાનો દાવો પણ કરવામાં આવ્યો છે.અહીં નોંધવું જરૂરી છે કે જમીન પર કબજો અને દસ્તાવેજોમાં ગેરરીતિ અંગેના મૂળ આરોપો અસગર અલી વોરા તરફથી કરવામાં આવ્યા હતા અને આ આરોપો અંગેના તમામ કાનૂની પાસાંને અલગથી જોવાના રહેશે. અગાઉ આ મામલે સંબંધિત સત્તાધિકારીઓ સમક્ષ કાર્યવાહી ચાલી રહી હતી.આ સમગ્ર ઘટનામાં સૌથી મહત્વની બાબત એ છે કે વર્ષોથી ચાલી રહેલા જમીન વિવાદમાં હવે બંને પક્ષો વચ્ચે સમજૂતી તરફ પગલું ભરાયું છે. નરેન્દ્ર મહેતાએ કબજો છોડવા અને બાંધકામ મંજૂરી પરત કરવાની જાહેરાત કર્યા બાદ વોરાને તેમની જમીન અંગે રાહત મળવાની સ્થિતિ ઊભી થઈ છે. જોકે, જમીનના માલિકી હક અને સંબંધિત દસ્તાવેજો અંગેની અંતિમ કાનૂની સ્થિતિ સત્તાવાર પ્રક્રિયા અને દસ્તાવેજોના આધારે જ સ્પષ્ટ થશે.આ પણ વાંચો: UPI MDRના નવા નિયમો: શેરબજાર અને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરનારાઓ માટે શું બદલાશે?
Read Full Story arrow_forward
ગણેશ મહોત્સવ 2026ની ઉજવણીને વધુ ખાસ અને યાદગાર બનાવવા માટે સંદેશ ડિજિટલ લઈને આવ્યું છે એક સુંદર તક. હવે તમારા ઘેર કે સોસાયટીમાં પધારેલા ગણપતિ બાપ્પાની સુંદર તસવીરો અને વીડિયો માત્ર તમારા પરિવાર કે સોસાયટી પૂરતા સીમિત નહીં રહે, પરંતુ તેને દુનિયા સુધી પહોંચાડવાની તક મળશે. આ પાવન પર્વે તમારા ગણપતિ દાદાની સુંદર તસવીરો અને વીડિયો સંદેશ ડિજિટલ દ્વારા પ્રકાશિત કરવામાં આવશે. તમારા શ્રીજીની તસવીરો સંદેશ ડિજિટલની વેબસાઇટ sandesh.com તેમજ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ચમકશે. તમારા ઘેર, ફ્લેટમાં કે સોસાયટીમાં પધારેલા શ્રીજીની સુંદર તસવીરો અને વીડિયો અમને મોકલો. સાથે તમારું નામ અને સ્થળ જરૂરથી લખશો, જેથી તમારી તસવીરો યોગ્ય ઓળખ સાથે પ્રકાશિત કરી શકાય. તો આ ગણેશ મહોત્સવમાં તમારા બાપ્પાની ભક્તિ, શ્રદ્ધા અને સુંદર સજાવટની ઝલક દુનિયા સુધી પહોંચાડો. આજે જ તમારા શ્રીજીની તસવીરો અને વીડિયો મોકલો આ નંબર પર---- 9316724216 મકરબા,અમદાવાદસદગુરુ સાનિધ્ય ફ્લેટ, ન્યુ મણિનગર, અમદાવાદગેલેક્સી 88, હંસપુરાજૈનિશ પીઠડિયા શ્રેયસ સોસાયટી,બેરેજ રોડ,વાસણા, અમદાવાદદ્રષ્ટિચા બાપ્પા, સાગર કનૈયાલાલ નાયી,બોપલ અમદાવાદમિષ્ટી પ્રતીક કેડિયા, અમદાવાદલીમડાચા રાજા રત્નમણિ કોમ્પ્લેક્સ,ઘીકાંટારઘુવીર ગ્રુપ,અમરોલી,સુરતશિવધરા, મોટા વરાછાસીતારામ એપાર્ટમેન્ટ ઉત્તમ નગર, મણિનગરસુરેલીયા રોડ, વસ્ત્રાલ
Read Full Story arrow_forward