android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad સિવિલ હોસ્પિટલમાં મોટો વિવાદ, ફ્રી સુવિધા છતાં દર્દીઓના બ્લડ સેમ્પલ ખાનગી લેબમાં મોકલાયાનો આક્ષેપ
calendar_today September 16, 2026

Ahmedabad સિવિલ હોસ્પિટલમાં મોટો વિવાદ, ફ્રી સુવિધા છતાં દર્દીઓના બ્લડ સેમ્પલ ખાનગી લેબમાં મોકલાયાનો આક્ષેપ

એશિયાની સૌથી મોટી ગણાતી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓના બ્લડ ટેસ્ટને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે. સિવિલ હોસ્પિટલમાં તમામ પ્રકારના લેબોરેટરી ટેસ્ટ તબીબી પ્રોટોકોલ મુજબ નિઃશુલ્ક (ફ્રી) થતા હોવા છતાં, દર્દીઓના બ્લડ સેમ્પલ બહારની ખાનગી લેબમાં મોકલવામાં આવી રહ્યા હોવાના સળગતા આક્ષેપો સામે આવ્યા છે. આ સમગ્ર મામલે હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં ફરજ બજાવતા ડોક્ટરોની ભૂમિકા સામે ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે.એક જ દર્દીના બે વાર સેમ્પલ લેવાયાનો દાવોમળતી વિગતો અનુસાર, સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવેલ ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ પાસેથી ખાનગી લેબમાં ટેસ્ટ કરાવવાના નામે નાણાં વસૂલવામાં આવ્યા હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, એક જ દર્દીના બે-બે વખત બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હોવાનો દાવો પણ પીડિત પક્ષ દ્વારા કરાયો છે. સરકારી સુવિધાઓ પર્યાપ્ત હોવા છતાં દર્દીઓને ખાનગી લેબમાં ધકેલીને આર્થિક રીતે હેરાન કરવામાં આવી રહ્યા હોવાની વિગતો પ્રકાશમાં આવી છે.પીડિત દર્દીએ કરી ઉચ્ચ સ્તરીય તપાસની માંગઆ સમગ્ર ગેરરીતિ અને ખાનગી લેબ સાથેના કમિશન સેટિંગની આશંકા સામે પીડિત દર્દી અને તેમના પરિવારજનોએ હોસ્પિટલ પ્રશાસન તેમજ રાજ્યના આરોગ્ય વિભાગ સમક્ષ તટસ્થ અને સઘન તપાસની માંગ કરી છે. ડોક્ટરો અને ખાનગી લેબોરેટરીઓ વચ્ચે કોઈ આંતરિક મિલીભગત છે કે કેમ તે દિશામાં યોગ્ય પગલાં લેવાની માંગ ઉઠી છે. આ વિવાદ સામે આવ્યા બાદ સિવિલ હોસ્પિટલ પ્રશાસન અને ટ્રોમા સેન્ટરના સ્ટાફમાં ભારે ખળભળાટ મચી ગયો છે.આ પણ વાંચો : કોણ મોકલી રહ્યું છે ગાંધીનગર જિલ્લા કોર્ટને બોમ્બથી ઉડાવવાના ધમકીભર્યા ઈમેલ? જાણો પોલીસ તપાસનો ખુલાસો!

Read Full Story arrow_forward
Delhi CRPF HQ : દિલ્હીમાં નિર્માણાધીન CRPF હાઈટેક હેડકર્વાટરની DG જી.પી. સિંહે લીધી મુલાકાત
calendar_today September 16, 2026

Delhi CRPF HQ : દિલ્હીમાં નિર્માણાધીન CRPF હાઈટેક હેડકર્વાટરની DG જી.પી. સિંહે લીધી મુલાકાત

નવી દિલ્હીના લોધી રોડ પર આવેલા CGO કોમ્પ્લેક્સમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)નું નવું વિશાળ અને અત્યાધુનિક મુખ્યાલય ઝડપથી આકાર લઈ રહ્યું છે. વર્ષોથી જગ્યાની અછતનો સામનો કરી રહેલા CRPF નું મુખ્યાલય હવે ઝડપથી તૈયાર થઈ રહ્યું છે. તાજેતરમાં બુધવારે CRPFના ડિરેક્ટર જનરલ (DG) જી.પી. સિંહે આ બાંધકામ સ્થળની રૂબરૂ મુલાકાત લઈને કામગીરીની પ્રગતિનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. તેમણે અધિકારીઓને સ્પષ્ટ આદેશ આપ્યા છે કે નિર્માણ કાર્યની ગુણવત્તા સાથે કોઈ બાંધછોડ કર્યા વિના બાકી રહેલું કામ નક્કી કરેલી સમયમર્યાદામાં પૂરું કરવામાં આવે.CBI મુખ્યાલયની બિલકુલ બાજુમાં નિર્માણઆ નવું મુખ્યાલય સીબીઆઈ (CBI) હેડક્વાર્ટરની બિલકુલ બાજુમાં તૈયાર થઈ રહ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ૨૯ ડિસેમ્બર, ૨૦૧૯ના રોજ આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. આ ભવ્ય ઇમારતના નિર્માણની સંપૂર્ણ જવાબદારી CPWD (સેન્ટ્રલ પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ)ને સોંપવામાં આવી છે.૨. ૨.૨૩ એકર જમીન, ૧૧ માળ અને ૩ ભોંયરા સાથેનું માળખુંઆશરે ૨.૨૩ એકર જમીન પર પથરાયેલી આ ઇમારતમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપરાંત ૧૧ માળ બનાવવામાં આવી રહ્યા છે. મર્યાદિત જમીનમાં મહત્તમ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી શકાય તે રીતે આખી ડિઝાઈન તૈયાર કરાઈ છે. વાહન પાર્કિંગની સમસ્યા ન સર્જાય તે માટે ત્રણ બેઝમેન્ટનું નિર્માણ થઈ રહ્યું છે, જેમાં આશરે ૫૨૦ કાર અને ૧૫ બસો સરળતાથી પાર્ક કરી શકાશે.એક જ કેમ્પસ હેઠળ આવશે CRPFની તમામ મહત્વપૂર્ણ શાખાઓહાલમાં CRPFનું વર્તમાન મુખ્યાલય CGO કોમ્પ્લેક્સના બ્લોક નંબર ૧ માં ચાલે છે, પણ જગ્યાની તંગીને કારણે RAF, COBRA, ટ્રેનિંગ, મેડિકલ, રિક્રુટમેન્ટ અને કોમ્યુનિકેશન જેવી શાખાઓ દિલ્હીમાં અલગ-અલગ સ્થળોએથી કામ કરે છે. નવી ઈમારત તૈયાર થતાં આ તમામ શાખાઓ એક જ છત નીચે આવી જશે, જેનાથી અધિકારીઓ વચ્ચે સંકલન સુધરશે અને વહીવટી કામગીરી વધુ ઝડપી બનશે.ઓડિટોરિયમ, જીમ અને ૫૨૦ કાર પાર્કિંગ જેવી આધુનિક સુવિધાઓનવા હેડક્વાર્ટરમાં અધિકારીઓ અને જવાનો માટે વર્લ્ડ-ક્લાસ સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે. જેમાં એક વિશાળ ઓડિટોરિયમ, હાઈ-ટેક કોન્ફરન્સ હોલ, બેરેક, કેન્ટીન, આધુનિક જીમ અને ગેસ્ટ રૂમનો સમાવેશ થાય છે.૨૮૦ કરોડનો ખર્ચ અને સમયસર પૂર્ણ કરવાનો લક્ષ્યાંકઆ સમગ્ર પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ ₹૨૭૭ થી ₹૨૮૦ કરોડ વચ્ચે છે. અગાઉ આ પ્રોજેક્ટ માર્ચ ૨૦૨૨ સુધીમાં પૂર્ણ કરવાનો હતો, પરંતુ વિવિધ કારણોસર કામમાં વિલંબ થયો હતો. ઓગસ્ટ ૨૦૨૬માં નિરીક્ષણ કર્યા બાદ, સપ્ટેમ્બરમાં ફરીથી સ્થળની મુલાકાત લઈને DG જી.પી. સિંહે કામમાં ઝડપ લાવવા તાકીદ કરી છે. હાલમાં બાકીનું નિર્માણ કાર્ય વહેલામાં વહેલી તકે પૂર્ણ કરવા માટે પ્રયાસો તેજ કરી દેવામાં આવ્યા છે.આ પણ વાંચો : PM મોદીના બાળપણના મિત્રને જમીન વિવાદમાં રાહત, ભાજપ ધારાસભ્યએ કબજો છોડવાની કરી જાહેરાત

Read Full Story arrow_forward
72 વર્ષની ઉંમરે આટલું સાહસ કેવી રીતે? 24,000 ફૂટની ઊંચાઈથી છલાંગ લગાવી વૃદ્ધે ઇન્ટરનેટ ગાંડુ કર્યુ
calendar_today September 16, 2026

72 વર્ષની ઉંમરે આટલું સાહસ કેવી રીતે? 24,000 ફૂટની ઊંચાઈથી છલાંગ લગાવી વૃદ્ધે ઇન્ટરનેટ ગાંડુ કર્યુ

જ્યારે મોટાભાગના લોકો જીવનની ઉંમર વધવાની સાથે ઘરમાં આરામદાયક જીવન જીવવાનું પસંદ કરે છે, ત્યારે બિહારના જમુઈ જિલ્લાના રહેવાસી ૭૨ વર્ષીય કપિલદેવ રાવતે એક એવું અવિસ્મરણીય પરાક્રમ કરી બતાવ્યું છે જે મોટા-મોટા સાહસી યુવાનોને પણ દંગ કરી દે. કપિલદેવે હિમાચલ પ્રદેશની સુંદર અને ખતરનાક પહાડીઓમાં આશરે ૨૪,૦૦૦ ફૂટની ઊંચાઈથી પેરાગ્લાઈડિંગ કરીને આકાશમાં ઉડાન ભરી હતી. તેમના આ રોમાંચક અને જોખમી અનુભવનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ રહ્યો છે.પહેલી કૂદકાની પળો હતી ભયાનકપોતાના આ રોમાંચક અનુભવને યાદ કરતા કપિલદેવે જણાવ્યું કે પર્વતની ઊંચાઈ પરથી કૂદકો માર્યા પછીની પહેલી થોડી સેકન્ડો અત્યંત ભયાનક હતી. તે ક્ષણે તેમને એવું લાગી રહ્યું હતું કે જાણે બધું જ ખતમ થઈ જશે. પરંતુ, થોડી જ ક્ષણોમાં એ ડરનો અનુભવ રોમાંચ અને ભારે ઉત્સાહમાં ફેરવાઈ ગયો. હજારો ફૂટની ઊંચાઈએ હવામાં તરતી વખતે નીચેની દુનિયાનો અદ્ભુત નજારો તેમના જીવનની સૌથી કિંમતી અને યાદગાર ક્ષણ બની ગયો. તેઓ લગભગ અડધા કલાક સુધી આકાશમાં મુક્તપણે વિચરતા રહ્યા અને અંતે હેમખેમ નીચે ઉતર્યા. પ્રેરણા અને પરિવારનો સાથઆ સાહસિક પગલું ભરવા પાછળ એક રસપ્રદ પ્રેરણા રહી છે. કપિલદેવે અગાઉ કેટલાક એવા વયોવૃદ્ધ લોકો વિશે સાંભળ્યું હતું જેમણે ૮૦ વર્ષની મહિલા કે ૭૫ વર્ષના પુરુષ હોવા છતાં પેરાગ્લાઈડિંગ સફળતાપૂર્વક કર્યું હતું. આ વાતથી પ્રેરણા લઈને તેમણે વિચાર્યું કે જો તેઓ આ ઉંમરે કરી શકે છે, તો હું કેમ નહીં? પોતાના પરિવાર સાથે હિમાચલ પ્રવાસ દરમિયાન તેમણે આ હિંમતભર્યો નિર્ણય લીધો. તેમના આ સ્વપ્નને પૂરું કરવામાં તેમના પુત્રો અને પરિવારના અન્ય સભ્યોએ પણ ભરપૂર પ્રોત્સાહન આપ્યું હતું.સાહસ માટે ઉંમર ક્યારેય બાધક નથીજમુઈમાં હોટેલ ચલાવતા અને મુસાફરીનો શોખ ધરાવતા કપિલદેવ સાબિત કરી દીધું છે કે નવા અનુભવો મેળવવાની જીજીવિષા ક્યારેય ઉંમરની મોહતાજ નથી હોતી. સોશિયલ મીડિયા પર તેમની આ અદભુત હિંમત અને જુસ્સાની પ્રશંસા થઈ રહી છે. તેમની આ પ્રેરણાદાયી કહાની એવા તમામ લોકો માટે એક ઉત્તમ ઉદાહરણ છે જેઓ વધતી ઉંમરે પોતાના શોખ અને સપનાઓને છોડી દે છે. કપિલદેવે સાચું જ સાબિત કર્યું કે જો મનમાં દ્રઢ ઈચ્છાશક્તિ હોય, તો ૭૨ વર્ષની વયે પણ આકાશને સ્પર્શી શકાય છે.આ પણ વાંચોઃ Indonesia : જંગલની આગને કારણે કરોડો લોકો પ્રભાવિત, ધુમાડા અને પાણીની અછતથી હાહાકાર!

Read Full Story arrow_forward