android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
AIMIMના પ્રમુખ Asaduddin Owaisiઓવેસીનો ભાજપના ધારાસભ્યને ખુલ્લો પડકાર, જાણો શુ કહ્યુ?
calendar_today September 16, 2026

AIMIMના પ્રમુખ Asaduddin Owaisiઓવેસીનો ભાજપના ધારાસભ્યને ખુલ્લો પડકાર, જાણો શુ કહ્યુ?

ઓવૈસી ભોપાલમાં સમાન નાગરિક સંહિતા એટલે કે યુસીસીના વિરોધમાં જાહેર સભાને સંબોધિત કરતા કહ્યુ હતુ કે, તમે અમને જેટલા દબાવશો, તેટલી જ મજબૂતીથી અમે ઉભા થઈશું. ધારાસભ્ય રામેશ્વર શર્માએ શું કહ્યું?ધારાસભ્ય રામેશ્વર શર્માએ જાહેર સભા સંબોધતા કહ્યું હતું કે, મોદીજીએ સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. જ્યારે ભારતમાં લોકો કહેતા હતા કે, તેઓ સોય બનાવતા નથી જાણતા, ત્યારે મોદીજીએ કહ્યું હતું કે અમે મિસાઈલ બનાવીશું. તમે કરોડ ચોક પર ઉભા રહો, મિસાઈલને નિશાન બનાવો અને તેને કાઝી કેમ્પ પર ફેંકો. જ્યારે ભીડે રામેશ્વર શર્માના નિવેદનને તાળીઓ પાડી અને વધાવી લીધું, ત્યારે ધારાસભ્યએ કહ્યું કે તેમણે કરોડનો કાઝી કેમ્પ નહીં, પરંતુ ઇસ્લામાબાદનો કેમ્પ કહ્યું હતુ.  એનડીએના સાથીઓને પડકારઓવૈસીએ એનડીએના સાથીઓને પડકાર ફેંકતા કહ્યું કે જો તેમને ભાજપની વિચારધારા સાથે સહેજ પણ મતભેદ હોય, તો તેમણે યુસીસીનો વિરોધ કરવો જોઈએ. યુસીસીને સમાનતા અને ધાર્મિક સ્વતંત્રતાની વિરુદ્ધ ગણાવતા, ઓવૈસીએ આરોપ લગાવ્યો કે ભાજપ સરકારો તેને બિન-હિન્દુઓ પર લાદી રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 2029 સુધીમાં ભાજપ-એનડીએ શાસિત તમામ રાજ્યોમાં યુસીસી લાગુ કરવાની જાહેરાત કર્યા બાદ ઓવૈસીનું નિવેદન આવ્યું છે. ઓવૈસીએ કહ્યું કે બાબા સાહેબ આંબેડકર દ્વારા તૈયાર કરાયેલ બંધારણના અનુચ્છેદ 14, 25, 26 અને 29 નાગરિકોને સમાનતા અને તેમના ધર્મનું પાલન કરવાની સ્વતંત્રતા સહિત વિવિધ અધિકારો આપે છે. ઓવૈસીએ કહ્યું, "એક ધર્મના કાયદા બીજા ધર્મ પર લાદવા સમાનતા અને ધર્મની સ્વતંત્રતાની વિરુદ્ધ છે. તેથી જ અમે તેનો વિરોધ કરી રહ્યા છીએ."ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ વિરોધ કરશેએઆઈએમઆઈએમ પ્રમુખે મધ્યપ્રદેશમાં યુસીસીમાંથી આદિવાસીઓને બાકાત રાખવાનો મુદ્દો પણ ઉઠાવ્યો. તેમણે કહ્યું કે રાજ્યની વસ્તીના લગભગ 21 ટકા આદિવાસીઓ છે, જ્યારે મુસ્લિમ વસ્તી લગભગ આઠ ટકા છે. ઓવૈસીએ 17 સપ્ટેમ્બરના રોજ જંતર મંતર પર યુસીસી સામે ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના પ્રસ્તાવિત વિરોધ પ્રદર્શનને ટેકો આપ્યો હતો અને દેશભરના મુસ્લિમોને તેને સફળ બનાવવા હાકલ કરી હતી.આ પણ વાંચોઃ લદાખની રહસ્યમયી પેંગોંગ ઝીલ બદલે છે પોતાના રંગ, જાણો કેવી રીતે કરશો ત્યાંની મુલાકાત?

Read Full Story arrow_forward
Healthcare : 11ની વસ્તુ અને MRP 325! તુકારામ મુંઢેએ સમજાવ્યું હોસ્પિટલોના મસમોટા બિલ પાછળનું ગણિત!
calendar_today September 16, 2026

Healthcare : 11ની વસ્તુ અને MRP 325! તુકારામ મુંઢેએ સમજાવ્યું હોસ્પિટલોના મસમોટા બિલ પાછળનું ગણિત!

હોસ્પિટલમાં સારવાર દરમિયાન દર્દી અને તેના પરિવાર સામે સૌથી મોટી ચિંતા ઘણીવાર વધતું જતું બિલ હોય છે. હવે આ બિલમાં સામેલ કેટલાક મેડિકલ સામાનની કિંમતને લઈને મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે. મહારાષ્ટ્રમાં હોસ્પિટલોમાં વપરાતા મેડિકલ કન્ઝ્યુમેબલ્સની કિંમતના સર્વેમાં ટ્રેડ કિંમત અને છાપેલી મેક્સિમમ રિટેલ પ્રાઇસ એટલે કે MRP વચ્ચે મોટો તફાવત જોવા મળ્યો છે.મેડિકલ સામાનની ખરીદ કિંમત અને MRP વચ્ચે મોટો તફાવત જોવા મળ્યોમહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન એટલે કે FDAના વડા તુકારામ મુંઢેએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ સર્વે સાથે જોડાયેલા આંકડા શેર કર્યા છે. તેમના જણાવ્યા મુજબ, હોસ્પિટલોમાં વપરાતા અનેક મેડિકલ પ્રોડક્ટ્સની ખરીદી કિંમત અને તેના પર છાપેલી MRP વચ્ચે ઘણો મોટો તફાવત જોવા મળ્યો. ઉદાહરણ તરીકે, 11.05 રૂપિયામાં ખરીદવામાં આવેલા IV ઇન્ફ્યુઝન સેટ પર 325 રૂપિયાની MRP લખેલી હતી. તેવી જ રીતે 6.75 રૂપિયાની કિંમત ધરાવતી એક સિરીંજની MRP 57.20 રૂપિયા મળી. એક કેથેટરની ટ્રેડ કિંમત 29.41 રૂપિયા હતી, જ્યારે તેના પર 310 રૂપિયાની MRP છાપેલી હતી. એટલે કે કેટલાક કિસ્સામાં મેડિકલ સામાનની ટ્રેડ કિંમત અને MRP વચ્ચે અનેક ગણો તફાવત જોવા મળ્યો.દર્દી પાસે બીજો વિકલ્પ નથીતુકારામ મુંઢેના જણાવ્યા મુજબ સૌથી મોટી મુશ્કેલી એ છે કે આ એવા પ્રોડક્ટ્સ છે, જેને સારવાર દરમિયાન દર્દી સરળતાથી ટાળી શકતો નથી. હોસ્પિટલમાં દાખલ દર્દીને IV સેટ, સિરીંજ, કેથેટર અને અન્ય મેડિકલ કન્ઝ્યુમેબલ્સની જરૂર પડી શકે છે. દર્દી પાસે ન તો કિંમતોની સરખામણી કરવાની પૂરતી તક હોય છે અને ન તો સારવાર વચ્ચે બીજા વિકલ્પ પર જઈ શકે છે. આ રીતે દર્દીને પોતાની સારવારમાં ઉપયોગમાં લેવાતા પ્રોડક્ટની વાસ્તવિક કિંમતની જાણ ઘણીવાર થતી નથી.MRP અને ટ્રેડ કિંમતમાં તફાવત શા માટે?તુકારામ મુંઢેના જણાવ્યા મુજબ મેડિકલ પ્રોડક્ટ્સ પર છાપેલી MRP ઘણીવાર ઉત્પાદકો અને ડિસ્ટ્રિબ્યુટર્સ દ્વારા પહેલેથી નક્કી કરવામાં આવે છે. આ કિંમત પ્રોડક્ટ જે ટ્રેડ કિંમતે ખરીદવામાં આવે છે તેનાથી ઘણી અલગ હોઈ શકે છે. તેના કારણે ટ્રેડ કિંમત અને MRP વચ્ચે મોટો તફાવત ઊભો થાય છે. મુશ્કેલી એ છે કે કિંમત ચૂકવનાર દર્દી આ તફાવતને સરળતાથી સમજી કે તપાસી શકતો નથી. એટલે કે કોઈ પ્રોડક્ટ ખરેખર કેટલી કિંમતે ખરીદવામાં આવી હતી અને તેના માટે દર્દી પાસેથી કેટલી રકમ લેવામાં આવી, તેને લઈને પારદર્શિતાનો સવાલ ઊભો થાય છે.મહારાષ્ટ્ર FDA કમિશનર તુકારામ મુંઢેએ મેડિકલ સામાનની કિંમતોને લઈને હાલની નિયમન વ્યવસ્થા પર પણ સવાલ ઉઠાવ્યો છે. ડ્રગ્સ પ્રાઇસ કંટ્રોલ ઓર્ડર, 2013 હેઠળ નિર્ધારિત દવાઓ માટે કિંમતની મર્યાદાની જોગવાઈ છે. પરંતુ મુંઢેના જણાવ્યા મુજબ, મોટા ભાગના મેડિકલ ડિવાઇસ અને કન્ઝ્યુમેબલ્સ આ પ્રકારના સીધા ભાવ નિયંત્રણ હેઠળ આવતા નથી. આ જ કારણ છે કે આ પ્રોડક્ટ્સની કિંમત અને તેના પર છાપેલી MRP વચ્ચે કેટલો તફાવત યોગ્ય ગણવો જોઈએ, તેને લઈને સ્પષ્ટ વ્યવસ્થાની જરૂરિયાત અનુભવાઈ રહી છે.સ્પષ્ટ માર્ગદર્શિકા બનાવવાનું સૂચનમહારાષ્ટ્ર FDA દ્વારા સામે મૂકવામાં આવેલા સર્વેના પરિણામોની સમીક્ષા કરવાની ભલામણ કરવામાં આવી છે. સાથે જ ટ્રેડ પ્રોક્યોરમેન્ટ કિંમત અને જાહેર કરાયેલી MRP વચ્ચે કેટલો તફાવત સ્વીકાર્ય હોવો જોઈએ, તેને લઈને સ્પષ્ટ માર્ગદર્શિકા બનાવવાની વાત કરવામાં આવી છે. આ ભલામણ ડિપાર્ટમેન્ટ ઓફ ફાર્માસ્યુટિકલ્સ અને નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી એટલે કે NPPAને મોકલવામાં આવી છે. તેનો હેતુ મેડિકલ કન્ઝ્યુમેબલ્સની કિંમતોમાં રહેલા સંભવિત ભાવ તફાવત અને માહિતીના તફાવતને ઘટાડવાનો છે.દર્દીઓ માટે તેનો શું અર્થ છે?સીધી વાત એ છે કે હોસ્પિટલના બિલમાં સામેલ કોઈ મેડિકલ પ્રોડક્ટની MRP જોઈને તેની વાસ્તવિક ખરીદી કિંમતનો અંદાજ લગાવવો હંમેશા સરળ નથી. મહારાષ્ટ્ર FDAના સર્વેમાં સામે આવેલા આંકડા દર્શાવે છે કે કેટલાક કિસ્સામાં ટ્રેડ કિંમત અને MRP વચ્ચે ઘણો મોટો તફાવત હોઈ શકે છે. હાલમાં FDAની ભલામણ પર સંબંધિત કેન્દ્રીય વિભાગો અને NPPA દ્વારા આગળ શું પગલાં લેવામાં આવે છે, તે જોવાનું બાકી છે.આ પણ વાંચો-Bollywood King : શાહરૂખ ખાનના મન્નતની માત્ર નેમપ્લેટ જ 25 લાખની! મહિને આવે છે લાખોનું લાઈટ બિલ!

Read Full Story arrow_forward
Haridhwar: ગંગા સ્નાન કરતી મહિલાના વીડિયોનો AI દ્વારા ફેક વીડિયો બનાવાયો, ગંગા સભાની કડક કાર્યવાહીની માંગ!
calendar_today September 16, 2026

Haridhwar: ગંગા સ્નાન કરતી મહિલાના વીડિયોનો AI દ્વારા ફેક વીડિયો બનાવાયો, ગંગા સભાની કડક કાર્યવાહીની માંગ!

ઉત્તરાખંડના પવિત્ર શહેર હરિદ્વાર સ્થિત હર કી પૌડી પર ગંગાઘાટ પર સ્નાન કરતી એક મહિલા ભક્તની તસવીર સાથે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) દ્વારા છેડછાડ કરીને તેને અર્ધ-નગ્ન સ્વરૂપે સોશિયલ મીડિયા પર વાયરલ કરવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. આ શરમજનક ઘટનાને લઈને સ્થાનિક રહીશો અને ધાર્મિક સંસ્થાઓમાં ભારે આક્રોશ ફેલાયો છે. શ્રી ગંગા સભાએ આ કૃત્યને સીધેસીધો ધર્મ પરનો હુમલો ગણાવીને દોષિતો સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી છે.મૂળ વીડિયો સાથે છેડછાડનું કાવતરુંપ્રાપ્ત વિગતો અનુસાર, આ વાયરલ વીડિયો હર કી પૌડીના પ્રખ્યાત માલવિયા ઘાટનો છે. કોઈ અસામાજિક તત્વે ઘાટ પર સ્નાન કરતી મહિલાનો ગુપ્ત વીડિયો બનાવીને તેને ઇન્ટરનેટ પર વાયરલ કર્યો હતો અને ત્યારબાદ AI ટેકનોલોજીની મદદથી તે મૂળ વીડિયોમાં છેડછાડ કરી. અસલી વીડિયોમાં મહિલાએ સલવાર સૂટ પહેરેલો હતો, પરંતુ બદમાશોએ AI નો દુરુપયોગ કરીને તેને અર્ધ-નગ્ન દર્શાવીને સોશિયલ મીડિયા પર ફેલાવી દીધો હતો.પીડિત મહિલાનો દાવો અને સાયબર પોલીસ ફરિયાદઆ વિવાદિત વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર સોનમ યાદવ નામની એક મહિલા સામે આવી છે, જેણે દાવો કર્યો છે કે આ વાયરલ વીડિયો તેનો જ છે. મહિલાએ જણાવ્યું છે કે તેણે આ મામલે હરિયાણા સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. જો કે, આ દાવા અંગે પોલીસ તરફથી હજુ સુધી સત્તાવાર પુષ્ટિ થવાની બાકી છે, પરંતુ આ ઘટનાએ સોશિયલ મીડિયા પર પ્રાઇવસી અને AI ના જોખમો અંગે મોટી ચર્ચા જગાવી છે.શ્રી ગંગા સભાની કડક ચેતવણીઆ સમગ્ર પ્રકરણ પર ગંભીર નારાજગી વ્યક્ત કરતા શ્રી ગંગા સભાના પ્રમુખના જણાવ્યા અનુસાર AI ના માધ્યમથી આપણી માતાઓ અને બહેનોની તસવીરો સાથે ખેલ કરવાનો આ પ્રકારનો કુટિલ પ્રયાસ અત્યંત નિંદનીય છે. તીર્થસ્થાનોને બદનામ કરવા માટે રચાયેલા આ બનાવટી ષડયંત્ર દ્વારા સનાતન ધર્મ પર સીધો પ્રહાર કરવામાં આવી રહ્યો છે. સભાએ સરકાર અને પ્રશાસન પાસે માંગ કરી છે કે આ વીડિયો વાયરલ કરનારા અસામાજિક તત્વો વિરુદ્ધ તાત્કાલિક ગુનો નોંધીને દાખલારૂપ કડક કાર્યવાહી કરવામાં આવે.આ પણ વાંચોઃ 72 વર્ષની ઉંમરે આટલું સાહસ કેવી રીતે? 24,000 ફૂટની ઊંચાઈથી છલાંગ લગાવી વૃદ્ધે ઇન્ટરનેટ ગાંડુ કર્યુ

Read Full Story arrow_forward