android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live : ગાંધીનગર જિલ્લા કોર્ટને ફરી મળી બોમ્બથી ઉડાવાની ધમકી, પોલીસે પ્રોટોકોલ મુજબ તપાસ શરૂ કરી
calendar_today September 16, 2026

Gujarat Latest News Live : ગાંધીનગર જિલ્લા કોર્ટને ફરી મળી બોમ્બથી ઉડાવાની ધમકી, પોલીસે પ્રોટોકોલ મુજબ તપાસ શરૂ કરી

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 16 સપ્ટેમ્બર ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો

Read Full Story arrow_forward
Gir Somnath News : LCBએ બાલાજી નગરમાં કરેલી રેડ અને FIRની વિગતોમાં તફાવત હોવાનો આક્ષેપ
calendar_today September 16, 2026

Gir Somnath News : LCBએ બાલાજી નગરમાં કરેલી રેડ અને FIRની વિગતોમાં તફાવત હોવાનો આક્ષેપ

ગીર સોમનાથ જિલ્લામાં લોકલ ક્રાઈમ બ્રાન્ચની કામગીરી હવે ગંભીર સવાલો અને શંકાના ઘેરામાં આવી ગઈ છે. પ્રભાસ પાટણના બાલાજી નગર વિસ્તારમાં એલસીબી દ્વારા કરવામાં આવેલી જુગારની એક રેડને લઈને સ્થાનિક સ્તરે અનેક વિવાદો સામે આવ્યા છે. રેડની વાસ્તવિક સ્થિતિ અને પોલીસ ચોપડે નોંધાયેલી એફઆઈઆરની વિગતો વચ્ચે જમીન-આસમાનનો તફાવત હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. જેના કારણે પોલીસ તંત્રની પારદર્શકતા સામે મોટા પ્રશ્નાર્થ ચિહ્નો સર્જાયા છે.તફાવતને લઈને હવે અનેક તર્ક-વતર્ક શરૂ થઈ ગયાપ્રાપ્ત વિગતો અનુસાર, બાલાજી નગર ખાતે થયેલી આ રેડમાં સ્થળ પરથી ચાર પુરુષો અને ચાર મહિલાઓ મળીને કુલ આઠ વ્યક્તિઓ ઝડપાયા હોવાની ચર્ચાઓ વ્યાપકપણે ફેલાઈ હતી. જો કે, આશ્ચર્યની વાત એ છે કે પોલીસ દ્વારા નોંધવામાં આવેલી સત્તાવાર એફઆઈઆરમાં માત્ર ત્રણ જ પુરુષોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ તફાવતને લઈને હવે અનેક તર્ક-વતર્ક શરૂ થઈ ગયા છે અને સવાલ એ ઉઠી રહ્યો છે કે જો સ્થળ પર મહિલાઓ પણ હાજર હતી અને પકડાઈ હતી તો પછી ફરિયાદમાંથી મહિલાઓના નામ કેમ ગાયબ કરી દેવામાં આવ્યા? મહિલાઓ સામે કોઈ જ કાયદેસરની કાર્યવાહી કેમ કરવામાં આવી નહીં? તેવો સવાલ ફરિયાદ સામે ઉઠાવવામાં આવ્યો છે.એફઆઈઆરમાં માત્ર 9400 રૂપિયા જ દર્શાવવામાં આવ્યાઆ ઉપરાંત રેડના સ્થળને લઈને આક્ષેપ કરવામાં આવ્યો છે કે વાસ્તવિક રેડ એક રહેણાંક મકાનની અંદર પાડવામાં આવી હતી. પરંતુ પોલીસની એફઆઈઆરમાં આ જુગારની પ્રવૃત્તિ કોઈ બંધ મકાનને બદલે ખુલ્લા જાહેર રોડ પર ચાલતી હોવાનું દર્શાવવામાં આવ્યું છે. સ્થળ અને કાર્યવાહીની આ વિસંગતતા સમગ્ર રેડની સચ્ચાઈ પર શંકા ઉપજાવે છે. બીજી તરફ રેડ દરમિયાન સ્થળ પરથી મોટી રકમની રોકડ રકમ મળી આવી હોવાની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી હતી. પરંતુ જ્યારે સત્તાવાર મુદ્દામાલની વાત આવી ત્યારે એફઆઈઆરમાં માત્ર 9400 રૂપિયા જ દર્શાવવામાં આવ્યા છે. આટલી મોટી રકમ ક્યાં ગાયબ થઈ અથવા તો હકીકતમાં શું મળ્યું હતું તે અંગે પણ તપાસની માંગ થઈ રહી છે.મુખ્યમંત્રી સુધી પત્ર લખીને તપાસની માગ કરાઈનિયમ મુજબ આવી રેડ વખતે થતી ફોટોગ્રાફી કે વીડિયોગ્રાફી આ કેસમાં કરવામાં આવી ન હોવાનું સામે આવ્યું છે. આ અંગે કેટલાક ટેકનિકલ કારણો આગળ ધરવામાં આવ્યા છે, જેની ઊંડાણપૂર્વક તપાસ કરવાની માંગ ઉઠી છે. સમગ્ર મામલાની સત્યતા બહાર લાવવા માટે પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનના સીસીટીવી ફૂટેજ તાત્કાલિક સુરક્ષિત કરીને તેની ઝીણવટભરી તપાસ કરવાની માંગ કરાઈ છે. સ્ટેશન ડાયરી, પંચનામું, જીડી એન્ટ્રી અને મુદ્દામાલના રેકોર્ડની પણ કડક ચકાસણી કરવામાં આવે તેવી રજૂઆત થઈ છે. આ ગંભીર અનિયમિતતાઓને ધ્યાનમાં રાખીને સ્થાનિક અગ્રણી પ્રકાશ વાયલું દ્વારા રાજ્યના પોલીસ વડા (DGP), રેન્જ આઈજી (DIGP), ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને લેખિતમાં સત્તાવાર ફરિયાદ કરવામાં આવી છે. આ પણ વાંચોઃ Surat News : રસોડાના કર્મચારીઓ પાસે જ નહોતા મેડિકલ સર્ટિફિકેટ! મનપાએ પીપી સવાણી સ્કૂલ સામે કરી મોટી કાર્યવાહી

Read Full Story arrow_forward
કોણ મોકલી રહ્યું છે ગાંધીનગર જિલ્લા કોર્ટને બોમ્બથી ઉડાવવાના ધમકીભર્યા ઈમેલ? જાણો પોલીસ તપાસનો ખુલાસો!
calendar_today September 16, 2026

કોણ મોકલી રહ્યું છે ગાંધીનગર જિલ્લા કોર્ટને બોમ્બથી ઉડાવવાના ધમકીભર્યા ઈમેલ? જાણો પોલીસ તપાસનો ખુલાસો!

ગાંધીનગર જિલ્લા કોર્ટને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં સમગ્ર કોર્ટ પરિસરમાં અને પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઈ છે. અજાણ્યા શખ્સ દ્વારા કોર્ટના સત્તાવાર ઈમેલ આઈડી પર ધમકીભર્યો ઈમેલ મોકલવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ જિલ્લા પોલીસ વહીવટી તંત્ર અને સુરક્ષા એજન્સીઓ તુરંત એક્શન મોડમાં આવી ગઈ હતી અને સમગ્ર વિસ્તારમાં નાકાબંધી જેવો માહોલ સર્જાયો હતો.પ્રોટોકોલ મુજબ કોર્ટ પરિસરમાં સઘન તપાસ હાથ ધરાઈઈમેલની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સત્તાવાર સુરક્ષા પ્રોટોકોલ મુજબ તાત્કાલિક સ્થાનિક પોલીસ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS) અને ડોગ સ્ક્વોડની ટીમો ગાંધીનગર જિલ્લા કોર્ટ પરિસરમાં પહોંચી ગઈ હતી. સુરક્ષાકર્મીઓએ કોર્ટ રૂમ, જજની ચેમ્બર, પાર્કિંગ વિસ્તાર તેમજ સમગ્ર પરિસરના ખૂણે-ખૂણાની બારીકાઈથી સઘન તપાસ હાથ ધરી હતી. આ સર્ચ ઓપરેશન દરમિયાન થોડા સમય માટે વકીલો અને અરજદારોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. ==તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળતાં રાહત, ઈમેલ આઈડીની તપાસ શરૂકલાકો સુધી ચાલેલી આકરી તપાસ અને સઘન ચેકિંગ બાદ કોર્ટ પરિસરમાંથી કોઈ પણ પ્રકારની શંકાસ્પદ કે અવાંછિત વસ્તુ મળી આવી નહોતી. ધમકીભર્યો ઈમેલ ભ્રામક (ફેક) હોવાનું સ્પષ્ટ થતાં જ જજ, વકીલો, કોર્ટ સ્ટાફ અને અરજદારોએ રાહતનો શ્વાસ લીધો હતો. હાલમાં સાયબર ક્રાઈમ અને સ્થાનિક પોલીસે ઈમેલનું આઈપી સરનામું (IP Address) ટ્રેસ કરીને અફવા ફેલાવનાર અને ધમકી આપનાર શખ્સને ઝડપી પાડવા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ પણ વાંચો : Suratમાં વધુ એક કરુણાંતિકા: વરીયાવ બ્રિજ પાસે તાપી નદી કિનારે પરિણીત પ્રેમીયુગલે કર્યો આપઘાત

Read Full Story arrow_forward