android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Indian Railway: રેલવે સ્ટેશનો પર પાન-મસાલાની પિચકારી મારનારા ચેતી જજો! હવે ફટકારાશે દંડ
calendar_today September 16, 2026

Indian Railway: રેલવે સ્ટેશનો પર પાન-મસાલાની પિચકારી મારનારા ચેતી જજો! હવે ફટકારાશે દંડ

ભારતીય રેલવે તેના સમગ્ર નેટવર્ક પર આવેલા સ્ટેશનોને પાન અને ગુટખાની પિચકારીના લાલ ડાઘ, ગંદકી અને ગેરકાયદેસર જાહેરાતોથી મુક્ત કરશે. સ્ટેશનો કે ટ્રેનોમાં થૂંકતા અથવા કચરો ફેંકતા પકડાનાર કોઈપણ વ્યક્તિને RPFના જવાનો અને ટિકિટ-ચેકિંગ સ્ટાફ દ્વારા સ્થળ પર જ દંડ ફટકારવામાં આવશે.17 સપ્ટેમ્બરથી 31 ઓક્ટોબર દરમિયાન દેશભરમાં ત્રણ તબક્કામાં સઘન સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવશે. તેમાં 'સ્વચ્છતા હી સેવા' (17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર), 'સ્વચ્છતા પખવાડિયું' (1 થી 15 ઓક્ટોબર) અને 'સ્પેશિયલ કેમ્પેઈન 6.0' (2 થી 31 ઓક્ટોબર)નો સમાવેશ થાય છે.ફૂટ-ઓવર-બ્રિજ (FOB)ના દાદર, સબવે, થાંભલા અને ખૂણાઓ પર મુસાફરો દ્વારા છોડવામાં આવેલા લાલ ડાઘ (પાન/ગુટખાની પિચકારી) અને પીળા ડાઘ (પેશાબ), તેમજ દિવાલો પર ગેરકાયદેસર રીતે ચોંટાડવામાં આવેલા પોસ્ટરો અને પત્રિકાઓ દૂર કરવામાં આવશે. આ હેતુ માટે 9 અને 10 ઓક્ટોબરના રોજ દેશવ્યાપી 'નો રેડ એન્ડ યલો સ્પોટ' (લાલ અને પીળા ડાઘ મુક્ત) અભિયાન ચલાવવામાં આવશે.FOB, સબવે, થાંભલા અને પ્લેટફોર્મના ખૂણાઓ પરના લાલ અને પીળા ડાઘ મશીનો અને રસાયણોનો ઉપયોગ કરીને ઘસીને સાફ કરવામાં આવશે. તાત્કાલિક ધોરણે ચૂનો અને રંગકામ કરવામાં આવશે અને "થૂંકીને ગંદકી ન કરો" તથા "થૂંકવાની મનાઈ છે" (No Spitting) લખેલા ચેતવણી બોર્ડ લગાવવામાં આવશે.મહા-સ્વચ્છતા અભિયાનનું સમયપત્રક17-30સપ્ટેમ્બર: રેલવે શાળાઓમાં 'સ્વચ્છતા જ્ઞાન યાત્રા' અને ચિત્ર સ્પર્ધાઓ; નકામી સામગ્રીમાંથી કલાકૃતિઓનું નિર્માણ ('કબાડ સે જુગાડ'); અને ૩૦ સપ્ટેમ્બરના રોજ સ્વચ્છતા કર્મચારીઓ માટે સ્વાસ્થ્ય તપાસ તથા સન્માન શિબિરોનું આયોજન.1 ઓક્ટોબર: સવારે 8:00 વાગ્યે 'એક દિવસ, એક કલાક, સાથે મળીને' (One Day, One Hour, Together) શીર્ષક હેઠળ દેશવ્યાપી 'શ્રમદાન' કાર્યક્રમ યોજાશે. ટ્રેનો અને સ્ટેશનો પર 'મારી સીટ, મારો કોચ' (My Seat, My Coach) જેવી જાહેરાતો દ્વારા મુસાફરોમાં જાગૃતિ લાવવામાં આવશે.2 ઓક્ટોબર: સ્વચ્છતાના શપથ, પ્રભાત ફેરી અને 'એક પેડ મા કે નામ' (માતાના નામે એક વૃક્ષ) પહેલ હેઠળ વૃક્ષારોપણ અભિયાનનું આયોજન કરવામાં આવશે. 3-5 ઓક્ટોબર: સ્ટેશનો, વેઇટિંગ હોલ, પેન્ટ્રી કાર અને બેઝ કિચનની યાંત્રિક રીતે ઊંડી સફાઈ હાથ ધરવામાં આવશે.6-8ઓક્ટોબર: ટ્રેકસાઇડ વિસ્તારો અને રેલ્વે યાર્ડ્સમાંથી સંચિત વારસાગત કચરો અને ઝાડીઓ સાફ કરવા માટે JCB મશીનોનો ઉપયોગ કરવામાં આવશે.11-15 ઓક્ટોબર: સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ નિયમો-૨૦૨૬નું પાલન સુનિશ્ચિત કરવામાં આવશે, અને મોટા રેલ્વે પરિસરને CPCB પોર્ટલ પર 'બલ્ક વેસ્ટ જનરેટર' તરીકે ફરજિયાત રીતે નોંધણી કરાવવામાં આવશે.2-31 ઓક્ટોબર: જૂની ફાઇલો અને ભંગારનો નિકાલ કરવામાં આવશે, અને રેલ્વે કચેરીઓમાં વૈજ્ઞાનિક ઇ-વેસ્ટ મેનેજમેન્ટ લાગુ કરવામાં આવશે. જળ શક્તિ મંત્રાલય શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા રેલ્વે એકમોને ત્રણ રાષ્ટ્રીય પુરસ્કારો પ્રદાન કરશે.આ પણ વાંચો: ભારતીયોના સ્વાસ્થ્યને લઈને પાકિસ્તાનની નવી ચાલ! માર્કેટમાં મળે આ ક્રીમ તો ભૂલથી પણ ન લગાવતા

Read Full Story arrow_forward
MEA: સમુદ્રમાં પાકિસ્તાનની અવળચંડાઇ સામે ભારતની લાલ આંખ, વિદેશ મંત્રાલયે તાબડતોબ પાક. ઓફિસરને બોલવ્યા
calendar_today September 16, 2026

MEA: સમુદ્રમાં પાકિસ્તાનની અવળચંડાઇ સામે ભારતની લાલ આંખ, વિદેશ મંત્રાલયે તાબડતોબ પાક. ઓફિસરને બોલવ્યા

પાકિસ્તાની નૌકાદળના જહાજ અને ભારતીય નૌકાદળના એકમ વચ્ચે થયેલી ટક્કર અંગે ભારતે પાકિસ્તાન સમક્ષ કડક વિરોધ નોંધાવ્યો છે. નવી દિલ્હીમાં વિદેશ મંત્રાલય (MEA) એ પાકિસ્તાન હાઈ કમિશનના ચાર્જ ડી'અફેર્સને બોલાવ્યા હતા અને સમુદ્રમાં પાકિસ્તાની નૌકાદળના એકમોના કથિત અસ્વીકાર્ય અને અવ્યાવસાયિક વર્તન સામે વાંધો વ્યક્ત કર્યો હતો.અરબી સમુદ્રમાં શું થયું હતું ? આ ઘટના અરબી સમુદ્રC બની હતી. જોકે, કોઈ મોટી જાનહાનિ થઈ નથી. ભારતે પાકિસ્તાનને જાણ કરી હતી કે પાકિસ્તાની નૌકાદળના જહાજનું આચરણ ભારત અને પાકિસ્તાન વચ્ચે એપ્રિલ 1991ના કરારની કલમ 10નું સીધું ઉલ્લંઘન હતું. 1991નો આ કરાર લશ્કરી કવાયતો, દાવપેચ અને લશ્કરી હિલચાલ અંગેની પૂર્વ માહિતી સાથે સંબંધિત છે; બંને દેશોએ અગાઉ દરિયાઈ ઘટનાઓના સંદર્ભમાં કલમ 10નો ઉલ્લેખ કર્યો છે.લશ્કરી એકમોને સમુદ્રમાં સાવધાની રાખવા અપીલ વિદેશ મંત્રાલયે પાકિસ્તાનના ચાર્જ ડી'અફેર્સને સંબંધિત પાકિસ્તાની અધિકારીઓને ભારતનો કડક સંદેશ પહોંચાડવા જણાવ્યું હતું. વધુમાં, તમામ લશ્કરી એકમોને સમુદ્રમાં સાવધાની રાખવા અને બંને દેશો વચ્ચેના સંબંધિત કરારોનું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે.ભારતે આવી ઘટનાઓનું પુનરાવર્તન અટકાવવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો છે. વધુમાં ઇસ્લામાબાદમાં ભારતીય ચાર્જ ડી'અફેર્સને પાકિસ્તાની વિદેશ મંત્રાલય સમક્ષ સમાન વિરોધ નોંધાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.ભારત અને પાકિસ્તાનના યુદ્ધ જહાજો એકબીજા સાથે અથડાયાતમને જણાવી દઈએ કે ગઈકાલે સાંજે (15 સપ્ટેમ્બર) ઉત્તર અરબી સમુદ્રમાં નિયમિત દેખરેખ મિશન પર તૈનાત ભારતીય નૌકાદળના ફ્રન્ટલાઈન યુદ્ધ જહાજની નજીક પાકિસ્તાની નૌકાદળનું એક જહાજ તેજ ગતિએ આવ્યું હતું અને તેણે બિનવ્યાવસાયિક રીતે વર્તન કર્યું હતું. પાકિસ્તાની નૌકાદળના જહાજના અસંસ્કારી વર્તનને કારણે બંને જહાજો વચ્ચે અથડામણ થઈ હતી. જો કે હજુ સુધી કોઈ નુકસાનના સમાચાર નથી.આ પણ વાંચો: West Bengal: IPSની સ્પીચમાં ઇન્શાલ્લાહ અને અસ્સલામુઅલૈકુમ..જય હિંદ કે વંદેમાતરમ કેમ નહીં ? એક્શન લેવાયા 

Read Full Story arrow_forward
MP Singrauli News: ધુમાડાના ગોટે ગોટા..ભયાનક દ્રશ્ય, કોલસાથી ભરેલા ટ્રેલરનું ટાયર બદલતા અચાનક...પ્રચંડ વિસ્ફોટ, Video
calendar_today September 16, 2026

MP Singrauli News: ધુમાડાના ગોટે ગોટા..ભયાનક દ્રશ્ય, કોલસાથી ભરેલા ટ્રેલરનું ટાયર બદલતા અચાનક...પ્રચંડ વિસ્ફોટ, Video

મધ્યપ્રદેશના સિંગરૌલી જિલ્લાના બરગવન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક અત્યંત દર્દનાક અકસ્માત સામે આવ્યો છે. અહીં રસ્તા કિનારે ઊભેલા કોલસાથી ભરેલા ટ્રેલરનું ટાયર બદલતી વખતે અચાનક જોરદાર ધડાકા સાથે વિસ્ફોટ થયો હતો. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ઘટનાસ્થળે જ ટ્રેલર ડ્રાઇવરનું કરૂણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. સમગ્ર બનાવનો આઘાતજનક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.ટાયર ફ્લેટ થતાં પંચર બદલતી વખતે સર્જાયો અકસ્માતઆ ઘટના બરગવન પોલીસ સ્ટેશન હેઠળના બારી ઝરિયા વિસ્તારની છે. મોડી રાત્રે કોલસાથી ભરેલું એક વિશાળ ટ્રેલર રસ્તાની બાજુમાં પાર્ક કરવામાં આવ્યું હતું. પચૌરના રહેવાસી ડ્રાઇવર અનિલ સાહુ ગાડીનું ફ્લેટ થયેલું ટાયર ખોલવાનો અને તેને બદલવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ દરમિયાન જ અચાનક જોરદાર ધડાકા સાથે ટાયર ફાટી ગયું હતું અને આખો વિસ્તાર ધુમાડાથી ભરાઈ ગયો હતો.ધડાકો એટલો શક્તિશાળી હતો કે ડ્રાઇવરના ફાટી ગયા ટુકડાટાયરમાં રહેલા ભારે દબાણને કારણે થયેલો વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે ડ્રાઇવર અનિલ સાહુનું ઘટનાસ્થળે જ દર્દનાક મોત નીપજ્યું હતું. આ અકસ્માત સમયે ટ્રેલરની નજીક જ ઊભેલા બે અન્ય લોકો પણ વિસ્ફોટની ઝપેટમાં આવી જતાં ગંભીર રીતે ઘાયલ થયા હતા. અચાનક થયેલા આ વિસ્ફોટથી વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. પોલીસની ત્વરિત કાર્યવાહી: ઘાયલો હોસ્પિટલમાં ભરતીઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે સ્થાનિક લોકોની મદદથી ઘાયલોને તાત્કાલિક બાયધન જિલ્લા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા, જ્યાં તેમની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે. બીજી તરફ પોલીસે મૃતક ડ્રાઇવરના મૃતદેહને કબ્જે લઈ પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો છે અને અકસ્માતના ચોક્કસ કારણો જાણવા આગળની કાનૂની તપાસ શરૂ કરી છે.પ્રત્યક્ષદર્શીઓનો આંખે દેખ્યો અહેવાલ અને વાયરલ વીડિયોપ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, ટાયર ફાટવાનો અવાજ એટલો તીવ્ર હતો કે દૂર-દૂર સુધી સંભળાયો હતો. ક્ષણભરમાં જ આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા લાઈવ વીડિયોમાં વિસ્ફોટ બાદ ચારેય તરફ ફેલાયેલો ધુમાડો અને ગભરાટ જોઈ શકાય છે.ભારે વાહનોના ટાયર રિપેરિંગ વખતે સુરક્ષાના નિયમો અનિવાર્યપ્રાથમિક તારણ મુજબ, આ અકસ્માત ટાયરમાં ઓવર એર પ્રેશર (હવાનું વધુ પડતું દબાણ) હોવાને કારણે થયો હોવાનું માનવામાં આવે છે. નિષ્ણાતોના મતે, જ્યારે ટાયરમાં હવાનું દબાણ વધુ હોય ત્યારે તેને બેદરકારીથી ડિફ્લેટ કરવું કે બદલવું અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. તેથી, ભારે વાહનોના પંચર અથવા ટાયર બદલતી વખતે તમામ સુરક્ષા ધોરણોનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે.

Read Full Story arrow_forward