android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Rajkot News: LCBની ફિલ્મીઢબે રેડ, કારના ગુપ્ત ખાનામાં દારૂની હેરાફેરી કરતા બે ઝડપાયા, Video
calendar_today September 16, 2026

Rajkot News: LCBની ફિલ્મીઢબે રેડ, કારના ગુપ્ત ખાનામાં દારૂની હેરાફેરી કરતા બે ઝડપાયા, Video

રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)એ અપરાધીઓ સામે સતત સકંજો કસ્યો છે. તાજેતરમાં જસદણ પંથકમાં દારૂની હેરાફેરી કરતી એક મોટી ગેંગનો પર્દાફાશ થયો છે. પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ LCBની ટીમે બાતમીના આધારે વિંછિયા બાયપાસ રોડ પર આવેલ શ્રીનાથજી પેટ્રોલ પંપની સામે વોચ ગોઠવી હતી અને શંકાસ્પદ વાહનને ઝડપી પાડ્યું હતું.કારના ગુપ્ત ખાનામાંથી મળ્યો દારૂનો જથ્થોપોલીસે કાર (નં. GJ-02-ZZ-3552) ને રોકીને તલાશી લીધી હતી. શરૂઆતમાં સામાન્ય તપાસમાં કઈ ન દેખાઈ આવતા પોલીસે ઝીણવટભરી તપાસ કરી હતી. આ દરમિયાન કારના પાછળના બમ્પર તથા વચ્ચેની સીટ નીચે અત્યંત ચાલાકીથી બનાવેલા ગુપ્ત ખાનાઓ મળી આવ્યા હતા. આ ગુપ્ત ખાનાઓની અંદર તપાસ કરતા વિદેશી દારૂનો મોટો જથ્થો બહાર આવ્યો હતો.મુદ્દામાલ અને આરોપીઓની વિગતોઆ રેડ દરમિયાન પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂની 180 મીલીની કુલ 645 પ્લાસ્ટિક બોટલ જપ્ત કરી હતી. જેની કુલ કિંમત રૂ. 2,54,775 થાય છે. પોલીસ આ કૌભાંડમાં સંડોવાયેલા મધ્યપ્રદેશના ધનંજય ગુર્જર ભરડીયા (ઉ.વ.21) અને નિલેશ ઇશરીયા કલેશ (ઉ.વ.26) ને રંગે હાથે ઝડપી લીધા હતા. પોલીસે દારૂ ઉપરાંત રૂ. 3.5 લાખની TUV કાર અને બે મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 3,76,0775 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.કાયદેસરની કડક કાર્યવાહીબંને પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની કલમ 65(A)(E), 116(B), 81 અને 98(2) મુજબ ગુનો નોંધીને ધોરણસરની ધરપકડ કરવામાં આવી છે. આ નેટવર્ક ક્યાંથી દારૂ લાવતું હતું અને ક્યાં પહોંચાડવાનું હતું તે અંગે LCB દ્વારા વધુ સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. આ પણ વાંચો: Ganesh Mahotsav 2026 : ‘બાપ્પાની ભક્તિ અને સજાવટની ઝલક હવે પહોંચશે કરોડો વાચકો સુધી!’ સંદેશ ડિજિટલ લઈને આવ્યું છે ભક્તો માટે ગોલ્ડન ચાન્સ

Read Full Story arrow_forward
Bhavnagar Crime News: સોશિયલ મીડિયાથી ઘર સુધી, સગીરા સાથે અડપલાં અને માનસિક ત્રાસ આપવા મામલે ત્રણ સામે ગુનો દાખલ, અરમાન ઝડપાયો
calendar_today September 16, 2026

Bhavnagar Crime News: સોશિયલ મીડિયાથી ઘર સુધી, સગીરા સાથે અડપલાં અને માનસિક ત્રાસ આપવા મામલે ત્રણ સામે ગુનો દાખલ, અરમાન ઝડપાયો

ભાવનગર શહેરમાંથી એક અત્યંત શરમજનક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભાવનગર શહેરના એક જઘન્ય કિસ્સામાં સગીરા સાથે શારીરિક અડપલાં અને માનસિક ટોર્ચરિંગ કરનાર મુખ્ય આરોપી અરમાન સોલંકી તેમજ અન્ય બે અજાણ્યા ઇસમો વિરુદ્ધ કાયદેસરનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ, આરોપી અરમાન સોલંકીએ આજથી એક વર્ષ અગાઉ અન્ય સમાજની આ દીકરીના ઘરે પોતાના પરિવારના સારા સંબંધોનો લાભ લઈને પ્રવેશ કર્યો હતો અને ત્યારબાદ સગીરાના મોબાઈલમાંથી Instagram આઈડી મેળવીને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી.સ્કૂલે જતી વેળાએ સગીરાને કરતો હતો પરેશાનઆરોપી અરમાન સોલંકી સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્ક કર્યા બાદ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી સગીર વિદ્યાર્થીનીની પાછળ પડી ગયો હતો. દીકરી જ્યારે પણ શાળાએ અભ્યાસાર્થે જતી, ત્યારે આ શખ્સ તેનો પીછો કરીને અવારનવાર પરેશાન કરતો હતો. સગીરાને સતત માનસિક ત્રાસ આપીને તેની જિંદગી હરામ કરી નાખી હતી, જેના કારણે ભોગ બનનાર પરિવાર ચિંતામાં મૂકાઈ ગયો હતો.પોલીસ ચોપડે ગુનો અને LCBની કાર્યવાહીઆ મામલે પીડિત પરિવાર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવતા ભાવનગરના ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં મુખ્ય આરોપી અરમાન સોલંકી સહિત કુલ ત્રણ ઇસમો વિરુદ્ધ સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ગંભીર પ્રકારનો મામલો હોવાથી પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું. સગીર વિદ્યાર્થીનીને સતત ટોર્ચર કરનાર મુખ્ય આરોપી અરમાન સોલંકીને ભાવનગર LCB પોલીસે સફળતાપૂર્વક ડીટેઇન કરી લીધો છે.અન્ય આરોપીઓની શોધખોળ મુખ્ય આરોપી પોલીસ સકંજામાં આવી ગયો છે, જ્યારે આ ગુનામાં સામેલ અન્ય બે અજાણ્યા શખ્સોને ઝડપી પાડવા માટે પોલીસ અને LCB દ્વારા સઘન તજવીજ હાથ ધરવામાં આવી છે. સગીરાની સુરક્ષા અને ન્યાય માટે પોલીસે આ કેસમાં કડક કાર્યવાહીના સંકેતો આપ્યા છે.આ પણ વાંચો: Bhavnagar News: કાર ડીલરને હનીટ્રેપમાં ફસાવી 3 લાખ પડાવી લીધા, મહિલા સહિત ત્રણ આરોપીની ધરપકડ

Read Full Story arrow_forward
Gujarat Rain : યાત્રાધામ દ્વારકામાં સામાન્ય વરસાદે તંત્રની પોલ ખોલી, મુખ્ય માર્ગો પર સર્જાયું ખાડાઓનું સામ્રાજ્ય
calendar_today September 16, 2026

Gujarat Rain : યાત્રાધામ દ્વારકામાં સામાન્ય વરસાદે તંત્રની પોલ ખોલી, મુખ્ય માર્ગો પર સર્જાયું ખાડાઓનું સામ્રાજ્ય

જગત મંદિર તરીકે દેશ-વિદેશમાં પ્રખ્યાત એવા પવિત્ર યાત્રાધામ દ્વારકામાં સામાન્ય વરસાદ પડતાંની સાથે જ સ્થાનિક તંત્રની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ છે. દ્વારકાના પ્રવેશદ્વાર સમાન વિસ્તારો અને મુખ્ય હાઈવે રોડ પર ઠેર-ઠેર મોટા મોટા ખાડાઓનું સામ્રાજ્ય સર્જાઈ ગયું છે. વરસાદી પાણી ભરાઈ જવાના કારણે માર્ગોની દશા અત્યંત દયનીય અને બિસ્માર બની ગઈ છે, જેનાથી સ્થાનિકો તેમજ દર્શનાર્થે આવતા ભક્તોમાં ગંભીર રોષ જોવા મળી રહ્યો છે.ઇસ્કોન ગેટ અને રબારી ગેટ પાસે ખાડાઓથી અકસ્માતનો ભયખાસ કરીને દ્વારકાના મુખ્ય પ્રવેશદ્વાર ગણાતા ઇસ્કોન ગેટ, રબારી ગેટ અને હાઈવે રોડ પર રસ્તાઓ તૂટી જતાં વાહનચાલકો માટે પસાર થવું અત્યંત મુશ્કેલ બની ગયું છે. વરસાદી પાણી ભરાઈ જવાના કારણે આ ખાડાઓ વાહનચાલકો માટે કાળ સમાન સાબિત થઈ રહ્યા છે, કારણ કે પાણીના લીધે ખાડાની ઊંડાઈનો અંદાજ મેળવવો અશક્ય બને છે. પરિણામે દ્વિચક્રી અને ચારચક્રી વાહનો સ્લિપ થવાના તેમજ અકસ્માત સર્જાવાના કિસ્સાઓ વધી રહ્યા છે.હજારો યાત્રાળુઓ હાલાકી ભોગવવા મજબૂરદ્વારકામાં રોજિંદા ધોરણે હજારો સ્થાનિક નાગરિકો ઉપરાંત દેશ અને વિદેશમાંથી મોટી સંખ્યામાં યાત્રાળુઓ ભગવાન દ્વારકાધીશના દર્શનાર્થે આવે છે. આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા ધાર્મિક સ્થળે રસ્તાઓની આવી દુર્દશાથી શહેરની છબી ખરડાઈ રહી છે. સ્થાનિકો અને વેપારીઓ માગણી કરી રહ્યા છે કે વહીવટી તંત્ર દ્વારા નિદ્રામાંથી જાગીને આ જોખમી ખાડાઓનું તાત્કાલિક ધોરણે યોગ્ય પુરાણ અને પેચવર્ક કરીને રસ્તાઓનું સમારકામ કરવામાં આવે.આ પણ વાંચો : Ahmedabad સિવિલ હોસ્પિટલમાં મોટો વિવાદ, ફ્રી સુવિધા છતાં દર્દીઓના બ્લડ સેમ્પલ ખાનગી લેબમાં મોકલાયાનો આક્ષેપ

Read Full Story arrow_forward