android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
UPI Charges : સૌથી વધુ ફાયદો કોને થશે...સરકાર, બેંક કે એપ્લિકેશન્સને, કોની ઝોલી વધુ ભરાશે?
calendar_today September 16, 2026

UPI Charges : સૌથી વધુ ફાયદો કોને થશે...સરકાર, બેંક કે એપ્લિકેશન્સને, કોની ઝોલી વધુ ભરાશે?

યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) ચાર્જ લાગુ કરવાના પ્રસ્તાવ બાદ નાણાકીય જગતમાં મોટી ચર્ચા શરૂ થઈ ગઈ છે. આ મામલે મુખ્ય બ્રોકરેજ ફર્મોનો અંદાજ છે કે તેનાથી આશરે ₹22,000 કરોડ સુધીની વાર્ષિક આવક ઊભી થઈ શકે છે. જો કે, સૌથી મોટો સવાલ એ છે કે આ વિશાળ કમાણીનો સિંહફિસ્સો કોને મળશે - બેંકોને, પેમેન્ટ એપ્સને કે સરકારને?UPIને ટકાઉ મોડેલ બનાવવાનો પ્રયાસEY ઇન્ડિયાના પેમેન્ટ્સ સેક્ટર લીડર રણદુર્જય તાલુકદાર અને નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) માને છે કે આ નવું માળખું UPIને સબસિડી-આધારિત મોડેલમાંથી બહાર કાઢીને વધુ મજબૂત અને ટકાઉ ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તરફ લઈ જશે. તેનાથી બેંકો અને ફિનટેક કંપનીઓને સાયબર સુરક્ષા, તકનીકી અપગ્રેડેશન અને ગ્રાહક સેવાઓ સુધારવા માટે પૂરતા સંસાધનો મળી રહેશે.MDR ચાર્જનું ગણિત અને કમાણીની વહેંચણીઘણા લોકો માને છે કે Google Pay, PhonePe અને Paytm જેવી લોકપ્રિય UPI એપ્સને આનો સૌથી મોટો ફાયદો થશે. પરંતુ વાસ્તવિક ગણિત અલગ જ તસવીર રજૂ કરે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ ગ્રાહક ₹5,000 ની ખરીદી પર 0.4% ના દરે ₹20 MDR ચાર્જ ચૂકવે છે, તો તે દુકાનદાર દ્વારા આપવામાં આવે છે. આ રકમ વિવિધ હિસ્સેદારો વચ્ચે નિયત પર્સન્ટેજ મુજબ વહેંચવામાં આવે છે:ગ્રાહકનું ખાતું ધરાવતી બેંકને સૌથી વધુ એટલે કે 40% (₹8) હિસ્સો મળે છે.વેપારીનું ખાતું ધરાવતી બેંકને 30% (₹૬) હિસ્સો મળે છે.PSP (પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડર) બેંકને 10% (₹૨) મળે છે.Google Pay કે PhonePe જેવી પેમેન્ટ એપ્સને 20% (₹4) હિસ્સો મળે છે.બેંકોને થશે સૌથી મોટો ફાયદોજેપી મોર્ગન, ગોલ્ડમેન સૅક્સ, UBS અને સિટી જેવી અગ્રણી બ્રોકરેજ ફર્મોનો અંદાજ છે કે ઉદ્યોગનો કુલ આવક પૂલ ₹૧૬,૦૦૦ કરોડથી લઈને ₹૨૨,૦૦૦ કરોડ સુધીનો હોઈ શકે છે. આમાંથી બેંકો 60% થી 80% સુધીનો હિસ્સો પોતાની પાસે રાખી શકે છે. એસબીઆઈ (SBI), એચડીએફસી (HDFC) અને બેંક ઓફ બરોડા જેવી વિશાળ ગ્રાહક બેઝ ધરાવતી બેંકો આમાંથી સૌથી વધુ લાભ મેળવશે.જ્યારે પેમેન્ટ એપ્સને આમાંથી તુલનાત્મક રીતે ઓછો (લગભગ 20%) હિસ્સો મળશે, તેમ છતાં આ વ્યવસ્થા તેમને નિયમિત અને સ્થિર આવકનો નવો સ્ત્રોત પૂરો પાડશે, જેનાથી તેમનું બિઝનેસ મોડેલ વધુ મજબૂત બનશે.આ પણ વાંચોઃ Job Promotion: લો બોલો! 3 વાર પ્રમોશન આપ્યું અને આ મહિલાએ ઠુકરાવ્યું, કારણ જાણીને તમે પણ કહેશો હે!

Read Full Story arrow_forward
દિશા સાલિયાનને હોસ્પિટલ લઈ જનારી છોકરી કોણ હતી? CBI તપાસમાં ઉઠ્યા અનેક સવાલ!
calendar_today September 16, 2026

દિશા સાલિયાનને હોસ્પિટલ લઈ જનારી છોકરી કોણ હતી? CBI તપાસમાં ઉઠ્યા અનેક સવાલ!

દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના ભૂતપૂર્વ મેનેજર દિશા સાલિયનના મૃત્યુની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા FIR નોંધાયા બાદ ફરી શરૂ થઈ છે. દિશાના મૃત્યુ અંગે હવે નવી માહિતી સામે આવી છે, જેનાથી તે રાત્રે બનેલી ઘટનાઓ વિશે નવા પ્રશ્નો ઊભા થયા છે. સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે દિશાને શતાબ્દી હોસ્પિટલ લઈ જનારા લોકોમાં યુવતી કોણ હતી?દિશાનું મૃત્યુ 8-9 જૂન, 2020ની રાત્રે મુંબઈના મલાડ વિસ્તારમાં થયું હતું. તેને ગંભીર હાલતમાં શતાબ્દી હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, પરંતુ ત્યાં પહોંચતા જ તેને મૃત જાહેર કરવામાં આવી હતી. હવે, તપાસમાં સામેલ એક પોલીસ અધિકારીના નિવેદનથી એવી શક્યતા ઊભી થઈ છે કે તેને હોસ્પિટલ લાવનારા જૂથમાં એક યુવતી પણ હાજર હતી.નિવેદનમાં બે યુવકો અને એક યુવતીનો ઉલ્લેખએવો દાવો કરવામાં આવે છે કે શતાબ્દી હોસ્પિટલમાં ફરજ પર રહેલા પોલીસ કોન્સ્ટેબલ સંતોષ કાચીરાત ગુનગુનેનું નિવેદન 15 જૂન, 2020ના રોજ નોંધવામાં આવ્યું હતું. આ નિવેદનમાં કથિત રીતે એક ડૉક્ટર પાસેથી મળેલી માહિતીનો ઉલ્લેખ છે, જેમાં જણાવાયું છે કે બે યુવકો અને એક યુવતી દિશાને હોસ્પિટલ લાવ્યા હતા. નિવેદનમાં તે યુવકોમાંથી એકની ઓળખ હિમાંશુ શિખરે તરીકે પણ કરવામાં આવી છે.આનાથી સૌથી મોટો પ્રશ્ન ઊભો થાય છે: તે યુવતી આખરે કોણ હતી? વધુમાં, પોલીસ રેકોર્ડમાં વિરોધાભાસી વિગતો કેમ નોંધવામાં આવી હતી? દિશાના મંગેતર રોહન રાય અને કેસ સાથે સંકળાયેલા અન્ય લોકોના નિવેદનોમાં હિમાંશુ શિખરે અને ઇન્દ્રનીલ વૈદ્યનો ઉલ્લેખ છે કે તેઓ જ તેને હોસ્પિટલ લઈ ગયા હતા. બોમ્બે હાઈકોર્ટના તાજેતરના આદેશમાં પણ રોહન રાયના પૂરક નિવેદનનો સંદર્ભ આપવામાં આવ્યો છે, જેમાં જણાવાયું છે કે હિમાંશુ અને ઇન્દ્રનીલ દિશાને હોસ્પિટલ લઈ ગયા હતા. બીજી તરફ, પોલીસ અધિકારીના કથિત નિવેદનમાં બે યુવકો અને એક યુવતીની હાજરીનો દાવો કરવામાં આવ્યો છે. આમ, તપાસ માટે મુખ્ય પ્રશ્ન એ છે કે: શું તેને હોસ્પિટલ લઈ જનારી ત્રીજી વ્યક્તિ એક યુવતી હતી? જો એમ હોય, તો તે કોણ હતી?શું તે યુવતીની ઓળખ થઈ? જો તે રાત્રે દિશાને હોસ્પિટલ લઈ જનારા લોકોમાં કોઈ યુવતી સામેલ હતી, તો તપાસમાં તેની ઓળખ સ્પષ્ટ થવી જરૂરી છે: તેનું નામ શું હતું? તે દિશા સાથે કેવી રીતે આવી હતી? શું તે ઘટનાસ્થળેથી સીધી હોસ્પિટલ ગઈ હતી, કે પછી રસ્તામાં તે તેમની સાથે જોડાઈ હતી? શું પોલીસે તેનું નિવેદન નોંધ્યું હતું? શું તેના મોબાઈલ નંબર અથવા લોકેશનના રેકોર્ડ્સ તપાસવામાં આવ્યા હતા? શું હોસ્પિટલના CCTV ફૂટેજ દ્વારા તેની ઓળખ કરવામાં આવી હતી?હોસ્પિટલના CCTV ફૂટેજ મહત્વપૂર્ણઆ સમગ્ર મામલામાં હોસ્પિટલના CCTV ફૂટેજ નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે. જો હોસ્પિટલના પ્રવેશદ્વાર, પાર્કિંગ વિસ્તાર અથવા ઈમરજન્સી વોર્ડના ફૂટેજ ઉપલબ્ધ હોય, તો તેનાથી સ્પષ્ટ થઈ શકે છે કે દિશાને હોસ્પિટલ કોણ લાવ્યું હતું. ફૂટેજમાં એ પણ જોઈ શકાય છે કે કયું વાહન આવ્યું હતું, તેમાંથી કોણ બહાર આવ્યું અને દિશાને અંદર કોણ લઈ ગયું. શું તેમની સાથે કોઈ મહિલા પણ હતી? આનાથી એ પ્રશ્ન ઊભો થાય છે શું પોલીસે તે સમયના CCTV ફૂટેજ સુરક્ષિત રાખ્યા હતા? જો હા, તો તપાસના રેકોર્ડમાં તે ક્યાં છે? અને જો ફૂટેજ ઉપલબ્ધ નહોતા, તો તેનું કારણ શું હતું? આ પ્રશ્નોના જવાબ માત્ર તપાસ કરતી એજન્સી પાસે રહેલા રેકોર્ડ અને દસ્તાવેજોમાં જ મળી શકે છે.રાધિકા નેહલાની અંગેના દાવાસોશિયલ મીડિયા અને અમુક લોકો વચ્ચે હવે એવા દાવા થઈ રહ્યા છે કે શતાબ્દી હોસ્પિટલમાં દિશા સાથે હાજર રહેલી યુવતી કદાચ રાધિકા નેહલાની હોઈ શકે છે. એવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે કે રાધિકા એ જ મહિલા છે જેનું નામ સુશાંત સિંહ રાજપૂત કેસ સંબંધિત વીડિયો અને ચર્ચાઓમાં સામે આવ્યું હતું. જોકે, આ દાવાની કોઈ સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી.વર્ષ 2020માં સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદ અમુક વીડિયો વાયરલ થતાં સોશિયલ મીડિયા પરની ચર્ચાઓમાં રાધિકા નેહલાનીનું નામ અગાઉ પણ સામે આવ્યું હતું. કેટલાક અહેવાલોમાં તેને સુશાંત સાથે સંકળાયેલી PR પ્રોફેશનલ અથવા સહાયક તરીકે ઓળખાવવામાં આવી હતી. તેથી, માત્ર શારીરિક સામ્યતા અથવા સોશિયલ મીડિયાના દાવાઓના આધારે એવું તારણ કાઢી ન શકાય કે શતાબ્દી હોસ્પિટલમાં જોવા મળેલી મહિલા ખરેખર એ જ વ્યક્તિ હતી.શું સુશાંત કેસ સાથે કોઈ જોડાણ હતું?દિશા સાલિયન અને સુશાંત સિંહ રાજપૂતનાં મૃત્યુ એકબીજાના થોડા જ દિવસોના અંતરે થયાં હતાં. આ કારણોસર, 2020માં બંને કેસ અંગે વિવિધ અટકળો અને દાવાઓ સામે આવ્યા હતા. જોકે, મુંબઈ પોલીસે તે સમયે બંને કેસ વચ્ચે કોઈ પણ પ્રકારના જોડાણનો ઇનકાર કર્યો હતો.હવે, CBI તપાસ દરમિયાન, એ સ્વતંત્ર રીતે ચકાસી શકાય છે કે શતાબ્દી હોસ્પિટલમાં હાજર રહેલી મહિલા કોણ હતી અને શું સુશાંત કેસ સાથે તેનું કોઈ વાસ્તવિક જોડાણ હતું કે નહીં. પરમ બીર અને પોલીસ સાથેના સંબંધોના દાવાકેટલાક લોકો દ્વારા રાધિકાના સંબંધો તત્કાલીન મુંબઈ પોલીસ કમિશનર પરમ બીર સિંહ અને પોલીસ અધિકારી અભિષેક ત્રિમુખે સાથે હોવાના દાવા પણ કરવામાં આવ્યા છે. જોકે, આ દાવાઓને સ્થાપિત તથ્યો તરીકે ગણી શકાય નહીં. તેની પુષ્ટિ કરવા માટે નક્કર દસ્તાવેજો, કોલ રેકોર્ડ્સ, લોકેશન ડેટા, સીસીટીવી ફૂટેજ અથવા અન્ય તપાસ-સંબંધિત સામગ્રીની જરૂર પડશે. તેથી, આ તબક્કે સૌથી મહત્વનું કાર્ય કોઈ વ્યક્તિ પર આરોપ મૂકવાનું નથી, પરંતુ સૌપ્રથમ તે મહિલાની ઓળખ કરવી અને ત્યારબાદ ઉપલબ્ધ પુરાવાઓના આધારે તેના સંપર્કોની તપાસ કરવી તે છે.હવે CBI સમક્ષ અનેક પ્રશ્નોબોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ દિશા સાલિયન કેસની તપાસ CBIને સોંપવામાં આવી છે. CBIએ આ મામલે 14 સપ્ટેમ્બર, 2026ના રોજ FIR નોંધી હતી. પરિણામે, શતાબ્દી હોસ્પિટલને લગતો આ મુદ્દો પણ તપાસના દાયરામાં આવી શકે છે.આ પણ વાંચો; Indian Railway: રેલવે સ્ટેશનો પર પાન-મસાલાની પિચકારી મારનારા ચેતી જજો! હવે ફટકારાશે દંડ

Read Full Story arrow_forward
Gujarat Weather News: ગુજરાતમાંથી વરસાદ હજી ગયો નથી, હવામાન વિભાગે કરી મોટી આગાહી
calendar_today September 16, 2026

Gujarat Weather News: ગુજરાતમાંથી વરસાદ હજી ગયો નથી, હવામાન વિભાગે કરી મોટી આગાહી

રાજ્યમાં આગામી બે દિવસ હવામાન વિભાગ દ્વારા પવન અને ગાજવીજ સાથે સારો વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે, જ્યારે સમગ્ર રાજ્યમાં આગામી સાત દિવસ સાર્વત્રિક વરસાદી માહોલ રહેશે. વાવાઝોડા સાથે વરસી રહેલા આ વરસાદ દરમિયાન 45થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા હોવાને કારણે માછીમારોને આગામી બે દિવસ સુધી દરિયો ન ખેડવાની સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. લો પ્રેશર અને મોન્સૂન ટ્રફ સક્રિય હોવાના કારણે આ વરસાદી સિસ્ટમ મજબૂત બની છે જો કે હજુ પણ રાજ્યમાં 9 ટકા જેટલી વરસાદી ઘટ નોંધાયેલી છે.કચ્છના માંડવી તાલુકામાં 177 મીમી નોંધાયોછેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળ્યો છે.આ સમયગાળા દરમિયાન રાજ્યના કુલ 110 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વધુ વરસાદ કચ્છના માંડવી તાલુકામાં 177 મીમી નોંધાયો છે. પ્રાદેશિક વિતરણ પર નજર કરીએ તો, દક્ષિણ ગુજરાત પ્રદેશમાં સરેરાશ 112.46% સાથે સૌથી વધુ વરસાદ થયો છે. જ્યારે કચ્છ રીજીયનમાં 24 કલાકમાં 39.20 મીમીની એવરેજ સાથે સારો વરસાદ નોંધાયો છે. સમગ્ર રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 770.16 મીમી વરસાદ થઈ ચૂક્યો છે જે તેના વાર્ષિક સરેરાશના 84.74 % જેટલો થાય છે.42 તાલુકાઓમાં હજુ 50થી લઈને 95 ટકા સુધીની ઘટઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદની ઘટને લીધે ચોમાસુ પાક મોટો નુકસાન જવાની ભીતિ વર્તાઈ રહી છે. ખેડૂતોના કહેવા મુજબ ચાલુ વર્ષે વાવેતરેલી વરસાદની અછતના કારણે ઘાસચારાની પણ મોટી તંગી સર્જાશે. જોકે છેલ્લા ત્રણ દિવસમાં સર્જાયેલી વરસાદી સિસ્ટમના લીધે મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ રહ્યો હતો. પરંતુ એમાંય મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડ્યો હતો, જ્યારે ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં માત્ર ઝરમર વરસાદ જ વરસ્યો હતો. સામાન્ય રીતે સરેરાશ વરસાદ 80 ટકાને વટાવી જાય તો મોટાભાગે ચોમાસુ પાક માટે પૂરતો ગણવામાં આવે છે.આ વખતે અત્યાર સુધીમાં વરસાદ 84.38 ટકા થઈ ગયો છે, તેમ છતાં 42 તાલુકાઓમાં હજુ 50થી લઈને 95 ટકા સુધીની ઘટ છે.આ પણ વાંચોઃ Gandhinagar News: ખાનગી સંસ્થાઓ દ્વારા સરકારી નામો કે પ્રતિકોનો ઉપયોગ થશે તો કરાશે કાર્યવાહી

Read Full Story arrow_forward