android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News: સરોડા ગામે મંત્રીની ગાડી રોકી કર્યો વિરોધ, 9 વર્ષથી જમીનના કબજાની રાહ જોતા દલિતો...
calendar_today September 16, 2026

Ahmedabad News: સરોડા ગામે મંત્રીની ગાડી રોકી કર્યો વિરોધ, 9 વર્ષથી જમીનના કબજાની રાહ જોતા દલિતો...

અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં જમીન વિવાદના મામલાઓ દિવસેને દિવસે ગરમાઈ રહ્યા છે. ભેટાવાડા ગામે છેલ્લા કેટલાય દિવસોથી ચાલી રહેલા આંદોલન બાદ હવે ધોળકાના જ સરોડા ગામે પણ જમીનના વિવાદને લઈને દલિત સમાજ દ્વારા ઉગ્ર આંદોલન છેડવામાં આવ્યું છે. વર્ષો વીતી જવા છતાં સરકાર દ્વારા ફાળવવામાં આવેલી જમીનનો પ્રત્યક્ષ અને કાયદેસરનો કબજો ન મળતા ગ્રામજનોમાં વહીવટી તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.9 વર્ષ વીત્યા છતાં પ્રત્યક્ષ કબજો નહીંપ્રાપ્ત વિગતો અનુસાર, સરોડા ગામે દલિત સમાજના લોકોને 2017 માં સરકાર દ્વારા ખેતી માટે જમીન ફાળવવામાં આવી હતી. જોકે, અફસોસની વાત એ છે કે, આટલા લાંબા વર્ષો વીતી જવા છતાં આજદિન સુધી લાભાર્થીઓને પોતાની જમીનનો પ્રત્યક્ષ અને કાયદેસરનો કબજો સોંપવામાં આવ્યો નથી. સરોડા ગામે હજુ સુધી દલિત સમાજના કુલ 37 પરિવારો જમીનથી વંચિત છે અને તેઓ દરવાજે ધક્કા ખાવા મજબૂર બન્યા છે.રેતી ચોરી અને ગેરકાયદે ખનનના ગંભીર આક્ષેપોભોગ બનેલા દલિત સમાજના લોકો દ્વારા તંત્ર સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, સ્થાનિક માથાભારે તત્વો દ્વારા ફાળવવામાં આવેલી આ જગ્યાઓમાં બિનઅધિકૃત રીતે મોટા પાયે રેતી ચોરી અને ગેરકાયદે ખનન કરવામાં આવી રહ્યું છે, છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. આ બાબતે મામલતદાર, પ્રાંત અધિકારી, ખાણ ખનીજ વિભાગ તેમજ ગાંધીનગર સુધી લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી.મંત્રી અર્જુન મોઢવાડીયા અને ધારાસભ્યની ગાડી રોકી વિરોધઆ રોષે ભરાયેલા ખેડૂતો અને ગ્રામજનોનો ગુસ્સો ગતરોજસપાટી પર આવ્યો હતો. સરોડા ગામે યાત્રા દરમિયાન મંત્રી અર્જુન મોઢવાડીયા અને સ્થાનિક ધારાસભ્ય કિરીટસિંહ ડાભી આવી પહોંચતા ખેડૂતોએ તેમની ગાડી રોકીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. ગામના ખેડૂતો પોતાની વિવિધ માંગણીઓ અને જમીન પ્રશ્ને મંત્રી સમક્ષ રજૂઆત કરવા પહોંચ્યા હતા, પરંતુ પોલીસે તેમને અટકાવતા ખેડૂતોમાં રોષ વધુ ભડક્યો હતો. હાલ પરિવારોની એક જ માગ છે કે, તંત્ર તાત્કાલિક ધ્યાન આપીને તેમને જમીનનો કાયદેસરનો કબજો સોંપે.આ પણ વાંચો: Dholkaના બુટભવાનીમાં કેમિકલયુક્ત પાણી ઘૂસતાં ગ્રામજનોનો ભારે વિરોધ

Read Full Story arrow_forward
Gandhinagar: ગાંધીનગર મનપા અને 3 નગરપાલિકાની ચૂંટણી જાહેર; 11 ઓક્ટોબરે મતદાન અને 13 ઓક્ટોબરે મતગણતરી
calendar_today September 16, 2026

Gandhinagar: ગાંધીનગર મનપા અને 3 નગરપાલિકાની ચૂંટણી જાહેર; 11 ઓક્ટોબરે મતદાન અને 13 ઓક્ટોબરે મતગણતરી

રાજ્ય ચૂંટણી આયોગના કમિશનર ડૉ. એસ. મુરલી કૃષ્ણને એક મહત્ત્વપૂર્ણ પત્રકાર પરિષદ યોજીને ગાંધીનગર મહાનગરપાલિકા સહિત થરા, ઓખા અને ભાણવડ નગરપાલિકા તેમજ વિવિધ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ખાલી પડેલી બેઠકોની સામાન્ય અને પેટાચૂંટણીનો સત્તાવાર કાર્યક્રમ જાહેર કર્યો છે. આ જાહેરાતની સાથે જ સંબંધિત વિસ્તારોમાં તાત્કાલિક અસરથી આદર્શ આચારસંહિતા અમલી બની ગઈ છે.ગાંધીનગર મનપા, થરા, ઓખા અને ભાણવડ નગરપાલિકાની ચૂંટણીચૂંટણી કમિશનરે જણાવ્યું હતું કે અગાઉ ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કર્યા બાદ 14 સપ્ટેમ્બરના રોજ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરી દેવામાં આવી હતી. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા EVM (ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન) મારફતે પાર પાડવામાં આવશે. સુરક્ષા માટે 1300થી વધુ પોલીસ સ્ટાફની તૈનાતી વચ્ચે સવારે 7:00 થી સાંજે 6:00 વાગ્યા સુધી કુલ 413 મતદાન મથકો પર મતદાન પ્રક્રિયા હાથ ધરાશે.11 ઓક્ટોબરના મતદાન અને 13 ઓક્ટોબરે મતગણતરીગાંધીનગર મનપા ક્ષેત્રમાં કુલ 2,59,443 નોંધાયેલા મતદારો (1,32,285 પુરુષ, 1,27,149 મહિલા અને 9 અન્ય) 295 બુથ પર મતદાન કરશે. મનપાની 44 બેઠકોમાંથી 50% એટલે કે 22 બેઠકો મહિલાઓ માટે અનામત રખાઈ છે. આ ઉપરાંત 12 OBC, 5 SC, 1 ST અને 13 સામાન્ય બેઠકો જાહેર કરાઈ છે. ગત ચૂંટણીમાં 44 માંથી 41 બેઠકો સાથે ભાજપે સત્તા મેળવી હતી, જ્યારે કોંગ્રેસને 2 (જે પાછળથી ભાજપમાં જોડાયા) અને આપને 1 બેઠક મળી હતી.21 સપ્ટેમ્બરે નોટિફિકેશન, 26 સુધી ભરાશે ફોર્મતારીખ મુજબ 21 સપ્ટેમ્બરે નોટિફિકેશન જારી થશે, 26 સપ્ટેમ્બર સુધી ફોર્મ ભરાશે અને 29 સપ્ટેમ્બર સુધી ફોર્મ પરત ખેંચી શકાશે. 11 ઓક્ટોબર 2026ના રોજ મતદાન, જરૂર પડે તો 12મીએ પુનઃ મતદાન અને 13 ઓક્ટોબરે મતગણતરી હાથ ધરાશે.આ પણ વાંચો: Ahmedabad: આસામ અને ત્રિપુરામાં DRIના એકસાથે દરોડા; 4 ટ્રકોના ગુપ્ત ખાનામાંથી કરોડોનું ડ્રગ્સ મળ્યું

Read Full Story arrow_forward
Bhavnaagr લઠ્ઠાકાંડ મામલે સૌથી મોટો ખુલાસો, બજારમાં 500 પેટી નકલી વિદેશી દારૂ વેચી માર્યાનો પર્દાફાશ
calendar_today September 16, 2026

Bhavnaagr લઠ્ઠાકાંડ મામલે સૌથી મોટો ખુલાસો, બજારમાં 500 પેટી નકલી વિદેશી દારૂ વેચી માર્યાનો પર્દાફાશ

ભાવનગર શહેરના હાડાનગર વિસ્તારમાં આવેલ સરકારી રેલવે ક્વાર્ટરમાંથી ઝડપાયેલી ડુપ્લીકેટ વિદેશી દારૂ બનાવવાની ફેક્ટરી અંગે પોલીસ તપાસમાં મોટો ખુલાસો થયો છે. સ્થાનિક પોલીસ અને LCB ની તપાસમાં સામે આવ્યું છે કે આ ફેક્ટરીમાંથી આરોપીઓએ અત્યાર સુધીમાં અંદાજે 500 પેટી જેટલો ડુપ્લીકેટ વિદેશી દારૂ બજારમાં વેચી માર્યો હતો. આ સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર રેલવે કર્મચારી અક્ષયરાજસિંહ ગોહિલ હોવાનું બહાર આવ્યું છે. આ મામલે પોલીસે 10 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને મુખ્ય આરોપી સહિત 3 લોકોની અટકાયત કરી છે, જ્યારે અન્ય 7 આરોપીઓને ઝડપી પાડવા ચક્ર ગતિમાન કર્યા છે.રાજસ્થાનના અજીતસિંગ ઉર્ફે બન્નાનું નેટવર્ક અને ટ્રાન્સપોર્ટ સંચાલકની પૂછપરછપોલીસ તપાસ દરમિયાન ડુપ્લીકેટ દારૂ બનાવવાનું રો-મટીરિયલ સપ્લાય કરનાર રાજસ્થાનના અજીતસિંગ ઉર્ફે બન્નાની પણ મોટી સંડોવણી ખુલી છે. અજીતસિંગ અગાઉ મહુવા તેમજ હાલમાં મોરબી અને કચ્છમાં ઝડપાયેલી ડુપ્લીકેટ દારૂની ફેક્ટરીઓના રેકેટમાં પણ સામેલ હોવાનું જાણવા મળ્યું છે. આ ઈસમ રાજસ્થાનથી તમામ સ્થળો પર ડુપ્લીકેટ દારૂ બનાવવા માટેનું રો-મટીરિયલ પૂરૂં પાડતો હતો. માલસામાન લાવવા માટે ઉપયોગમાં લેવાયેલા ભાવનગરના 'વિકાસ ટ્રાન્સપોર્ટ'ના સંચાલકનું પણ LCB પોલીસે સત્તાવાર નિવેદન નોંધ્યું છે.લઠ્ઠાકાંડ બાદ પણ મોટું રેકેટ, કોના ઈશારે ચાલતો હતો કારોબાર?ગુજરાતમાં અગાઉ બનેલા ગંભીર લઠ્ઠાકાંડ બાદ પણ આ પ્રકારે નકલી વિદેશી દારૂનો કાળો કારોબાર ધમધમી રહ્યો હોવાથી ગંભીર સવાલો ઊભા થયા છે. બજારમાં વહેતી થયેલી 500 પેટી જેટલી ડુપ્લીકેટ વિદેશી દારૂની બોટલો કોના ઈશારે અને કોના આશીર્વાદથી વેચવામાં આવી રહી હતી તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે. આ હાઈપ્રોફાઈલ કૌભાંડના તાર વધુ ઊંડે સુધી પહોંચવાની શક્યતા હોવાથી આગામી દિવસોમાં પોલીસ તપાસ દરમિયાન અનેક મોટા ખુલાસાઓ થવાની પૂર્ણ સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે.આ પજ્ન વાંચો : Bharuchના વાલીયામાં દર્દનાક દુર્ઘટના, મોદલીયા ગામમાં ખુલ્લી ગટરની કુંડીમાં પડી જતાં 4 વર્ષીય બાળકીનું મોત

Read Full Story arrow_forward