android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live : દિલ્હીમાં PM મોદીને મળેલી ભેટોનું પ્રદર્શન શરૂ; 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી ચાલશે ઈ-હરાજી
calendar_today September 16, 2026

Gujarat Latest News Live : દિલ્હીમાં PM મોદીને મળેલી ભેટોનું પ્રદર્શન શરૂ; 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી ચાલશે ઈ-હરાજી

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 16 સપ્ટેમ્બર ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો

Read Full Story arrow_forward
Ahmedabad શીલજ કેનાલ રોડ અકસ્માત કેસ, નવપરિણીત નિશીના મોતનો ગુનેગાર રાજસ્થાનથી ગિરફ્તાર
calendar_today September 16, 2026

Ahmedabad શીલજ કેનાલ રોડ અકસ્માત કેસ, નવપરિણીત નિશીના મોતનો ગુનેગાર રાજસ્થાનથી ગિરફ્તાર

અમદાવાદના શીલજ કેનાલ રોડ પર પુરઝડપે બાઈક ચલાવી નવપરિણીત મહિલા નિશીનું કરૂણ મોત નીપજાવનાર આરોપી બાઈક ચાલક સુનિલ પરમારની બોપલ પોલીસે ધરપકડ કરી લીધી છે. અકસ્માત સર્જ્યા બાદ આરોપી પોલીસ પકડથી બચવા માટે રાજસ્થાન ભાગી છૂટ્યો હતો. બોપલ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી અકસ્માતના ચાર દિવસ બાદ આરોપી સુનિલ પરમારને રાજસ્થાનના ડુંગરપુર ખાતેથી દબોચી લીધો છે.પતિની ભાવુક સોશિયલ મીડિયા પોસ્ટ બાદ પોલીસ એક્શનમાંઆ દર્દનાક દુર્ઘટનામાં પત્ની નિશીને ગુમાવનાર પતિ હાર્દિક દરજીએ સોશિયલ મીડિયા પર એક અત્યંત ભાવુક પોસ્ટ શેર કરી હતી. આરોપી પકડાતો ન હોવાથી ન્યાયની ગુહાર લગાવતી આ પોસ્ટે લોકોનું ધ્યાન ખેંચ્યું હતું અને તંત્ર પર વહેલી તકે આરોપીને ઝડપી પાડવાનું દબાણ વધ્યું હતું. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી સુનિલ પરમાર અમદાવાદમાં ઘરઘાટી તરીકે નોકરી કરતો હતો અને અકસ્માતના દિવસે પોતાના મિત્ર સાથે બાઈક પર સવાર થઈને બેફામ સ્પીડે વાહન હંકારી રહ્યો હતો.ઓવરસ્પીડિંગે લીધો નવવધૂનો જીવશીલજ કેનાલ રોડ પર પોતાના મિત્ર સાથે મળીને બેફામ અને પુરઝડપે બાઈક ચલાવીને સુનિલ પરમારે નવપરિણીત નિશીને અડફેટે લીધી હતી. આ અકસ્માતમાં માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતાં નિશીનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. બનાવ બનતાં જ આરોપી અકસ્માત સ્થળેથી ફરાર થઈ ગયો હતો. હાલ બોપલ પોલીસે આરોપી સુનિલ પરમાર વિરુદ્ધ ગુનો નોંધીને વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ પણ વાંચો : Vadodaraના શિનોર પંથકમાં એક દિવસના વિરામ બાદ મેઘરાજાની પધરામણી, અવાખલ અને સાધલીમાં વરસાદ

Read Full Story arrow_forward
Ahmedabad: આસામ અને ત્રિપુરામાં DRIના એકસાથે દરોડા; 4 ટ્રકોના ગુપ્ત ખાનામાંથી કરોડોનું ડ્રગ્સ મળ્યું
calendar_today September 16, 2026

Ahmedabad: આસામ અને ત્રિપુરામાં DRIના એકસાથે દરોડા; 4 ટ્રકોના ગુપ્ત ખાનામાંથી કરોડોનું ડ્રગ્સ મળ્યું

ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) દ્વારા ઉત્તર-પૂર્વ ભારતમાં સક્રિય આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સ્મગલિંગ સિન્ડિકેટ પર અત્યાર સુધીનો સૌથી મોટો પ્રહાર કરવામાં આવ્યો છે. ગુપ્ત બાતમીના આધારે DRIની ટીમોએ આસામ અને ત્રિપુરા રાજ્યમાં એકસાથે ઓપરેશન હાથ ધરીને 231 કિલો શંકાસ્પદ મેથામ્ફેટામાઇનની ગોળીઓ (ડ્રગ્સ) જપ્ત કરી છે. આ ગેરકાયદેસર નશીલા પદાર્થનું બજાર મૂલ્ય સેંકડો કરોડ રૂપિયા હોવાનો અંદાજ સેવવામાં આવી રહ્યો છે.આસામ અને ત્રિપુરામાં DRIના દરોડાઆ સમગ્ર નશીલો પદાર્થ 4 વિશાળ ટ્રકોમાં અત્યંત ચાલાકીપૂર્વક છુપાવીને લઈ જવામાં આવી રહ્યો હતો. DRIની સતર્કતાના કારણે આંતરરાજ્ય રેકેટનો પર્દાફાશ થયો છે અને સ્થળ પરથી ત્રણ મુખ્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.ઓપરેશન દરમિયાન આસામના રામનાથપુરમાંથી બે ટ્રકને આંતરીને તપાસ કરવામાં આવતાં તેમાંથી કુલ 109.2 કિલો ડ્રગ્સ મળ્યું હતું (જેમાં એક ટ્રકમાંથી 55 કિલો અને બીજીમાંથી 54.2 કિલો ગોળીઓ મળી હતી). જ્યારે ત્રિપુરાના તેલિયામુરામાં ત્રીજી ટ્રકમાંથી 72.6 કિલો અને ત્રિપુરાના જ પનિસાગર નજીકથી ચોથી ટ્રકમાંથી 50 કિલો શંકાસ્પદ મેથામ્ફેટામાઇન જપ્ત કરાયું હતું.DRI દ્વારા 3 આરોપીઓની સ્થળ પરથી ધરપકડDRIની આ કામગીરી દરમિયાન મળેલી કડીઓના આધારે સિન્ડિકેટ સાથે જોડાયેલી વધુ ટ્રકોને પણ ઝડપી લેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ ૨૦૨૬માં પણ DRIએ સિલચર અને મિઝોરમ સરહદ નજીકથી 76 કિલો મેથામ્ફેટામાઇન ઝડપ્યું હતું. ચારેય ટ્રકો અને જપ્ત કરાયેલા ડ્રગ્સ સામે એનડીપીએસ (NDPS) એક્ટ હેઠળ કાનૂની ગુનો નોંધી સમગ્ર આંતરરાષ્ટ્રીય નેટવર્કના મૂળ સુધી પહોંચવા તપાસ તેજ કરવામાં આવી છે.આ પણ વાંચો: Gir Somnath: આલીદ્રાની સોમનાથ એકેડમીની માન્યતા રદ; ધો. 9 થી 12 ના વિદ્યાર્થીઓ અન્ય શાળામાં શિફ્ટ કરાશે

Read Full Story arrow_forward