android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar: ગાંધીનગર મનપા અને 3 નગરપાલિકાની ચૂંટણી જાહેર; 11 ઓક્ટોબરે મતદાન અને 13 ઓક્ટોબરે મતગણતરી
calendar_today September 16, 2026

Gandhinagar: ગાંધીનગર મનપા અને 3 નગરપાલિકાની ચૂંટણી જાહેર; 11 ઓક્ટોબરે મતદાન અને 13 ઓક્ટોબરે મતગણતરી

રાજ્ય ચૂંટણી આયોગના કમિશનર ડૉ. એસ. મુરલી કૃષ્ણને એક મહત્ત્વપૂર્ણ પત્રકાર પરિષદ યોજીને ગાંધીનગર મહાનગરપાલિકા સહિત થરા, ઓખા અને ભાણવડ નગરપાલિકા તેમજ વિવિધ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ખાલી પડેલી બેઠકોની સામાન્ય અને પેટાચૂંટણીનો સત્તાવાર કાર્યક્રમ જાહેર કર્યો છે. આ જાહેરાતની સાથે જ સંબંધિત વિસ્તારોમાં તાત્કાલિક અસરથી આદર્શ આચારસંહિતા અમલી બની ગઈ છે.ગાંધીનગર મનપા, થરા, ઓખા અને ભાણવડ નગરપાલિકાની ચૂંટણીચૂંટણી કમિશનરે જણાવ્યું હતું કે અગાઉ ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કર્યા બાદ 14 સપ્ટેમ્બરના રોજ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરી દેવામાં આવી હતી. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા EVM (ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન) મારફતે પાર પાડવામાં આવશે. સુરક્ષા માટે 1300થી વધુ પોલીસ સ્ટાફની તૈનાતી વચ્ચે સવારે 7:00 થી સાંજે 6:00 વાગ્યા સુધી કુલ 413 મતદાન મથકો પર મતદાન પ્રક્રિયા હાથ ધરાશે.11 ઓક્ટોબરના મતદાન અને 13 ઓક્ટોબરે મતગણતરીગાંધીનગર મનપા ક્ષેત્રમાં કુલ 2,59,443 નોંધાયેલા મતદારો (1,32,285 પુરુષ, 1,27,149 મહિલા અને 9 અન્ય) 295 બુથ પર મતદાન કરશે. મનપાની 44 બેઠકોમાંથી 50% એટલે કે 22 બેઠકો મહિલાઓ માટે અનામત રખાઈ છે. આ ઉપરાંત 12 OBC, 5 SC, 1 ST અને 13 સામાન્ય બેઠકો જાહેર કરાઈ છે. ગત ચૂંટણીમાં 44 માંથી 41 બેઠકો સાથે ભાજપે સત્તા મેળવી હતી, જ્યારે કોંગ્રેસને 2 (જે પાછળથી ભાજપમાં જોડાયા) અને આપને 1 બેઠક મળી હતી.21 સપ્ટેમ્બરે નોટિફિકેશન, 26 સુધી ભરાશે ફોર્મતારીખ મુજબ 21 સપ્ટેમ્બરે નોટિફિકેશન જારી થશે, 26 સપ્ટેમ્બર સુધી ફોર્મ ભરાશે અને 29 સપ્ટેમ્બર સુધી ફોર્મ પરત ખેંચી શકાશે. 11 ઓક્ટોબર 2026ના રોજ મતદાન, જરૂર પડે તો 12મીએ પુનઃ મતદાન અને 13 ઓક્ટોબરે મતગણતરી હાથ ધરાશે.આ પણ વાંચો: Ahmedabad: આસામ અને ત્રિપુરામાં DRIના એકસાથે દરોડા; 4 ટ્રકોના ગુપ્ત ખાનામાંથી કરોડોનું ડ્રગ્સ મળ્યું

Read Full Story arrow_forward
Bhavnaagr લઠ્ઠાકાંડ મામલે સૌથી મોટો ખુલાસો, બજારમાં 500 પેટી નકલી વિદેશી દારૂ વેચી માર્યાનો પર્દાફાશ
calendar_today September 16, 2026

Bhavnaagr લઠ્ઠાકાંડ મામલે સૌથી મોટો ખુલાસો, બજારમાં 500 પેટી નકલી વિદેશી દારૂ વેચી માર્યાનો પર્દાફાશ

ભાવનગર શહેરના હાડાનગર વિસ્તારમાં આવેલ સરકારી રેલવે ક્વાર્ટરમાંથી ઝડપાયેલી ડુપ્લીકેટ વિદેશી દારૂ બનાવવાની ફેક્ટરી અંગે પોલીસ તપાસમાં મોટો ખુલાસો થયો છે. સ્થાનિક પોલીસ અને LCB ની તપાસમાં સામે આવ્યું છે કે આ ફેક્ટરીમાંથી આરોપીઓએ અત્યાર સુધીમાં અંદાજે 500 પેટી જેટલો ડુપ્લીકેટ વિદેશી દારૂ બજારમાં વેચી માર્યો હતો. આ સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર રેલવે કર્મચારી અક્ષયરાજસિંહ ગોહિલ હોવાનું બહાર આવ્યું છે. આ મામલે પોલીસે 10 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને મુખ્ય આરોપી સહિત 3 લોકોની અટકાયત કરી છે, જ્યારે અન્ય 7 આરોપીઓને ઝડપી પાડવા ચક્ર ગતિમાન કર્યા છે.રાજસ્થાનના અજીતસિંગ ઉર્ફે બન્નાનું નેટવર્ક અને ટ્રાન્સપોર્ટ સંચાલકની પૂછપરછપોલીસ તપાસ દરમિયાન ડુપ્લીકેટ દારૂ બનાવવાનું રો-મટીરિયલ સપ્લાય કરનાર રાજસ્થાનના અજીતસિંગ ઉર્ફે બન્નાની પણ મોટી સંડોવણી ખુલી છે. અજીતસિંગ અગાઉ મહુવા તેમજ હાલમાં મોરબી અને કચ્છમાં ઝડપાયેલી ડુપ્લીકેટ દારૂની ફેક્ટરીઓના રેકેટમાં પણ સામેલ હોવાનું જાણવા મળ્યું છે. આ ઈસમ રાજસ્થાનથી તમામ સ્થળો પર ડુપ્લીકેટ દારૂ બનાવવા માટેનું રો-મટીરિયલ પૂરૂં પાડતો હતો. માલસામાન લાવવા માટે ઉપયોગમાં લેવાયેલા ભાવનગરના 'વિકાસ ટ્રાન્સપોર્ટ'ના સંચાલકનું પણ LCB પોલીસે સત્તાવાર નિવેદન નોંધ્યું છે.લઠ્ઠાકાંડ બાદ પણ મોટું રેકેટ, કોના ઈશારે ચાલતો હતો કારોબાર?ગુજરાતમાં અગાઉ બનેલા ગંભીર લઠ્ઠાકાંડ બાદ પણ આ પ્રકારે નકલી વિદેશી દારૂનો કાળો કારોબાર ધમધમી રહ્યો હોવાથી ગંભીર સવાલો ઊભા થયા છે. બજારમાં વહેતી થયેલી 500 પેટી જેટલી ડુપ્લીકેટ વિદેશી દારૂની બોટલો કોના ઈશારે અને કોના આશીર્વાદથી વેચવામાં આવી રહી હતી તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે. આ હાઈપ્રોફાઈલ કૌભાંડના તાર વધુ ઊંડે સુધી પહોંચવાની શક્યતા હોવાથી આગામી દિવસોમાં પોલીસ તપાસ દરમિયાન અનેક મોટા ખુલાસાઓ થવાની પૂર્ણ સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે.આ પજ્ન વાંચો : Bharuchના વાલીયામાં દર્દનાક દુર્ઘટના, મોદલીયા ગામમાં ખુલ્લી ગટરની કુંડીમાં પડી જતાં 4 વર્ષીય બાળકીનું મોત

Read Full Story arrow_forward
UPI MDR on Train Tickets: IRCTC માં ટ્રેનની ટિકીટનું બુકિંગ UPI વડે કરો તો ચાર્જ લાગશે?
calendar_today September 16, 2026

UPI MDR on Train Tickets: IRCTC માં ટ્રેનની ટિકીટનું બુકિંગ UPI વડે કરો તો ચાર્જ લાગશે?

UPIનો નવો નિયમ 15 ઓક્ટોબર 2026થી લાગુ થશે, જેમાં MDR લાગુ થશે. પરંતુ 2000 રૂપિયાથી વધુની ટ્રેન ટિકિટ બુક કરવા પર કેટલો ચાર્જ લાગશે અને આ ચાર્જ કોણે ચૂકવવો પડશે? જો તમે અવારનવાર ટ્રેન ટિકિટ બુકિંગનું પેમેન્ટ UPI થી કરો છો તો તમારે જાણવું જરૂરી છે. UPI ટિકિટ બુકિંગ સહિત અનેક ડિજિટલ પેમેન્ટ માટે સરળ માધ્યમ બની ગયું છે. જો કે હવે 2000 રૂપિયાથી વધુના ડિજિટલ પેમેન્ટ પર MDR એટલે કે Merchant Discount Rateનો નિયમ ચર્ચામાં છે.આમાં ઓનલાઈન રેલવે ટિકિટનું બુકિંગ પણ સામેલ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. તેથી સવાલ એ ઉભો થાય છે કે શું ટ્રેન ટિકિટ પર આ ચાર્જ લાગશે? જો લાગશે તો કેટલો લાગશે અને આ ચાર્જ કોણે ચૂકવવો પડશે? 2000 રૂપિયાથી વધુની ટ્રેન ટિકિટ બુક કરવા પર કેટલો MDR લાગશે?નવા નિયમ મુજબ, જો ટ્રેન ટિકિટની કિંમત 2000 રૂપિયાથી વધુ છે અને પેમેન્ટ UPI દ્વારા કરવામાં આવે છે, તો 5 રૂપિયાનો MDR ચાર્જ લાગશે. ઉદાહરણ તરીકે, જો કોઈ મુસાફરે 2500 રૂપિયાની ટિકિટ બુક કરી છે, તો તેના પર 5 રૂપિયાનો MDR લાગશે.શું મુસાફરે વધારાના 5 રૂપિયા ચૂકવવા પડશે?ના. જો મુસાફર 2000 રૂપિયાથી વધુની ટ્રેન ટિકિટ બુક કરે છે, તો MDR તરીકે લાગતા 5 રૂપિયા મુસાફરે ચૂકવવાના રહેશે નહીં. ટિકિટની કિંમત જેટલી હશે, મુસાફરે એટલા જ રૂપિયા ચૂકવવાના રહેશે.તો આ 5 રૂપિયા કોણ ચૂકવશે?નિયમ મુજબ, આવી ટ્રેન ટિકિટની UPI પેમેન્ટ પર MDRનો ખર્ચ મુસાફર પાસેથી લેવામાં આવશે નહીં.એટલે કે ટિકિટની કિંમત 2500 રૂપિયા હોય તો મુસાફરે માત્ર 2500 રૂપિયા જ ચૂકવવાના રહેશે. વધારાના MDRનો ખર્ચ રેલવે અથવા IRCTC તરફથી ચૂકવવામાં આવશે.ઓફલાઈન અને ઓનલાઈન બંને જગ્યાએ MDR લાગશે?જો તમે ઓનલાઈન IRCTCની વેબસાઈટ અથવા એપ પરથી ટ્રેન ટિકિટ બુક કરી રહ્યા છો અને UPIથી પેમેન્ટ કરો છો, તો આ MDR લાગુ થશે. જોકે, તેનો ચાર્જ ગ્રાહકે ચૂકવવાનો રહેશે નહીં.બીજી તરફ, જો તમે ટિકિટ કાઉન્ટર પરથી ટ્રેન ટિકિટ બુક કરાવો છો અને UPIથી પેમેન્ટ કરો છો, તો પણ 5 રૂપિયાનો MDR ચાર્જ લાગશે. આ ચાર્જ પણ ગ્રાહક પાસેથી લેવામાં આવશે નહીં.

Read Full Story arrow_forward