android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Morbi: શેરબજારના નામે 86.25 લાખ ચાઉં કરનાર 3 ઠગ ગણતરીના દિવસોમાં ઝડપાયા, 61 લાખ જપ્ત
calendar_today September 16, 2026

Morbi: શેરબજારના નામે 86.25 લાખ ચાઉં કરનાર 3 ઠગ ગણતરીના દિવસોમાં ઝડપાયા, 61 લાખ જપ્ત

શેરબજારમાં રોકાણ કરી ટૂંક સમયમાં મોટો નફો કમાઈ આપવાની લાલચ આપીને નાગરિકોને શિકાર બનાવતી સાયબર ગેંગ સામે મોરબી સાયબર પોલીસે મોટી સફળતા મેળવી છે. મોરબીના એક વેપારી સાથે સ્ટોક માર્કેટમાં રોકાણના નામે રૂ. 86.25 લાખની વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરનાર ત્રણ ચાલાક આરોપીઓને પોલીસે ગણતરીના દિવસોમાં જ દબોચી લીધા છે.મોરબીના વેપારી સાથે 86.25 લાખની છેતરપિંડીપોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આ આરોપીઓ મુખ્યત્વે લોકોને અને યુવાનોને ફોન કરીને શેરબજારની વિવિધ લોભામણી સ્કીમો સમજાવતા હતા. સ્ટોક માર્કેટમાં રોકાણ કરવાથી ટૂંકા સમયમાં અનેકગણો ફાયદો થશે તેવી ખાતરી આપીને તેઓ વેપારીઓ પાસે અલગ-અલગ બેંક ખાતાઓમાં લાખો રૂપિયા ટ્રાન્સફર કરાવી લેતા હતા.વેપારીએ સાયબર ફ્રોડ અંગે મોરબી સાયબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બેંક એકાઉન્ટ ડિટેલ્સના આધારે તપાસ તેજ કરી હતી. સાયબર પોલીસે સઘન કાર્યવાહી કરીને ગુનામાં સંમેલિત આરોપી નિતીન રબારી, ભલાભાઇ રબારી અને કશ્યપજી ઉર્ફે ચકો ઠાકોરની ધરપકડ કરી લીધી છે.આરોપીઓ પાસેથી 61 લાખની રકમ કબ્જે કરી લીધીપોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આરોપીઓ પાસેથી 61 લાખ જેટલી મોટી રકમ પણ કબ્જે કરી લીધી છે. આ સાયબર ગેંગે અન્ય કોઈ લોકો સાથે આ પ્રકારે છેતરપિંડી કરી છે કે કેમ અને તેમની સાથે અન્ય કોઈ મોટા આકાઓ જોડાયેલા છે કે નહીં, તે અંગે મોરબી સાયબર પોલીસે આરોપીઓના રિમાન્ડ મેળવી આગળની સઘન પૂછપરછ હાથ ધરી છે.આ પણ વાંચો: Una: ઉમેદપરા પાસે રૂપેણ નદીના પુલ પરથી માછલી ભરેલો આયશર ટ્રક 15 ફૂટ નીચે ખાબક્યો! અકસ્માતમાં 1 વ્યક્તિનું કરુણ મોત

Read Full Story arrow_forward
Rajkot: યુવતીની છેડતીની અદાવતમાં પરપ્રાંતીયો વચ્ચે ખેલાયો ખૂની ખેલ; ઓડિશાના યુવક દુખીશ્યામની હત્યા
calendar_today September 16, 2026

Rajkot: યુવતીની છેડતીની અદાવતમાં પરપ્રાંતીયો વચ્ચે ખેલાયો ખૂની ખેલ; ઓડિશાના યુવક દુખીશ્યામની હત્યા

રાજકોટ શહેરમાં પરપ્રાંતીય શ્રમિકો વચ્ચે જૂની અદાવત અને યુવતીની છેડતી બાબતે એક સનસનાટીભરી હત્યાની ઘટના સામે આવી છે. ઓડિશાના વતની અને રાજકોટમાં છૂટક મજૂરી કામ કરતા દુખીશ્યામ નામના યુવકની યુવતીની છેડતીના મુદ્દે ઝઘડો થતાં ત્રણેય ભાઈઓએ ક્રૂરતાપૂર્વક હત્યા નીપજાવી છે.રાજકોટમાં યુવતીની છેડતી બાબતે ખેલાયો ખૂની ખેલપોલીસ તપાસમાં સામે આવેલી વિગત મુજબ, મૃતક દુખીશ્યામ અને આરોપીઓ છેલ્લા ઘણા સમયથી સાથે રહીને છૂટક મજૂરી કામ કરતા હતા. દરમિયાન મૃતક દુખીશ્યામે આરોપીઓની બહેનનો હાથ પકડી છેડતી કરી હતી. આ બાબતે ઉશ્કેરાયેલા યુવતીના ત્રણ ભાઈઓ પિંજુ ભૂરીયા, રાજેશ ભૂરીયા અને અજીત ભૂરીયાએ દુખીશ્યામને આંતરીને ઢીકા-પાટુ તથા લાકડાના ધોકા વડે ગંભીર માર માર્યો હતો. ત્યારબાદ ફેન્સિંગ વાયર વડે તેનું ગળું દબાવીને સ્થળ પર જ મોતને ઘાટ ઉતારી દીધો હતો.ઘટનાની જાણ થતાં જ રાજકોટ પોલીસનો ઉચ્ચ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.ઓડિશાના યુવક દુખીશ્યામની હત્યા પોલીસે મૃતદેહને પંચનામું કરી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો.પોલીસે ગણતરીના કલાકોમાં જ ગુનાનો ભેદ ઉકેલીને હત્યા આચરનાર ત્રણેય ભાઈઓ પિંજુ ભૂરીયા, રાજેશ ભૂરીયા અને અજીત ભૂરીયાની અટકાયત કરી લીધી છે. રાજકોટ પોલીસે આરોપીઓ સામે હત્યા સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાનૂની કાર્યવાહી અને સઘન પૂછપરછ હાથ ધરી છે.આ પણ વાંચો: Morbi: શેરબજારના નામે 86.25 લાખ ચાઉં કરનાર 3 ઠગ ગણતરીના દિવસોમાં ઝડપાયા, 61 લાખ જપ્ત

Read Full Story arrow_forward
Dadasaheb Phalke Award 2024 : દિગ્ગજ અભિનેતા અનંત નાગને મળશે દાદાસાહેબ ફાળકે એવોર્ડ
calendar_today September 16, 2026

Dadasaheb Phalke Award 2024 : દિગ્ગજ અભિનેતા અનંત નાગને મળશે દાદાસાહેબ ફાળકે એવોર્ડ

ભારતીય સિનેમામાં લાંબા અને યાદગાર યોગદાન બદલ દિગ્ગજ કન્નડ અભિનેતા અનંત નાગને વર્ષ 2024નો પ્રતિષ્ઠિત દાદાસાહેબ ફાળકે એવોર્ડ એનાયત કરવામાં આવશે. ભારત સરકારે 78 વર્ષીય અભિનેતાના નામની સત્તાવાર જાહેરાત કરી છે.22 સપ્ટેમ્બરે એકતા નગરમાં સન્માન અપાશેઅનંત નાગને આ સન્માન 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ દરમિયાન આપવામાં આવશે. સમારોહનું આયોજન 22 સપ્ટેમ્બર 2026ના રોજ ગુજરાતના એકતા નગર, કેવડિયા ખાતે કરવામાં આવશે.પેઢીઓને પ્રેરણા આપતી કારકિર્દીદાદાસાહેબ ફાળકે એવોર્ડ પસંદગી સમિતિની ભલામણ બાદ કેન્દ્ર સરકારે અનંત નાગના નામની જાહેરાત કરી છે. પીઆઈબીના જણાવ્યા મુજબ, ભારતીય સિનેમામાં તેમના યોગદાન અને પેઢીઓને પ્રેરણા આપતી તેમની લાંબી સિનેમેટિક સફરને ધ્યાનમાં રાખીને આ સન્માન આપવામાં આવી રહ્યું છે.    કન્નડ સિનેમામાં મહત્વનું યોગદાનઅનંત નાગે પોતાની કારકિર્દીમાં વિવિધ પ્રકારની ભૂમિકાઓ ભજવી છે. ખાસ કરીને કન્નડ સિનેમામાં તેમના અભિનય અને યોગદાનને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વર્ષ 2025માં તેમને પદ્મભૂષણથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.વડાપ્રધાન મોદીએ આપી શુભેચ્છાએવોર્ડની જાહેરાત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ અનંત નાગને અભિનંદન પાઠવ્યા છે. દાદાસાહેબ ફાળકે એવોર્ડને ભારતીય સિનેમાનો સર્વોચ્ચ સન્માન માનવામાં આવે છે.આ પણ વાંચો   :    UPI Transaction : 2,000 થી વધુના વ્યવહારો પર લાગશે ટેક્ષ, તમારા પર શું અસર ? 10 સવાલના જવાબો.

Read Full Story arrow_forward