EPF ના વાજબી પગારની મર્યાદા 15 હજારથી વધારી 25 હજાર કરાઇ : કરોડો કર્મચારીઓને મળશે સામાજિક સુરક્ષા
કેન્દ્ર સરકાર દ્વારા કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) હેઠળ આવરી લેવાતા કર્મચારીઓ માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.વેતન મર્યાદાને વધારીને હવે રૂ. 25,000 કરાઇEPFOમાં વર્ષ 2014 માં નક્કી કરવામાં આવેલી રૂ. 15,000 ની માસિક વેતન મર્યાદાને વધારીને હવે રૂ. 25,000 કરવાનો નિર્ણય લેવાયો છે. આ ક્રાંતિકારી ફેરફારથી રૂ. 15,000 થી રૂ. 25,000 સુધીનો પગાર ધરાવતા લાખો નવા કર્મચારીઓ હવે ઔપચારિક સામાજિક સુરક્ષાના છત્ર હેઠળ આવશે.કર્મચારીઓનું નિવૃત્તિ ભંડોળ મજબૂત થશેઆ ફેરફાર બાદ કર્મચારીઓને EPF ની સાથે Employees’ Pension Scheme (EPS) અને Employees’ Deposit Linked Insurance Scheme (EDLI) ના લાભો પણ મળશે. લાંબા ગાળે આ નિર્ણયથી કર્મચારીઓનું નિવૃત્તિ ભંડોળ (Retirement Fund) મજબૂત થશે. સરકારનું માનવું છે કે રોજગારના ઓપચારિકરણ અને વધતા જતા વેતન સ્તરને ધ્યાનમાં રાખીને સામાજિક સુરક્ષાના દાયરાને વિસ્તારવો અત્યંત જરૂરી હતો. સરકારને વાર્ષિક આશરે રૂ. 11,339 કરોડનો ખર્ચનવા નિયમના અમલીકરણથી સરકારી તિજોરી પર પણ આર્થિક બોજ વધશે. અનુમાન મુજબ, આ નિર્ણયથી સરકારને વાર્ષિક આશરે રૂ. 11,339 કરોડનો ખર્ચ થશે, જ્યારે આગામી 5 વર્ષમાં આ ખર્ચ રૂ. 56,696 કરોડ સુધી પહોંચી શકે છે. જોકે, આ નિર્ણયથી સંસ્થામાં કર્મચારીઓની સ્થિરતા વધશે અને કામદારોનું ભવિષ્ય વધુ સુરક્ષિત બનશે. આ પણ વાંચો : Surat : પતિએ પત્નીને જ ‘વાઈફ સ્વેપિંગ’ માટે ધકેલી, દેરાણી બોલી- ‘આ તો આજકાલ કોમન છે’
Read Full Story arrow_forward