android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar : ચૂંટણીના માહોલ વચ્ચે ફાયર વિભાગમાં ACBનો સપાટો, રૂ.20 હજારની લાંચ લેતા ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર ઝડપાયા
calendar_today September 16, 2026

Gandhinagar : ચૂંટણીના માહોલ વચ્ચે ફાયર વિભાગમાં ACBનો સપાટો, રૂ.20 હજારની લાંચ લેતા ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર ઝડપાયા

ગાંધીનગર મહાનગરપાલિકાના ફાયર વિભાગમાં લાંચના મામલે એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ કાર્યવાહી કરી છે. ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર રાજેશ પટેલને રૂ.20 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે.ફાયર વિભાગના અધિકારી સામે ACB ટ્રેપમળતી પ્રાથમિક માહિતી મુજબ, ફાયર વિભાગ સાથે જોડાયેલા કામ માટે લાંચની માંગણી કરવામાં આવી હતી. ફરિયાદના આધારે ACBએ છટકું ગોઠવી ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર રાજેશ પટેલને રૂ.20 હજારની લાંચ સ્વીકારતા ઝડપી પાડ્યા છે.ચૂંટણી જાહેર થવાના માહોલમાં કાર્યવાહીગાંધીનગર મનપાની ચૂંટણી જાહેર થવાના માહોલ વચ્ચે ફાયર વિભાગમાં ACBની કાર્યવાહીથી વહીવટી તંત્રમાં ચર્ચા તેજ બની છે. જોકે, લાંચ કયા કામ માટે માંગવામાં આવી હતી અને ટ્રેપની સંપૂર્ણ વિગતો અંગે ACBની સત્તાવાર માહિતીની રાહ જોવાઈ રહી છે. આ મામલે ACBએ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે.  આ પણ વાંચો   :    UPI Transaction : 2,000 થી વધુના વ્યવહારો પર લાગશે ટેક્ષ, તમારા પર શું અસર ? 10 સવાલના જવાબો.

Read Full Story arrow_forward
Surendranagar News: માલવણ MRL ટાયર કંપનીમાં 300 કામદારોની હડતાલ, શોષણનો આક્ષેપ
calendar_today September 16, 2026

Surendranagar News: માલવણ MRL ટાયર કંપનીમાં 300 કામદારોની હડતાલ, શોષણનો આક્ષેપ

સુરેન્દ્રનગર જિલ્લાના અમદાવાદ-માલવણ હાઇવે પર આવેલી ખાનગી કંપનીના કામદારોમાં વહીવટી અને વ્યવસ્થાપકી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. માલવણ ટોલટેક્સ પાસે ધમધમતી MRL ટાયર બનાવતી કંપની સામે આશરે 300 થી વધુ કામદારોએ પોતાની પડતર માંગણીઓને લઈને સવારથી જ હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે. કામદારો દ્વારા કંપની બહાર મોરચો માંડીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.12 કલાક કામ છતાં પૂરતો ઓવરટાઇમ નહીં મળવાનો આક્ષેપહડતાલ પર ઉતરેલા કામદારો અને સ્થાનિકોના જણાવ્યા અનુસાર, કંપનીના કોન્ટ્રાક્ટરો દ્વારા કામદારોનું વ્યાપક શોષણ કરવામાં આવી રહ્યું છે. કામદારો પાસે નિયમ વિરુદ્ધ જઈને દિવસના 12 કલાક સુધી ભારે કામ કરાવવામાં આવે છે, પરંતુ તેની સામે યોગ્ય પ્રમાણમાં ઓવરટાઇમ કે વળતર આપવામાં આવતું નથી. આર્થિક શોષણ અને અમાનવીય પરિસ્થિતિના કારણે શ્રમિકો મુશ્કેલીમાં મુકાયા છે15 થી વધુ ગામોના શ્રમિકો સંડોવાયેલાઆ કંપનીમાં માત્ર એક જ જગ્યા નહીં, પરંતુ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી, દસાડા, સેડલા, જેનાબાદ, બજાણા અને વિરમગામ સહિતના આસપાસના 15 થી વધુ ગામોના સેંકડો શ્રમિકો રોજગારી મેળવવા માટે આવે છે. અસહ્ય ત્રાસ અને અન્યાય સામે કંટાળીને આ તમામ ગામોના કામદારો એક થઈને કંપનીના મુખ્ય ગેટ બહાર હડતાલ પર બેસી ગયા હતા.પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકી મેદાને, HR દ્વારા બાંહેધરીકામદારોના આ આંદોલનની ગંભીરતાને જોતાં પાટડી-દસાડાના પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નૌશાદ સોલંકી પણ કામદારોની વહારે દોડી આવ્યા હતા અને તેમને સમર્થન પૂરું પાડ્યું હતું. વિરોધ વધતા અંતે કંપની તંત્ર હરકતમાં આવ્યું હતું. માલવણ ટોલટેક્સ સ્થિત MRL કંપનીના HR દ્વારા આગામી 15 દિવસમાં કામદારોના તમામ પ્રશ્નોનું સંતોષકારક નિરાકરણ લાવવા માટે લેખિત કે મૌખિક બાંહેધરી આપવામાં આવી છે, ત્યારબાદ મામલો શાંત પડ્યો હતો.આ પણ વાંચો: Surendrangar :ઝાલાવાડના 8 તાલુકા ગ્રામ્યમાં રાત્રિના મેઘમહેર

Read Full Story arrow_forward
AIMIMના પ્રમુખ Asaduddin Owaisiનો ભાજપના ધારાસભ્યને ખુલ્લો પડકાર, જાણો શુ કહ્યુ?
calendar_today September 16, 2026

AIMIMના પ્રમુખ Asaduddin Owaisiનો ભાજપના ધારાસભ્યને ખુલ્લો પડકાર, જાણો શુ કહ્યુ?

ઓવૈસી ભોપાલમાં સમાન નાગરિક સંહિતા એટલે કે યુસીસીના વિરોધમાં જાહેર સભાને સંબોધિત કરતા કહ્યુ હતુ કે, તમે અમને જેટલા દબાવશો, તેટલી જ મજબૂતીથી અમે ઉભા થઈશું. ધારાસભ્ય રામેશ્વર શર્માએ શું કહ્યું?ધારાસભ્ય રામેશ્વર શર્માએ જાહેર સભા સંબોધતા કહ્યું હતું કે, મોદીજીએ સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. જ્યારે ભારતમાં લોકો કહેતા હતા કે, તેઓ સોય બનાવતા નથી જાણતા, ત્યારે મોદીજીએ કહ્યું હતું કે અમે મિસાઈલ બનાવીશું. તમે કરોડ ચોક પર ઉભા રહો, મિસાઈલને નિશાન બનાવો અને તેને કાઝી કેમ્પ પર ફેંકો. જ્યારે ભીડે રામેશ્વર શર્માના નિવેદનને તાળીઓ પાડી અને વધાવી લીધું, ત્યારે ધારાસભ્યએ કહ્યું કે તેમણે કરોડનો કાઝી કેમ્પ નહીં, પરંતુ ઇસ્લામાબાદનો કેમ્પ કહ્યું હતુ.  એનડીએના સાથીઓને પડકારઓવૈસીએ એનડીએના સાથીઓને પડકાર ફેંકતા કહ્યું કે જો તેમને ભાજપની વિચારધારા સાથે સહેજ પણ મતભેદ હોય, તો તેમણે યુસીસીનો વિરોધ કરવો જોઈએ. યુસીસીને સમાનતા અને ધાર્મિક સ્વતંત્રતાની વિરુદ્ધ ગણાવતા, ઓવૈસીએ આરોપ લગાવ્યો કે ભાજપ સરકારો તેને બિન-હિન્દુઓ પર લાદી રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 2029 સુધીમાં ભાજપ-એનડીએ શાસિત તમામ રાજ્યોમાં યુસીસી લાગુ કરવાની જાહેરાત કર્યા બાદ ઓવૈસીનું નિવેદન આવ્યું છે. ઓવૈસીએ કહ્યું કે બાબા સાહેબ આંબેડકર દ્વારા તૈયાર કરાયેલ બંધારણના અનુચ્છેદ 14, 25, 26 અને 29 નાગરિકોને સમાનતા અને તેમના ધર્મનું પાલન કરવાની સ્વતંત્રતા સહિત વિવિધ અધિકારો આપે છે. ઓવૈસીએ કહ્યું, "એક ધર્મના કાયદા બીજા ધર્મ પર લાદવા સમાનતા અને ધર્મની સ્વતંત્રતાની વિરુદ્ધ છે. તેથી જ અમે તેનો વિરોધ કરી રહ્યા છીએ."ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ વિરોધ કરશેએઆઈએમઆઈએમ પ્રમુખે મધ્યપ્રદેશમાં યુસીસીમાંથી આદિવાસીઓને બાકાત રાખવાનો મુદ્દો પણ ઉઠાવ્યો. તેમણે કહ્યું કે રાજ્યની વસ્તીના લગભગ 21 ટકા આદિવાસીઓ છે, જ્યારે મુસ્લિમ વસ્તી લગભગ આઠ ટકા છે. ઓવૈસીએ 17 સપ્ટેમ્બરના રોજ જંતર મંતર પર યુસીસી સામે ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના પ્રસ્તાવિત વિરોધ પ્રદર્શનને ટેકો આપ્યો હતો અને દેશભરના મુસ્લિમોને તેને સફળ બનાવવા હાકલ કરી હતી.આ પણ વાંચોઃ લદાખની રહસ્યમયી પેંગોંગ ઝીલ બદલે છે પોતાના રંગ, જાણો કેવી રીતે કરશો ત્યાંની મુલાકાત?

Read Full Story arrow_forward