android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
17 September Top News: PM મોદીના જન્મદિને દેશભરમાં સેવા કાર્યોનો પ્રારંભ, ખેલ મંત્રી મનસુખ માંડવિયાની જાપાન મુલાકાત
calendar_today September 16, 2026

17 September Top News: PM મોદીના જન્મદિને દેશભરમાં સેવા કાર્યોનો પ્રારંભ, ખેલ મંત્રી મનસુખ માંડવિયાની જાપાન મુલાકાત

પીએમ મોદીના જન્મદિવસ નિમિત્તે, ભાજપ પ્રમુખ નીતિન નવીન ભાજપ મુખ્યાલય ખાતે રક્તદાન શિબિરનું ઉદ્ઘાટન કરશે. ભાજપ પ્રમુખ નીતિન નવીન આવતીકાલથી ઉજ્જૈનની બે દિવસીય મુલાકાતે છે. તેઓ પીએમના જન્મદિવસ અને સેવા સંકલ્પ અભિયાનના ભાગ રૂપે સાંજે રામઘાટ (શિપ્રા કાંઠા) ખાતે આયોજિત દીપોત્સવ (આશીર્વાદનો દીપ) માં ભાગ લેશે. શિપ્રા કાંઠા પર 25 લાખ દીવા પ્રગટાવીને દીપોત્સવની તૈયારીઓ કરવામાં આવી છે.સંરક્ષણ પ્રધાન કાશી વિશ્વનાથ મંદિરમાં પ્રાર્થના કરશેસંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ આવતીકાલે વારાણસીના કાશી વિશ્વનાથ મંદિરમાં પીએમના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરશે.વારાણસીમાં સેવા સંકલ્પ અભિયાનરાજનાથ સિંહ આવતીકાલે બપોરે 12 વાગ્યે વારાણસીમાં સેવા સંકલ્પ અભિયાનના ભાગ રૂપે સેવા યાત્રાને લીલી ઝંડી આપશે.SEMICON ઇન્ડિયા 2026નું ઉદ્ઘાટનવડાપ્રધાન મોદી 17 સપ્ટેમ્બરના રોજ સવારે 10 વાગ્યે નવી દિલ્હીમાં યશોભૂમિ (ઇન્ડિયા ઇન્ટરનેશનલ કન્વેન્શન એન્ડ એક્સ્પો સેન્ટર) ખાતે SEMICON ઇન્ડિયા 2026નું ઉદ્ઘાટન કરશે. આ કાર્યક્રમ 17 થી 19 સપ્ટેમ્બર સુધી ચાલશે. આ પાંચમી આવૃત્તિ છે, જેનું આયોજન ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન (ISM), ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય (MeitY) અને વૈશ્વિક ઉદ્યોગ સંગઠન SEMI દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી રહ્યું છે. 40 દેશોની કંપનીઓ ભાગ લઈ રહી છે.ડૉ. મોહન ભાગવત 17 અને 18 સપ્ટેમ્બરના રોજ ઉજ્જૈનઆરએસએસના વડા ડૉ. મોહન ભાગવત 17 અને 18 સપ્ટેમ્બરના રોજ ઉજ્જૈનમાં રહેશે. તેઓ 18 સપ્ટેમ્બરના રોજ 'યુવા ધર્મ સંસદ'માં સ્વયંસેવકોને સંબોધિત કરશે અને યુવાનો સાથે વાર્તાલાપ કરશે.પીએમની ભેટોનું હરાજી 17 સપ્ટેમ્બરથી શરૂદિલ્હીમાં નેશનલ આર્ટ ગેલેરી ખાતે પીએમની ભેટોનું પ્રદર્શન યોજાઈ રહ્યું છે. હરાજી 17 સપ્ટેમ્બરથી શરૂ થશે. તે પીએમના જન્મદિવસથી 2 ઓક્ટોબર સુધી ચાલશે.પીએમ મોદીના જન્મદિવસ પર સ્વચ્છતા હી સેવા અભિયાનકેન્દ્ર સરકાર પીએમ મોદીના જન્મદિવસ પર 'સ્વચ્છતા હી સેવા' અભિયાન શરૂ કરી રહી છે. 27 સપ્ટેમ્બરે ઐતિહાસિક ઇમારતોની સફાઈ કરવામાં આવશે, 1 ઓક્ટોબરે દરરોજ એક કલાકનું સ્વૈચ્છિક કાર્ય કરવામાં આવશે અને 2 ઓક્ટોબરે સ્વચ્છતા દિવસ ઉજવવામાં આવશે.મનસુખ માંડવિયા આવતીકાલે જાપાનની મુલાકાતેરમતગમત મંત્રી મનસુખ માંડવિયા આવતીકાલે જાપાનની મુલાકાત લેશે. તેઓ એશિયન ગેમ્સમાં ભાગ લેનારા ખેલાડીઓને પ્રોત્સાહિત કરશે. એશિયન ગેમ્સ 9 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર સુધી ચાલશે. આ વખતે ભારત 34 રમતોમાં ભાગ લેશે.આ પણ વાંચો: રાજકોટમાં 11 વર્ષથી ફરાર આરોપી પકડાયો, EPF નો નવો નિયમ અને MRP થી વધુ ભાવે પાણી વેચવા પર 7 લાખનો દંડ

Read Full Story arrow_forward
Bihar : 8 દિવસમાં 3 અજાણી મહિલાઓના મૃતદેહ મળતાં ખળભળાટ, હાથ પર ‘પ્રીતિ’ નામનું ટેટૂ, ઓળખ માટે પોલીસની કવાયત
calendar_today September 16, 2026

Bihar : 8 દિવસમાં 3 અજાણી મહિલાઓના મૃતદેહ મળતાં ખળભળાટ, હાથ પર ‘પ્રીતિ’ નામનું ટેટૂ, ઓળખ માટે પોલીસની કવાયત

બિહારના બેગુસરાયમાં અજાણી મહિલાનો મૃતદેહ મળી આવતા ફરી સનસનાટી ફેલાઈ છે. લાખો પોલીસ સ્ટેશન વિસ્તારમાં શાહપુર ટોલ પ્લાઝા અને ઇનિયાર વચ્ચે NH-31થી આશરે 20થી 30 ફૂટ નીચે ઝાડીઓમાંથી 28થી 30 વર્ષની મહિલાની લાશ મળી આવી હતી. મૃતદેહમાંથી દુર્ગંધ આવતાં રાહદારીઓએ નીચે જઈ તપાસ કરી હતી.FSL ટીમે સ્થળ પરથી પુરાવા એકત્ર કર્યામાહિતી મળતાં સ્થાનિક લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. ત્યારબાદ પોલીસ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. પોલીસે તપાસ શરૂ કરી અને FSL ટીમને પણ બોલાવવામાં આવી હતી. FSL દ્વારા સ્થળનું બારીકાઈથી નિરીક્ષણ કરી જરૂરી પુરાવા એકત્ર કરવામાં આવ્યા હતા.હાથ પર ‘પ્રીતિ’ નામનું ટેટૂમહિલા સલવાર-કમીઝ પહેરેલી હાલતમાં મળી આવી હતી. પોલીસના જણાવ્યા મુજબ મૃતદેહ 2થી 3 દિવસ જૂનો હોવાનું અનુમાન છે. મહિલાના એક હાથ પર ટેટૂથી ‘પ્રીતિ’ લખેલું છે, જ્યારે બીજા હાથ પર ઈજાનું નિશાન મળ્યું છે. સ્થાનિક લોકોની મદદથી ઓળખ કરવાનો પ્રયાસ થયો, પરંતુ હજુ સુધી મૃતકની ઓળખ થઈ શકી નથી.પોસ્ટમોર્ટમ બાદ મોતનું કારણ સ્પષ્ટ થશેપોલીસે મીડિયાને જણાવ્યું કે મહિલાના મોતનું વાસ્તવિક કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ સ્પષ્ટ થશે. મહિલાની હત્યા અન્યત્ર કરીને મૃતદેહ અહીં ફેંકાયો હતો કે ઘટના સ્થળ પર જ બની હતી, તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે. પોલીસે તાજેતરમાં નોંધાયેલી મહિલાઓની ગુમશુદગીની ફરિયાદો સાથે મૃતદેહનો મેળ બેસાડવાનું શરૂ કર્યું છે.8 દિવસમાં 3 અજાણી મહિલાઓના મૃતદેહઆ ઘટનાના થોડા દિવસો પહેલાં 8 સપ્ટેમ્બરે તેઘરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આધારપુર બાંધ નજીક અજાણી યુવતીનો મૃતદેહ મળ્યો હતો. ત્યારબાદ 15 સપ્ટેમ્બરે પિઢૌલી પંચાયતના બાંધ નજીક 22 વર્ષની યુવતીની લાશ મળી હતી. બંને કેસમાં પણ હત્યા બાદ મૃતદેહ ફેંકાયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી.પોલીસ તંત્રમાં દોડધામઆ રીતે 8 દિવસમાં 3 અજાણી મહિલાઓના મૃતદેહ મળતાં પોલીસની ચિંતા વધી છે. જોકે ત્રણેય ઘટનાઓ વચ્ચે કોઈ સત્તાવાર કડી છે કે નહીં અને મોતનું ચોક્કસ કારણ શું છે, તે હજુ તપાસનો વિષય છે.  આ પણ વાંચો   :    Sandesh Digital Explainer : EPFમાં મોટો ફેરફાર, તમારી ટેક-હોમ સેલરીનું શું થશે? સમજો, નવું ગણિત

Read Full Story arrow_forward
Bhavnagar : મા-દીકરી પાસેથી રૂ.5 લાખની ખંડણીની માંગનો આક્ષેપ, પૈસા નહીં આપો તો જાનથી મારી નાખવાની અને બદનામ કરવાની ધમકી
calendar_today September 16, 2026

Bhavnagar : મા-દીકરી પાસેથી રૂ.5 લાખની ખંડણીની માંગનો આક્ષેપ, પૈસા નહીં આપો તો જાનથી મારી નાખવાની અને બદનામ કરવાની ધમકી

ભાવનગરમાં મા-દીકરીને છેલ્લા એક વર્ષથી સતત હેરાનગતિ અને માનસિક ત્રાસ આપવાની ગંભીર ફરિયાદ સામે આવી છે. મહિલાના જણાવ્યા મુજબ કેટલાક શખ્સોએ તેની પાસેથી રૂ.5 લાખની ખંડણી માંગી હતી. પૈસા નહીં આપે તો તેને અને તેની 16 વર્ષની દીકરીને જાનથી મારી નાખવાની તેમજ સોશિયલ મીડિયામાં બદનામ કરવાની ધમકી આપવામાં આવી હોવાનો આક્ષેપ છે.ફોટા-વીડિયો વાયરલ કરવાની ધમકીમહિલાએ ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે તેના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરીને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેની સગીર દીકરીને પણ સોશિયલ મીડિયા પર બદનામ કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે મહિલાએ કેટલાક શખ્સોના નામ પણ પોલીસ સમક્ષ રજૂ કર્યા હોવાનું જણાવ્યું છે.મોડી રાત્રે પથ્થરમારો કર્યાનો આક્ષેપમહિલાના જણાવ્યા મુજબ મોડી રાત્રે તેના ઘર પર પથ્થરો અને ઈંટો ફેંકીને પરિવારને ધમકાવવામાં આવ્યો હતો. સતત મળતી ધમકીઓના કારણે મા-દીકરીના જીવને જોખમ હોવાનો દાવો મહિલાએ કર્યો છે. ઘટનાને લગતા કેટલાક વીડિયો પણ સામે આવ્યા હોવાનું જણાવાયું છે.પોલીસ કાર્યવાહી સામે સવાલમહિલાનો આક્ષેપ છે કે તેણે ઘોઘા રોડ પોલીસ સ્ટેશન સહિત પોલીસ અધિક્ષકની કચેરીમાં અનેક અરજીઓ કરી હોવા છતાં હજુ સુધી યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. મહિલાએ તાત્કાલિક ફરિયાદની તપાસ કરી આરોપીઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. હાલ સમગ્ર મામલે પોલીસ તપાસ બાદ જ ખંડણીની માંગ, ધમકી, સોશિયલ મીડિયા પર બદનામી અને પથ્થરમારાની ફરિયાદમાં કેટલું સત્ય છે તે સ્પષ્ટ થશે.  આ પણ વાંચો   :    Sandesh Digital Explainer : EPFમાં મોટો ફેરફાર, તમારી ટેક-હોમ સેલરીનું શું થશે? સમજો, નવું ગણિત

Read Full Story arrow_forward