android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Amreli: લાઠીના આંબરડી ગામની વાડીમાં વીજકરંટથી 2 સગા ભાઈ-બહેનના કરુણ મોત, મજૂર પરિવારમાં અરેરાટી
calendar_today September 16, 2026

Amreli: લાઠીના આંબરડી ગામની વાડીમાં વીજકરંટથી 2 સગા ભાઈ-બહેનના કરુણ મોત, મજૂર પરિવારમાં અરેરાટી

અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના આંબરડી ગામના વાડી વિસ્તારમાં એક અત્યંત હૃદયદ્રાવક અને કરુણ ઘટના સામે આવી છે. વાડીમાં મજૂરી કામ કરતા શ્રમિક પરિવારના બે સગા ભાઈ-બહેન વીજકરંટની ઝપેટમાં આવી જતાં બંનેના સ્થળ પર જ મોત નીપજ્યા છે. આ ગોઝારી ઘટનાના પગલે સમગ્ર પંથકમાં અને મજૂર પરિવારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.અમરેલીના આંબરડીમાં હૃદયદ્રાવક ઘટનામળતી વિગતો અનુસાર, વાડી વિસ્તારમાં પાકના રક્ષણ માટે મુકવામાં આવેલી ઝટકા લાઈન સાથે અકસ્માતે PGVCLની મુખ્ય સર્વિસ લાઈનનો વાયર અડી ગયો હતો. જેના કારણે ઝટકા વાયરમાં સામાન્ય કરંટના બદલે હાઇવોલ્ટેજ પાવર ચાલુ થઈ ગયો હતો. ખેતરમાં રમી રહેલા અથવા કામ કરી રહેલા ભાઈ-બહેન અજાણતાં આ વાયરના સંપર્કમાં આવી જતાં તેઓ જોરદાર કરંટ લાગવાથી જીવતા ભૂંજાયા હતા.વીજકરંટ લાગતાં 2 સગા ભાઈ-બહેનના કરુણ મોતમૃતક ભાઈ-બહેન મૂળ દાહોદ જિલ્લાના વતની ખેતમજૂર પરિવારના પુત્ર અને પુત્રી હોવાનું બહાર આવ્યું છે. પેટનો ખાડો પૂરવા રોજીરોટી અર્થે અમરેલીના આંબરડી ગામે આવેલા પરિવાર પર કુદરતનો કાળીયો કોપ ઉતરતાં અને બે-બે વહાલસોયા સંતાનો ગુમાવતાં પરિવારજનોના કરુણ આક્રંદથી વાડી વિસ્તાર ગૂંજી ઊઠ્યો હતો.ઘટના અંગે સ્થાનિકો દ્વારા જાણ કરાતાં જ દામનગર પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે બંને બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને આ મામલે પ્રાથમિક ધોરણે જાણવાજોગ (A.D.) નોંધ કરી તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત PGVCLની ઘોર બેદરકારી છે કે કેમ તે અંગે પણ પોલીસ દ્વારા તપાસની દિશા લંબાવવામાં આવી છે.આ પણ વાંચો: Ahmedabad: સુરજેવાલાના આગમન સાથે જ ગુજરાત કોંગ્રેસમાં ડખો! અમિત ચાવડા સામે શિંગડા ભિડાવનારા ગુલાબસિંહ રાજપૂત કોણ છે?

Read Full Story arrow_forward
Surat : નાનપુરામાં વૃદ્ધાની હત્યાનો ખૌફનાક ખુલાસો, લૂંટના ઇરાદે ઘૂસેલી મહિલાએ સર્જ્યો કાંડ
calendar_today September 16, 2026

Surat : નાનપુરામાં વૃદ્ધાની હત્યાનો ખૌફનાક ખુલાસો, લૂંટના ઇરાદે ઘૂસેલી મહિલાએ સર્જ્યો કાંડ

સુરતના નાનપુરા વિસ્તારમાં એકલા રહેતા વૃદ્ધાની હત્યાના કેસમાં અઠવાલાઇન્સ પોલીસે મહિલા સહિત એક બાળ કિશોરને ઝડપી પાડ્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી મહિલા વૃદ્ધાનું ઘર જોવાના બહાને અંદર પ્રવેશી હતી અને ચોરી-લૂંટના ઇરાદે સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો.કબાટ ખોલતાં વૃદ્ધાએ બૂમાબૂમ કરીપોલીસના જણાવ્યા મુજબ, હત્યાના દિવસે આરોપી મહિલા અને બાળ કિશોર ઘરમાં પ્રવેશ્યા હતા. મહિલા કબાટ ખોલી રહી હતી ત્યારે એકલા રહેતા વૃદ્ધાએ બૂમાબૂમ કરી હતી. અચાનક બનેલી ઘટનાથી બંને આરોપીઓ ગભરાઈ ગયા હતા.મહિલાએ માથામાં માર માર્યો, વાયરથી ગળું દબાવ્યુંઆક્ષેપ મુજબ, વૃદ્ધાની બૂમાબૂમથી ગભરાયેલી મહિલાએ તેના માથામાં માર માર્યો હતો. ત્યારબાદ મોબાઈલ ચાર્જરના વાયરથી ગળું દબાવી વૃદ્ધાની હત્યા કરવામાં આવી હતી. આ દરમિયાન બાળ કિશોર પણ ગભરાઈ ગયો હતો અને આવું ન કરવા માટે મહિલાને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ત્યાં સુધી વૃદ્ધાનું મોત થઈ ગયું હતું.લૂંટ કર્યા વિના બંને ફરારવૃદ્ધાનું મોત થતાં બંને આરોપીઓ લૂંટ કે ચોરી કર્યા વિના જ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસે તપાસ શરૂ કરી હતી. પોલીસે આશરે 300 જેટલા CCTV ફૂટેજ તપાસ્યા હતા અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપી મહિલા તથા બાળ કિશોર સુધી પહોંચી ધરપકડ કરી હતી. હાલ પોલીસે બંનેની પૂછપરછ શરૂ કરી છે. હત્યામાં અન્ય કોઈની સંડોવણી છે કે નહીં અને ઘટનાના સમગ્ર ક્રમ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.  આ પણ વાંચો  :    Sandesh Digital Explainer : EPFમાં મોટો ફેરફાર, તમારી ટેક-હોમ સેલરીનું શું થશે? સમજો, નવું ગણિત

Read Full Story arrow_forward
China Pakistan Border: 'પાક-ચીન વચ્ચે કોઈ સરહદ જ નથી!', વિદેશ મંત્રાલયે સંયુક્ત બોર્ડર કમિશનને સખત શબ્દોમાં ફગાવ્યું
calendar_today September 16, 2026

China Pakistan Border: 'પાક-ચીન વચ્ચે કોઈ સરહદ જ નથી!', વિદેશ મંત્રાલયે સંયુક્ત બોર્ડર કમિશનને સખત શબ્દોમાં ફગાવ્યું

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સ્પષ્ટ કર્યું છે કે, આ સંયુક્ત પંચ પાસે કોઈ કાનૂની અધિકાર નથી અને ભારત તેને સખત શબ્દોમાં ફગાવે છે.પાકિસ્તાન અને ચીન વચ્ચે કોઈ સરહદ જ નથીઃ MEAવિદેશ મંત્રાલયના પ્રવક્તાએ ભારતનું વલણ સ્પષ્ટ કરતાં જણાવ્યું હતું કે, પાકિસ્તાન અને ચીન વચ્ચે કોઈ ભૌગોલિક કે કાનૂની સરહદ નથી, કારણ કે આ સમગ્ર વિસ્તાર ભારતનો સાર્વભૌમ ભાગ છે. જમ્મુ-કાશ્મીર અને લડાખ ભારતનો અભિન્ન અને અવિભાજ્ય ભાગ હતા, છે અને હંમેશા રહેશે. અગાઉ પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે ઇસ્લામાબાદમાં યોજાયેલી બેઠક બાદ ચીન-પાકિસ્તાન સરહદ પંચને સક્રિય કરવાની જાહેરાત કરી હતી, જેનો હેતુ સીમા વ્યવસ્થાપન, સંયુક્ત સર્વે અને વેપાર વધારવાનો દર્શાવાયો હતો. 1. ભારતે 1963માં થયેલા તથાકથીત 'ચીન-પાક સરહદ કરાર'ને ક્યારેય માન્યતા આપી નથી.2. આ કરાર સંપૂર્ણપણે ગેરકાયદેસર, અમાન્ય અને રદબાતલ છે.3. પાકિસ્તાને ભારતના જે વિસ્તારો પર જબરદસ્તીથી અને ગેરકાયદેસર રીતે કબ્જો કરી રાખ્યો છે, તેને તાત્કાલિક અસરથી ખાલી કરવો જોઈએ.4. ભારતના આ આકરા પ્રત્યાઘાતથી સ્પષ્ટ થાય છે કે પાક-અધિકૃત કાશ્મીર (PoK) માં ચીન અને પાકિસ્તાનની કોઈ પણ રાજદ્વારી કે આર્થિક ગતિવિધિઓને ભારત સહન કરશે નહીં.   વિદેશ મંત્રાલયે કડક શબ્દોમાં કરી નિંદા પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે અગાઉ પાકિસ્તાન-ચીન બોર્ડર સંયુક્ત કમિશનના સંચાલન વિશે પોસ્ટ કરી હતી. પાકિસ્તાને જણાવ્યું હતું કે બંને દેશોએ સરહદ વ્યવસ્થાપન, સંયુક્ત સર્વેક્ષણ અને વેપારને પ્રોત્સાહન આપવાના નામે ઇસ્લામાબાદમાં યોજાયેલી બેઠક સાથે આ સરહદ કમિશનને સક્રિય કર્યું હતું. MEA પ્રવક્તા રણધીર જયસ્વાલે આને નકારી કાઢ્યું, અને કહ્યું કે ભારતે ક્યારેય 1963ના ચીન-પાકિસ્તાન સરહદ કરારને માન્યતા આપી નથી, જે ગેરકાયદેસર અને અમાન્ય હતો. તેમણે કહ્યું કે પાકિસ્તાને ભારતના તે વિસ્તારોને તાત્કાલિક ખાલી કરવા જોઈએ જેના પર તેણે ગેરકાયદેસર અને બળજબરીથી કબજો કર્યો છે.આ પણ વાંચોઃ અંતરિક્ષમાં કેવી રીતે તૈનાત થાય છે હથિયાર, શું રિમોટથી ઓપરેટ થશે સ્પેસ વેપન?

Read Full Story arrow_forward