android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad: નારોલમાં સ્કોર્પિયોમાંથી 1798 કફ સિરપ બોટલ ઝડપાઈ, 26.15 લાખનો મુદ્દામાલ કબજે
calendar_today September 16, 2026

Ahmedabad: નારોલમાં સ્કોર્પિયોમાંથી 1798 કફ સિરપ બોટલ ઝડપાઈ, 26.15 લાખનો મુદ્દામાલ કબજે

અમદાવાદ શહેરના નારોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસે નશાકારક કફ સિરપના ગેરકાયદેસર કાળો કારોબાર સામે મોટી સફ્ળતા મેળવી છે. નારોલ પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને એક શંકાસ્પદ સ્કોર્પિયો ગાડીમાંથી કફ સિરપની બોટલોનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસ તપાસ દરમિયાન વાહનમાંથી 1798 નંગ કફ સિરપની બોટલો મળી આવી હતી, જેનો ઉપયોગ ગેરકાયદે વેચાણ કે નશાના હેતુ માટે કરવામાં આવી રહ્યો હોવાની શંકા છે. નશાકારક કફ સિરપના ગેરકાયદેસર કાળો કારોબારપોલીસે ઘટનાસ્થળેથી કફ સિરપનો જથ્થો અને સ્કોર્પિયો ગાડી સહિત કુલ રૂપિયા 26.15 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ સાથે જ ગાડીમાં સવાર બે મુખ્ય આરોપીઓ નવાઝહુસેન શેખ અને સરવરખાન પઠાણની ઘટનાસ્થળેથી જ ધરપકડ કરીને જેલહવાલે કરવામાં આવ્યા છે.અમદાવાદ શહેરમાં નશાકારક પદાર્થો અને પ્રતિબંધિત દવાઓની ઘૂસણખોરી રોકવા માટે ચાલી રહેલા વિશેષ સઘન ચેકિંગ હેઠળ નારોલ પોલીસે આ કામગીરી પાર પાડી છે. પકડાયેલા બંને આરોપીઓ સામે પોલીસે નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાનૂની કાર્યવાહી તેજ કરી છે.સ્કોર્પિયો ગાડીમાંથી કફ સિરપની બોટલો ઝડપી નારોલ પોલીસ હવે એ વાતની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે કે કફ સિરપનો આટલો મોટો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો, તેનો સપ્લાયર કોણ છે અને અમદાવાદ શહેરમાં તેને કોને ડિલિવરી કરવાની હતી. આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય સાગરીતોની પણ ધરપકડ કરવા પોલીસે રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.આ પણ વાંચો: Amreli: લાઠીના આંબરડી ગામની વાડીમાં વીજકરંટથી 2 સગા ભાઈ-બહેનના કરુણ મોત, મજૂર પરિવારમાં અરેરાટી

Read Full Story arrow_forward
17 September Top News: PM મોદીના જન્મદિને દેશભરમાં સેવા કાર્યોનો પ્રારંભ, ખેલ મંત્રી મનસુખ માંડવિયાની જાપાન મુલાકાત
calendar_today September 16, 2026

17 September Top News: PM મોદીના જન્મદિને દેશભરમાં સેવા કાર્યોનો પ્રારંભ, ખેલ મંત્રી મનસુખ માંડવિયાની જાપાન મુલાકાત

પીએમ મોદીના જન્મદિવસ નિમિત્તે, ભાજપ પ્રમુખ નીતિન નવીન ભાજપ મુખ્યાલય ખાતે રક્તદાન શિબિરનું ઉદ્ઘાટન કરશે. ભાજપ પ્રમુખ નીતિન નવીન આવતીકાલથી ઉજ્જૈનની બે દિવસીય મુલાકાતે છે. તેઓ પીએમના જન્મદિવસ અને સેવા સંકલ્પ અભિયાનના ભાગ રૂપે સાંજે રામઘાટ (શિપ્રા કાંઠા) ખાતે આયોજિત દીપોત્સવ (આશીર્વાદનો દીપ) માં ભાગ લેશે. શિપ્રા કાંઠા પર 25 લાખ દીવા પ્રગટાવીને દીપોત્સવની તૈયારીઓ કરવામાં આવી છે.સંરક્ષણ પ્રધાન કાશી વિશ્વનાથ મંદિરમાં પ્રાર્થના કરશેસંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ આવતીકાલે વારાણસીના કાશી વિશ્વનાથ મંદિરમાં પીએમના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરશે.વારાણસીમાં સેવા સંકલ્પ અભિયાનરાજનાથ સિંહ આવતીકાલે બપોરે 12 વાગ્યે વારાણસીમાં સેવા સંકલ્પ અભિયાનના ભાગ રૂપે સેવા યાત્રાને લીલી ઝંડી આપશે.SEMICON ઇન્ડિયા 2026નું ઉદ્ઘાટનવડાપ્રધાન મોદી 17 સપ્ટેમ્બરના રોજ સવારે 10 વાગ્યે નવી દિલ્હીમાં યશોભૂમિ (ઇન્ડિયા ઇન્ટરનેશનલ કન્વેન્શન એન્ડ એક્સ્પો સેન્ટર) ખાતે SEMICON ઇન્ડિયા 2026નું ઉદ્ઘાટન કરશે. આ કાર્યક્રમ 17 થી 19 સપ્ટેમ્બર સુધી ચાલશે. આ પાંચમી આવૃત્તિ છે, જેનું આયોજન ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન (ISM), ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય (MeitY) અને વૈશ્વિક ઉદ્યોગ સંગઠન SEMI દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી રહ્યું છે. 40 દેશોની કંપનીઓ ભાગ લઈ રહી છે.ડૉ. મોહન ભાગવત 17 અને 18 સપ્ટેમ્બરના રોજ ઉજ્જૈનઆરએસએસના વડા ડૉ. મોહન ભાગવત 17 અને 18 સપ્ટેમ્બરના રોજ ઉજ્જૈનમાં રહેશે. તેઓ 18 સપ્ટેમ્બરના રોજ 'યુવા ધર્મ સંસદ'માં સ્વયંસેવકોને સંબોધિત કરશે અને યુવાનો સાથે વાર્તાલાપ કરશે.પીએમની ભેટોનું હરાજી 17 સપ્ટેમ્બરથી શરૂદિલ્હીમાં નેશનલ આર્ટ ગેલેરી ખાતે પીએમની ભેટોનું પ્રદર્શન યોજાઈ રહ્યું છે. હરાજી 17 સપ્ટેમ્બરથી શરૂ થશે. તે પીએમના જન્મદિવસથી 2 ઓક્ટોબર સુધી ચાલશે.પીએમ મોદીના જન્મદિવસ પર સ્વચ્છતા હી સેવા અભિયાનકેન્દ્ર સરકાર પીએમ મોદીના જન્મદિવસ પર 'સ્વચ્છતા હી સેવા' અભિયાન શરૂ કરી રહી છે. 27 સપ્ટેમ્બરે ઐતિહાસિક ઇમારતોની સફાઈ કરવામાં આવશે, 1 ઓક્ટોબરે દરરોજ એક કલાકનું સ્વૈચ્છિક કાર્ય કરવામાં આવશે અને 2 ઓક્ટોબરે સ્વચ્છતા દિવસ ઉજવવામાં આવશે.મનસુખ માંડવિયા આવતીકાલે જાપાનની મુલાકાતેરમતગમત મંત્રી મનસુખ માંડવિયા આવતીકાલે જાપાનની મુલાકાત લેશે. તેઓ એશિયન ગેમ્સમાં ભાગ લેનારા ખેલાડીઓને પ્રોત્સાહિત કરશે. એશિયન ગેમ્સ 9 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર સુધી ચાલશે. આ વખતે ભારત 34 રમતોમાં ભાગ લેશે.આ પણ વાંચો: રાજકોટમાં 11 વર્ષથી ફરાર આરોપી પકડાયો, EPF નો નવો નિયમ અને MRP થી વધુ ભાવે પાણી વેચવા પર 7 લાખનો દંડ

Read Full Story arrow_forward
Bihar : 8 દિવસમાં 3 અજાણી મહિલાઓના મૃતદેહ મળતાં ખળભળાટ, હાથ પર ‘પ્રીતિ’ નામનું ટેટૂ, ઓળખ માટે પોલીસની કવાયત
calendar_today September 16, 2026

Bihar : 8 દિવસમાં 3 અજાણી મહિલાઓના મૃતદેહ મળતાં ખળભળાટ, હાથ પર ‘પ્રીતિ’ નામનું ટેટૂ, ઓળખ માટે પોલીસની કવાયત

બિહારના બેગુસરાયમાં અજાણી મહિલાનો મૃતદેહ મળી આવતા ફરી સનસનાટી ફેલાઈ છે. લાખો પોલીસ સ્ટેશન વિસ્તારમાં શાહપુર ટોલ પ્લાઝા અને ઇનિયાર વચ્ચે NH-31થી આશરે 20થી 30 ફૂટ નીચે ઝાડીઓમાંથી 28થી 30 વર્ષની મહિલાની લાશ મળી આવી હતી. મૃતદેહમાંથી દુર્ગંધ આવતાં રાહદારીઓએ નીચે જઈ તપાસ કરી હતી.FSL ટીમે સ્થળ પરથી પુરાવા એકત્ર કર્યામાહિતી મળતાં સ્થાનિક લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. ત્યારબાદ પોલીસ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. પોલીસે તપાસ શરૂ કરી અને FSL ટીમને પણ બોલાવવામાં આવી હતી. FSL દ્વારા સ્થળનું બારીકાઈથી નિરીક્ષણ કરી જરૂરી પુરાવા એકત્ર કરવામાં આવ્યા હતા.હાથ પર ‘પ્રીતિ’ નામનું ટેટૂમહિલા સલવાર-કમીઝ પહેરેલી હાલતમાં મળી આવી હતી. પોલીસના જણાવ્યા મુજબ મૃતદેહ 2થી 3 દિવસ જૂનો હોવાનું અનુમાન છે. મહિલાના એક હાથ પર ટેટૂથી ‘પ્રીતિ’ લખેલું છે, જ્યારે બીજા હાથ પર ઈજાનું નિશાન મળ્યું છે. સ્થાનિક લોકોની મદદથી ઓળખ કરવાનો પ્રયાસ થયો, પરંતુ હજુ સુધી મૃતકની ઓળખ થઈ શકી નથી.પોસ્ટમોર્ટમ બાદ મોતનું કારણ સ્પષ્ટ થશેપોલીસે મીડિયાને જણાવ્યું કે મહિલાના મોતનું વાસ્તવિક કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ સ્પષ્ટ થશે. મહિલાની હત્યા અન્યત્ર કરીને મૃતદેહ અહીં ફેંકાયો હતો કે ઘટના સ્થળ પર જ બની હતી, તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે. પોલીસે તાજેતરમાં નોંધાયેલી મહિલાઓની ગુમશુદગીની ફરિયાદો સાથે મૃતદેહનો મેળ બેસાડવાનું શરૂ કર્યું છે.8 દિવસમાં 3 અજાણી મહિલાઓના મૃતદેહઆ ઘટનાના થોડા દિવસો પહેલાં 8 સપ્ટેમ્બરે તેઘરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આધારપુર બાંધ નજીક અજાણી યુવતીનો મૃતદેહ મળ્યો હતો. ત્યારબાદ 15 સપ્ટેમ્બરે પિઢૌલી પંચાયતના બાંધ નજીક 22 વર્ષની યુવતીની લાશ મળી હતી. બંને કેસમાં પણ હત્યા બાદ મૃતદેહ ફેંકાયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી.પોલીસ તંત્રમાં દોડધામઆ રીતે 8 દિવસમાં 3 અજાણી મહિલાઓના મૃતદેહ મળતાં પોલીસની ચિંતા વધી છે. જોકે ત્રણેય ઘટનાઓ વચ્ચે કોઈ સત્તાવાર કડી છે કે નહીં અને મોતનું ચોક્કસ કારણ શું છે, તે હજુ તપાસનો વિષય છે.  આ પણ વાંચો   :    Sandesh Digital Explainer : EPFમાં મોટો ફેરફાર, તમારી ટેક-હોમ સેલરીનું શું થશે? સમજો, નવું ગણિત

Read Full Story arrow_forward