Rajkot : સાંઢીયા પુલ પાસે બેરીકેટિંગ સામે પ્રજાનો હલ્લાબોલ, ટ્રાફિક પોલીસની મનમાનીથી કંટાળેલા લોકોએ જાતે જ બેરીકેટ હટાવ્યાં
રાજકોટના સાંઢીયા પુલ પાસે ટ્રાફિક વ્યવસ્થાના નામે કરવામાં આવેલા બેરીકેટિંગને લઈને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. લોકમેળા દરમિયાન ટ્રાફિક નિયંત્રણ માટે લગાવવામાં આવેલા બેરીકેટ મેળો પૂર્ણ થયા બાદ પણ હટાવવામાં આવ્યા ન હતા. જેના કારણે રેલનગર વિસ્તારમાં રહેતા લોકોને રોજિંદી અવરજવર માટે લગભગ 1 કિલોમીટર સુધીનો વધારાનો ચક્કર લગાવવો પડતો હતો.ટ્રાફિક પોલીસની કામગીરી સામેટ્રાફિક પોલીસ સમક્ષ વારંવાર રજૂઆતો છતાં બેરીકેટિંગ દૂર ન થતાં આખરે સ્થાનિક લોકોએ જાતે જ રસ્તા પર ઉતરીને બેરીકેટ હટાવી દીધા હતા. આ ઘટનાથી ટ્રાફિક પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થયા છે.લોકમેળો પૂર્ણ છતાં બેરીકેટ યથાવત્લોકમેળા દરમિયાન ટ્રાફિકનું સંચાલન સરળ બનાવવા માટે સાંઢીયા પુલ પાસે બેરીકેટ લગાવવામાં આવ્યા હતા. પરંતુ મેળો પૂર્ણ થયા પછી પણ બેરીકેટ દૂર કરવામાં આવ્યા ન હતા. પરિણામે સ્થાનિક રહેવાસીઓ અને વાહનચાલકોને બિનજરૂરી મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો.રેલનગરના લોકોને વધારાનો ચક્કરબેરીકેટિંગને કારણે રેલનગર વિસ્તારના લોકોને નજીકના રસ્તે જવા માટે પણ લાંબો રસ્તો લેવો પડતો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ, રોજિંદી અવરજવર દરમિયાન લોકોને લગભગ 1 કિલોમીટર સુધી ફરવું પડતું હતું. આ સમસ્યાને કારણે લોકોમાં ભારે કંટાળો અને રોષ ફેલાયો હતો.નેતાઓએ ન કર્યું તે પ્રજાએ કરી બતાવ્યુંસ્થાનિક લોકોનો આક્ષેપ છે કે જવાબદાર તંત્ર અને નેતાઓ દ્વારા સમસ્યાનો ઉકેલ લાવવામાં આવ્યો ન હતો. અંતે કંટાળેલા રહેવાસીઓએ જાતે જ બેરીકેટ હટાવીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. સમગ્ર મામલે હવે ટ્રાફિક પોલીસની જવાબદારી અને કામગીરી સામે ચર્ચા શરૂ થઈ છે. આ પણ વાંચો : Sandesh Digital Explainer : EPFમાં મોટો ફેરફાર, તમારી ટેક-હોમ સેલરીનું શું થશે? સમજો, નવું ગણિત
Read Full Story arrow_forward